"શ્રવું બેટા હજી કેટલું વિચારીશ? જે થવાનું હતું તે થઈ ગયું પણ હવે શું કરવાનું તે વિચાર." શ્રવ્યાના પપ્પા તેને સમજાવતા કહે છે.
"પણ પપ્પા હવે બચ્યું જ શું છે જે હવે નવું વિચારું. મારી બધી મહેનત તો નકામી ગઈ. આજથી Restaurant ખૂલવાની હતી પણ એ ખુલતા પહેલા જ બંધ થઈ ગઈ. મે તમારા બધા પૈસા ડુબાડી દીધા. હું કશા જ કામની નથી."
"બેટા એવું ન વિચાર. આ બધું કઈ તારા હાથમાં થોડી હતું કે એમાં તારી ભૂલ ગણાય. આમાં તારો કોઈ જ વાંક નથી. અને મને તો નવાઈ લાગે છે કે તું આવું વિચારે છે. તું તો દરેક પરિસ્થિતિમાં લડનારી છે તો હમણાં કેમ હાર માને છે? અને પૈસા ડૂબવાની વાત ક્યાંથી આવે? જ્યારે બધું ફરી શરૂ થશે ત્યારે આપણે આ Restaurant શરૂ કરીશું."
"હા પપ્પા હું આમ હિંમત ન હારી શકું. તમે સાચું જ કહો છો. બધું પૂરું થોડું થઈ ગયું છે કે હું આમ હાર માની રહી છું. આ કોરોના જાય પછી હું ડબલ જોશ સાથે શરૂ કરીશ." શ્રવ્યા આંસુ સાફ કરતા જુસ્સા સાથે બોલે છે.
"હા હવે મને મારી શ્રવું પાછી મળી ગઈ. ચાલ હવે નાસ્તો કરવા. તે ગઈકાલે રાત્રે પણ કશું જ ખાધું નથી."
" હા પપ્પા ચાલો."
શ્રવ્યા અને તેના પપ્પા બંને નીચે જાય છે. ત્યાં બાકીના બધા રાહ જોતા હોય છે.
"બેબો આવી ગઈ એમ. હું તો વિચારતો હતો કે બેબો નાસ્તો કરવા આવશે નઈ એટલે એના ભાગની વેઢમી હું ખાઈ જઈશ. પણ અફસોસ એવું થયું નઈ." શ્રવ્યાનો ભાઈ મજાકિયા સ્વરમાં બોલે છે.
"જાને ભુરીયા. મોટો આવ્યો બેબો વાળો. તાકાત પણ છે મારી ફેવરીટ વેઢમીને હાથ લગાડવાની. આજે તો તને એક પણ વેઢમી ખાવા ન દવ." એમ કહીને શ્રવ્યા એના ભાઈની થાળીમાંથી વેઢમી લઈ લે છે.
"દાદુ જુઓ આને કઈ કહો ની. આણે મારા ભાગની પણ વેઢમી લઈ લીધી."
"હા તો લઈ જ લે ને. એક તો મારી દીકરીનું નામ ખરાબ કરે અને પાછો એના ભાગની વેઢમી ખાવાની વાત કરે છે તે." શ્રવ્યાના દાદા પણ એના ભાઈની મજાક કરતા કહે છે.
"લડો નઈ તમે બંને. મે બધા માટે બનાવી જ છે. લે બેટા તને પણ આપુ છું." એમ કહીને શ્રવ્યાની મમ્મી શ્રવ્યાના ભાઈની થાળીમાં વેઢમી મૂકે છે.
"તો બેટા હવે શું વિચાર્યું?" શ્રવ્યાના પપ્પા પૂછે છે.
"બાપુ, હવે તો શું વિચારવાનું? આ ફ્રી નો સમય મળ્યો તેને હવે માત્ર એન્જોય કરવો છે. બીજું કશું જોઈતું નથી." શ્રવ્યા ફરીથી પાછા એના ખુશ મિજાજ વાળા મૂડમાં આવતા કહે છે.
"હા એ પણ છે. હવે તો બાહર જવાશે નઈ એટલે આપણે અહીંયા ઘરમાં જ સમય પસાર કરવો પડશે. પણ હા હું તો સરકારી નોકર એટલે મારે તો ઓફિસ જવું જ પડશે." શ્રવ્યાના પપ્પા પણ ખુશ થતા કહે છે.
"હા પપ્પા તમારી નોકરી તો ચાલુ જ રહેશે. પણ તમારે તમારું ધ્યાન ખાસ રાખવાનું છે."
આમ જ લોકડાઉન લાગ્યું ને એક મહિનો પસાર થઈ ગયો હોય છે. શ્રવ્યા આ સમયમાં તેના દરેક બાકી રહી ગયેલા શોખ ઘરમાં પૂરા કરવાનો પ્રયત્ન કરે છે. કુકિંગમાં તો તે માસ્ટર હતી એટલે રોજ તે જ કંઈને કંઈ નવું નવું બનાવ્યા કરતી હોય છે. અને આમ તેઓ ખુબજ મજાથી દિવસો પસાર કરતા હોય છે. અને બીજી તરફ દેશમાં કોરોનાના કેશ પણ વધતા જતા હોય છે. હોસ્પિટલ પણ ફૂલ થવા લાગે છે. લોકોને બેડ મળવા પણ મુશ્કેલ થઈ જાય છે. અને લોકોને દવા મળવી પણ મુશ્કેલ થઈ રહી હોય છે. એક દિવસ જમવાના સમયે શ્રવ્યા બધાની વચ્ચે એક વાત મૂકે છે જે સાંભળી બધા સતબ્ધ થઈ જાય છે.
"મમ્મી પપ્પા, દાદુ, ભાઈ હું કઈક કહેવા માંગુ છું." શ્રવ્યા જમતા જમતા બોલે છે.
"હા બોલ દીકરા એમાં પૂછવાનું શું હોય." શ્રવ્યાના દાદા કહે છે.
"આપણે Restaurant માટે Boat લીધેલી હતી તે દરિયા કિનારે એમજ પડી રહી છે ને? તો મે એવું વિચાર્યું છે કે હું તે હાલમાં લોકોને કામ આવે એવું કંઇક કરું." શ્રવ્યા વાત ગોઠવતા ગોઠવતા કહે છે.
"પણ આપણી Boat કેવી રીતે કામમાં આવી શકે લોકોને?" શ્રવ્યાના પપ્પા પૂછે છે.
"પપ્પા તમને પણ ખબર હશે કે હમણાં કેશ વધી જવાથી તમામ પ્રકારની મેડિકલ સપ્લાયની અછત પડી રહી છે. ઘણી કંપની પાસે પુરવઠો પૂરતા પ્રમાણમાં છે પણ બીજા શહેરમાંથી આપણા શહેરમાં લાવવા માટે ટ્રાન્સપોર્ટમાં સમય ઘણો લાગી રહ્યો છે એટલે પુરવઠાની અછત સર્જાય છે. તો મે એવું વિચાર્યું છે કે આપણે આપણી Boat દ્વારા એ દવા અને બીજી મેડિકલ વસ્તુઓ આપણા શહેરમાં લાવીએ તો પાંચ દિવસ વહેલા આવી જશે."
"પણ બેટા આ બધું શક્ય છે? બધી લીગલ ફોર્માલીટી પણ હશે અને આપણી Boat ને તો આપણે Restaurant નું રૂપ આપી ચૂક્યા છે."
"પપ્પા લીગલ ફોર્માલિટી માટે તો મે આપણા મેયર સાથે વાત કરી લીધી છે. આવા મેડિકલ ઇમરજન્સી ના સમયમાં સરકારને મદદરૂપ થાય એવી તમામ મંજૂરી સરકાર તરફથી સરળતાથી મળી જશે એવું તેમણે કહ્યું છે. અને રહી વાત Boat ના Restaurant ના રૂપ ની તો એ અડધા દિવસમાં હું બદલી શકીશ. હા થોડું ઘણું નુકસાન આપણને થશે પણ લોકોને આપણી Boat મદદરૂપ થશે. અને બીજી વાત એ પણ છે મેડિકલ વસ્તુઓની સપ્લાય કરતી કંપનીએ કહ્યું છે કે જો બધું સમસુતરું પાર પડે તો તેઓ આપણને Transport નો ખર્ચો આપી દેશે.. જો તમે મંજૂરી આપો તો હું આ વાત આગળ ચલાવું?"
"બેટા આવા સારા કામ માટે તારા બાપાને પૂછવાની જરૂર નથી. હું બેઠો છું ને. ભલે તારા બાપાએ તારી Restaurant માટે આપણી કંપનીમાંથી પૈસા ન આપવા દીધા મને પણ આ કામમાં તને મારા તરફથી દરેક પ્રકારની મદદ મળી રહેશે. તે કંપની transport માટે ખર્ચો ન આપે તો પણ વાંધો નઈ. એ ખર્ચો આપણી કંપની ભોગવશે. તું તારા મુજબ કામ શરૂ કર."
"Thanks દાદુ. હું હમણાં જ તમામ કાર્યવાહી આગળ વધારું છું."
"પિતાજી તમને ખબર તો છે કે મેં શા માટે આપણી કંપનીમાંથી પૈસા ન લીધેલા તો શા માટે તમે આવું કહો છો?" શ્રવ્યાના પપ્પા બોલે છે.
"હા મને ખબર છે. છોકરાઓને જવાબદારી શું છે એ શીખવવા માટે. પણ અત્યારે તો હું મદદ કરી જ શકું ને?" શ્રવ્યાના દાદા કહે છે.
"હા પિતાજી તમે કરી શકો છો અને હું તમારા બંનેની વાતથી સંમત છું." શ્રવ્યાના પપ્પા બોલે છે.
"શ્રવું ગર્વ છે મને તારા પર. આ ઉમરે બધા મોજ મસ્તી માં સમય પસાર કરે જ્યારે તેં આ ઉમરે બિઝનેસ કરવાનું વિચાર્યું હતું અને હવે આવી રીતે લોકોને મદદ કરવાનું વિચારે છે." શ્રવ્યાનો ભાઈ શ્રવ્યાના વખાણ કરતા કહે છે.
"Thanks ભાઈ." શ્રવ્યા આભાર માને છે.
શ્રવ્યા તેની બોટમાં સામાનની હેરાફેરી કરી શકાય એવી વ્યવસ્થામાં લાગી જાય છે. તેણે તમામ પ્રકારની સરકારી મંજૂરી પણ મેળવી લીધી હોય છે. અને હવે તેની boat ની મદદથી સામાનની હેરફેર શરૂ થઈ જાય છે. શ્રવ્યા આ કામ વ્યવસ્થિત થાય છે કે નઈ એનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. તે રાત દિવસ બસ આ કામ પાછળ જ લાગેલી રહે છે. પણ એક દિવસ ન્યૂઝ ચેનલ પર એક સમાચાર આવે છે જે શ્રવ્યાની બધી મહેનત પર પાણી ફેરવી દેશે એવું લાગે છે.
સમાચાર આ મુજબના હોય છે.
"શહેરના જાણીતા Industrialist ની પૌત્રી અને આપણા District Development Officer ની છોકરી કોરોનામાં મદદરૂપ દવા અને અન્ય મેડિકલ વસ્તુઓની કાળાબજારી માં સંકળાયેલ છે એવું અમારા સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. સૂત્રો તરફથી એવી માહિતી મળી છે કે તેઓ જે દવાઓ અને અન્ય વસ્તુઓ Boat દ્વારા હેરફેર કરતા હોય છે તે Transportation દરમિયાન અમુક દવાઓ અને વસ્તુઓ તેમાંથી લઈને સંગ્રહખોરી કરી ઊંચા ભાવે વેચી રહ્યા છે..."
દરેક ન્યૂઝ ચેનલમાં શ્રવ્યાનું નામ જ ગુંજી રહ્યું હોય છે. કોઈક તેને સપોર્ટ કરી રહ્યું હોય છે તો કોઈક આ ખરાબ કામ તેણે જ કર્યું હોય એવા લોજીકલ પુરાવા આપી રહ્યું હોય છે. શ્રવ્યા પોતાના ઘરે પણ હોતી નથી. મીડિયા વાળા તેના ઘર આગળ જમા થઈ ગયા હોય છે. તેઓ શ્રવ્યાને બાહર બોલાવવાનું કહે છે પણ શ્રવ્યાના ઘરવાળા શ્રવ્યા ઘરે છે જ નથી એવું કહે છે. તેઓ એવું જાહેર કરે છે કે શ્રવ્યા ક્યાં છે તે પણ એ લોકોને ખબર હોતી નથી. તેના નામનું અરેસ્ટ વોરંટ પણ નીકળી ચૂક્યું હોય છે. પણ શ્રવ્યા ઘરે હોતી નથી એટલે તેને ભાગેડુ જાહેર કરવામાં આવે છે.
(શું શ્રવ્યા ખરેખર કાળાબજારી માં સંકળાયેલી હશે? કે પછી તેને ફસાવવામાં આવી હશે? તે ક્યાં જતી રહી હશે? આગળનું તેનું પગલું શું હશે? વધુ જાણવા માટે આગળના ભાગની રાહ જુઓ.)