દરેક વ્યક્તિને પોતાના પર એક અનોખું માન હોય છે ને હોવું પણ જોઈએ. જો ના હોય તો પોતાનો પરિચય પોતાની સામે જ આપતા માણસ અચકાય છે. આ મારી કવિતાઓમાં મારો અનોખો પરિચય છે. મને જીવવા માં આવતી મજાનું નાનું અમથું ટીપું વાચક સામે મુકું છું. અને મારી વ્યક્તિત્વ ની એક નાની કવિતા છે. મારા જીવનમાં મેં ઘણું બધું શીખયુ છે. ઘણા લોકો મને હમેશા ઢીલી કે ઠોઠ સમજતા હતા પણ મેં હમેશા એ લોકો ને દેખાડી દિધું કે હું ઠોઠ નથી. ઘણા લોકો ની આદત હોય છે કે પોતાના માં રહેલી ખામી દેખાતી જ નથી પણ મારી દરેક વાતોની ઈર્ષા મારી ખામી ગોત્યા કરે છે.
મારા દાદા હમેશા કહે છે કે દરેક અપમાન કરે તો એક વાર ચમત્કાર બતાવો પડે છે.
આભાર.
અનોખો પરિચય
હસતી રોતી જન્મ લીધો મે
પણ હમેશા રોતો રહ્યો મારો પરિચય
મસ્તી કરતો પડતો આખડતો
આંગળાની ધૂળમાં રમતો મારો પરિચય
સ્કૂલમાં હરતો ફરતો મારો પરિચય
નિષ્ફળતામાં રોતો રહ્યો મારો પરિચય
નિર્દોષ આંખમાં નિશાશા નાખતો મારો પરિચય
નિરાશાના અંધકારમાં બેઠો હતો મારો પરિચય
અધુરી રહી ચોપડી, અધુરા રહ્યા ચોપડા
આખા ગ્લાસમાં અધુરો અધુરો રહ્યો મારો પરિચય
બાળ બનીને આવી દિકરી બનીને જીવી,
શું બનીને જઈશ ? પણ અંતે રાખમાં ભળી જઈશ
જિંદગીની ઋતુમાં પાનખર જોઈ
મે ના જોઈ વસંત, પાનખર પછી
શું ? પછી આવશે વસંત !
મારુ નામ મીત
મીત નો અર્થ પ્રેમ
પ્રેમ વગરનો મારો પરિચય
Meet નો અર્થ મળવું
મળ્યા વગર તમને મળ્યો મારો પરિચય
સમય સાથે બદલાતો રહ્યો મારો પરિચય
અંધારી રાતમાં દીવા જેવો મારો પરિચય
ભીની આંખે લખેલો મે મારો પરિચય
અધુરા રહ્યા શબ્દો, અધુરા રહ્યા વાક્યો
અધુરો રહ્યો મારો પરિચય
શું મને મળશે આ ભીડમાં અનોખો પરિચય
જીવનની મજા
દુનિયા મને પાગલ કહે છે દોસ્ત!
પા(પગને) આગળ કરી દોડી જુઓ,
પછી પાગલ થઈ જીવવની મજા કંઈક ઓર છે.
દુનિયા મને બાળક કહે છે દોસ્ત!
રમત-રમતમા આખો દિવસ કામ કરી જુઓ,
બાળક બની જીવવાની મજા કંઈક ઓર છે.
દુનિયા મને સ્વભિમાની કહે છે દોસ્ત !
સ્વ પર થોડું અભિમાન કરી જુઓ,
અભિમાની થઈ જીવવાની મજા કંઈક ઓર છે.
દુનિયા મને નાદાન કહે છે દોસ્ત !
'ના' નુ દાન કરી બધાની વાત માની જુઓ,
નાદાન થઈ જીવવાની મજા કંઈક ઓર છે.
અરે દોસ્ત મીતની જેમ જીવીને જુઓ,
જીવન જીવવાની મજા કંઈક ઓર છે.
વ્યક્તિત્વ
પડછંડ વ્યક્તિત્વતા અમથી નથી મળતી સાહેબ !
દુનિયાના ઘણા ધા જિલવા પડે છે .
સોનાનો ભાવ અમથો વધારે નથી સાહેબ !
એને કલાકો સુધી તપવું પડે છે.
અંતરની સુગંધ અમથી નથી સાહેબ !
ફુલોએ પુરેપુરો ભોગ આપવો પડે છે.
જીવતા માણસમાંથી શબ અમથું નથી બનતું સાહેબ!
બધા કર્મનો હિસાબ કરવો પડે છે.
કવિ અમથું નથી બનાતું સાહેબ !
ઘણા બધા ભાવોને સાથે લઈને ફરવું પડે છે.
મીતનું વ્યક્તિત્વ અમથું નથી સાહેબ !
પોતાની જાતને ઘડવાની તાકાત જાતે રાખવી પડે છે.
" માનવી " આ કવિતા દરેક વ્યક્તિએ વાચંવા જેવી ઘણીવાતો એવી છે. જીવનમાં અમથી સફળતા નથી મળતી એ.લખ્યું છે.
માનવી
ઘમંડ શાના કરો છો તમે,
શું પામયુ છે પોતાના બળે ?
જન્મ આપ્યો છે માતાએ
નામ આપ્યું છે ફોઇએ
નથી કંઈ સાથે લાવ્યો
નથી લઈ જઇ શકવાનો
શીક્ષણ શીક્ષકે આપી છે ને
ધન શેઠીયાઓ આપશે તને
ઈજ્જત જન્મ સાથે નથી લાવ્યો
શા માટે ઈજ્જત કમાવા માથા ફોડે
ના કર્યુ છે તે જાતે પહેલુ સ્નાન
ના કરી શકીશ તુ છેલ્લુ સ્નાન
આવ્યો છે તુ કોઇની કોખે તુ માનવી
છેલ્લે જવાનો છે તુ ચાર ખભાપર માનવી
શા માટે ઘમંડ કરે છે તુ માનવી