જિંદગીના વળાંકો - 10 Dr Shreya Tank દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જિંદગીના વળાંકો - 10

અમુક વખતે આપણે વિચારીએ એવું કંઈ ન થઈ,જિંદગી પોતાના અલગ વળાંક તરફ જ જતી હોય છે...
આજ સવારે મારી ત્તબિયત થોડીક ખરાબ હતી,માટે કોલેજ નાં જવાનું નક્કી કર્યું. થોડાક ટાઈમ પરેસિતામોલ લઇ આરામ કરું જો સરું ના થઈ તો હોસ્પિટલ જવું એમ વિચારો માં દવા લઈ હું સૂઈ ગઈ.
સવારે 10 વાગે મારા ફોન ની રીંગ વાગી, મને ફોન ઉઠવવાની પણ હિંમત થતી નહોતી આખરે બીજી વખત ફોન વાગતા મે ફોન ઉઠાવ્યો ..
સામેથી," હાય ,પ્રાચી ક્યાં છે તું કેમ આજે કોલેજ નથી આવી?"
આ બીજું કોઈ નહિ પણ કશ્યપ જ હતો.મે ધીરે થી કહ્યું," બસ , થોડોક તાવ છે , તો આજે નહિ આવી સકું"
તો ચાલ આપને ડોક્ટર પાસે જઈ એ, તારે મને પેલા ફોન કરી ને કહેવું જોઈએ "કશ્યપ બોલ્યો
મે કહ્યુ" પણ હજી એટલો તાવ નથી , મે દવા લીધી છે અને હું સુઈ જાઉં છું"
" સરું, તું સૂઈ જ અને આરામ કરજે , કઈ ચિંતા નાં કરીશ તારે જે પણ ના આવડે તું મને કહી સકે છે, હું તને સિખવાડીસ"
કશ્યપ એમ કહી શકતો હતો , કારણ કે એક તો તે મારાથી 2 વર્ષ સિનિયર હતો ને તે અમારા કોલેજ માં જ નહિ પણ યુનિવર્સિટી માં પણ ટોપ કરતો હતો,તેના જેવો ફ્રેન્ડ એ નસીબ ની વાત હતી..
" હા , હું આરામ કરીશ " કહી મે ફોન કાપી નાખ્યો
માત્ર પાંચ જ મિનિટ માં મારા રૂમ નો દરવાજો કોઈ એ ખખડાવ્યો..
કોણ" મે પૂછ્યું
" હું , વોર્ડન છું બેટા દરવાજો ખોલ"
આ અમારા હોસ્ટેલ ના વોર્ડન ગીતા માસી હતા, તે સવભાવ ના ખૂબ સારા હતા, દરેક ને પોતાની દીકરી ની જેમ રાખતા , જો કોઈ ને સરું ના હોઈ તો સંભાળ પણ લેતા અને જો ભૂલ હોઈ તો માં ની જેમ ખિજાઈ પણ લેતા.
મે દરવાજો ખોલ્યો, તેમને ચિંતા સાથે કહ્યું" તબિયત ખરાબ છે , અને મને કહ્યું પણ નહિ"
" થોડો જ તાવ હતો માસી, માટે થયું કે સરું થઈ જશે"
તેમને કહ્યું" નીચે કશ્યપ આવ્યો છે , તેને મને કહ્યું ત્યારે મને ખબર પડી, ચલ હું તાને નીચે લઇ જાઉં. એ તાને હોસ્પિટલ લઈ જવા માટે આવ્યો છે"
માસી મને નીચે સુધી લઈ આવ્યા કશ્યપ સોફા પર બેસી ફોન પર વાત કરતો હતો.અમારા પહોંચતા એને કહ્યું" માસી અમે દવા લઈ ને આવી એ "
" હા , જલ્દી થી પાછા આવી જજો અને ધ્યાન રાખજે"
આમ તો કોઈ છોકરા નું આ રીતે ગર્લ્સ હોસ્ટેલ માં આવું મંજૂર ન હતું , પણ કશ્યપ ના પપ્પા નો બીજા બિઝનેસ ને કારણે બહાર રહેતા માટે, કોલેજ અને બધા કામ ડાયરેક્ટ તરીકે એના સાંભળવા ના લીધે એ ગમે ત્યાં આવી જઈ શકતો હતો.
તેને કાર ચાલુ કરી અને કાર સીધી એક 12 ફ્લોર ની હોસ્પિટલ સામે રોકી, જેમાં એક થી એક સારા ડોક્ટર હતા, કોઈ પણ એપોઇન્મેન્ટ વગર સીધા એક ડોક્ટર ની કેબિન માં લઈ ગયો.
અંદર જતા કહ્યું" મિસ્ટર આનંદ આમને થોડોક તાવ છે , થોડું ચેક કરી લેજો"
"યસ, મિસ્ટર કપૂર તમે બેસો હું જોઉં છું" તને કહ્યું
અને ચેક કરી દવા આપી પછી કશ્યપ એ કહ્યું, " આપને ભલે ડોક્ટર બનીએ પણ , આ અમારા ઘરે બધા માટે એક પર્સનલ ડોક્ટર છે, મિસ્ટર આનંદ મારા ડોક્ટર છે,યો હવે તને જરા પણ બરાબર ના લાગે તો તું તરત અહી આવી સકે છે"
મિસ્ટર આનંદે પણ " હા, તમે અહી આવી સકો છો કોઈ એપોઇન્મેન્ટ ની જરૂર નથી , માત્ર બહાર મિસ્ટર કપૂર ના નામે થી જ એન્ટી મળી જશે"
વાત પૂરી થતાં અમે બહાર આવ્યા , ફરી વાર માં બેઠા અને કશ્યપે કાર હોસ્ટેલ તરફ દોડાવી... જો કદાચ આ બધુ પ્રશાંત મારા માટે કરે તો હું કહી સકું કે તે મને પ્રેમ કરે છે, પણ આ બધું કશ્યપ કરતો હતો , પણ આ માણસ ને ઓળખી શકાય તેમ નહોતો કેમ કે તેની આખો કદાચ પ્રેમ જણાવે તો તેની બોલી કે તેનો વ્યવહાર દોસ્તી છે , તેવો અનુભવ કરાવતો.
આ અસમંજસ માં મારી હોસ્ટેલ આવી ગઈ, હું કાર માંથી ઉતરી ને આ જ વિચાર સાથે કે આ તેની તરફ થી દોસ્તી જ હોઈ , વધરે કઈ નહિ , આ ચિંતા કે તરત હોસ્પિટલ લઈ જાય એ દોસ્તી નાં ઇરાદા થી જ હોઈ તો સારુ, પ્રભુ..
આ વિચાર સાથે કાઈ પણ બોલ્યા વગર હું બસ હોસ્ટેલ તરફ આગળ વધવા લાગી અને અંદર જતી રહી.