સત્ય... - 2 Mahesh Vegad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

 • નિલક્રિષ્ના - ભાગ 12

  આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્ય...

શ્રેણી
શેયર કરો

સત્ય... - 2

ભાગ – ૨
સત્ય.....
સત્ય ભાગ -૧ મા આપે કોરોના કાળની દયસ્પર્શી વાર્તા “માનવતા હજી પણ કયાંક જીવે છે....” તે માણી ,આજે ફરી એકવાર આપના માટે બધાના જીવન ને સ્પશર્તી તેવી વાત લઈને આવ્યો છું.....
જેનું શિર્ષક છે.....
“ મૂલ્ય...”

ગયા રવિવારે હુ મારા મિત્ર અર્જુનના ઘરે તેને મળવા ગયો ત્યારે મે જોયુકે આ કોરોના કાળની મહામારી લીધે બધાની જેમ તે પણ ખુબ નિરાશ થઇ ને બેઠો હતો કોઇ જાતની રોજગારી તેની પાસે ન હતી ને ઉપરથી ઘરની જવાબદારી અને આ નિરશા તેને ખુબ ક્રોધી સ્વભાવનો બની દિધો હતો. તે પોતાના જીવન કંટાળી ગયો છે તેવુ મને કેહવા લાગ્યો ને ગુસ્સા કેહવા લાગ્યો કે મને જ કેમ અસફળતા મળે છે મારી સાથે જ એવું કેમ ? મારા જીવન ની મૂલ્ય શું છે ? તે જ સમયે મે તેને સંત્વાના આપી ને કહ્યુ તું નિરાશ ના થા તારે તાર જીવન ની સાચી કિંમત જાણવી છે ને ? તો લે આ લાલ મખ્ખ્મલનું આ અતિ કિંમતી કાપડ તને આપું છું. તેની કિંમત જાણી લાવ અને તને તારા જીવન ની કિંમત સમજાશે. પરંતુ તુ એક વાત ધ્યાન રાખજે તારે આ લાલ મખ્ખ્મલનું આ અતિ કિંમતી કાપડ ને વેચવાનું નથી.
અર્જુન તે લાલ મખ્ખ્મલનું અતિ કિંમતી કાપડ લઈને સૌ પ્રથમ એક ફળ વાળા ની પાસે ગયો અને કહ્યું ભાઈ આ મખ્ખ્મલનું અતિ કિંમતી કાપડ હું તમને આપું તો કેટલા માં ખરીદીશો આપ ? ફળ વાળા એ લાલ મખ્ખ્મલનું અતિ કિંમતી કાપડ ને ધ્યાન થી જોઈને કહ્યું આ મખ્ખ્મલના કાપડના બદલ માં તમને હું ૧૫ સફળજન આપી શકું. ત્યારે અર્જુનએ કહ્યું ના હું આ લાલ મખ્ખ્મલનું અતિ કિંમતી કાપડ ને વેચી નથી શકતો અને ત્યાંથી આગળ વધ્યો. ત્યાંથી તે એક શાકભાજી વાળા ને ત્યાં ગયો અને કહ્યું આ લાલ મખ્ખ્મલનું અતિ કિંમતી કાપડ કેટલા માં ખરીદીશ? શાકભાજી વાળા એ કહ્યું મારી જોડે થી દસ કિલો બટાટા લઇ જાવ અને મને આ મખ્ખમલનું કાપડ આપી દો. ત્યા અર્જુનને વિચાર આવ્યો કે આ મખ્ખમલનું કાપડ વેચવાનુ નથી અને તે ત્યાથી આગળ વધ્યો.તેના પછી તે એક સોની ની પાસે ગયો અને તેજ વાત કહી સોની એ તે મખ્ખમલના કાપડ ને ધ્યાન થી જોયો અને કહ્યું હું અને ૫ કરોડ રૂપિયા આપું તને તું મને આપી દે. સોની ની આ વાત સાભળી તે ખરેખર ચોકી ગયો હતો અર્જુને સોની ની માફી માંગી અને કહ્યું ના હું નહિ વેચી શકું અને આગળ વધ્યો. તે આ લાલ મખ્ખ્મલનું અતિ કિંમતી કાપડ ને લઈને કાપડના વેપારી પાસે ગયો. કાપડ ના વેપારી ને આજ વાત કહી કાપડ ના વેપારી એ તે મખ્ખ્મલનું અતિ કિંમતી કાપડ ને ખુબજ ધ્યાન થી ૧૦-૧૫ મિનિટ નિરીક્ષણ કર્યું. અને તે મખ્ખ્મલી કાપડ ને જોઇ નવાઈ પામતા કહ્યું ભાઈ આ તને ક્યાંથી મળ્યું ? આ તો આદુનિયા નો સૌથી અનમોલ કાપડ છે. આખી દુનિયા ની દોલત પણ લગાવીએ તો આ લાલ મખ્ખ્મલના અતિ કિંમતી કાપડ ને નહિ ખરીદી શકાય.
આ બધું સાભળી તે એકદમ વિચાર માં પડી ગયો અને સીધો મારી પાસે આવ્યો અને મને જે થયું તે બધું જણાવ્યું અને કહ્યું મિત્ર મને માફ કરી દે .પછી તે બોલ્યો હવે મને જણાવો કે મારા જીવન નું મૂલ્ય શું?

મે કહ્યું ફળ વાળા એ, શાકભાજી વાળા એ, સોની એ, અને કાપડ ના વેપારી એ તને જીવન ની કિંમત બતાવી દીધી છે. ત્યારે મે અર્જુન કહ્યુ કે કોઈક માટે આ લાલ મખ્ખ્મલનું અતિ કિંમતી કાપડ ના એક ટુકડા સમાન છે તો કોઈક માટે બહુ મૂલ્ય છે. દરેકે તને તેની જાણકારી પ્રમાણે લાલ મખ્ખ્મલના અતિ કિંમતી કાપડ ની કિંમત જણાવી પરંતુ સાચી કિંમત તે કાપડ ના વ્યાપારી ને તને જણાવી. બસ આજ રીતે અમુક લોકો ને તારી કિંમત નથી ખબર અને માટેજ જીવન માં કોઈ દિવસ નિરાશ નહિ થવાનું. દુનિયા માં દરેક માનવી પાસે કંઈક ને કંઈક આવડત હોય છે જે સાચા સમયે નિખરી શકે છે. અને તેના માટે મેહનત અને ધૈર્ય ની જરુરત હોય છે.
મિત્રો આપ પણ આ વાર્તા પર થી સમજી ગયા હસો કે આપણું જીવન કેટલું કિંમતી છે. દુનિયા તમારા વિશે કઈ પણ કહે તે ફક્ત તમને તેમની સમજણ પ્રમાણે જ તમને આકસે.તમેજ તમારી જાત ને સારી રીતે જાણી શકો છો. તમારા જીવન માં આવતી અસફળતા, નિરાશ કે કઈ પણ હોય તેના પર કામ કરો, નિરાશ થવાને બદલે આ નિરાશામાથી કેવી રીતે બહાર આવુ તે વિચારો.એક વાત મિત્રો હંમેશા યાદ રાખજો, તમારું જીવન ખુબજ કિંમતી છે અને આ કિંમતી જીવન ની કિંમત સમજવી ખુબજ જરૂરી છે.
આવી જ અન્ય પ્રેરણાદાય વાર્તાઓ અને જીવંત પ્રંસગો સાથે ફરી મળશું.......
“ રાધે રાધે ”
“ જય દ્વારકાધીશ ”