Aadarshini - 1 books and stories free download online pdf in Gujarati

આદર્શિની - એક સફર શ્રવ્યાની - (૧)

"મમ્મી..મમ્મી.. પપ્પા, ભાઈ, દાદા જલ્દી બહાર આવો. ક્યાં છો બધા?" શ્રવ્યા જોરથી જોર બૂમો પાડી રહી હતી અને ખુબજ ખુશ જણાતી હતી.

"અરે શ્રવુ શું થયું? આટલા બરાડા કેમ પાડે છે? થોડી શાંતિ રાખ બેટા." શ્રવ્યાના પપ્પા બહાર આવતા બોલે છે.

"બાપુ, શાંતિ રખાય એવી વાત જ નથી. વાત જ એવી છે કે તમે જાણશો તો તમે પણ નાચવા લાગશો." શ્રવ્યા એના પપ્પાને કહે છે. તે જ્યારે ખૂબ ખુશ હોય ત્યારે તેના પપ્પાને બાપુ કહીને બોલાવે છે.

"એ તો તું તારા પપ્પાને બાપુ કહે છે એના પરથી જ ખબર પડી ગઈ કે તું ખુબજ ખુશ છે." શ્રવ્યાના મમ્મી થોડા ખુશી ભર્યા અવાજમાં બોલે છે.

"ચાલ એ બધી વાત છોડ. જણાવ તો ખરી કે કઈ ખુશ ખબરી લાવી છે તું?" શ્રવ્યાના પપ્પા આતુરતાપૂર્વક પૂછે છે.

"અરે બાપુ થોડી શાંતિ રાખો. દાદુ અને ભાઈ ને તો આવા દો. બધાને હું સાથે જ કહીશ." શ્રવ્યા કહે છે.

"હા મારી માં મને ખબર છે કે તારાથી તો કોઈ પણ વાતમાં સસ્પેન્સ વિના કહેવાતી જ નથી." શ્રવ્યાના મમ્મી થોડા છણકા સાથે કહે છે.

સાંજના 5 વાગ્યાની આસપાસ શ્રી નિવાસમાં આ સંવાદો ગુંજી રહ્યા હતા. શ્રી નિવાસમાં શ્રવ્યા, તેના મમ્મી પપ્પા, ભાઈ અને દાદા એમ પાંચ વ્યક્તિઓ રહેતા હોય છે. શ્રવ્યાના પપ્પા એક સરકારી અધિકારી છે. શ્રવ્યાની વાત કરીએ તો પોતાની ત્રેવીશીમાં પહોંચેલી એક નાજુક, નમણી અને ચુલબુલી છોકરી છે. પણ હા એના દેખાવ પર ન જતા. ભલે એ નાજુક અને નમણી દેખાતી હોય છે પણ સ્વભાવમાં જરૂર પડે તો દુર્ગા બની જતી તો વળી કોઈક વખતે સીતા જેવી શાંત, દરેક પરિસ્થિતિમાં પોતાની જવાબદારી નીભવાનારી હોય છે. ટુંકમાં કહીએ તો તે દરેક પરિસ્થિતિને અનુરૂપ એનો સ્વભાવ બદલતી હોય છે.

"બોલ બેબો. શું કહેતી હતી?" શ્રવ્યાનો ભાઈ તેના દાદા સાથે આવે છે અને પૂછે છે.

"ભુરીયા તું માર ખાશે. આટલું સરસ નામ છે તો બેબો શા માટે કહે છે? મને નથી ગમતું આવું નામ." શ્રવ્યા મીઠા ગુસ્સા સાથે કહે છે.

"તો તું મને ભૂરિયો કહે તે વાંધો નઈ?" શ્રવ્યાનો ભાઇ પણ મીઠા ગુસ્સા સાથે કહે છે.

"અરે ચૂપ કરો બંને. પાછા ઝઘડવા લાગ્યા. મૂળ વાત તો ભુલાઈ જ ગઈ. શ્રી બેટા કહે તો ખરી શા માટે ભેગા કર્યા બધાને?" શ્રવ્યાના દાદા પ્રેમથી ખુજવાયને પૂછે છે.

"દાદુ વાત જ એવી છે કે તમે પણ કુદી પડશો."

"અરે આ ઉમરે ક્યાં કૂદવાની વાત કરે. હવે તો મારો રામ જ ભલો ને હું ભલો."

"તો પણ કઈ નહિ. આજે તો તમારે મારી સાથે ડાન્સ કરવો જ પડશે."

"અરે જો પાછા વાતને આડે પાટે ચડાવી રહ્યા છો. શ્રવું બેટા કહે તો ખરી. હવે નથી રહેવાતું મારાથી." શ્રવ્યાનાં પપ્પા કહે છે.

"વાત એ છે કે મને Floating restaurant(દરિયામાં તરતી હોટલ) માટેની તમામ મંજૂરી મળી ગઈ છે. જે છેલ્લી મંજૂરી બાકી હતી તે પણ હમણાં મળી ગઈ છે. અને હજી વધુ સારા સમાચાર એ છે કે આ ભારતની પહેલી Floating Restaurant બનવા જઈ રહી છે." શ્રવ્યા ખુબજ ખુશ થતાં જણાવે છે.

"અરે વાહ બેટા આતો ખુબજ ખુશીની વાત છે. આના માટે તો મીઠાઈ બને જ. હું હમણાં જ મીઠાઈ મંગાવ છું." શ્રવ્યાના દાદા કહે છે.

