Jindagina vadanko - 4 books and stories free download online pdf in Gujarati

જિંદગીના વળાંકો - 4

જિંદગી ના વળાંકો-૪
6

થોડી વાર માં હું રૂમ માં ગઈ જોયું તો સ્નેહા રૂમ માં નહોતી, બેડ પર એક ગિફ્ટ બોક્સ હતું,મે તેને ખોલ્યું તેમાં મારા માટે લોંગ રેડ વનપિસ હતું જેની સાથે મેચિંગ સેન્ડલ પણ હતા,સાથે એક કાર્ડ હતું જેમાં એક કલાક માં તૈયાર થઈ જવા લખ્યું હતું...
હું ખુશી થી તૈયાર થઈ અને નીચે ઉતરી જોયું તો હોસ્ટેલ નાં ગેટ પર આરવ , સ્નેહા , શૈલેષ મારી રાહ જોઈ ને ઉભા હતા ,તેમને બધા એ પણ રેડ કલર ના જ કપડાં પહેર્યા હતા....
બધા એ મને ફરીથી બર્થ ડે વિશ કર્યું..અને એ બધા મને સરપ્રાઈઝ માટે આંખ પર પટ્ટી બાંધી કાર માં બેસાડી ને લઇ ગયા..
ત્યાં પહોંચી ને મારા આંખ પર ની પટ્ટી ખોલી મે સામે જોયું તો એક હૉલ જે ખૂબ સારી રીતે ફુગ્ગા જે રેડ અને સિલ્વર ના થીમ માં ખૂબ સરસ ડિઝાઈનો થી શણગારી હતી....સાથે મારા ફોટાઓ ના ખાલી મારા નઈ પણ અમારા બધા ના જોડે ના મસ્તી ટાઈમ ના બધા ફોટા ક્રમવાર ગોઠવેલા હતા.....એક સ્ટેજ હતું , જેની બાજુ માં મીની ડીજે ગોઠવેલું હતું.
ધીરે ધીરે એક પછી બધા એ સ્ટેજ પર ડાંસ કુરા , પછી બધા એ સાથે ડાંસ કર્યો...થોડા ટાઈમ પછી રીયા એ પ્રશાંત ને કહ્યું " હવે બર્થ ડે ગર્લ માટે કેક લાવો", અને પ્રશાંત અને આરવ એક સિલ્વર ટેબલ પર કેક લઇ ને આવ્યા...
જેને ખોલતા ની સાથે....આહ , હું તો કૂદી બઉ ખુશ થઈ હતી કેમ કે એ મારી ફેવરિટ કેક જેવું હું હમેશાં મારા ડ્રીમ માં જોતી એવી j હતી........આ હતી બાર્બી સિન્ડ્રેલા ની કેક ....હું હવે 17 ની થઈ હતી પણ મારા સપનાં માં કેક તો નાના બેબી ની j આવતી......
પણ મારા ગ્રુપ ના લોકો પણ મને એક નાની બેબી ની જેમ જ સાચવતા હતા.
પછી કેક કાપી,મે બધા ને ખવડાવી એમને પણ મને ખવડાવી.કેક બહુ ટેસ્ટી હતી,અમે બઉ બધા ફોટા ક્લિક કર્યાં...એટલા માં આરવે મારા ગાલ પર કેક લગાવી દીધી અને પછી બસ બધા આમ થી આમ એક બીજા ને કેક લાગવા રાખ્યા .
બધા કપડા ચેન્જ કરી હોટેલ માં જમવા માટે ગયા. આખી રાત મસ્તી કરી , છેલ્લે 12 વાગે મને બર્થ ડે વિશ કરી અમેં બધા પોતાના હોસ્ટેલ આવી ગયા..
એ દિવસ પછી અમારી પરીક્ષા માટે ની લડત ચાલુ થઈ ગઈ......હવે અને બધા જોડે કોઈ પ્રશ્ન સોલ્વ કરવા જ બેસતા.....બીજી બધી વાતો લગભગ બંધ j hati... માત્ર પ્રશ્નો અને જવાબો ની જ ચર્ચા હતી...
ટેસ્ટ આપતા આપતા બોર્ડ ની પરીક્ષા નો ટાઇમ આવી ગયો .....અને આગલી રાતે એક બીજા ને પેપર સારા જઈ એ માટે વિશ કરી , વાચવા માટે અલગ થયા ....પેપર ના દિવસો માં જતા પહેલા અને આવ્યા તરત બેડ મમ્મી પપ્પા ના તરત ફોન આવતા...અને અમારી પણ એક બીજા જોડે પેપર બાબતે વાતો થતી...
આમ જ કરતા બોર્ડ ની પરીક્ષા પૂરી થઈ પછી ના દિવસે અમે બધા મળ્યા ને થોડી વાતો કરી, પણ એ દિવસે મારા મમ્મી પપ્પા પણ મળવા માટે આવેલા હોવાથી તેમની જોડે મારી વધારે વાતો થઈ નહિ...
મમ્મી અને પપ્પા એ હવે મને આવનારી નીત ની પરીક્ષા માટે ખાસ ધ્યાન દ્દેવા કહ્યું આને થોડું ફર્યા પછી હોસ્ટેલ મૂકી ગયા..
_______________*_______________
જો આ સ્ટોરી લખવા માં મારી કઈ ભૂલ હોય તો માફ કરજો.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED