પ્રતિક્ષા
પ્રકરણ-4
“ખડક....ચીઈઈ....!” જોશથી વાતા પવનને લીધે બાલ્કનીનો દરવાજો જોરથી ભીંત સાથે અથડાયો અને પ્રતિક્ષા લગભગ ચૌદેક વર્ષ પહેલાંનાં એ ભૂતકાળમાંથી જાણે ઝબકીને બહાર આવી.
“અર્જુન.....! I’m sorry….!” ભીની થઈ ગયેલી આંખે પ્રતિક્ષા બબડી અને પાછું ફરીને બેડ સૂતેલાં પોતાનાં પતિ વિવેક અને તેની બાજુમાં સૂતેલાં આર્યન સામે જોયું.
“હું મજબૂર હતી અર્જુન.....!” બંને સામે જોઈ રહીને પ્રતિક્ષા બબડી “હું મજબૂર હતી....!”
થોડી વધુવાર સુધી બાલ્કનીમાં ઊભા રહીને અર્જુન વિષે વિચાર્યા બાદ પ્રતિક્ષા છેવટે પાછી રૂમમાં આવી અને બેડ ઉપર આર્યનની બાજુમાં આડી પડી.
થોડો ઘણો પ્રયત્ન કર્યાબાદ છેવટે તેણીની આંખ ઘેરાવાં લાગી.
***
“બાય આર્યન.....!” વહેલી સવારે આવેલી સ્કૂલ બસમાં આર્યનને બેસાડીને પ્રતિક્ષાએ તેને “બાય” કરી હાથ હલાવી રહી.
ઘર આંગણેથી આર્યનને સ્કૂલ બસમાં બેસાડી પ્રતિક્ષા પાછી ઘરનાં મેઈન ગેટમાંથી અંદર જવાં લાગી. ઘર તરફ જતાં-જતાં સામેથી તેને તૈયાર થઈને ઓફિસ જઈ રહેલો વિવેક આવતો દેખાયો. પૉર્ચમાં પાર્ક કરેલી કાર જોડે ઊભો-ઊભો તે પ્રતિક્ષાનાં આવવાંની વેઇટ કરી રહ્યો હોય એવું પ્રતિક્ષાને લાગ્યું.
બેન્ક રોબરીવાળી ઘટના પછી વિવેક પ્રતિક્ષાથી ચિડાયેલો રહેતો હતો. કહેવાં પૂરતી વાતચિત સિવાય બંને વચ્ચે કોઈ ખાસ વાત નહોતી થતી. જે વાત થતી એમાંય વિવેક અર્જુનનું નામ લઈને પ્રતિક્ષા સાથે ઝઘડતો. ખૂબસૂરત પ્રતિક્ષાનું શરીર ભોગવવાં “ટેવાયેલો” વિવેક રોબારીવાળી ઘટના પછી પ્રતિક્ષાને “અડયો” પણ નહોતો.
“તારાં હીરોએ તને બાંહોમાં ઉઠાવ્યા પછી તો મારી તને જરૂર જ નઈ રહી હોયને....!” પૉર્ચનાં પગથિયાં ચઢીને બોલ્યાં વગર જઈ રહેલી પ્રતિક્ષાને વિવેકે ટોંન્ટ માર્યો.
રોબારીવાળી ઘટના પછી વિવેક આવાંજ ટોણાં પ્રતિક્ષાને માર્યા કરતો હતો જાણે રોબરીવાળી ઘટનામાં અને અર્જુનું તેણીને પોતાની બાંહોમાં ઉઠાવવું બંનેમાં વાંક પ્રતિક્ષાનો હોય.
“વિવેક...! મેં ક્યારે “નાં” પાડી...!?” પ્રતિક્ષા દરવખતથી જેમ રડમસ સ્વરમાં બોલી “હું આટલાં વર્ષોથી નિભાઉ તો છું....!”
“એજ તો...! તું નિભાવેજ છે...!” વિવેકે વેધક સ્વરમાં ટોંન્ટ માર્યો “તારી તો કોઈ દિવસ “ઈચ્છા” હોતીજ નથીને....! આટલાં વર્ષોમાં તે ક્યારેય પહેલ કરી...!? બોલ...!?”
“વિવેક તું...!”
“હવે ઓલો હીરો મળી ગ્યો છે...! તો મારી જરૂર નથી રહીને....!”
“વિવેક...આ બધું શું...!”
“હટ અહિયાંથી....!” વિવેક તરફ હાથ લંબાવી તેનાં ગાલે મૂકવા જઈ રહેલી પ્રતિક્ષાને જોરથી હડસેલી વિવેક પૉર્ચનાં પગથિયાં ઉતરી ગયો અને પોતાની કારમાં બેસી રવાનાં થઈ ગ્યો.
હડસેયાયેલી પ્રતિક્ષા મેઈન ડોરને અથડાઈ અને નીચે પડતાં-પડતાં બચી. તેણીનાં માથાંમાં દરવાજાની લોખંડની સ્ટોપર વાગી જતાં સામાન્ય ઇજા થઈને તેમાંથી થોડું ઘણું લોહી નિકળ્યું.
માથે વાગેલાં ઘાં ઉપર હાથ ફેરવતી-ફેરવતી પ્રતિક્ષા છેવટે ઘરમાં જતી રહી.
***
“કેવો રહ્યો આજનો દિવસ.....!?” ઘરનાં મેઈન ગેટ આગળ સ્કૂલબસમાંથી ઉતરીને પ્રતિક્ષાની જોડે આવેલાં આર્યનની સ્કૂલ બેગ તેની પીઠ ઉપરથી ઉતારતાં પ્રતિક્ષાએ પૂછ્યું.
“મમ્મી તને માથે શું થયું...!?” નાનકડાં આર્યને પ્રતિક્ષાનાં માથે વગેલાં ઘાંનાં નિશાન તરફ આંગળી બતાવીને કહ્યું.
“હેં...બેટાં...! કઈં નઈ એતો ડાયનિંગ ટેબલનો ખૂણો વાગ્યો....!” પ્રતિક્ષાએ સ્મિત કરીને આર્યનને સમજાવી દીધો અને તેને લઈને ઘરમાં ચાલી ગઈ.
***
“છ્પ....!” સાંજે ઘરે આવીને વિવેકે ડાયનિંગ ટેબલની ચેયરમાં બેસીને આર્યનને જમાડી રહેલી પ્રતિક્ષા સામે છાપું ફેંકયું.
“તો આ વાત હતી એમને....!” વિવેક ભારોભાર ઘૃણાં સાથે બોલ્યો.
“શું....!? શેની વાત કરે છે તું...!?” પ્રતિક્ષાએ મૂંઝાઈને વિવેક સામે જોયું.
“કેમ..!? તારી જોડે કોલેજમાં હતોને એ...!?” વિવેક બોલ્યો અને પ્રતિક્ષા ચોંકી ગઈ.
“ત...તને કેમની ખ..!”
“એટ્લેજ એની બાહોમાં “ઊડી-ઊડીને” જવાતું’તું...નઈ...!” વિવેક હવે જેમફાવે એમ બોલવા લાગ્યો.
“મારી વાત તો સાંભ...!”
“હટ...!” પ્રતિક્ષા ઊભાં થઈને વિવેકને સમજાવા હાથ લંબાવા ગઈ ત્યાંજ વિવેક તેણીને હડસેલી.
ધક્કો વાગવાથી પડતાં-પડતાં બચી.
“વિવેક....! પ્લીઝ....! એ મારો પાસ્ટ હતો...!” પ્રતિક્ષા રડી પડી.
“પાસ્ટ....માય ફૂટ....! સાલી હલકટ....! પે’લ્લાં ખબર હોત...! તો તને અને તારાં બાપાને રખડવાજ દેત..!”
“વિવેક પ્લીઝ....! લીસન...!”
“નીકળ અહિયાંથી....!” પ્રતિક્ષાનું બાવડું પકડીને વિવેક તેણીને ઢસડવા માંડ્યો.
નાનકડો આર્યન રડવા લાગ્યો.
