Prem No Pravah - 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમનો પ્રવાહ - 2





(છ વર્ષ પછી)


(નિશીતે દિયાને ફોન કરીને કહ્યું)

નિશીત : Hii દિયા. કેમ છે તને?

દિયા : ઓહ નિશીત તું! મને સારું છે. તને કેમ છે તને?

નિશીત : હું પણ મોજમાં છું. તું ક્યાં હતી આટલાં સમયથી? નહિ કોઈ કૉલ, નહિ કોઈ મેસેજ!

દિયા : Sorry નિશીત. હું ઓફિસનાં કામમાં વ્યસ્ત હતી. મારી કંપનીએ હમણાં જ એક ફૅશન ઇવેન્ટ આયોજિત કરી હતી એટલે હું એમાં વ્યસ્ત હતી.

નિશીત : Ok. કંઈ વાંધો નહિ. હમણાં તને સમય મળશે?

દિયા : કેમ તારે કંઈ કામ છે મારું ?

નિશીત : ના, કંઈ કામ ન હતું. હું વિચારી રહ્યો હતો કે આપણે બધાં ઘણાં સમયથી મળ્યાં નથી તો મારાં ઘરે એક ગેટ ટુ ગેધર કરીએ. માત્ર આપણે ચાર મિત્રો જ. તું, હું, કરણ અને ઈશાની.

દિયા : તે કોઈ તારીખ નક્કી કરી છે? તો એ મુજબ હું તને મારા શેડયુલમાં જોઇને જવાબ આપું.

નિશીત : હા! આપણે જયારે પહેલી વખત મળ્યાં હતાં અને મિત્રો બન્યાં હતાં તે દિવસે, એટલે કે 15 માર્ચે ગેટ ટુ ગેધર રાખીએ.

દિયા : તું 2 મિનિટ ફોન હોલ્ડ કર, હું તને મારા શેડ્યુલમાં જોઇને જણાવું.

નિશીત : Ok. Take your time.

(દિયા તેનાં શેડ્યુલ બોર્ડમાં જોઇને બોલી.)

દિયા : Ok નિશીત. તો તું આપણું ગેટ ટુ ગેધર 15 માર્ચે ગોઠવી દે. હું ફ્રી છું પણ હું ખાલી એક જ દિવસ આવી શકીશ. પછીનાં દિવસે મારે અગત્યની મીટીંગ છે.

નિશીત : Ok. તો હું બધી તૈયારી કરી લઈશ અને હું કરણ અને ઈશાનીને જાણ કરી દઈશ.

દિયા : ના, ના. તું માત્ર ઈશાનીને જાણ કરી દેજે. હું કરણને જાણ કરી દઈશ.

નિશીત : Ok. Bye.

(દિયાએ કંઈ જવાબ આપ્યાં વગર ફોન મૂકી દીધો.)


( 2 દિવસ પછી ઇશાની એ કરણને ફોન કરીને કહ્યું.)

ઇશાની : Hello કરણ! કેમ છે તને?

કરણ : તમે કોણ છો? અને તમે મારું નામ કેમ જાણો છો?

ઇશાની : અરે કરણ! હું ઇશાની બોલી રહી છું. તારી સ્કૂલ ફ્રેન્ડ.

(કરણ યાદ કરતાં બોલ્યો.)

કરણ : ઓહ! Sorry ઇશાની! એમાં એવું છે કે મે નવો મોબાઇલ લીધો છે તો એમાં તારો મોબાઇલ નંબર સેવ ન હતો.

ઇશાની : કોઈ વાંધો નહિ. તને આપણા ગેટ ટુ ગેધર વિશે ખબર છે?

કરણ : હા. દિયા એ મને જણાવ્યું.

ઇશાની : તો તું આવે છે ને?

કરણ : હા.

ઇશાની : Ok Bye. જલદી મળશું.

કરણ : Ok Bye.

નિશીતે તેનાં ઘરની અગાશીને લાઇટો અને ફુગ્ગાઓથી શણગારી દીધું હતું. કરણ અને દિયાની ફ્લાઈટ રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થઈ ગઈ હતી. ઇશાની પણ અમદાવાદથી રાજકોટ આવી ગઇ હતી.

(દિયા નિશીતનાં ઘરમાં આવીને તેને ભેટતાં બોલી.)

દિયા : Hii નિશીત.

નિશીત : Hii.

દિયા : તું ઘણો બદલાઇ ગયો છે.

નિશીત : લેખક બનવાની અસર છે. તું પણ ઘણી બદલાઈ ગઈ છે.

દિયા : ફેશન ડિઝાઇનર બનવાની અસર છે. કરણ અને ઇશાની આવી ગયાં?

નિશીત : હા! ઉપર બેઠાં છે. તારી રાહ જોવે છે.

દિયા : Ok. તો હું ફ્રેશ થઇને ઉપર આવું છું.

નિશીત : Ok.

નિશીત, ઇશાની, કરણ અને દિયા અગાસી ઉપર બેઠાં હતાં.

ઇશાની : ચાલો આપણે એક ગેમ રમીએ. ટ્રુથ એન્ડ ડેર.

નિશીત : હા ચાલો રમીએ.

(નિશીત એક કાચની બોટલ લઈ આવ્યો. નિશીતે બૉટલને ફેરવી. બોટલનો આગળનો ભાગ નિશીત તરફ અને પાછળનો ભાગ ઇશાની તરફ આવ્યો.)

ઇશાની : બોલ નિશીત, ટ્રુથ કે ડેર?

નિશીત : ટ્રુથ.

ઇશાની : Ok. તને આજ સુધી કોઈ સાથે પ્રેમ થયો છે?

નિશીત : આજે હું મારાં દિલની વાત કહી દઉં છું.

(નિશીત ઊભો થયો, તેણે દિયાને પણ ઊભી કરી. તે દિયા સામે ઘૂંટણ પર બેસી ગયો અને તેનો હાથ પકડી બોલ્યો)

નિશીત : I Love U દિયા.

દિયા : શું મજાક કરે છે, નિશીત?

નિશીત : દિયા, હું મજાક નથી કરતો. હું તને જ્યારથી આપણે સ્કૂલમાં હતાં ત્યારથી પ્રેમ કરુ છું.

(દિયા પોતાનો હાથ છોડવતાં બોલી)

દિયા : નિશીત! હું તને પ્રેમ નથી કરતી. તું તારી ઓકતની બહાર ન જા. મેં હજુ સુધી તારી સાથે દોસ્તી કરી એ પણ મોટી વાત છે. તું માત્ર એક મામૂલી લેખક છે. તું મારો ખર્ચો ક્યારેય નઇ ઉપાડી શકે. હું તને નહી પણ કરણને પ્રેમ કરું છું.

(આ વાત સાંભળીને નિશીત અને ઇશાની ચોંકી ગયા.)



આગળ શું નવો વળાંક આવશે? શું નિશીતને તેનો પ્રેમ મળશે? શું દિયા મજાક કરતી હશે? જાણવા માટે વાંચો... પ્રેમનો પ્રવાહ-3


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED