Falsehood - 6 books and stories free download online pdf in Gujarati

ગલતફેમી - 6

"તારી વનીએ પણ નહિ ખાધું. તારું નહિ તો એનું તો વિચાર. તારી અને મારી લડાઈમાં બિચારી એની શું ભૂલ?!" રિચા એ ફરી એક ટેક્સ્ટ મેસેજ મોકલ્યો. શબ્દોમાં આજીજી હતી. પણ શું એની અસર પાર્થ પર થવાની હતી?!

"હમમ..." પાર્થે ટેક્સ્ટ મેસેજ કર્યો તો રિચા ને સારું પણ લાગ્યું કે પાર્થ શાયદ જમી લેશે પણ એણે અફસોસ પણ ખૂબ થયો કે હવે એનો મેસેજ નહિ આવે! રાહ પણ કયાં હકથી જોતી એ?! શું એનો પાર્થ એનાથી આટલો બધો દૂર જતો રહ્યો હતો?! એણે બહુ જ અફસોસ થયો અને મન ભારે લાગવા માંડ્યું. વધારે વિચારો પણ મગજ પર બોજ આપતાં હોય છે. આવો જ બોજ રિચા પણ મેહસૂસ કરી રહીં હતી.

"વની... જો હું તો હોટેલ થી ખાઈને જ આવ્યો છું. તું જમી લે." પાર્થે વનિતા ને કહ્યું તો એક પળ માટે તો રિચા ને એવું જ લાગ્યું જાણે કે પાર્થ એણે જ ના કહી રહ્યો હતો! એ કહે કે ના કહે પણ રિચા તો એવી રીતે જ સાંભળી રહી હતી જાણે કે એ શબ્દો એના માટે જ હતાં.

ના, જૂઠ ના બોલ! મને ખબર છે, તું ભૂખ્યો જ છે. અને લાગતું પણ નહિ કે તને ખાવાનું ભાવવાનું પણ છે! રિચા વિચારી રહી હતી.

કેટલું દુઃખ થાય છે, જ્યારે જે વ્યક્તિ તમારી બહુ જ નજીક હોય; એ હવે બીજાની નજીક જઈ રહ્યો હોય! જીવતે જીવત જો નરક હોય તો એ બસ આ જ તો હોઈ શકે ને!

યાર, મારાથી બધું જ સહન થઈ જશે. પણ આમ તારી આ નારાજગી તો હું ક્યારેય સહન નહિ કરી શકું! આઈ જસ્ટ વોંટ યુ બેક! રિચા વિચારી રહી હતી.

"હા તો મેં પણ તો ખાઈ જ લીધું છે ને..." વનિતા એ પણ જૂઠ બોલવું જ પડ્યું. પાછળથી રિચા એ ઈશારામાં વનિતાને કહી દીધું હતું કે પોતે પણ ખાઈ લીધું એમ બોલ.

"ઓકે... તો ચાલ આપને બહાર ખાવા જઈએ!" વનિતા ને હાથથી પકડીને પાર્થે લગભગ ખેંચી. એના હાથમાં રહેલ મોબાઈલ પણ બસ પડતાં પડતાં જ રહી ગયો, તેમ છત્તાં વનિતા ને તો આમાં આનંદ જ મળતો હતો.

ગઈ વખતે અમે હોટેલમાં હતા, ત્યારે તો કેટલી મજા આવી હતી! બધું કેટલું મસ્ત હતું! ત્યારની એક એક પળ મને તો હજી પણ બરાબર યાદ છે! પણ આજે મારી જ જગ્યાએ કોઈ બીજું છે! રિચા વિચારી રહી હતી.

આંસુઓ બહાર આવી જશે તો બધા જોઈ જશે, એમ વિચારી રિચા બેડ રૂમમાં ચાલી ગઈ. હોટેલની એની અને પાર્થની બધી જ યાદો એણે કોઈ ફિલ્મ ની જેમ એક પછી એક મગજમાં દેખાઈ રહી હતી.

કિસ... એણે તો મને એક કિસ પણ માથે કરી હતી! એ મને કેટલો બધો લવ કરે છે! આખરે એણે આવું કેમ કર્યું! કેમ એ મારાથી જુદાં થઈ ગયો! શું એનાથી દૂર જવાનો મારો ફેંસલો ગલત છે?! વધારે વિચારો કરવાને લીધે રિચા ને ચક્કર જેવું લાગવા લાગ્યું!

એક તરફ એને પોતે અને પાર્થ હોટેલમાં જ હોય એવા દૃશ્યો નજર આવી રહ્યાં હતા તો અમુકવાર એને એમ પણ થઈ આવતું હતું કે યાર ખુદ બહુ જ ખોટું કરી રહી છે, એને આ બધામાંથી છુટી જવું હતું, જેમ કોઈ પક્ષી પાંજરામાંથી બહાર ઉડી જવા માગતું હોય!

વધુ આવતા અંકે...
                                     
આવનાર એપિસોડસમાં જોશો: "હું પણ હવે જ જમીશ..." પાર્થે સાવ ધીમું કહ્યું અને રિચા ની સામે જોઈ ખાવા લાગ્યો!

ખાતા ખાતા જ અચાનક જ વનિતા ને શું ખ્યાલ આવ્યો કે એણે પાર્થનાં માથે કિસ કરી દીધી! આ દૃશ્યથી રિચા બહુ જ વિચલિત થઈ ગઈ! એ ત્યાંથી જવા માટે ઊભી થઈ ગઈ. પણ પાર્થે એનાં હાથને પકડી લીધો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED