મૌસમ છે વરસાદનો Jalpa Talaviya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૌસમ છે વરસાદનો

માટીની આ મહેક છે......કુદરત ની આ મહેફિલ છે...જ્યાં પ્રકૃતિ નો પ્રેમ છે....જ્યાં મન મૂકી ને હસી પણ શકીએ અને મન મૂકી ને રડી પણ શકીયે....એવી આ વરસાદ ની બપોર ......

વરસાદ ની મૌસમ એટલે બસ મન માં આનંદ જ હોઈ......
આજ બપોર ના સમયે કંઠ ને સુવડાવી ને રોજ ના સમય પ્રમાણે મોબાઈલ books અને લેપટોપ લઇ ને હું હોલ માં આવી સોફા પર બધું રાખી ને વિન્ડો પાસે ઉભી હતી ધોધમાર વરસાદ આવી રહ્યો હતો.....જાણે મેઘરાજા ખૂબ જ મહેરબાન હોઈ એમ મન મૂકી ને વરસી રહ્યા હતા .......સામેની બિલ્ડિંગસ પણ ઝાંખી દેખાઈ એવો મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો...!ફોન હાથ માં લીધો બધા ના સ્ટેટ્સ અને massages અને જોતી હતી...કોઈ ના સ્ટેટ્સ માં ગરમ ગરમ નાસ્તા તો કોઈ માં રોમેન્ટિક સોંગ્સ....બધા ના મૂડ જાણે આજ ખુશ હોઈ એવા સ્ટેટ્સ લાગતા હતા....લેપટોપ ઓપન કર્યું પણ મન તો વરસાદ માં જ અટવાયેલું હતું પણ શુ કરવું...! કંઠ બેડરૂમમાં એકલો સુતોલો હતો એટલે બંધાયેલી હતી.....વરસાદ માં.ભીંજાવા જવાનું ખૂબ મન થતું હતું પણ કંઠ ને એકલા મુકતા જીવ પણ ચાલતો ના હતો....ફ્લોર પણ મારા સિવાય બીજું કોઈ હતું પણ નઈ.... મન ને રોકી રાખવા આજ ફરી બુક ને પેન લીધી ત્રણ વર્ષ પછી.....બાળપણ નો વરસાદ ને આજ નો વરસાદ બહુ જ અલગ હતો.....ત્યારે વરસાદ માં ભીંજાવા સિવાય બીજો કાઈ વિચાર આવતો જ ન હતો ને આજ ભીંજવાનું મન છે પણ એક બાજુ બીમાર થવાનો ડર....બીમાર થઈ તો કંઠ ને કોણ સંભાળશે..... પણ આવું તો કાઈ હોતું હશે કે વરસાદ માં નાવાથી કાઈ બીમાર પડીએ..તદ્દન ખોટું હું તો માનુ જ નઈ.... હું ક્યારેય વરસાદ માં નાવાથી બીમાર પડી જ નથી........સાલો 2 વર્ષ થી આ વરસાદ લુચ્ચો સાબિત થયો છે મને ભીંજાવા જ નથી દેતો.....
આજ આ વરસાદ જોઈ ને ખૂબ રડવું આવે છે.....વરસાદ માં નાવા માટે સ્કૂલ બેગ ને રાઈનકોર્ટ વડે પ્રોટેક્ટ કરી ને આપડે પલળી જતા.....અને આજ હું રાઈનકોર્ટ માં લપેરાઈ ને નીકળવું પડે છે.....
મન તો વિચારો ની રમત માં ગૂંચવાઈ ગયું છે....Real life ભૂલી ને ફિલ્મી દુનિયા હોઇ એમ મન માં ન સુજવાના વિચારો આવે છે.....સોફા પર બેસી ને જાણે હિલસ્ટેશન પર આવી ગઈ હોય એવું લાગે છે.....પેન હાથ માં.આવિયા પછી ઘણું બધું બોલી જવાઈ છે...પણ એનું આલેખન કરવા જતાં ડર પણ લાગે...મન ની મૌસમ ને બુક માં આલેખન આપવું એટલે મન ને હલકું કરવું.....પાણી ની એક એક બુંદ કૈક અલગ જ વિચારો અપાવી જાય છે આજ.....મન માં.શ્રી કૃષ્ણ ની મોરલી ની ધૂનની હચમચાવત ઉપાડી ગઈ છે.....
મન માં વિચારો તો બહું બધા આવે છે...પણ પુરા થઈ કુદરત બધે જ હરિયાળી ફેલાવી દે એમ મન માં હરિયાળી છવાઈ ગઈ છે...બધું લીલુંછમ..... શકે મ.લાગતું નથી...અને અહીંયા વ્યકત પણ કરી શકું એમ નથી.....
ખૂલ્લી આખે દેખાતું આ સ્વપ્ન...?
સ્વપ્ન છે કે આભાસ....?

મારા હસબન્ડ ને કોલ કર્યો કે આજ થોડા વેલા આવશો.....કંઠ ને કંટાળો આવે છે.. આજુબાજુ કોઈ નથી....તો ....પણ એમને તો કીધું એમને કામ છે એટલે વેલા તોનઈ આવી શકે.....મન થોડું નિરાસ થયું પણ એ પણ એમના કામ માં બંધાયેલા હતા....એમને પણ વરસાદી માહોલ માં ઘરે જલ્દી જવું હોય.....
.
મૌસમ છે વરસાદ નો....પલળીજાવા જેવું છે......
મૌસમ છે વરસાદ નો....પલળી જાવા જેવું છે......
વાતાવરણ ચારે તરફ મહેકી જાવા જેવું છે........
ના બોલું તો ચાલે હવે.....
સમજી જાવા જેવું છે.......
વાતાવરણ ચારે તરફ ....પલળી જેવું છે.....


त्वदीयं वस्तु गोविन्द: तुभ्यमेव समर्पये