એ રાત ના 10:30 Nidhi Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એ રાત ના 10:30






આજ ની આ સુપર ફાસ્ટ લાઈફ માં પોતાના માટે સમય
કાઢીને પળ વાર નિરાંત અનુભવવી એ પણ નસીબ ની વાત છે.સાંભળ્યુ છે મેં ને તમે બધાએ એ કે સમય કોઈ ની રાહ નથી જોતો એને રોકવો કે પકડવો એ ગજા બાર ની વાત છે પણ હા એને કેમ અને કોની સાથે માણવો એ એ અપડા હાથ ની વાત છે.

દિવસભર માં આપણાં સાથે કેટકેટલાંય સારા અને ખરાબ અનુભવો બન્યા હશે કેટલીય લાગણી ઓ વંટોળે ચડી હશે ને ન જાણે કેટલાય નવા લોકો ને મળવાનું થયું હશે ને કેટલા ને ભૂલી જવાનું પણ થયું હશે , પણ આ બધું જ જ્યારે એક સાથે મન અને મગજ માં વલોવાઈ ને એને જ્યારે ઠાલવાની જગ્યા ના મળે ને ત્યારે સાહેબ એ માણસ ને અંદર થી કોરી ખાઈ છે , ને વેર વિખેર કરી મૂકે છે.પણ પ્રશ્ન એ છે આ લાગણી ઓ ને ઠાલવવા કુડાદાની શોધવી કે એને સાચવવી ને વાગોળવા સંગ્રહાલય ? તમારો મંતવ્ય પણ કમેન્ટ માં જણાવજો જરૂર તમે શું પસંદ કરશો ?

હવે આ લાગણી ઓ ને કોને જાણવવી સાહેબ મિત્રો ને માતા પિતા ને ભાઈ બહેન ને કે પછી બીજા કોઇને ?બધા ના જીવનમાં કોઈ એક આવી વ્યક્તિ હોવી ખૂબ જ જરૂરી છે જેની સામે તમે મન ભરી ને વાત કરી શકો મન મૂકી ને રડી શકો ને હૈયા ને હાશકારો આપી શકો.

મારા પાસે પણ એક sweet heart છે , જે મને સાંભળે છે જેના માત્ર પાસે હોવાથી મારા ચહેરા પર અલગ જ મુસ્કુરાહત હોઈ છે.તો આમ તમે કઈ શકો કે એક લવ સ્ટોરી જ છે અમારા બંને ની પણ થોડી અલગ ,થોડી નઇ બોવ જ અલગ એને મળવું એ મારા માટે તો બોસ compulsory છે એને રોજ ની મારી ચટરપટર
સંભળાવ્યા સિવાય મને તો નીંદર ના આવે .એ સાક્ષી છે મારા જીવનની , મેં જીવેલી એક એક ક્ષણ ની , મારા જીવન માં આવેલ ને મળેલા દરેક વ્યક્તિ ની ને એની જોડે વિતાવેલા એ સારા નરસા દરેક એ દરેક પળો ની.
જી હા સાહેબ
" આ કોઈ જીવંત વ્યક્તિ નથી
પણ એના થઈ પણ વીશેષ મારી યાદો ને
જીવંત રાખતી મારી સખી છે .
એ બોલતી નથી કે નથી સલાહ આપતી
પણ હું જ્યારે લખું છું ત્યારે મગજ ને વિરામ આપે છે
ને મારા મન ના એ કાટ લાગી ગયેલા ને અવાજ કરતા
પુરજો માં શાંતિ નું ઓઇલ પુરે છે .
એ બીજુ કોઈ નથી પણ એજ મારી
ડાયારી છે જે મને પોતાના સાથે મળવા માટે સાથ આપે છે ."

. હા તો આ લવ સ્ટોરી છે મારી ને મારી ડાયરી ની , શુ જીવન માં જીવંત વ્યક્તી જ મહત્વ ધરાવે છે ?હા માન્યું કે નિર્જીવ વસ્તુ ઓ માં લાગણી નથી પરંતુ એ નથી માટે જ તો.આપણી લાગણી સાચવાઇ છે નઈતર તમે જ કો શું આજ કાલ લોકો લાગણી ઓ નો સંગહલાય છે કે ફૂડાપેટી ? પણ મને તો સંગ્રહાલય પસંદ છે જ્યાં મારી ભલે ને ગમે તેવી કડવી યાદો પણ સાચવી પડે તો મન માં સંકોચ વગર એને સાચવી શકુ.

હું પોતાની જોબ ને સ્ટડી બંને ને સાથે સાંભળતી સેલ્ફ ડિપેન્ડન્ટ છોકરી છું .લગભગ 2 વર્ષ પહેલા એક પ્રાઇવેટ કંપની જોડ માર્કેટિંગ મેનેજર તરીકે વર્ક શરૂ કર્યું હતું ને અમદાવાદ ના હાર્ડ એન્ડ ફાસ્ટ સીટી માં સાથે સાથે પી.એચ.ડી પણ જોઈન કરેલ અને મારો પરિવાર સુરેન્દ્રનગર .હજુ 10 દિવસ પહેલા આ પી.જી માટે નવો ફ્લેટ શોધી ને બધો સામાન આમાં ફેરવ્યો .માંડ માંડ બધું થાળે પડયું તું ને આ કોરોના મી કહેર એ માજા મુકી.
હું તો પી.જી માં રહેતી હતી એક કલીગ જોડે શહેર થી થોડે દુર એક ફ્લેટમાં રહેતા હતા .પણ એને કઇ કામ થી મેડીકલ ઇમરજન્સી ના લીધે 2 દિવસ એના વતન માં એના ઘરે જવાનુ થયેલું .એટલે સ્વભાવિક છે હું એકલી હતી 2 દિવસ થી .
જસ્ટ હું જમી ને એમ જ ફોન માં ટાઈમ પાસ કરતા કરતા શાંતિ થી ગેલેરીમાં માં બેઠી હતી. ત્યાં જ ફોન ની રિંગ વાગી જોયું તો પપ્પા નો કોલ હતો ને મેં જસ્ટ ફોન રિસીવ કર્યો , નેહા તે જોયું ન્યુઝ માં ? એમને ચિંતા કરતા કરતા પૂછ્યું .હા પપ્પા શુ થયું ? મેં પણ ગભરાટ સાથે પૂછ્યું.બેટા સંપૂર્ણ દેશ માં 21 દિવસ નું લોકડાઉન લાગી ગયું છે હવે તું શું કરીશ.મને પણ શોક લાગ્યો સાંભળી ને કે ઘર ની બાર પગ નથી મુકવાનો ને કોરોના નો આ કાળ મુખો ભય ને આ લોકડાઉન માં એકલી ફ્લેટ માં ફસાઈ જવાનો ભય મારા મગજ માં સાપ બની ને ડંખી રહ્યો હતો.ઘરે થી પણ બધા એટલી જ ચિંતા માં વાહન વ્યવહાર ઠપ જાઉં તો જાઉં ક્યાં ? કેમ શુ કરું ,કોને કવ કોને બોલાવું ? ને અહીં ના તો કોઈ ઓળખીતા છે ના તો કોઈ સંબધી ઓ .
બસ પછી ના છૂટકે કોઈ ઓપશન જ ના હતો એકલા રહેવા સિવાય . મન ને મનાવ્યું કે શું મોટી વાત છે રહી લેશું કોણ ખાઈ જસે ને શુ બગાડી લેશે ? જે થશે એ જોયું જશે ઘરે પણ કઈ દીધુ કોઈએ ખોટું ટેનશન લેવાની જરૂર નથી એમ પણ હું ક્યાં પહેલી વાર ઘર થી બાર રહું છું માટે સેજ પણ ગભરશો નહીં હું સાચવી લઈશ પોતાને .

એક દિવસ થયો બે દિવસ થયાં ને એક અઠવાડિયું પત્યું.શરૂઆત માં તો સારું લાગ્યુ કે ચાલો આ ભાગદોડ વાળી લાઈફ માંથી મુક્તિ મળી પણ પછી આજ આરામ ખૂંચવા મંડ્યો ચારો તરફ બસ નેગેટીવ વતાવરણ એક દિવસ પણ ઘરે ના ટકવા વાળા મારા જેવા ઘણા લોકો.હશે એનું શું હાલત થઈ હશે એ તમે સમજી જ શકો છો.હવે વારી આવી ફોન ની ટીવી તો મહોતમમાં પાસે હતું નહીં ફોન જ અમારો તો ભગવાન પણ આ કઈ ઉપરવાળો ભગવાન થોડી છે પણ હવે સાલું એ તો કેમેય સમજાઈ .10 દિવસ થયા ને ફોન આમ સામે મારવા દોડતો હોઈ એવું લાગતું.થોભો થોભો કહેવાનો મતલબ એમ કે એનાથી પણ હવે કાંટાળ્યા તા એમ.

આ સાલા પ્રાઇવેટ કંપની વાળા પણ મારા બેટા ખેલ કરી જાય આપી દીધું વર્ક ફ્રોમ હોમ .મેં કીધું ચાલ ને સારું થયું ખાલી દિમાગ શેતાન નું ઘર એના કરતાં તો સારું ને કામ એ વળગીએ .
એમ કરતાં કરતાં ધીમે ધીમે કામ શરૂ થતુ ગયું ને લોક ડાઉન વધતું ગયું.એ સવાર સવાર માં ઉઠો આંખ ના ખુલે ત્યાં બોસ ના ફોન આપના સ્વાગત માં સુર રેલાવતા હોઈ .નેહા વ્હોટ ઇસ ધિસ ?
હજુ પેલો મેઈલ નથી થયો ? આજે 10 વાગે મિટિંગ છે ? પ્રેસન્ટેશન રેડી છે ને ? જાત જાત ને ભાત ભાત ના કામ .ને લોકો ના મૅસેજ આવે શુ નેહા કેમ છે મજામાં માં ને .કંકોડો મજમાં એક એક ને એમ મનમાં ને મનમાં બે ત્રણ શબ્દો બોલવાનું મન થઇ સમજી જજો બોવ બધું ના કહેવાનું હોઈ પછી . બસ ઉઠો જાગો બોસ જોડે મિટિંગ કરો ને બસ કામ કામ ને. કામ .બે એટલુ કામ તો ઓફિસ શરૂ હતી ત્યારે પણ નઈ કર્યું આ કોરોના ના ટાઈમ માં પોઝિટિવિટી ને ક્યાં લેવા જવી , જ્યાં સુધી આ ત્રાસ દાયક નેગેટિવિટી જ મનમાં ભરાયેલી હોઈ ?


ચાલો અહીં તો.હજુ ઓફિસ નો ત્રાસ પણ હવે આ ઘરે થી જે ત્રાસ શરૂ થઈ એને ક્યાં બેઠાડવો મારે ? દિવસ માં ઓછા માં ઓછા 20 ફોન શુ થયું ? જામ્યું? દોર લોક કરજે , એકલી નીચે ના ઉતરીશ માન્યું ચાલો આ બરાબર પણ હવે આવી લગ્ન ના છોકરા જોવા ની વાત સિરિયસલી યાર સાહેબ મને જણાવો કે એ આ વાત મારે પર શુ રિએક્શન આપવું .એક તો મારા મમ્મી હરખ ઘેલા ને જીવન સાથી ડોટ કોમ.પર ચડાવી દીધો બાયો ડેટા કે એમ પણ પણ આજ કાલ ના છોકરાવો આમ ઓનલાઇન જ વાત કરે છે ને નેહા ના પપ્પા પણ ઘરે જ છે પૂરતો ટાઇમ છે તો લાભ લઈએ એટલે રોજ કોઈ ને કોઈ છોકરા જોડે આમ ઓનલાઇન મિટિંગ ફિક્સ કરે.

