Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૫૩ - છેલ્લો ભાગ


સમીર સામે વિક્રમ પિસ્તોલ તાકી એટલે જીનલ ને થયું ક્યાંક વિક્રમ સમીર ને મારી નાખશે એટલે તે સમીર તરફ દોડી ગઈ અને સમીર ની આગળ ઉભી રહી ગઈ અને જીનલ વિક્રમ સામે બોલી "હવે તું સમીર ને કેમ મારે છે તે હું જોવ" સમીર ને મારતા પહેલા વિક્રમ મને પહેલા તારે મારવી પડશે.

સમીર ની આગળ જીનલ ને જોઈને વિક્રમ વધુ ક્રોધિત બની ગયો અને એક સાથે તેની સામે બે શિકાર દેખાય રહ્યા હતા જે બંને તેના જીવનમાં નડતરરૂપ સાબિત થઈ ગયા હતા. એટલે હવે એક ગુનેગાર ને વધુ ગુનો કરવાનો કોઈ ડર રહેતો નથી તેમ વિક્રમ પણ વિચાર બનાવી લીધો કે આ બંને ને મારીને બધી મુસીબત ને દૂર કરી દવ પછી હું પાછો ફોરેન જતો રહું. છાયા આવે કે ન આવે હું તો મારી બિન્દાસ લાઇફ જીવી લઈશ.

આ વિચારથી વિક્રમે પિસ્તોલ નું ટ્રિગર દબાવ્યું ત્યાં ગોળી છૂટવાનો અવાજ આવ્યો. પણ એક નહિ બે ગોળી છૂટવાનો અવાજ આવ્યો. એક ગોળી વિક્રમ ના પિસ્તોલ થી નીકળી ને નિશાન ચૂકી જતા જીનલ ના કાન પાસે થી પસાર થઈ અને બીજી ગોળી વિક્રમના હાથ પર લાગી.

વિક્રમ જ્યારે પિસ્તોલ ની ટ્રિગર દબાવી રહ્યો હતો ત્યારે તેજ સમયે પોલીસ ત્યાં આવી અને વિક્રમ ને જોઈ ગઈ. વિક્રમ ગોળી મારીને બંને ને મારી નાખશે એ વિચાર થી પોલીસે વિક્રમ પર ગોળી ચલાવી દીધી અને તે ગોળી વિક્રમના હાથ પર લાગી.

ગોળી હાથ પર લાગ્યા પછી વિક્રમની પિસ્તોલ હાથમાંથી પડી જાય છે અને જ્યાં થી ગોળી નો અવાજ આવ્યો હતો ત્યાં તેણે નજર કરી તો સામે પોલીસ ઉભી હતી, આ જોઈને વિક્રમ ત્યાંથી ભાગવાની કોશિશ કરે છે.

વિક્રમ એક ડગલું જો આગળ વધીશ તો તારું એકાઉન્ટર કરતા અમને જરા પણ વાર નહિ લાગે. એટલે કહુ છું જ્યાં છે ત્યાં જ ઉભો રહે. પોલીસ ના આ અવાજ થી વિક્રમ ત્યાજ ઉભો રહી જાય છે.

એક પોલીસ કર્મી વિક્રમ ને પકડીને તેની ગાડીમાં બેસાડી પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે. જતા જતા બીજો પોલીસ કર્મી જીનલ અને સમીર ને એટલું કહે છે આપ થોડીવાર માં પોલીસ સ્ટેશનમાં આવી જજો. તમારા બંને ની જુબાની લેવાની છે. અને ગુનેગાર પકડાઈ જતા કીર્તિ અને સાગર નો કેસ બંધ કરવાનો છે.

પોલીસ ના ગયા પછી સમીર જીનલ સામે જોઈ રહ્યો, અને જીનલ સમીર સામે. બંને જાણે એકબીજાની આંખોમાં ખોવાઈ ગયા. બંને એકસાથે બોલે છે "હું તને પ્રેમ કરું છું".....અને બંને એકબીજાને ગળે વળગે છે.

જીનલ સમીર ને સવાલ કરે છે. સમીર તું મને મારવા આવ્યો હતો તે તો મને ખબર હતી જ. પણ આજે કેમ તે મને પ્રપોઝ કર્યું. મને કહીશ તું કેમ મને મારવા આવ્યો હતો.

જીનલ ના કપાળ પર ચુંબન કરી સમીર બોલ્યો. જીનલ હું સમીર નહિ સાગર છું. તને એક તરફી અને પવિત્ર પ્રેમ કરનાર તારો સાગર.

સમીર ના મુખે થી સાગર નું નામ સાંભળી ને જીનલ સ્તબ્ધ થઈ ગઈ. "તું સમીર નહિ સાગર છે"!! પણ તું તો મરી ગયો હતો ને.?

સાગર આગળ વાત કરે છે. જીનલ જ્યારે તે મને પહાડ પરથી ધક્કો માર્યો હતો ત્યારે હું એક જાડ સાથે ફસાઈ ગયો હતો. પછી કોઈ એક માણસે મને બચાવી તેના ઘરે લઈ ગયો. હું થોડો ઘાયલ થયો હતો એટલે સારવાર કરવામાં મને બે મહિના જતા રહ્યા.જ્યારે સાજો થયો ત્યારે મને બદલો લેવાનો વિચાર આવ્યો. અને હું તારી જિંદગીમાં સમીર ના રૂપમાં આવ્યો. પણ વિચાર હંમેશા તને મારવાના રહેતા પણ અંદર થી હું તમે પ્રેમ કરવા લાગ્યો હતો. અને આજે જો સાચે મારી બધી નફરત ભૂલીને તેને પ્રેમ કરવા લાગ્યો છું.

સાગર ની વાત સાંભળી ને જીનલે કહ્યું સાગર તને ખબર છે હું માં બનવાની છું છતાં પણ તું મને અપનાવવા તૈયાર છે.

જીનલ નો હાથ પકડીને સાગર કહે છે. હા જીનલ હું તને અને આવનાર બાળક ને પણ અપનાવવા તૈયાર છું. આ સાંભળી ને જીનલ સાગર ના ગળે વળગી જાય છે.
સાગર મને માફ કરી દે, હું તારા પ્રેમ ને સમજી શકી નહિ. રડતી રડતી જીનલ બોલી.

અરે ગાંડી તારો બ્રમ હતો તે પણ ભૂલી જા અને તે જે કર્યું તે પણ ભૂલી જા. તે કોઈ ગુનો કર્યો જ નથી. હું છું ને તારી સાથે હમેશા.
ચાલ આજથી આપણે નવી જિંદગી ની શરૂઆત કરીએ.

બંને હાથમાં હાથ નાખીને ત્યાં થી ચાલતા થયા.

the end

તમને આ સ્ટોરી કેવી લાગી તે પ્રતિભાવમાં કહેશો. તમારો પ્રતિભાવ અમૂલ્ય છે. તમારા પ્રતિભાવ થકી મને નવું અને સારું લખવા પ્રેરણા મલેશે.

જીત ગજ્જર