ચશ્મા D._kher દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

ચશ્મા

"અઅ.. સસ.. લમાત નાં ડા.. નાં નાં કારણે..." મગનદાદા પોતાના એક ખખડતા ખાટલા પર સુતા સુતા આંખોની પડતી ઝાંખપ ની પેલે પાર થોડા શબ્દો વાંચ્યા.“ અરે,, બાપા અકસ્માત ના કારણે લખ્યું સે,,રોજ તમારી ભૂલો સુધારવાની,હવે તો મેલો છાપું, આંખોની કીકીઓ નથ દેખાતી, એટલી છારી વળી સે.. તોય છાપું નથ મેલતા ...”કંકુબા એ ઠપકો આપતા કહ્યું.“ તુંય હૂ લેવાને વાંચસ તારિય દશા મારા જેવી થશે નહિ તો..”મગનકાકા એ લાગણી સાથેના પ્રેમ માં કહ્યું. “હું તો તમને કે દુની કવ સુ કે ચસમા બનાવી લો પણ મારી વાત તો કાન જ નથ ધરતા..”બા એ પોતાની ચિંતા ઠાલવી.“એ....હું ચસ્મા બનાવી નાખું તો પછી આટલા વ્હાલ થી મને છાપું કોણ સંભળાવશે.. પછી તો એમ જ કઈશ ને કે ચસ્મા છે વાંચી લો હાથે...”દાદા એ મીઠો ઠપકો આપ્યો. “ અને હું નઈ હોવ ત્યારે....”બા એ એક ઊંડી વાત મૂકી. થોડી વારના મૌન પછી દાદા એ મશ્કરી માં કહ્યું,"તો પછી ચસ્મા બનાવી લઈશ બીજું શું.....”

એ બંને ની વાતો ની સાથે પરોઢિયે સૂરજ નારાયણ ધીરે ધીરે પોતાના અસ્તિત્વ ની ઝાંખી આપતા આપતા નીકળી રહ્યા હતા. નાના પંખીઓ દાદા ની એક બારી આગળ બેસી તેમણે નાખેલું ચણ નિરાંતે ચણતાં હતા.દાદા હતા તો પૈસે સુખી સંપન્ન પણ સંકુચ વિચારધારા વળી વહુ નાં લીધે, આખાય ઘર નાં એક ખૂણા માં બા અને દાદા પોતાનું સુખી જીવન ગાળતા.દાદાને મોતિયો હતો, અને સાથો સાથ દરોજ છાપું વાંચવાની ટેવ પણ. બા દરોજ એમની પહેલા છાપું વાંચી પછી દાદા ની ભૂલો કાઢતા અને પછી ખુદ એમને વાંચી ને સંભળાવતા.

ધીમે ધીમે સમય નાં ચક્ર માં ફરતાં ફરતાં એકદ બે વરસ નીકળી ગયા. સમય ની સાથે વાતાવરણ બદલાયું અને એક ભયાનક ચેપી રોગ ફાટી નીકળ્યો.અને એમાં કંકુબા ફસાયા, એમની તબિયત થોડી લથડવા લાગી એટલે તરત જ એમને સરકારી દવાખાને દાખલ કરી દીધા,અને એનો છોકરો કોઈને ને કીધા વગર ઘરે પાછો આવ્યો. બધાં ને તો એણે બા પિયર ગયા એમજ કીધેલું, અને દાદા બહારગામ થી આવ્યા એટલે એમને પણ બા પિયર ગયા છે એમ જ કહ્યું. પણ દાદા ને આ વાત માં સત્ય જરાય નાં દેખાયું, એટલે એમને શોધખોળ કરતા ખબર પડી કે બા તો દવાખાનામાં છે.પછીતો દાદા બધું ભૂલી ને શહેર બંધ હોવા છતાંય પોતાની આંખો ની ઝાંખપ ની પેલે પાર દેખાતા થોડા થોડા રસ્તા સાથે હેમખેમ દવાખાને પહોંચ્યા. કેટલીય મગજમારી કરીને છેવટે દાદા ડૉ.રાકેશ શાહ ની કેબિન માં પોક્યા. થર થર ધ્રૂજતા પાતળી લાકડી જેવા પગો, લચી પડેલી ત્વચા, કપાળે ખેંચીને રાખેલી તોય અડધી ઢળેલી પાંપણો,દાંત ની ઉણપ થી અંદર સુધી ધસી ગયેલા હોઠ,ગણી શકાય એટલા પણ આખાય માથા માં સફેદ તાંતણા જેવા કેશ,કમરે થી શરીર વળેલું પણ કોઈ સહારો નઈ,એવા દાદાના ચહેરા પર ની વેદના અને આતુરતા ને ડૉ.શાહ સમજી ગયા અને સફાળા બેઠા થઇ અને એમને ખુરશી પર બેસાડ્યા. એવું થાયને કે ક્યારેક માણસને જોયા ની સાથે જ એના તેજ ને પરખ્યા ની સાથેજ એની સાથે એક ઊંડો લાગણી નો સંબંધ બંધાય જાય,બસ આવોજ સંબંધ ડૉ.શાહને દાદા ની વાતો સાંભળી ને બંધાય ગયો.

દાદા એ પછી બા ને મળવાનો પ્રસ્તાવ મૂક્યો, ડૉ.શાહે એમને બીમારી ની ગંભીરતા સમજાવી પણ દાદા એક નાં બે નાં થયા પછી આખરે ડૉ.શાહે એમનું મન રાખ્યું. “શું નામ છે દાદા,,,"ડોકટરે પૂછ્યું.“મગન,,,, મગન શાંતિલાલ ચૌહાણ,,”દાદા એ ઉતાવળમાં બોલી નાખ્યું.“ના... ના... દાદા બા નું નામ” ડોક્ટર બોલ્યા.“ઓ..હા સાઈબ.. કંકુબેન મગનભાઈ ચૌહાણ..”આટલું બોલતાં જ કાકા ના આંખના ખૂણા ભરાય ગયા.ફાઈલો વીખતો ડૉ.શાહ નો હાથ થંભી ગયો,દાદા ની બાજુ ધીમે થી જોય ડૉ. શાહ એટલા શાંત થઈ ગયા કે એમના હૃદય નાં ધબકારા એના કાન સુધી ધબકતા હતા. મનમાં ચાલતા બધા વિચારો એમના બંધ થઈ ગયા અને સાવ ખાલી ખમ મનમાં ખાલી હૃદય નાં સંભળાતાં મંદ મંદ અવાજ સાથે એ દાદા ની સામે ફકત જોય રહ્યા.વાત પહેલા પોતે લીધેલો ઊંડો શ્વાસ, ધીમે થી છોડ્યો.દાદા ડૉ.નાં ચહેરા ઉપરથી થવાની વાત ની આગવી રૂપરેખા ખબર લગભગ પડી ગઈ.“બા પ્રત્યે નાં પ્રેમ થી ભરેલું દાદાનું હૃદય મારી સીધી કરેલી વાત ને જીલવી નઈ શકે.” ડૉ.શાહ મન માં આવું વિચારી અને દાદા ની ખુરશી પાસે આવી એમનો હાથ પકડી અને બેઠા.. દાદા થી રહેવાયું નહિ તો તેમણે પૂછી નાખ્યું કે,“સાઇબ શું થયું કંકુ અહીંયા જ હતી ને ...."ડૉ. શાહે પોતાના હળવા અને વેદના સાથે નાં આવાજ માં બોલ્યા,“હા..... એ અહીંયા જ હતા,બહુ યાદ કરતા તમને, થોડી થોડી વારે કહેતા કે, બેટા તારા દાદા આવે તો મને મલાવ જે, એમને ઓછું દેખાય છે, એમનો હાથ પકડી ને લાવજે, અને છેલ્લે છેલ્લે એમણે તમારા માટે સાચવી રાખેલું કંગન આપ્યું અને કહ્યું કે આના ચશ્મા બનાવી ને તારા દાદા ને આપજે નહીતો એ છાપું નઈ વાંચી શકે ...... બસ આટલું કહી એમણે મારો અને હાથ હળવે થી છોડી દીધો અને ભગવાને એમને હળવેથી બોલાવી લીધા........” દાદા ને આ વાત નાં એકે એક શબ્દોએ ધારદાર તીર ની માફક એમના હૈયા ને સાવ ચીરી નાખ્યુ,પોતાના હૃદય નાં ચિથરા અંદર જ સાચવીને દાદા અંદર જ વિલાપ કરી રહ્યા હતા. એમને બાહ્ય રુપ પર તો કોઈ પણ પ્રકારના હાવભાવ દેખાતા ન હતા.દાદા સ્તબ્ધ તો નઈ પણ એક મરેલા મડદા જેવા થઈ ગયા, શ્વાસો એટલા ધીમા કે ખબર પણ નાં પડે,આંખોના ખૂણાઓ પાણીથી ભરેલા પણ એકેય ટીપુ નીચે નો પડે,વાત થયા પછી દાદા ની પાંપણો જે અડધી ખુલ્લી હતી તે અત્યારે ક્યારની એક પણ વાર ઝપક્યા વિના આખી ખુલ્લી હતી.દાદા એ કંઇક બોલવું હતું,પણ મોંમાં ધસી ગયેલા હોઠ ખુલે એમ નહતા,એમની આંખોમાં દરિયો ઉભરાતો હતો પણ પાંપણો ઝપકી ને એને રસ્તો દેવા રાજી નહતી.

