પ્રેમની બંધ બાઝી hasu thacker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની બંધ બાઝી

કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે.. જી.. હા.. વર્ષો પહેલાં ની આ કહેવત આજ પણ સાચી ઠરતી હોવા અંગે અનેક વાર્તાઓ અને નવલકથાઓ મા જોવા મળતી રહે છે... આવી જ એક સસ્પેન્સ પ્રણય વાર્તા સાથે સરસ મજાની Love Story સમાયેલી છે.. શરૂઆત ચુકશો નહીં અને અંત કોઈ ને કહેશો નહીં...
નીરવ.. એ.. નીરવ... ચાલ ઉઠ બેટા ઉઠ.. હમણાં તારી કોલેજ નું ટાઈમ થઈ જશે..
નીરવ ઠક્કર Yes પ્રોફેસર નીરવ હજુ સુધી અપરિણીત હતો, તે વાત આખી મોર્ડન કોલેજ જાણતી હતી. રૂપાળા સાથે સુંદર અને દેખાવડો લાગતો આ યુવાન વયનો પી.એચ.ડી.થયેલા નીરવ ની પાછળ કોલેજની યુવતીઓ ફિદા હતી.
થર્ડયર બી.એ.ના કલાસ રૂમ માં અંગ્રેજી લેકચર પર પ્રોફેસર નીરવ રોમીઓ અને જુલિયેટની પ્રેમકથા સમજાવી રહયા હતા. ક્લાસની તમામ યુવતીઓ જાણે કે જુલિયેટ બનીને પ્રોફેસર રોમીઓ ને સાંભળી રહી હતી.
પહેલી બેંચ પર બેઠેલી અંજના ચૌહાણ નીરવને એકીટસે સાંભળી રહી હતી. નીરવ પણ તેની પ્રેમભરી પાગલ નજર નો ખેલ ખ્યાલ આવી ગયો હતો.
અંજના ની નમણી રૂપાળી, મોટી આંખો અને પરવાળાં જેવા હોઠ તેના સૌંદર્યને ચાર ચાંદ લગાવી રહ્યા હતા. કોલેજના તમામ છોકરાઓ અંજના ને પામવા પ્રયત્નશીલ હતા, પણ અંજના કોઈને ભાવ આપતી નહી. કારણ કે તેના મનમાં નીરવ ની પ્રતિમા સ્થાપિત થઇ ગઈ હતી.
કોલેજ નો સમય પૂર્ણ થતાં
નીરવ પોતાની સ્વીફ્ટ કાર સ્ટાર્ટ કરી બહાર નીકળતાં પિકઅપ સ્ટેન્ડ પર નજર કરી તો સ્ટેન્ડ પર ઉભેલી અંજના તેને એક નજરે જોઈ રહી હતી. નીરવે ફોર્માલીટી પુરતી કાર ને ઉભી રાખી ને પૂછયું 'ક્યાં જવું છે.. સેટેલાઇટ તરફ
અંજના ખુશ થતાં બોલી.
હા પણ સેટેલાઇટ રોડ તરફ જ જાઉં છું. ત્યાં આગળ જ મારું એપાર્ટમેન્ટ છે. ચાલો, તમને તમારા ઘેર ઉતારી દઇશ. નીરવે સામેથી કારમાં લીફ્ટ માટે ઓફર કરી.
અંજના એ આગળનો દરવાજો ખોલીને નીરવ ની પાસે બેસી ગઈ. આ જોઈ ને ત્યાં ઉભેલી બધી યુવતીઓમાં ઈર્ષા નો સરવરાટ વ્યાપી જતાં ની સાથે બન્ને જણાં કારમાં બેસીને જઈ રહ્યા હતા
રસ્તામાં ઝરમર વરસાદ ચાલુ થઇ જતાં બન્ને કોફી હાઉસમાં કોફી પીવા રોકાઈ ગયા, અને બન્નેનો પરિચય ઉષ્માસભર બની ગયો. ધીમે ધીમે વધતી જતી આ દોસ્તી કયારે પ્યારમાં પલટાઈ ગઈ તે ખબર જ ના પડી. ત્રણ મહિનાના પ્રેમ પછી બન્નેએ એકબીજા ને જીવનસાથી બનવાના કોલ આપી દીધા.
