દુઃખ નો જોગએજસુખ નો સંજોગ hasu thacker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દુઃખ નો જોગએજસુખ નો સંજોગ

મનુષ્ય જીવન શું કર્મ ને આધિન છે ?
જો હા તો ગરીબ અને નબળા લોકો ને જ કુદરત વધુ તકલીફ આપતી હોય છે...

એક જમાનો હતો જયારે ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પીટલમાં દાખલ દર્દીઓના સગા- સબંધીઓ અનેક વખત રાત્રી ના બહાર ફૂટપાથ પર લાઇનમાં સૂતા નજરે પડતાં હતા. અમાસની કાળી રાત્રિ હોઈ અંધારૂ કાળુધબ્બ થઈ ગયું હતું, સ્ટ્રીટલાઇટ હતી પણ દૂર હોવાથી તેનો પ્રકાશ અહી પહોંચતો ન હતો. આખા ભારત માંથી દર્દીઓ સારવાર માટે અહિયાં આવતા પરંતુ તેમના સગાઓને રાત્રે સામેની ફૂટપાથ પર જ સુવુ પડતું.

ઉત્તરપ્રદેશ માં આવેલ કાનપુર શહેરના વતની નિલેશ ને છેલ્લા પાંચ વરસથી મોઢા નું કેન્સર હતુ. તમાકું દિવસ રાત તમાકું તેમના મોમાં ભરી રાખવાની તેની આદતે, ફક્ત ત્રીસ વર્ષે તેમને કેન્સર દેખાયું અને પાંચ વરસમાં તો કેન્સર છેલ્લા સ્ટેજમાં પહોંચી ગયું હતું. શહેર ના ડોક્ટરે તેમના પત્નિ ને બોલાવી ખાસ ભલામણ ચિઠ્ઠી સાથે મુંબઈ ની ટાટા કેન્સર હોસ્પીટલમાં સારવાર માટે મોકલી આપ્યા તેમના યુવાન પત્ની મોનિકા બત્રીસ વરસે પણ આકર્ષક દેખાતા હતા. સગા- સબંધીઓ પાસેથી માંડમાંડ પચ્ચીસ હજાર ઉધાર ઉછીના કરી બન્ને મુંબઈ આવ્યા હતા.
ટાટા હોસ્પીટલમાં સારવાર માટે નિલેશ ને દાખલ કરવામાં આવેલ , પણ મોનિકા માટે
હોસ્પિટલ અંદર સુવાની વ્યવસ્થા ન થતાં, મોનિકા ને બહાર ફૂટપાથ પર સૂવાનો સમય આવી ગયેલ. . બિચારી મોનિકા એ રૂપિયા પચ્ચીસ હજાર ભરેલ પાકીટ પોતાના થેલામાં રાખ્યું હતુ.
ઘોર અંધારી રાત્રીના યુવાન વય નો યુવક દારૂના ચાર પેગ ચડાવી ફૂટપાથ પર ચાલી રહ્યો હતો. અચાનક પવન આવતાં મોનિકા ની સાડીનો પાલવ પવન આવતા શરીર પર થી સરકી જવાના ખુલ્લા માં સુતેલી મોનિકા ને આ યોવન અવસ્થા અને છાતી પર નો ઊભાર જોઈ પીધેલો યુવાન પોતાની ઉતેજના ને કાબુ માં ન રહેતા અને નિયત બગડતાં ની સાથે તેણે મોનિકા ની સાડી ને ઉતારવાની કોશિશ કરી શરીર માં લાગેલી વાસના ની આગ બુઝાવવા તલસાટ અનુભવતો હતો . અર્ધનગ્ન અસ્થામાં મોનિકા જાગી જતાં બૂમ પાડી 'અરે,અરે,મને બચાવો.'
યુવાન અચાનક અવાજથી સાવચેત થઈ મોનિકા થેલો લઇ ભાગ્યો. વાસના સંતોષ વાનો યુવાન નો ઇરાદો સફળ ન થયો, પણ થેલામાંથી પાકીટ નિકળતા ની સાથે તે ખુશ થઈ ગયો. મોનિકાની ઇજ્જત બચી ગઈ, પણ તેની મુડી ચોરાઇ જતાં હવે તે ડોકટરનું બિલ કઈ રીતે ભરશે ? તેણે અંધારામાં ચોરના ચહેરો પણ જોયો ન હતો, ને પોલીસ ફરિયાદ કરવી તો પણ કઈ રીતે ?' તે રડી રડીને અડધી થઈ ગઈ હતી
સવારે પાકીટ ખોલતા યુવાનને રોકડા પચ્ચીસ હજાર રૂપિયા દેખાતા તે ખુશ થઈ ગયો. રૂપિયા કાઢતા ની સાથે એક ચિઠ્ઠી નીચે પડી. હિન્દીમાં તેનું લખાણ વાંચતાં તે ગદગદ થઈ ગયો.
'હે સાંઈબાબા, મારા પતિની સારવાર માટે મે મારા સગા સબંધીઓ પાસેથી ભીખ ની જેમ માંગી ને રૂપિયા પચ્ચીસ હજાર માંડમાંડ ભેગા કરેલ છે. કેન્સર છેલ્લા સ્ટેજનું છે, એટલે બચે કે નહિ, પણ જો સારૂ થઈ જાય તો હું ચાલતા શિરડી તમારા દર્શન કરવાની માનતા રાખું છું.
'અરે રે ! છેલ્લા સ્ટેજના કેન્સરના દર્દીની સારવાર ના પૈસા મે ચોરી લીધા, અને તેની પત્ની ની મે ઇજ્જત લેવા કોશીશ કરી. હવે મને સાંઈબાબા ક્યારેય માફ નહિ કરે.' આ વિચારતા ની સાથે રોકી ની આંખ માંથી આંસુ સરી પડ્યા. તેને થયું મારે તેમને મદદ કરવી જ જોઈએ.
સવારે દશ વાગ્યે તે માફી માંગવાને મદદ કરવા કેન્સર હોસ્પિટલ પહોંચી ગયો. ઓપરેશન થિયેટરની બહાર મોનિકા ને જોતાં તેની પાછલી બેન્ચ પર બેસી ગયો. મોનિકાની આંખોમાંથી આંસુ નીકળી રહયા હતા. તે બાજુ બેઠેલી લેડીસ ને કહી રહી હતી 'બહેન, ગઇ કાલે રાત્રે ફૂટપાથ ઉપરથી મારૂ પાકીટ ચોરાઇ ગયું છે. મારી ઇજ્જત પણ જાત પણ, ચોર સારા ઘરનો હતો, ફક્ત પાકીટ લઈ ગયો.
'તો પોલીસ ફરિયાદ કરો ને !' તે બહેન સલાહ આપી.
'હવે પોલીસ ફરિયાદ કરીને શું કરૂ ? મારી પાસે ઓપરેશનના ખર્ચના પણ પૈસા નથી.
પાછળ બેઠેલા રોકી નું મન વેદનાંઓ
થી વલોવાઈ રહયું હતું. તેણે મોનિકા ના પતિ નિલેશ ના નામે હોસ્પિટલ માં રૂપિયા ત્રીસ હજાર ભરી આપ્યા હતા. પાત્રીસ વરસનો યુવાને રોકી તૈયાર થઈને હેન્ડસમ લાગતો હતો.
મોનિકા કાઉન્ટર પર વિનંતી કરવા ગઈ કે મારા પતિના રૂપિયા હું બે દિવસ પછી ભરીશ ત્યાં તો ક્લાર્ક એ જવાબ આપ્યો મેડમ તમારા ત્રીસ હજાર રૂપિયા તો ડિપોઝિટ થઈ ગયા છે'.
'હે કોણે ભર્યા ? ભાઈ આ સાંભળી ને મોનિકાને નવાઈ લાગી. કલાર્કે કહ્યું સામે ઉભેલા રોકી ને બતાવતા કહ્યુું જુઓ આ યુવાને.
મોનિકા ગદગદ થઈ ગઈ. તેની પાસે જઇ રડી પડી. 'હું તમારૂ ઋણ ને આભાર કઈ રીતે ઊતારીશ. રોકી એ જણાવ્યું કે મે તો માનવતા ની ફરજરૂપે નિભાવેલ છે, તમારી વાતો સાંભળી મે મદદ કરી છે. આ દિવસો દરમ્યાન સવાર સાંજે ચા નાસ્તો અને ટિફિન રોકી લઈ આવતો હતો , મોનિકા અને રોકી વચ્ચે આત્મિયતા વધવા લાગી
ત્રીજા દિવસે સવારે મોનિકા ના પતિ નિલેશ અંતે આ ફાની દુનિયા છોડીને અનંત વાટે ચાલી નીકળ્યા. હવે મોનિકા ને જીવવાનો કોઈ મકસદ જ ન હતો.
સ્મશાનમાંથી આવતાં જ તેણે રોકીને પોતાના દુનિયા છોડી દેવાનો નિર્ણય જણાવી દીધો. મોનિકા ની પરિસ્થિતિ નજરે તેને ફરીથી જિંદગી જીવવાની તમન્નાઓને સાથે રોકીએ તેનો હાથ પકડતાં લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. મોનિકા સાવ અજાણ્યા માણસના અચાનક પ્રસ્તાવ પર વિચાર આવ્યો કે આવો ખાનદાન અને મદદરૂપ માણસ મને સામેથી લગ્ન કરવા માટે કહે છે તો એમાં ખોટું શું છે વિચારી મોનિકા હા પાડી.
લગ્ન પછી રોકી એ રાત ની વાત ને લઈ ચિંતીત હોઈ નક્કી કરી શકતો નહતો, કે સાચી હકીકત મોનિકા ને કહેવી કે નહિ ?
બહુ વિચારી રાત્રે સૂતા પહેલાં રોકીએ ખરા દિલથી પસ્તાવા રૂપે આખી હકીકત મોનિકા ને જણાવી. અરે.. 'મે ચોર જોડે લગ્ન કરેલ છે' મોનિકા ગુસ્સે થઈ છૂટા થવા વિચારવા લાગી.
પાછું તેનું સદાચારી મન વિચારે ચડયું, ભલે તેણે ચોરી અને મારા પર બળાત્કારનો પ્રયાસ કર્યો,પણ લગ્ન પછી તો સાચી હકીકત જણાવી દીધી ને ! સાચી હકીકત કહેવા પણ મક્કમ મન અને સચ્ચાઈ જોઇએ, નહીંતર મને ક્યાં કાઇ ખબર હતી કે ચોર કોણ છે. અંતે મોનિકા એ બાકી ની જીંદગી રોકી સાથે વિતાવાનું નક્કી કરી, તેનો હાથ પકડી લીધો.આ તરફ સાચી હકીકત જણાવ્યા બાદ રોકી ના મન પર નો ભાર હલકોફૂલ થઈ જતાં મોનિકા ના હાથ ની સરસ મજા ની ચા પીને કામની શોધમાં નીકળી પડયો. એટલે જ કુદરત કોઈ પણ વ્યક્તિ ને દુઃખ ની સાથે સુખ ની વેક્સિન પણ આપવાની જોગવાઈ પણ રાખે છે જેથી કરી ને મનુષ્ય રૂપી જીવન ને દુઃખ ના જોગ સાથે સુખ ના સંજોગ નો અનુભવ કરાવે છે જેને આપણે જીંદગી તરીકે ઓળખીએ છીએ.. શુભમ ભવતુ..