Prem No Pravah - 3 books and stories free download online pdf in Gujarati

પ્રેમનો પ્રવાહ - 3 - છેલ્લો ભાગ





ઇશાની : દિયા! તું બોલવામાં ધ્યાન રાખ. દોસ્તીની હદમાં રે. મેં કહી હતી એ વાત સાચી પડી કે સમય અને જગ્યા બદલાતાં, માણસ પણ બદલાઈ જાય. પણ માણસ આટલો બધો બદલાઈ જાય એ જાણીને નવાઈ લાગી.

કરણ : ઓ બહેનજી! તું ચૂપ રહે. તું દિયા સાથે આવી રીતે વાત ન કર. આપણે બન્ને દિયાની રાહ જોતાં હતાં ત્યારેનું, તારું વર્તન જોઇને મને તારા ઉપર શંકા જાય છે, તું પણ ક્યાંક મારાં પ્રેમમાં તો નથીને?

ઇશાની : હા! તારી શંકા સાચી છે. હું તારા પ્રેમમાં હતી. પણ મેં જેની સાથે પ્રેમ કર્યો હતો એ કરણ આવો ન હતો. હવે તો મને મારી જાત ઉપર શરમ આવે છે કે મેં તને પ્રેમ કર્યો.

કરણ : તમારો આ જ પ્રોબ્લેમ છે, ઓકાત જોયા વગર પ્રેમ કરી લો છો. તું મને તો ભૂલી જા, એ જ તારા માટે સારું રહેશે. હું તારી સાથે તો ક્યારેય પ્રેમ નહીં કરું. તુુંં રહી એક સામાન્ય ટીચર.

ઇશાની : પ્રેમ કરવા માટે દિલ જોવામાં આવે છે ઓકાત નહિ. પણ રહેવા દે તારા જેવાને આ વાત નહિ સમજાય.

દિયા : તારો સત્સંગ બંધ કરી દે. આ બધી માત્ર પુસ્તકોની વાતો છે. હકીકતમાં તો પ્રેમ ઓકાત જોઇને જ થાય છે.

કરણ : અને હા! તમને બંનેને બીજી એક વાત જણાવી દઇએ કે હું પણ દીયાને પ્રેમ કરું છું. અમે છેલ્લાં ત્રણ વર્ષથી રીલેશનશીપમાં છીએ.

(ઇશાની અને નિશીતને આઘાતની માથે આઘાત લાગી રહ્યાં હતાં.)

દિયા : તમારી ઓકાત નથી અમારી સાથે પ્રેમ કરવાની.

(નિશીત ગુસ્સામાં આવી ગયો.)

નિશીત : બસ દિયા. હવે આનાથી વધારે એક શબ્દ પણ બોલી છે ને તો મારાં થી વધારે ખરાબ કોઈ નહિ થાય.

(કરણ નિશીતને ધક્કો મારતાં બોલ્યો.)

કરણ : તું શું કરી લઈશ? તારામાં કંઈ કરવાની હિમ્મત જ નથી. એટલે તો તું લેખક બન્યો છે.

નિશીત : તમે બંને અત્યારે જ અહીં થી ચાલ્યાં જાવ, નહીંતર હવે પછી જ થશે એનાં જવાબદાર તમે હશો.

દિયા : અહીંયા રહેવું પણ કોને છે! ચાલ કરણ.

(દિયા કરણનો હાથ પકડી ત્યાંથી નીકળી ગઈ.)

નિશીત અને ઇશાની ભાંગી પડ્યાં હતાં. નિશીત જમીન પર બેસીને રડવા લાગ્યો.

ઇશાની : નિશીત! તું રડીશ નહીં. હું તારી સાથે જ છું. એ બંને ભલે આપણેને છોડીને ચાલ્યાં ગયાં, આપણે એકબીજાનો સાથ આપીશું.

નિશીત : રિયા કેટલી બધી બદલાઈ ગઈ છે. તે પહેલાં આવી ન હતી. આ સમય અને જગ્યાનાં બદલાવને કારણે થયું છે. તે મારી સાથે આવું કેમ કરી શકે?

ઇશાની : નિશીત! આપણો પ્રેમ ઝરણાનાં પાણી જેવો ચોખ્ખો જ હતો. માત્ર આપણા પ્રેમનો પ્રવાહ ખોટી તરફ વહી રહ્યો હતો. પણ હવે એ પ્રવાહને સાચી તરફ વાળવાનો સમય આવી ગયો છે. તું દિયાને ભૂલી જા અને હું કરણને ભૂલી જઈશ. આપણે એક નવી શરૂઆત કરીશું.

નિશીત : પણ શું આપણે એમને ભૂલીને આગળ વધી શકીશું?
ઇશાની : આપણે એકબીજાને મદદ કરીશું તો જરૂર આગળ વધી શકીશું.

(ઇશાની નિશીતનો હાથ તેનાં હાથમાં લઈને બોલી)

ઇશાની : નિશીત! તું મારી સાથે લગ્ન કરીશ?

નિશીત : પણ ઇશાની તું આમ અચાનક! તું મારી સાથે લગ્ન કરીશ?

ઇશાની : હું બધું ભૂલીને આગળ વધવા માંગુ છું. બોલ તું મારી સાથે લગ્ન કરીશ.

નિશીત : હા ઇશાની! હું તારી સાથે લગ્ન કરીશ.

(ઇશાની આવેગથી નિશીતને ભેટી પડી.)



•~•~•~ સમાપ્ત ~•~•~•


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED