Confidence books and stories free download online pdf in Gujarati

વિશ્વાસ

"કેમ ?" જીજ્ઞા એ પોતાના પતિ જયસુખ ને ખાલી હાથે ઘર માં પ્રવેશ કરતા જોઈ ને પૂછવા લાગી.
જયસુખ સવારે 10 વાગે નહાય ધોયા વિના દૂધ લેવા નીકળી ગયો હતો.કોરોના વાયરસ ને કારણે સરકારશ્રી એ 21 દિવસ સુધી લોકડાઉન કરેલું. તેને કારણે જીવંનજરૂરિયાત ની વસ્તુ માટે દુકાનું એક સીમિત સમય મુજમ ચાલુ રાખવામાં આવતી.
દૂધ ની ડેરી સવારે 9 થી 11 વાગ્યા સુધી ચાલુ રહેતી.તે હિસાબે જયસુખ 10 વાગે દૂધ લેવા ગયેલો પણ તે દિવસે પોલિસ એ દુકાનું ચાલુ કરવા ના દીધી એટલે જયસુખ બધે રખડી ને દૂધ લીધા વિના પાછો ફરેલો.
"આજે પોલીસે કોઈ પણ દુકાનો ખોલવા જ નથી દીધી તો હું બધે ફરિયાવિયો પણ એક પણ દૂધ ની ડેરી ખુલી નથી" જયસુખ એ જિજ્ઞા ના ખાલી થેલી આપતા કહીયું
"તો હવે ચા પાણી માટે દૂધ નથી તો ?" જીજ્ઞા એ ચિંતા વ્યકત કરતા કહીયું.
"એમાં શું આજે દૂધ વિનાની ચા પીસુ બીજું શું !!"જયસુખ આટલું કહી ને હસતા હસતા ન્હાવા ચાલિયો ગયો.
"અરે પણ ઉપાસના ને હર્ષ ને !?" ત્રણ વર્ષ ની દીકરી ઉપાસના,અને એક વર્ષ ના દીકરા હર્ષ ની તરફ જોઈ ને ચિંતા કરવા લાગી, "આપડે તો કાળી ચા પી લેશું પણ છોકરાવ ને,એમને તો દૂધ પીવા જોઈશે ને !"
માં હોય એટલે છોકરાવ ની ચિંતા થાય એ સ્વાભાવિક છે,એટલે જિજ્ઞા ને પોતાને ચા નહીં મળે તો ચાલશે પણ સંતાન ને દૂધ તો જોઈશે ને એ ચિંતા થતી હતી.
"અત્યારે તો ચા બનશે એટલું દૂધ તો છે ને ?" જયસુખ એ પુછીયું એટલે જિજ્ઞા કેહવા લાગી કે ,"હા અત્યારે તો થઈ જશે પણ સાંજે નહીં થાય"
"સાંજ નું સાંજે જોયું જશે." ને આટલું કહી ને જયસુખ પોતાની દૈહિક ક્રિયા માં પરોવાઈ ગયો,અને જિજ્ઞા દૂધ નો વિચાર કરતા કરતા જે થોડું દૂધ હતું તેની ચા બનાવવા રસોઈ ઘર માં ચાલી ગઈ.
પતિ પત્ની અને દીકરી,ને દીકરો એમ ચાર જન નું મધ્યમ વર્ગ નો પરિવાર હતો,જયસુખ દરજી કામ કરે છે અને જિજ્ઞા house wife છે.લોકડોઉન ને કારણે જયસુખ 1 મહિના થી ઘરેજ છે.
જિજ્ઞા એ ચા બનાવી પોતાના પતિ ને ચા નાસ્તો આપીયો,દીકરો હર્ષ તો ઘોડિયા માં સૂતો હતો.ત્યાં દીકરી જાગી ગઈ હતી એટલે તેને ચા દૂધ બનાવી ને આપીયા.જિજ્ઞા એ દીકરી ને ચા દૂધ પીવડાવતા કહેવા લાગી,"બેટા આજે પપ્પા ને દૂધ ના મળિયું"
"પણ મમ્મી દૂધ તો આપણી પાસે છે ને" દીકરી એકદમ નિર્દોષ ભાવે બોલી.
"ના બેટા અત્યારે છે પણ સાંજે નહીં હોય" જિજ્ઞા ઉદાસ થઈ ને બોલી.
"ના મમ્મી દૂધ તો આપણી પાસે છે"બીજી વાર પણ દુનિયા થી અજાણ એવું દીકરી કહેવા લાગી.
"જોયું આપણી દીકરી ને કેટલો વિશ્વાસ છે કે આપણી પાસે દૂધ છે,તો એના વિશ્વાસ પર વિશ્વાસ રાખ." પોતાની ચા પુરી કરતા જયસુખ કહેવા લાગીયો.," એને વિશ્વાસ છે તો એને મળી રહેશે ચિંતા નહીં કરવી."
સાંજે

"જિજ્ઞા...ચા મુક ચાર વાગી ગયા" જયસુખ રસોડામાં કામ કરતી પત્ની ને અવાજ આપીયો
"અરે દૂધ નથી સવારેજ પૂરું થઈ ગયું હતું ને આજે દૂધ પણ કય મળિયું!"
"હા પણ આપડે વાત તો થઈ હતી ને કે કાળી ચાં દૂધ વિનાની ચા ચાલશે", હસતા હસતા જયસુખ કહેવા લાગીયો,"મને ચાલશે કાળી ચા".
"તમને ચાલશે પણ ઉપસના ને?" જિજ્ઞા દીકરી ને ઉદેશી ને કહેવા લાગી,"બેટા તને ચા દૂધ નહીં પીવા મળે તો ચાલશે ને?"
"હા મમ્મી ચાલશે" મોબાઈલ માં ગેમ રમતા રમતા દીકરી બોલી.
"સાચે ને ચાલશે ને" જિજ્ઞા હજુ પણ ખાતરી કરવા માંગતી હતી કે દીકરી ને ચા દૂધ વિના ચાલશે કે નહીં.
બીજી વાર પણ દીકરી ને મોબાઈલ માંથી ડોકિયુ ઉંચું કરિયા વિના જ જવાબ આપી દીધો,"કીધું તો ખરું મમ્મી..... ચાલશે."
ત્યાં અચાનક દીકરી મોબાઈલ મૂકી ને કઇ યાદ આવી ગયું હોય એમ બોલવા લાગી,"મમ્મી પણ આપણી પાસે તો દૂધ છે ને બાજુ વાળા માસી ના ફ્રિજ માં છે ને ?" પોતા પાસે ફ્રિજ ના હોવાને કારણે જયશુખ ને જિજ્ઞા દૂધ લઈ ને બાજુ માં રહેતા સુશીલા બેન ના ઘરે એમના ફ્રિજ માં રાખતા .
"ના નથી આજે નથી મળિયું દૂધ બેટા",દીકરી ના માથે હાથ ફેરવતા જિજ્ઞા દિલાસો આપતા બોલી.
"ના મમ્મી દૂધ છે આપણી પાસે દૂધ છે" એમ જોર જોર થી બોલવા લાગી.

"ઉપાસના ઓ..... ઉપાસના" બાજુ માંથી 60 વર્ષીય સુશીલા બેન નો અવાજ આવીયો એટલે ઉપાસના દોડી ને ઘર ની બારે નીકળી ને સુશીલા બેન ના ઘર ના દરવાજે પુગી ગઈ તો સુશીલા બેન એક લીટર ની દૂધ ની થેલી હાથમાં લઈ ને ઉભા હતા.
"આલે તારા મમ્મી ને કે કે તને ચા દૂધ બનાવી આપે," સુશીલા બેન દૂધ ની થેલી આપતા બોલિયાં.
આટલી વાર માં તો બેવ પતિ પત્ની પણ બારે આવી ગયા.
"મમ્મી..... ,મમ્મી.... મેં કીધું હતું ને કે દૂધ છે આપણી પાસે લો આ " દીકરી એકદમ હર્ષોલ્લાસ માં આવી પોતાની મમ્મી ને દૂધ ની થેલી આપતા બોલી.
"અરે માસી કેમ?, તમે રાખો અમને ચાલશે" જયસુખ જિજ્ઞા ના હાથ માંથી દૂધ ની થેલી પાછી લઇ ને સુશીલા બેન ને આપતા બોલિયો.
"અરે રાખ મારી પાસે હજુ છે હું વધારે જ લઇ ને રાખીયુ હતું, મેં ઉપાસના નો અવાજ સાભળિયો તો મને લાગિયું કે આજે તને દૂધ નથી મળિયું.તું તારે રાખ ને જિજ્ઞા ને કે કે ચા બનાવે ને ઉપાસના ને ચા દૂધ આપે ,હું તો નથી પીતી પણ લાલા ને બોલાવજે એ પીશે.
સુશીલા બેન તેમાં પતિ રાજેન્દ્ર ભાઈ અને દીકરો વિપુલ એમ ત્રણ નું પરિવાર હતું ,તે પણ સામાન્ય પરિવાર હતો. વિપુલ ને સુશીલા બેન ને આજુ બાજુ વાળા બધાજ લાલો કહીને બોલાવતા.
"મમ્મી હવે તો દૂધ આવી ગયું ચા દૂધ મળશેને?" એટલું બોલી ને ઉપાસના પાછી મોબાઈલ લઈ ને ગેમ રમવા લાગી.
પતિ પત્ની બેવ ની આંખ માં ઝળઝળિયાં આવી ગયા.દૂધ ની થેલી લઇ ને રસોડા માં જતા જતા સવારે પતિ એ કિધેલા શબ્દો યાદ આવી ગયા, કે , "દીકરી ના વિશ્વાસ પર વિશ્વાસ રાખ." ને સાચે અત્યારે દીકરી ના વિશ્વાસ ને લીધે ભગવાનને પણ આમ બાજુ વાળા ને નિમિત્ત બનાવી ને દૂધ ની વ્યવસ્થા કરી આપી.
આમ બેવ પતિ પત્ની દીકરી ની માસૂમિયત ને નિરખતા નિરખતા પોત પોતાને કામે લાગી ગયા.....




બીજા રસપ્રદ વિકલ્પો