“વિવેક...વિવેક...! પ્લીઝ...!” રડતાં-રડતાં પ્રતિક્ષા ઘાંટા પાડી-પાડીને સમજાવી રહી “આર્યન...! આર્યન...!”
જોકે વિવેકે તેણીની એકપણ વાત ના સાંભળી.
વિવેક પ્રતિક્ષાને ધક્કે ચડાવી ઘરની બહાર સુધી ઢસડી લાવ્યો.
“તારું મોઢું ના દેખાડતી...! અને તારી ગંદી પડછાઇ પણ હવે હું આર્યન ઉપર નઈ પડવા દઉં...!”
“ધડ...!” ઘરનો મેઈનડોર પછાડીને વિવેક બંધ કરી દીધો.
“આર્યન....! આર્યન...! વિવેક પ્લીઝ...!” પ્રતિક્ષા રડતી રહી.
મેઈન ડોર પાસે બેસીને પ્રતિક્ષા ક્યાંય સુધી રડતી રહી. જોકે વિવેકે દરવાજો ના ખોલ્યો તે ના જ ખોલ્યો.
છેવટે થાકેલી પ્રતિક્ષાએ ઘરની આગળ મેઈન રોડ ઉપરથી ઓટો પકડી અને અમદાવાદમાંજ આવેલાં પોતાનાં પિયરમાં ચાલી ગઈ.
“અરે...! પ્રતિક્ષા..!? તું....!?” પ્રતિક્ષાના પિતાજીના મૃત્યુ પછી ઘરમાં માત્ર તેની મમ્મી અને તેની નાની બહેનજ હયાત હતાં.
“આ ટાઈમે..!? શું થયું...!?” દરવાજે પ્રતિક્ષાને જોતાંજ તેના મમ્મીએ આશ્ચર્યપૂર્વક પૂછ્યું.
“મમ્મી....!” પ્રતિક્ષા રડી પડી અને તેનાં મમ્મીને વળગી પડી.
“અરે...શું થયું....!?” પ્રતિક્ષાની પીઠ ઉપર હાથ ફેરવીને તેઓ બોલ્યા “અંદર આવ તું...! અંદર આવ...!”
***
“તું ચિંતા ના કર....! એનો ગુસ્સો શાંત થશે....! એટ્લે એ જાતેજ તને લઈ જશે....!” પ્રતિક્ષાના મમ્મી બોલ્યાં “હવે તું જમીલે...!”
“પણ મને એ નઈ સમજાતું...!” પોતાની આંખો લૂંછતાં-લૂંછતાં પ્રતિક્ષા બોલી “વિવેકને અર્જુન વિષે કયાઁથી ખબર પડી...!?”
“અરે કેમ...!? તું છાપું નઈ વાંચતી...!?” પ્રતિક્ષાના મમ્મી બોલ્યાં “અર્જુન વિષે અને એ રોબરીવાળી ઘટના વિષે આખો આર્ટીકલ આવ્યો છે....!!”
એટલું કહીને પ્રતિક્ષાના મમ્મીએ કોફી ટેબલની નીચેના ખાનામાં પડેલું ન્યૂઝ પેપર પ્રતિક્ષાને આપ્યું.
“હું તારું જમવાનું કાઢી લાવું...! તું વાંચ...!” તેઓ ઊભાં થઈને જતાં રહ્યા.
કુતૂહલવશ પ્રતિક્ષાએ ન્યૂઝપેપરની જોડે આવતી પૂર્તિનું ફ્રન્ટપેજ જોયું. અર્જુનના આર્મી યુનિફોર્મમાં ફોટો સાથે એક સારો એવો મોટો આર્ટીકલ છપાયો હતો.
ન્યૂઝ પેપર વાંચવાની આદત ના હોવાં છતાં પ્રતિક્ષા ફટફાટ એ આર્ટીકલ વાંચી ગઈ. અર્જુનનું બેકગ્રાઉંડ, એક સામાન્ય પરિવારથી લઈને તેનાં કોલેજનું નામ અને એજ્યુકેશન, કેવી રીતે તે આર્મીમાં ગયો, એ વિષે બધુજ આર્ટીકલમાં લખ્યું હતું.