અંજના ચૌહાણનું ઘર એક ચાલ મા રહેતી હતી, તેના પપ્પા AMC માં સફાઈ કામદાર તરીકે કામ કરતા હતા. નીરવ ઠક્કર ના પપ્પા ઉચ્ય કુટુંબના સરકારી ઓફિસર હતા. નીરવને લગ્ન માટે તેમની જ્ઞાાતિની અનેક સુંદર યુવતીઓના કહેણ આવતાં હતા, પણ નીરવનું દિલ તો અંજના ના કબ્જામાં હતુ.
રવિવારે રાત્રે જમીને નીરવે ધીમેથી તેના મમ્મી પપ્પા સમક્ષ રજુઆત કરી. 'પપ્પા,મારે માટે છોકરી શોધવાની જરૂર નથી.મેં મારી પસંદગીની છોકરી શોધી કાઢી છે.'
'હા ! તો અમને વાત પણ કરતો નથી .' નીરવ ના પપ્પા દોલતરાય ખુશ થઇ ગયા. 'કોણ છે? કઈ જ્ઞાાતિની છે? શું ભણે છે?' જાણે કે પ્રશ્નોનો મારો ચાલુ થઇ ગયો.
'પપ્પા મારી કોલેજમાં થર્ડયર સ્ટુડન્ટ છે, નામ છે તેનું અંજના ચૌહાણ. તે લોકો વણકર જ્ઞાાતિના છે,
અને તેના પપ્પા AMC માં સફાઈ કામ કરે છે , નીરવે મુદ્દાસર જવાબો આપ્યા.
શું વાત કરે છે? વણકર જ્ઞાાતિની સફાઈ કામદારની છોકરી મારા ઘરમાં વહુ બનીને કેવી રીતે આવી શકે?' દોલતરાય ગુસ્સામાં બોલ્યા.
'પપ્પા , અમે બન્ને પ્રગાઢ પ્રેમમાં છીએ, અને એકબીજા વગર રહી શકીએ તેમ નથી. હું લગ્ન કરીશ તો તેની સાથે જ, નહિતર આજીવન કુંવારો રહીશ.' નીરવે પણ તેનો મક્કમ નિર્ણય જાહેર કરી દીધો.
'જો તેની સાથે લગ્ન કરીશ તો તારે અમારી લાશ ઉપરથી જવું પડશે.' હવે નીરવ ની મમ્મી પણ ગુસ્સે થઇ ગયા હતા અને આ ઘરના દરવાજા તારા માટે સદાયને માટે બંધ સમજ જે.' દોલતરાયે પણ તેમનો નિર્ણય જણાવી દીધો.
નીરવ નિરાશ થઇ ને પોતાના રૂમમાં જતો રહયો, તેનું મન ખિન્ન થઇ ગયું હતું. એકનો એક દીકરો હોવાથી, મા-બાપને સાવ તરછોડીને ભાગી જઈને લગ્ન થાય તેમ પણ ન હતું. હવે શું કરવું?
તેણે અંજનાને મોબાઈલ પર બધી જ વિગતવાર ચર્ચા કરેલ. આખી રાત બન્ને જણે વિચારમાં કાઢી નાખી. અનેક વિચારવામાં બન્ને ને આખી રાત ઊંઘ ના આવી થોડા સમય બાદ
નીરવ ના પપ્પા મમ્મી ખુશ ખુશાલ હતા અને વિચારતા હતા કે આપણી ધમકીથી નીરવ ધીમે ધીમે તેની પ્રેમિકા અંજનાને ભૂલતો હોય તેમ લાગે છે. નીરવ પોતાના પ્રેમને પામવા માટે કંઈ પણ કરવા તૈયાર હતો, પણ
મા- બાપના ભોગે નહી.
Weekend ના અંત બાદ સોમવાર ની એ સવાર ના સમયે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ના પોલિસ ઇન્સ્પેક્ટર રાઠોડ સાહેબે અન્ય પોલીસમેન સાથે બેલ મારીને નીરવને ઘેર ઘુસ્યા.
દોલતરાયે ચિંતામાં પૂછયું 'કેમ સાહેબ,અહી આવવું પડયું ?'
પ્રોફેસર નીરવ મહેતા અહીં રહે છે ? તેની વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ હોવાથી પુછપરછ માટે લઇ જવા પડશે. રાઠોડ સાહેબ ગુસ્સામાં જે રીતે બોલ્યા તેમના અવાજ ની ગંભીરતા સમજી
કોણે આવી ફરિયાદ કરી છે ?' દોલતરાય નરમ અવાજ મા પુછ્યું
'તેણે મેમનગર માં રહેતી અંજના ચૌહાણ સાથે રવિવાર ની રાત્રે બળજબરી કરેલી છે. તે અંગે લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, એટલે અમારે નીરવને તપાસ માટે લઇ જવો પડશે.' રાઠોડ સાહેબે માહિતી આપતા કહયું. નીરવ નીચું જોઈ ઉભો હતો. તેના મા-બાપ વિચારતા હતા, જુવાન દીકરાને પરાણે કાબુમાં રાખવા જતાં ગુનો થઇ ગયો. યુવાનીથી હણહણતા આખલાના નાકમાં દોરો પરોવવાના કેવા ખરાબ પરિણામ આવે તે બન્ને અનુભવી રહયા હતા, પણ હવે શું કરવું ??
નીરવ ને પોલીસ સ્ટેશન લઈ ગયા બાદ દોલતરાયે શહેરના નામાંકિત વકીલ ભટ્ટ સાહેબ ને તરત જ ફોન કરી દોલતરાયે વિનંતી કરી ભટ્ટ સાહેબ મારા દીકરા નીરવ ને આ કેસ માંથી કોઈપણ રીતે છોડાવો
ભટ્ટ સાહેબ કોર્ટના હુકમ સાથે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને જામીન અંગે ના પેપર્સ રજુ કરી પોલીસે નીરવ ની પૂછપરછ અને તપાસ કરી જામીન ઉપર મુકત કરી દીધો.
બળાત્કારના કેસમાં આરોપ સાબિત થઈ જાશે તો સાત વરસની સખ્ત કેદ અને નોકરીમાંથી રુખસદના વિચારમાત્રથી નીરવ ના મમ્મી પપ્પા ધુ્રજી રહયા હતા. જુવાન દીકરાને લગ્ન કરવા થી પરાણે રોકી રાખવાનું જે પરીણામ આવેલ તેવા વિચારઓથી બન્ને પસ્તાઈ રહયા હતા. હવે આ માંથી છૂટવું કઈ રીતે ?
દોલતરાયે વકીલ સાહેબને સાંજે ઘેર બોલાવ્યા.
ભટ્ટ સાહેબે પોતાના વર્ષોના અનુભવને આધારે વિચારીને કહ્યુ કે જો સામી પાર્ટી કેસ પરત ખેંચી લે તો નીરવ બચી શકે તેમ છે.'
'પણ એવું અંજના શા માટે કરે ? એની સાથે તો બળજબરી અને બળાત્કાર થયો હતો શું તે કેસ ખેંચશે ? નીરવ ના
મમ્મી - પપ્પા ને આ સવાલ સતાવતો હતો.
વકીલ સાહેબે કહ્યું વ્યવહારીક ઉકેલ જણાવતાં જણાવ્યું કે જો આ બન્ને જણાં ના લગ્ન માટે રાજી થઇ જાય તો બળજબરી કે બળાત્કાર નો કેસ જ બનતો નથી ને !
હવે બન્નેના જીવમાં જીવ આવ્યો એજ રાત્રે નીરવ ના મમ્મી પપ્પા અંજના ને ઘેર પહોંચી તેના માતાપિતા ને સમજાવી બીજા દિવસે આર્યસમાજ વિધિથી ઘડીયા લગ્ન લેવાતા અંજનાએ પોતાની ફરિયાદ પાછી ખેંચી લેતા કેસ દફતરે થઇ ગયો.
નીરવ અને અંજના હનીમૂન મનાવવા સીમલા જઈ રહયા હતા ત્યારે નીરવે કહયું અંજના, તે તો આપણા લગ્ન માટે જબરો દાવ રમી લીધો.
અંજના હસતાં હસતાં બોલી જુના જમાનાના રૂઢીચુસ્ત મા - બાપ ન માને તો પછી કઇંક તો કરવું જ પડે ને ! પછી હસીને બોલી પ્યાર મે સબ કુછ જાહીજ હે... ખુશ થતાં બન્ને એકબીજાના બાહુપાશમાં બંધાઈ ગયા.. પ્રેમ ની આ રમત મા વિઠ્ઠલ (નીરવ) ની આ તીડી પર અંજના ની ચર્કટ ચોંકી બાજી મારી ગઈ..