"હા તમારે તો બસ મીઠાઈ ખાવાનું બહાનું જ જોઈએ." શ્રવ્યાની મમ્મી કહે છે. તેમની વાત પર બધા હસી પડે છે.

"હું ના ખાઈશ બસ? પણ મારી દીકરી આટલા સરસ સમાચાર લાવી તો બધાનું મોઢું તો મીઠું કરાવવું જ પડે." દાદા થોડા ચીડવાઈને કહે છે.

"દાદુ આમ મો ન ફૂલાવો. અને મીઠાઈ પણ મંગાવવાની જરૂર નથી. હું લઈ જ આવી છું. અને તમારા માટે સુગર ફ્રી મીઠાઈ પણ લઈ આવી છું." શ્રવ્યા મીઠાઈનું બોકસ બહાર કાઢતા બોલે છે. પછી તે બધાને મીઠાઈ ખવડાવે છે.

શ્રવ્યાનું master's હમણાં જ પૂરું થયું હોય છે અને તે નોકરી ન કરતા પોતાની Restaurant શરૂ કરવાનું વિચારે છે. અને તેના માટે તમામ તૈયારી તે જાતેજ કરે છે. તે તેના પપ્પાની ઓળખાણનો પણ ઉપયોગ નથી કરતી. કેલિફોર્નિયાની Restaurant માટે Boat મંગવવાથી લઈને લગભગ જુદી જુદી સરકારી કચેરીની કુલ દોઢસો જેટલી મંજૂરી તેણે છેલ્લા એક મહિનાથી એકલા હાથે દોડધામ કરીને મેળવી હતી. હવેથી તે તેની Restaurant તૈયાર કરવા પાછળ પડી જાય છે. તે Exterior થી લઈને Interior નું તમામ કામ પોતે જ કરે છે. તે સવારથી લઈને રાત્રે મોડે સુધી ત્યાંજ રહીને પોતાની નજરે બધું કામ પોતાની જરૂરિયાત મુજબ પૂરું કરાવે છે. અંતે બે મહિનાની દોડધામ પછી Restaurant શરૂ થવા લાયક બની જાય છે.

"શું વિચારી રહી છે?" શ્રવ્યાને બાલ્કનીમાં ઉભી ઉભી વિચારતી જોઈને તેનો ભાઈ પૂછે છે.

"કશું નહિ ભાઈ. અઠવાડિયા પછી Restaurant નું ઉદઘાટન છે તો થોડું ટેન્શન છે. બધાને મારો આઈડિયા ગમશે તો ખરો ને? અને પાછું આ કોરોના વાળું પણ આવ્યું છે કઈ." શ્રવ્યા થોડા ચિંતિત સ્વરે બોલે છે.

"ખોટી ચિંતા ન કર શ્રવુ. મને તારા પર વિશ્વાસ છે. બધાને તારી આઈડિયા જરૂર પસંદ આવશે. તે જે આ મહેનત કરી છે ને તે કોઈ ન કરી શકે. કોઈ છોકરાને પણ શરમાવે એવું કામ કર્યું છે તે. કોઈ વકીલને પણ દોઢસો જેટલી જગ્યાએ થી મંજૂરી મેળવવામાં ચાર થી પાંચ મહિના થઈ જાય. જ્યારે તે એક જ મહિનામાં તમામ મંજૂરી મેળવી લીધી. મને ગર્વ છે તારા પર. જો જે તારો આઈડિયા ખુબજ સફળ થશે. અને તું ખુબજ આગળ વધશે."

"Thank you so much ભાઈ. મને હવે ખુબજ હળવું લાગે છે. હું નકામી જ ચિંતા કરતી હતી." શ્રવ્યા તેના ભાઈનો આભાર માને છે.

આમજ અઠવાડિયું પૂરું થવા આવે છે. ઉદ્દઘાટનના આગલા દિવસે શ્રવ્યા ખુબજ ચિંતિત સ્વરે બધાને બોલાવી હોલમાં ભેગા કરે છે. અને તે ટીવી ચાલુ કરે છે. ટીવીમાં સમાચાર આવતા હોય છે કે આજ રાત્રે 12 વાગ્યાથી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. શ્રવ્યાના હાથમાંથી રિમોટ છૂટી જાય છે. તે સ્તબ્ધ બની ત્યાંજ બેસી પડે છે. તેને જોઈ શ્રવ્યાના પપ્પા તેની પાસે જાય છે અને તેના ખભે હાથ મૂકે છે. એના પપ્પાના હાથ મૂકતા જ તે તેના પપ્પાને વળગીને રડી પડે છે.

"પપ્પા હવે શું થશે? મારી બધી મહેનત નકામી જશે? મારી તો Restaurant શરૂ થવા પહેલાજ બંધ થઈ જવાની. આ પ્રોજકટમાં મે તમારા આખા જીવનની કમાણી રોકી દીધી હતી. મારે આવું કરવું જોઈતું ન હતું. મે તમારા બધા પૈસા ડુબાડી દીધા. લોકો સાચું જ કહે છે કે છોકરી તો ચૂલે જ સારી લાગે. મારે બિઝનેસમાં પડવું જોઈતું ન હતું."

શ્રવ્યા રડતા રડતા બોલતી હોય છે અને પછી તે બેભાન થઈ જાય છે.

(હવે શું થશે? શ્રવ્યાની Restaurant શરૂ થશે કે પછી તેણે આ આઈડિયા પડતો મૂકવો પડશે? તેનું આગળનું પગલું શું હશે? શું તે હવે બિઝનેસ છોડી દેશે? જાણવા માટે રાહ જુઓ આગળના ભાગની..)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED