નાની નાની વાતોમાં પ્રેમ થઈ ગયો Mahi Nikunj Raval【મીત】 દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાની નાની વાતોમાં પ્રેમ થઈ ગયો

આ મારો કાવ્ય-સંગ્રહ છે જેમે મેં મારા પતિ અર્થાત મારા લગ્ન જીવનના ના મસ્ત મીઠા પ્રસંગે લખેલી કવિતાઓ છે. હું હંમેશા જીવનમાં નાની નાની વાતોમાં ખુશીઓ ગોતી લકવ ચુ એમ મારી કવિતા પણ મારા જેવી જ જો તમે એ કવિતા વાંચશો તો આપને ખબર પડશે કે નાની બાબતો માં પણ પ્રેમ થઈ શકે છે. જોવો વાચક મિત્રા પ્રેમ કરવા માટે અને ઝગડો કરવા માટે બંને માટે નાની બાબતો પર જ આધાર રહેલો હોય છે પણ એ આપણે પોતે નક્કી કરવાનું હોય છે. જો તમે મારી કવિતા વાંચો તો આવત મસ્ત રીતે સમજી જશો.

આભાર.



તમે અને હું


તમે ખળભળાટ કરતો દરિયોને,

હું છલકાતી નદી ચાલો મળીને,

કંઈક તોફાન કરીએ !


તમે પહેલો વરસાદને,

હું સુકી માટી ચાલો મળીને,

મીઠી સુગંધ આપીએ !


તમે ચીકણી માટીને,

હું પાણી ચાલો મળીને,

મૂર્તિનું નિર્માણ કરીએ !


તમે એક દિવોડો ને,

હું નાની અમથી જ્યોત ચાલો મળીને,

આરતી કરીએ !


લાગણી ના સેતુબંધ

નજરથી નજર વચ્ચે લાગણીના સેતુ બંધાઈ ગયા

નજર હતી મારી તમારા દિલ પર પણ,

ખંજન તો ખંજરનુ કામ કરવા લાગ્યા

તમારા ગાલ પર મારી નજર રોકાઈ ગઈ.

દિલ સુધી સેતુબંધ થઈ જ જવાનો હતો ત્યાં,

ક્રોધ અને નારાજગીની શીલા વચ્ચે આવી ગઈ.

સ્નેહના સ્પર્શથી સેતુબંધને સ્થંભની રચના થઈ ગઈ.

સાત વચનથી લાગણીઓના સેતુબંધને બધાની માન્યતા મળી ગઈ.




એકબીજાના થઈ જઈએ

ચલો જીવન સાથે થોડી શરતો લાગુ કરીએ,

મારું તારું બહું કરીયુ, બધું આપડું કરીએ,

આપણને પતિ-પત્ની બધા કહશે,

ચલો એકબીજાના ખાસ મિત્ર બની જઈએ,

નબળાઈ તમારી પણ હશેને, મારી પણ હશે,

ચલો આપણે એકબીજાની તાકત બની જઈએ,

લગ્નમાં તો વચન આપીશું આપણે !

ચલો એકપણ વચન આપ્યા વગર એકબીજાના થઈ જઈએ.


તમારું વ્યક્તિત્વ

વિચારયા વગર ઘણું બધું થઈ જાય છે.

જીદંગી કેવી હતી ને કેવી મસ્ત થઈ જાય છે.

જેનો ચહેરો જોઈ મનને મનમાં મલકાયા છે.

આજે એમનો ચહેરો જોઈ સવાર સાંજ થાય છે.

વિચારતી હતી કેવી રીતે જીવીશ હમેશા પાનખર રહે છે.

ઘણા વર્ષો પછી વસંતની મહેક છલકાઈ છે.

મોરપીંછ તો ઘણું સુંદર હોય છે.

એમના સાફાના મોરપીંછ ને જોઈ મારું હૈયું હરખાય છે.

ઘણા સુંદર છો તમે ને ઘણું જ સુંદર છે "તમારું વ્યકિત્વ"

એના કરતાં પણ તમારું મનને દિલ સુંદર વરતાય છે.

તમે ઘણું બધું શીખવાડી દિધું જીવનમાં મને

હવે આ જીવન આખુંય તમારા પર કુરબાન છે.



તમારું આગમન

અચાનક જ તમારું આગમન થશે !

એવી કયા ખબર હતી ?

ના જોયેલા અને જોયેલા સ્વપ્ન પુરા થશે !

એવી કયા ખબર હતી ?

ઉચાઈ માંપતા મારી આંખો માં આંખો પોરવાઈ જશે !

એવી કયા ખબર હતી ?

ગોળ ધાણાની મીઠાશ જીવન માં ફેલાઈ જશે !

એવી કયા ખબર હતી ?

નાની નાની બાબતમાં પ્રેમ કરતી થઇ જઈશ !

એવી કયા ખબર હતી ?

સપ્તપદીના વચનની ગરીમા સમજાઈ જશે !

એવી કયા ખબર હતી ?

અરે તમે મારા જીવનમાં આવી જીવન બદલાઈ જશે !

એવી કયા ખબર હતી ?



એ ગમે છે મને

તમને સુતા જોઈને તમને ઘણો પ્રેમ કરવાનું એ ગમે છે મને

તમને વાળ સરખા કરતા જોઈને એ ક્ષણ માણવાની એ ગમે છે મને

તમને હસતાં જોઈને તમને ચુમવાનુ એ ગમે છે મને

તમને ગુસ્સો કરતાં જોઈને એમાં તમારો પ્રેમ બૌઉ એ ગમે છે મને

તમે પ્રેમ થી કરેલા અડપલાં મારી જોડે એ ગમે છે મને

તમે કરેલી મારી દરેક વાતને એ વાતોમાં હું એ ગમે છે મને

તમે કરેલું લલાટ પરનું ચુંબન એ ગમે છે મને

તમારી જોડે સવારમાં આલિંગન જેનાંથી મારી સવાર પડે છે.

એ ગમે છે મને

તમારો પકડેલો હાથ મને દરેક ક્ષણને પકડવી એ ગમે છે મને

તમે રાત્રે હું ના ડરુને એટલે મારા માથે મુકેલો હાથ એ ગમે છે મને

તમે ઊંઘમા લીધેલું મારું નામ "માહી" એ અપ્રતિમ પ્રેમ ગમે છે મને