છેવટે એમના ઉભરતા હૈયા માંથી એક બુંદ આંખોના પાળા તોડી ને ધીમે ધીમે હોઠ પાસે આવે એટલામાં તો દાદાના આવેલા નવચેતન સાથે એમને આંસુ લૂછી નાખ્યું.“હાલો...... સાઈબ .....”દાદાએ ભારે ઉભરતા અવાજે જવાની મંજૂરી માંગી. “અરે દાદા આ ચશ્મા...” ડૉ.શાહે અચકાતા આવાજ માં કીધું.“નાં નાં ... રહેવા દો, હવે એ કોઈ જરૂરિયાત વાળા ને આપી દેજો,,,”દાદા એ નિસવાર્થભાવે કીધું. ડૉ.કહ્યું,“દાદા આતો બાની નિશાની છે...”. “હા પણ સાઇબ.... એ ચસ્મા પેરી ને હું જ્યારે જ્યારે છાપું વાંચીશ ને ત્યારે મને એ છાપામાં સમાચાર નઈ એનું મોત દેખાશે,,,એની છેલ્લા શ્વાસ સુધીની મારા માટેની વેદના છલકાશે,મારાથી એને છેલ્લા સમયે પણ નાં મળી શકાયું એનું દુઃખ વિસ્તરાશે,,,,એ ચસ્મા લઈ ને મારી યાદોની અંદર હાલમાં જીવી રહેલી હસતી કાકું ને હું મારવા નથી માંગતો.અને સાઇબ આ મોતિયાને પણ હવે મોત હુંધી પોકવામાં વાર નઈ લાગે એટલે જલ્દી એનો ભેટો થશે,ત્યાં સુધી હું એને મારી અંદર માર.....બસ સાઇબ હું નીકળું,” આંખો માંથી દડ દડ પાડતા આંસુ સાથે દાદા હેમખેમ આટલું બોલી શક્યા.

અને ડૉ.શાહને પણ એમની છેલ્લી વાત એટલી લાગી આવી કે એ પણ કંઈ બોલવાની હાલત માં રહ્યા નહિ..પણ દાદા જેમ ઓફિસ માં આવ્યા હતા એમજ પાછા ગયા પણ ફરક એટલો હતો કે આવ્યા એનાથી ધીમી ગતિ અને હવે એમને ચાલવા માટે સહારા ની જરૂર પડી.........