સત્ય... - 3 Mahesh Vegad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

 • નિલક્રિષ્ના - ભાગ 12

  આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્ય...

શ્રેણી
શેયર કરો

સત્ય... - 3

ભાગ-૩
સત્ય...
“ વ્યથા... ”
માનવ જીવનમા કેટ-કેટલા ઉતર ચડાવ આવતા હોય છે , જેની આપણે કયારે કલ્પના પણ ના કરી હોય તેવી ઘટનાઓ આપણા જીવનમા ઘટતી હોય છે તેવી જ એક ઘટના-વાત આજે હુ આપની સાથે શેર કરવા માગું છું. આ વાત અંદાજે પાંચ વર્ષ પહેલાની છે મોડપરના ગોપાલ પારામા આવેલ પોસ્ટ ઓફિસ વિસ્તારમા શ્યામજીભાઇ છેલ્લા ૬૫ રહેતા હતા. તે હવે મુંબઇ રહેવા જતા રહ્યા. શ્યામજીભાઇ ને કોઇ ખોડાનો ખુદનાર સંતાન ન હતું માટે શ્યામજીભાઇ અને તેમના પત્ની માધવીબેન બંને દુ:ખી હતા. એક દિવસ તેમને સંતાન દત્તક લેવાનો વિચાર આવ્યો. શ્યામજીભાઇ અને માધવીબેને એક જન્મેલું બાળક દત્તક લીધું. પણ તેમાં પણ પતિ-પત્નીનો સ્વાર્થ-લોભ-લાલચ છુપાયેલો હતો.બાળક તો દત્તક લીધુ ને તે પણ દિકરો લીધો. મોટો થઇને તે અમને કમાઇને ખવડાવશે એવી લાલચ્યે. દિકરી લઇએ તો તેની પાછળ ખર્ચો તો થાય જ પાછો લગ્ન કરવાનો પણ ખર્ચ થાય અને તેમાં આપણને શું લાભ થાય. આવા વિચારો રાખીને શ્યામજીભાઇ અને માધવીબેનના મનમાં દિકરાના નામે સ્વાર્થ રહેલો હતો. બાળકને તેમની આવકના ઉછેરિઓ અને શિક્ષણ આપ્યું. પણ શ્યામજીભાઇ અને માધવીબેને લોકોના વિચારે બાળકને અભ્યાસ કરાવ્યો નહી તો શ્યામજીભાઇ અને માધવીબેન બાળકની પાછળ વધુ ખર્ચ કરવા માંગતા ન હતા. તેમણે બાળકનું નામ દેવ રાખ્યું. દેવ દિવસેને દિવસે મોટો થવા અને મોટો થવાની સાથે તેના શોખ પણ વધતા ગયા. તે શોખ પૂરા કરવા માટે પૈસાની જીદ કરવા લાગ્યો. પરંતુ શ્યામજીભાઇ એટલા પૈસા ક્યાંથી લાવે, શ્યામજીભાઇ રેલ્વે મા સરકારી કર્મચારી હતા. અને તેમને દેવને ૫૨ વર્ષે દત્તક લીધો હતો. જ્યારે દેવ મોટો થયો ત્યારે શ્યામજીભાઇની નોકરી પણ પુરી થઇ ગઇ હતી. દેવ હજુ અભ્યાસ કરતો હતો અને તેવા સમયે શ્યામજીભાઇ નોકરીમાથી નિવ્રુત થઇ ગયા હતા. હવે શ્યામજીભાઇ એવા સમયે દેવને દત્તક લીધો હતો તે સ્વાર્થ પૂરો કરવા માટે શ્યામજીભાઇને થોડોક તો ભોગ અને સમય તો આપવો જ પડશે. શ્યામજીભાઇ નિવ્રુત થયા બાદ એક નાની એવી દુકાનમાં નોકરીએ લાગ્યા.ત્યાં તેમને મહિને સાત હજારનું વેતન મળતું હતું. અને સરકારી કર્મચારી હતા માટે તેમણે થોડું ઘણું પેન્શન તો આવતું જ હતું. પરંતુ દેવના શોખ અને મોંઘવારી બંનેને પહોંચી વળવું શક્ય નહતું. શ્યામજીભાઇને દેવ માટે પ્રેમ અને લાગણી હતા પરંતુ માધવીબેનને દેવ માટે પ્રેમ તો હતો જ નહી. તેમનું પોતાનુ સંતાન દેવ ના હોવાનો મન મા વસ્વસો હતો પણ ભાગ્ય ને નશીબ આગળ કોનુ ચાલે.દેવ દસમામાં ૮૮% સાથે પાસ થયો. તે જોઇને શ્યામજીભાઇ ખુબ ખુશ હતા અને દેવને મોટરસાયકલ અપાવવી હતી. શ્યામજીભાઇએ થોડા ઘણા પૈસા બચાવેલ તેમાંથી દેવને મોટરસાયકલ અપાવી, પણ દેવના દિવસે દિવસે શોખ વધતા જતા હતા.દેવના બધા મિત્રો પૈસાવારા ઘરના હતા. જ્યારે દેવ એક સામાન્ય પરિવારમાંથી આવતો હતો. અને દેવને તો તે પણ ખ્યાલ ન હતો લે તેને દત્તક લેવામાં આવ્યો છે, શ્યામજીભાઇ અને માધવીબેન તેને જન્મ નથી આપ્યો. એક દિવસ દેવને શ્યામજીભાઇના ખાસ અંગત મિત્ર નારણભાઇની દિકરી ભારતીએ દેવને કહી દિધું કે આ શ્યામજીભાઇ અને માધવીબેન તારા માતા-પિતા નથી. આ શબ્દો સાંભળતા જ દેવના મનમાં કોલહલ ને ખળભળાટ મચી ગયો. દેવ માટે જાણે જીંદગી ત્યાં જ સ્તબ્ધ થઇ ગઇ હવે જ્યારે શ્યામજીભાઇ અને માધવીબેન દેવને કંઇપણ કહે કે ગુસ્સો કરે તો દેવના મગજમાં એક જ વાત યાદ આવે આ તો મારા માતા-પિતા નથી એટલે જ મારી સાથે આવો વ્યવહાર કરે છે. થોડા સમય પછી દેવ કોલેજમાં આવ્યો દેવના મિત્રો અભ્યાસ માટે વિદેશ તો કોઇ રશિયા તો કોઇ લંડન જવાના હતા. દેવને પણ અભ્યાસ માટે વિદેશ તેના મિત્ર સાથે જવું હતું. પરંતુ શ્યામજીભાઇની પરિસ્થિતી એટલી બધી સારી ન હતી કે શ્યામજીભાઇ એટલા પૈસા ખર્ચ કરીને દેવને વિદેશ આગળ અભ્યાસ માટે મોકલી શકે. દેવ ખુબ જીદ્દી હતો. દેવ વિદેશ આભ્યસ જવા માટે જીદ પકડીને બેઠો. દેવએ શ્યામજીભાઇને તેમનું ઘર બેંકમાં ગિરવે મુકીને લોન લઇ વિદેશ જવાનું કહ્યું. પરંતુ દેવ તેમનો દિકરો ન હતો માટે શ્યામજીભાઇ અને માધવીબેને વિચાર કર્યો કે દેવ આપણું પોતાનું સંતાન તો નથી ને તે વિદેશ જઇને આપણને ભૂલી જાય તો આપણી પાસે આપણું ઘર પણ નહી રહે. શ્યામજીભાઇ અને માધવીબેનને તેમના આપેલા સંસ્કારો ઉપર પણ ભરોસો ના રહ્યો. દેવને આ વસ્તુની જાણ થતાં તેના મનમાં એક જ સવાલ ઉઠવા કે તેનું આ દુનિયામાં કોઇ જ નથી કે જેને તે પોતાનું કહી શકે કે દેવને પોતાનો માને, દેવને અનાથ આશ્રમમાંથી લીધો હતો તે અનાથ આશ્રમનો પત્તો કરી અને દેવ તે અનાથ આશ્રમ પહોંચ્યો. દેવ તેના માતાને શોધવા નીકળ્યો અને તેમને મળીને એક જ સવાલ પૂછવા માંગતો હતો. તમે મને કેમ છોડી દિધો. પરંતુ દેવને અનાથ આશ્રમમાંથી નિરાશા હાથ લાગી દેવની હિંમત ટુટી ગઇ દેવનું આ દુનિયામાં કોઇ જ નથી. કોઇને દેવની પરવા નથી આવા વિચારોથી દેવએ નક્કી કર્યું મારી કોઇને પરવા નથી તો મને પણ કોઇની પરવા નથી.દેવ હિંમત રાખી તેની જીંદગીમાં આગળ વધવા લાગ્યો. દેવે તેના માટે જાતે જ છોકરી પસંદ કરીને લગ્ન કરી લિધા પરંતુ દેવના અંદર શ્યામજીભાઇ અને માધવીબેનના સારા સંસ્કાર હતા. માટે દેવને તેમની ચિંતા સતાવતી રહી હતી ગમે તેમ હોય પણ તે તો તેમની સાથે રહીને મોટો થયો છે માટે તેમના માટે પ્રેમ, લાગણી તો હોય જ ને. સમય સાથે દેવએ તેના મનને સમજાવી લીધું અને બાકીનો અભ્યાસ દિલ્લીમાં પૂરો કર્યો. અભ્યાસની સાથે દેવ નોકરી કરતો હતો.પરંતુ અભ્યાસ કર્યા પછી વધુ સારી નોકરી મળી ગઇ. મહિનાનો ૫૫,૦૦૦ રુપિયા પગાર મળતો હતો


દેવ તેના માતા પિતા શ્યામજીભાઇ અને માધવીબેન સાથે રહેવા લાગ્યો પરંતુ એક દિવસ શ્યામજીભાઇએ દુનિયાની ને લોકોની વાતોમા આવીને દેવને ઘર માથી કાઢી મૂક્યો.અને દેવને મોટો કર્યો અને અભ્યાસ પેઠે દર મહિને ૧૦૦૦૦ નો ખર્ચ માંગી લીધો. આખરે શ્યામજીભાઇ અને માધવીબેનની ઉંમર દિવસે-દિવસે વધતી હતી અને સાથે સાથે તેમના હાથ પગ પણ કામ કરતા ઓછા થઇ ગયા. શ્યામજીભાઇ અને માધવીબેનનો સ્વાર્થ દુ:ખમાં ફેરવાઇ ગયો. હાથ-પગ તો કામ કરતા બંધ થઇ ગયા.ને સાથે સાથે દેવના સમાચાર આવ્યા કે દેવ અને તેની પત્નીનું કાર અકસ્માતમાં મૃત્યું થયું છે. દેવના મૃત્યું પછી શ્યામજીભાઇને તેમની ભૂલનો પસ્તાવો થવા લાગ્યો.પરંતુ હવે ઘણું મોડું થઇ ગયું હતું. સમય કોઇના માટે રોકાયો નથી અને રોકાશે પણ નહી. શ્યામજીભાઇ અને માધવીબેન આખરે મોડપર છોડીને તેમના વતનમાં બાકીની જીંદગી પસાર કરવા જતા રહ્યાં.

મિત્રો..એટલુ ધ્યાન રાખજો દુનિયાની ને લોકોની વાતોમા આવી પોતાના જીવન નો કોઇ મહત્વ નો અગત્યનો નિર્ણય ના લેતા નહિતર જો લોકો ની વાતો મા આવી કોઇ નિર્ણય લઇ લેશો તો અંતે પસ્તાવાનો વારો આવશે ને પોતાના ની પ્રિય વ્યક્તિને પણ ગુમાવી પડે આવુ પણ બને.
આવી જ અન્ય પ્રેરણાદાય વાર્તાઓ અને જીવંત પ્રંસગો સાથે ફરી મળશું.......
વધુ આવતા અંકે…. ત્યા સુધી આપ સર્વે ને....
“ રાધે રાધે ”
“ જય દ્વારકાધીશ ”