...રાધા... TRUSHAR દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

...રાધા...



કૃષ્ણ ને પામવા માટે રાધાનું હૃદય જોઈએ. રાધા ભાવ પામ્યા પછી કૃષ્ણ એક વેત છેટા પણ ન હોઈ શકે. જે રાધા થી છેટા હોય તે બીજું કોઈ હોઈ શકે કૃષ્ણ તો નહી જ. જે માણસ પ્રેમ ની દીક્ષા પામે પછી એનું સમગ્ર બીઇંગ હૃદય બની જાય છે પછી તે આંખ દ્વારા નથી જોતો પછી તે હૃદય દ્વારા જોવે છે, પછી તે કાન દ્વારા નથી સાંભળતો હૃદય દ્વારા સાંભળે છે. ભક્તિ યોગ એટલે હૃદય યોગ અને હૃદય યોગ એટલે જ રાધા યોગ . હૃદય યોગ ના સામે છેડે હૃદયરોગ છે. હૃદય રોગ એટલે છાતીના પોલાણમાં આવેલા સ્નાયુઓની નિષ્ફળતા નહીં પરંતુ દંભ, ઈર્ષા , તાણ થી પીડાતા મનનો રોગ.
" સંભવામી ક્ષણે ક્ષણે " નામના પુસ્તક માં વાંચેલો એક પ્રસંગ જે આજે પણ ખૂબ ગમે છે . શ્રી કૃષ્ણ ના પત્ની રુકમની ને એક વાર સપના માં રાધા આવી , રાધા ની આંખોમાં સમર્પણ હતું , ભોળપણ હતું , કમળ જેવી કોમળ હતી. રુકમની ને ભાવથી છલકાતા હૃદયે વાત ચાલુ કરી. રાધે ! હું અને સત્યભામા અહીં દ્વારકામાં શ્રી કૃષ્ણ ની સેવામાં કાઈ કચાશ રાખતા નથી . એમની એક એક પળને પ્રસન્નતાથી ભરી દેવી એમાજ અમારા જીવનનો સ્વાદ છે. છતાં કૃષ્ણ ને કાને ક્યાંકથી "રાધા" શબ્દ કાને પડી જાય તો કૃષ્ણ મૌન ઉદાસીમાં સરી પડે છે. તું તો કૃષ્ણની પ્રિય સખી છો મને તારી અદેખાઈ નથી આવતી મારા પ્રિયતમને જે પ્રિય હોય મને પણ પ્રિય હોય જ. હું તો તારી પાસે પ્રેમનું રહસ્ય જાણવા માંગુ છું જેથી અમે તેને પ્રસન્ન રાખી શકીએ તારામાં એવું ક્યુ તત્વ છે જે અમારામાં ખૂટે છે. બહેન ! તારા કૈનેયા ને વધારે ખુશ રાખવા આ પ્રશ્ન પૂછી રહી છું.રાધા આ સાંભળી ને મૌન માં સરી પડી. એની આંખોમાં આંસુ ઉભરાયા એને વ્હાલ પૂર્વક રુકમની ને કહ્યું કે બહેન ! આ સવાલ નો જવાબ હું શું આપું ? તું મારા કૈનેયાને જ પૂછી લેજે આટલું કહીને રાધા મૌન થઈ ગઈ અને સ્વપ્ન પૂરું થયું.
બીજે દિવસે રુકમની એ કૈનેયાને આજ સવાલ પૂછ્યો. કૃષ્ણ કશુંજ બોલી ન શક્યા. એમની આંખોમાંથી આંસુ ટપકી પડ્યું . રુકમની તો સ્તબ્ધ થઈ ગઈ. એને પહેલા કયારેય કૃષ્ણ ની આંખમાંથી આંસુ જોયા ન હતા.કૃષ્ણ ને દુઃખ પોહચડવા બદલ અંદરથી દુઃખી થઈ ગઈ. કૃષ્ણ એ આશ્વાસન આપતા કહ્યું કે હવે જયારે રાધા તારા સપના માં આવે ત્યારે પૂછજે કે કૃષ્ણ ની આંખમાં આંસુ શાથી? દિવસો વીતી ગયાં ફરી એક વાર રુકમની ના સપના માં રાધા આવી." રાધા તારા કૈનેયા ની આંખમાં મેં આંસુ જોયા આવું કેમ બન્યું?
રાધા ખુબજ સ્વસ્થ જણાતી હતી અને બોલી બહેન મારી ! વર્ષો થી મેં કૈનેયા ને ગોકુલમાં જોયો નથી. વનરાવન માં મોરલા ટહુકે ને કૃષ્ણ યાદ આવે. હવે અમારા ગોકુલમાં કૃષ્ણ નથી છતાંય અમને વૃંદાવનમાં અને યંમુના ના ઘાટે એ દેખાય જ કરે. પ્રતિક્ષણ મારી સાથે નહીં , મારા હૃદયમાં રમ્યા કરે! તે દિવસે તમે કૃષ્ણ ની વાત કરી અને મારું નામ પડે અને કૈનેયો ઉદાસ બની જાય એવું સાંભળીને હું ખૂબ રડી અને ત્યાં કૃષ્ણ ને આંખમાં પણ આંસુ !
બહેન તમે તો એમના પટરાણી(પત્ની) છો એક વિનંતી કરવી છે . હવે પછી મારૂ નામ કૃષ્ણ ને કાને ન પડે તેવું કરજો. અમે તો ગોકુલની ગોપી છીએ કૃષ્ણ માટે રડવાનો, તેનું સ્મરણ કરવાનો , તેના વિરહમાં વ્યાકુળ બનવાનો અધિકાર એજ અમારું સર્વસ્વ છે. કૃષ્ણ રડે તે અમને ન પોષાય. અમારા કૈનેયાને અમે કદી રડતો જોયો નથી રડવાનો લહાવો(લાભ) ગોપીઓ કૃષ્ણ સાથે વહેંચવા તૈયાર નથી. ત્યાં મારા વતી કૈનેયાને ખાસ કહેજો કે યોગેશ્વર ની આંખ માં આંસુ ન શોભે. એતો રાધા ની જ આંખ માં શોભે. સ્વપ્ન પૂરું થયું.
ભક્તોની આંખો આંસુથી છલકાવી દેવી એજ કૃષ્ણ ની જાદુગરી છે વર્ષો ના વિરહ પછીની રાધા જુદી છે. વર્ષોના વિયોગ (જુદાઈ) પછી આત્મામાં સ્થિર રહી ચુકેલી રાધા જ કહી શકે કે યોગેશ્વર ની આંખમાં આંસુ ન શોભે. જુદાઈ પણ જ્યારે એકાત્માં ( એક આત્મા) નું નિમિત્ત બની જાય ત્યારે રાધા ઘટના સર્જાય છે.
મળવા કરતા છુટા પાડવાનો આનંદ હોય તોજ રાધા ને સમજી શકાય. જેટલી મોજ થી ભેગા થઈએ છીએ એટલી મોજથી જો છુટા પડીએ તોજ સમજાય કે રાધા ને મોરપીંછ નું જડવું શુ ચીજ છે...... Jay shree radhekrishna 👏