હવે સાહેબ લગ્ન નો મૂળ મારો વિચાર નોટો ને એક આ વર્ક નું ટેશન ઓછું હતું કે આ અલગ થી હે એટલે આવ્યો ગુસ્સો ને વાત કરી દીધી બંધ મમ્મી સાથે .હવે હવે શું આ ડિજિટલ પ્લેટફોર્મ સારું છે પણ સાહેબ જેટલો મેંટલ સ્ટ્રેસ મળે ને એની કોઈ હદ નથી.
અને મને પણ ક્યાં ખબર હતી કે એકલતા માં એટલો બધો સ્ટ્રેસ છુપાયેલો છે. હવે એ પણ બાકી હતું કે એ ને પણ દરવાજે દસ્તક દીધી .કામ માંડ માંડ પતે ત્યાં કઈ ને કઇ તેનશન ઉભું જ હોઈ .

કહેવું કોને ઘરે કરીએ તો મમ્મી એની રામાયણ શરૂ કરે ને ફરેન્ડ્સ ને ફોન લગાવીએ તો એ એનું ટેશનશ શરૂ કરે એટલે નક્કી કર્યું કે હવે કોઈએ ને કોલ જ નઈ લાગવા ના .બસ આમ જ કેટલો ટાઈમ કાઢ્યો .હવે એ ગુસ્સો પોતાના પર ઉતરતો એ ફ્લેટ માં જાણે હું એકલી કંઈક અલગ જ દુનિયામા ખોવાઈ ગઇ એવો અહેસાહ થતો, કોઈ ને મારી ફિકર નથી ને કોઈ ને મારી વાત સાંભળવી નથી બસ આવા જ વિચારો એ મન માં વંટોળ ઉભો કરી દીધો હતો હવે જો આ વંટોળ ચક્રવાત બને એટલી વાર હતી.

બોવ યાદ નથી પણ એ દિવસે હું બસ જમી ને ઉભી થઇ ખાલી ખીચડી ખાઈ લીધેલી એમ પણ એકલા વ્યક્તિ માટે શુ
તાંમ જામ કરવા માટે એવું જ કઈ ખાઈ લેતી. ને જામી ને બ્લેક કોફી પીવાની મને ટેવ તો 9 વાગેલા ને હું બસ મારી કોફી લઈ ને ગેલેરી માં આવી ને ચેર પર બેઠી .ત્યાં સામે પડેલું ટેબલ જે એટલા ટાઈમ થીં અહીં જ હતું પણ આજે ખબર નઈ એમાં સજાવેલા પોટ ને મેં શાંતિ થી જોયા ને ત્યાં બાજું ના જ ડ્રોવર માં મારી એક બોવ જૂની ડાયરી પર મારુ ઘ્યાન ગયું હા એ મારી જ હતી જ્યારે હું દસ માં માં હતી ત્યારે ફેરવેલ પર મેં મારા બધાંજ મિત્રો માટે કઈ ને કઈ લખેલું ને બધા ના ફોન નંબર ને એમની સિગ્નેચર લીધેલી એક યાદ માટે ને જ્યારે અહીં આવી ત્યારે એ પણ મારી બુક્સ જોડે લેતી આવેલી પણ એની સામે જોવાનો ટાઇમ કોને હતો..

