Prem No Pravah - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમનો પ્રવાહ - 1




દિયા : Hii કરણ!

કરણ : Hiii-Hello પછી કરજે, પહેલાં તું લાઈબ્રેરીમાં જઈને ઈશાનીને બોલાવી આવ, નહિતર એ તો આખો દિવસ ત્યાં પુસ્તકો જ વાચ્યાં કરશે.

દિયા : હા હવે, જાવ છું. તું પણ ક્લાસરૂમમાં જઈને નિશીતને બોલાવી આવ, નહિતર એ પણ વાર્તા જ લખ્યાં કરશે.

કરણ : Ok. તો આપણે બધાં આપણી સ્પેશિયલ જગ્યાંએ મળીએ.

દિયા : ok, હું જાવ છું.

કરણ, દિયા, નિશીત અને ઇશાની તેમની સ્પેશિયલ જગ્યા એટલે કે સ્કૂલનાં ગાર્ડનની છેલ્લી બેન્ચ પર બેઠાં હતાં.

દિયા : તો શું પ્લાન છે તમારાં બધાનો?

કરણ : શેનો પ્લાન ?

દિયા : આપણી 12th ની બોર્ડ એક્ઝામનાં રિસલ્ટ્સ આવી ગયાં છે, તો આગળ શું કરવાનું છે ?

કરણ : મૂકને એ બધું. હજુ આખું વેકેશન પડ્યું છે, એમાં વિચારી લઈશું કે આગળ શું કરવું. અત્યારે તો ચીલ કરવાનો સમય છે ડૂડ!

ઈશાની : કરણ! તું આવું કેમ બોલો શકે? આગળ શું કરવું એ અત્યારથી નક્કી હોવું જોઇએ, તેથી પછી કોઈ ટેન્શન ન રહે. પહેલાંથી પ્લાનિંગ કર્યું હોય તો જીવનમાં સરળતા રહે.

દિયા : બોલ્યાં, દેવીમાં બોલ્યાં! માતાજી, તમે સત્સંગ કર્યાં વગર આને સમજવો. અને આનો ચહેરો જોઈને મને તો લાગે છે કે આને કંઈ પણ સમજવવાની જરૂર નથી. આ તો આપણા કરતાં પણ આગળનું વિચારી રાખતો હોય છે.

કરણ : વખાણ કરવાં માટે ખુબ ખુબ આભાર!

નિશીત : હવે તમારી બકવાસ પૂરી થઇ ગઇ હોય તો કામની વાત કરીએ, પ્લીઝ!

દિયા : આ બોલ્યો એન્ગ્રી યંગમેન. ચાલો! ચાલો! હવે કામની વાત કરો.

ઈશાની : તો શરૂઆત હું જ કરી દઉ છું. મારે ટીચર બનવું છે એટલે હું તો B.A. કરવાં અમદાવાદ જવાની છું. હું B.Ed. પણ અમદાવાદમાં જ કરી લઈશ. ત્યાં મારાં મામા રહે છે એટલે મારે રહેવાની કોઈ સમસ્યા જ નથી.

કરણ : હવે હું મારું જણાવું છું. મારે માસ મીડિયાની ફિલ્ડમાં જવું છે એટલે હું BJMC કરવાં દિલ્હી જવાનો છું. રહી વાત રહેવાની તો હું ત્યાં હોસ્ટેલમાં રહેવાનો છું.

દિયા : હવે મારો વારો. હું ફેશન ડિઝાઇનર બનવાં ઇચ્છું છું. હું B.Des. કરવાં મુંબઈ જવાની છું અને ત્યાં પી.જી.માં રહેવાની છું.

નિશીત : મારે તો લેખક બનવું છે. હું તો રાજકોટમાં જ B.A. ની ડિગ્રી લઈ લઇશ.

દિયા : અરે યાર! આપણે બધાં અલગ અલગ જગ્યાએ ભણવા જવાનાં છીએ. હવે તો આપણે સાથે નહીં રહી શકીએ.

કરણ : જીવનમાં કંઇક મેળવવું હોય તો કંઇક છોડવું પડે છે.

નિશીત : અરે દિયા! તું શા માટે દુઃખી થાય છે. આપણે ફોન ઉપર વાતો કરતાં રહીશું અને હા, આપણું વોટસઅપ ગ્રુપ તો છે. આપણે એમાં વાતો કરીશું.

ઈશાની : પણ જે મજાં સાથે બેસીને વાતો કરવામાં મજા આવે છે તે મજા ફોનમાં નથી. અલગ અલગ જગ્યાએ જવાથી આપણો સ્વભાવ પણ બદલાઈ જશે.

દિયા : ના યાર! જગ્યા બદલવાથી સ્વભાવ થોડો બદલાઈ જાય?

કરણ : હા, જગ્યા બદલે તો સ્વભાવ ન બદલાઈ જાય.

નિશીત : એ તો હવે પાછાં મળશું ત્યારે જાણ થશે!

દિયા : હા. પાછાં તો અહીંયા જ આવવાનું છે.

ઈશાની : ચાલો હવે નીકળીએ. મારે મોડું થાય છે. ટાઈમ પર ઘરે નહિ પહોંચું તો પપ્પા ગુસ્સો કરશે.

દિયા : હા, ચાલો નીકળીએ.

(પછી તેઓ એકબીજાને ભેટીને છૂટાં પડ્યાં.)



હવે પછી શું વળાંક આવશે તેમનાં જીવનમાં? શું જગ્યા બદલવાથી તેમનો સ્વભાવ પણ બદલાઈ જશે? તેમની મિત્રતા કેટલું આયુષ્ય ભોગવશે? જાણવા માટે વાંચો... પ્રેમનો પ્રવાહ-2


બીજા રસપ્રદ વિકલ્પો