“આર્ટીકલમાં કોલેજનું નામ જોઈનેજ વિવેકને ખબર પડી હશે...!” પ્રતિક્ષા બબડી અને એક ઊંડો નિશ્વાસ ભરી સોફામાં પીઠ ટેકવીને આરામથી બેઠી.
ફરીવાર પ્રતિક્ષાનું મન અર્જુન વિશેના વિચારોથી ભરાઈ ગયું.
***
બે-ત્રણ દિવસ વીતી ગયાં.
પ્રતિક્ષાના મમ્મીએ કહ્યું હતું કે વિવેકનો ગુસ્સો શાંત થતાં તે જાતે આવીને લઈ જશે. જોકે હજુ સુધી ના વિવેક આવ્યો કે ના તેનો ફોન કે મેસેજ આવ્યો. પ્રતિક્ષાને આર્યનની ચિંતા થવા લાગી. સાથે-સાથે એ પણ ચિંતા થઈ કે વિવેક આવશે કે નઈ.
બેચેન પ્રતિક્ષા અનેકવાર પોતાનો ફોન ચેક કર્યા કરતી. જોકે વિવેકનો ફોન કે મેસેજ આવ્યાંની કોઈ નોટિફિકેશન નહોતી આવતી.
કંટાળી ગયેલી પ્રતિક્ષા અનેકવાર એકલી-એકલી રડતી રહેતી. અને કોલેજ વખતના પોતાનાં ભૂતકાળને યાદ કરતી રહેતી અને વિચારતી.
ક્યાં એ અલ્ટ્રામોડર્ન અને મજબૂત મનની સાહસિક પ્રતિક્ષા જે પોતાના રિસ્ક ઉપર પોતાનાં માતાં-પિતાંને જાણ ક્યાં વિના અર્જુન જોડે કોર્ટ મૅરેજ કરવાં જતી હતી અને ક્યાં આજની “બિચારી...ગરીબડી” પ્રતિક્ષા.
“ટ્રીન...ટ્રીન....ટ્રીન...!” વિચારોમાં ખોવાયેલી પ્રતિક્ષાનો મોબાઈલ રણક્યો.
“વિવેક....!” સ્ક્રીન ઉપર વિવેકનો નંબર જોઈને પ્રતિક્ષા ખુશ થઈ ગઈ.
ઝડપથી સ્ક્રીન ઉપર સ્વાઈપ કરીને પ્રતિક્ષાએ વિવેકનો કૉલ રિસીવ કર્યો.
“વિવેક હું ક્યારની...!”
“પ્રતિક્ષા...! પ્રતિક્ષા...! “ પ્રતિક્ષા પૂરું બોલે એ પહેલાંજ વિવેકનો ગભરાયેલો સ્વર સંભળાયો.
વિવેકની જોડે આર્યનના રડવાનો અવાજ પણ સંભળાયો.
“વિવેક....વિવેક...! શું થયું....!?”
“પ્રતિ...અમ્મ...!” વિવેક હજીતો બોલી રહ્યો હતો ત્યાંજ તેનો સ્વર રૂંધાઈ ગયો.
“તારાં ધણી અને છોકરાંને જીવતાં જોવા હોય...!” વિવેકના ફોનમાં હવે કોઈ અજાણ્યા પુરુષનો ધમકીભર્યો સ્વર સંભળાયો “તો હું ફરી ફોન કરું ત્યારે....તું તારાં ઓલાં બેન્કવાળાં “હીરો” જોડે મારી વાત કરાય...! સમજી...!? અને પોલીસ-બોલીસની કોઈ ચાલાકી ના જોઈએ...! નઈ તો સવાર સુધીમાં બેયની લાશ કેનાલમાં તરતી હશે....! સમજી સાલી.. હલકટ...!”
“બીપ....બીપ....બીપ....!”
ફોન કટ થઈ ગયો. હતપ્રભ થઈ ગયેલી પ્રતિક્ષા ફાટી આંખે શૂન્યમનસ્ક તાકી રહી અને એ ધમકીભર્યા અવાજને અને તે ધમકીને યાદ કરી રહી.
***
Instagram@krutika.ksh123