આજે એ ખબર નઇ કદાચ 7 એક વર્ષ પછી એ મારી ડાયરી ને મેં ખોલી જ્યાં ખોલી ને ત્યાં જ એ 10 માં ધોરણ માં માં લખેલા બધા જ અનુભવો ને જોઈએ ને એ બધું જ કોઈ મુવી ની જેમ સામે દેખાવા લાગ્યું ને જે આનંદ થયો સાહેબ એ વર્ણવા માટે હું સક્ષમ નથી..મેં ના જાણે કેટલી ય વાર એ ડાયરી ને મારા ગળે લગાવી ને એને આમ કોઈ ખોવાઇ ગયેલું પોતાનું બાળક મળે.ને જે માતા ચુંબન કરે એ બસ એમ જ એને ચૂમવા લાગી .
ત્યાં હાથ માં મારી કલમ હતી ને મેં એ ડાયરી મુ પન્નુ ઉઠલાવ્યું જ્યાં કોરું પન્નુ આવ્યું.ને પ્રેમ થી હાથ લગાવ્યો ને મન માં
એજ ક્ષણે વિચાર આવ્યો કે કેમ ને હું મારા બધાજ અનુભવો ને રોજ ની યાદો ને આમ સંગ્રહીલઉ તો .ને બસ હજુ ઘડિયાળ સામે નજર ગઇ ને એ જમણી સાઈડ એ કોરા પન્ના માં એ દિવસ નો.ટાઈમ નોટ કર્યો જે હતો 10 ને 30 નો બસ પછી શુ આપડી કલમ તો જાય રમ રમાંટ. એ દિવસે કેટલા ટાઈમ પછી મન ને નિરાંત ની શાંતિ થઈ ને એક.દમ ચેન ની નિંદર.આવી .બસ પછી તો શું મારો રોજ નો નિત્યક્રમ બની ગયો એ 10:30 એટલે.મારો ને મારી ડાયરી નો ટાઈમ બાકી કોઈ નહીં ને સંગ મારી બ્લેક કોફી અમે 3એય એ મસ્ત બેથીએ અને એક એક વાતો એ ડાયરી ના પન્ના પર પ્રસરાતી જાય .એ પછી ગુસ્સો હોઈ કે પ્રેમ .મસ્તી હોઈકે બબાલ મજાક હોઈ કે શેતાની કે પછી બોસ હોઈ ક મમ્મી બધા જ એમાં લખતા જઈ.
બસ એ દિવસે વિતાવેલા એ મારી ડાયરી સાથેના એ બે કલાક થી મારી આખી લાઈફ બદલાઈ ગઈ જે સ્ટ્રેસ હતો એ ક્યાં ગાયબ થઈ ગયો એન હું ક્યારે એ પાછી હસ્તી ને ખુશ રહેતી નેહા બની ગઈ ખબર જ ના રઈ.ને ત્યાર થી અમારા વચ્ચે ની એ કનવર્ઝેશન હજુ અકબંધ છે.એક દિવસ પણ એવો નથી આવ્યો કે હું એને ના મળી હોઉં ને અમારી ગોષ્ઠિ.ના થઇ હોય ને જે આગળ પણ અકબંધ જ રહેશે .

તો જોયું ને ખાલી કોઈ ને માત્ર કહી દેવાથી થી પણ તમારી લાઇફ બદલાઈ જાય છે એના માટે કોઈના સલાહ કે સુચન.ની આવશ્યકતા નથી.જ્યારે મન શાંત થશે ને ત્યારે સલાહ પોતાનું મન જ સામેથી આપશે. એ ભલે નિર્જીવ છે પણ મારી એના જોડે જોડાયેલી લાગણી જીવંત છે.ને એ જ મારી લાગણી ઓ ની સંગ્રહાલય છે એને મળવા માટે મારે એને ફોન નથી કરવો પડતો ન તો સમય જોવો પડે છે કે જગ્યા .નથી એનો મૂડ જોઈ ને વાત કરવી પડે છે , જ્યારે હું ફ્રી ત્યારે એ પણ ફ્રી

બસ આમ જ.એના જોડે હું ક્યારે લાગણી થી જોડાઈ ગઈ ખબર જ ના રઈ .ને એ માં મારી સાથે થયેલી દરેક વાતો , ઘટના કે અનુભવોને એના એ પન્નામાં કંડારવું ને એને પ્રેમ થીં લખવું એ બસ complusory છે......અને હજુ પણ એ 10:30 નો ટાઈમ મારી અને મારી ડાયરી વચ્ચે અકબંધ છે...........