Surprise Birthday Gift Nainsi Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Surprise Birthday Gift

વરસાદની મોસમ છે એટલે ધીમો ધીમો વરસાદ તો ચાલુ જ હોય છે.

હું મારા બેડ પર સૂતી છું.મને વરસાદનો આછો આછો અવાજ સંભળાય છે,થોડી ઠંડી લાગે છે એટલે હું રજાઈ ઓઢીને સૂતી છું.હું હજુ ઊંઘમાં જ છું એટલે સૂતી જ છું.

ફૂલોની અને માટીની ખુશ્બુ આવતી હતી.હું જાગી અને થોડીવાર બેડ પર જ સુઈ રહી.

આજે મારો બર્થડે છે પણ મને સહેજેય ઇન્ટરેસ્ટ નથી.સુતા સુતા ફોન જોતી હતી તો હું સ્ટેટ્સ પર આવી ચૂકી હતી અને થોડા વિશિગ મેસેજ પણ હતા.મેં બધાને મારી સ્ટોરી પર મુકીને થેન્કયુ કહ્યું.

પછી હું બેડ પરથી નીચે ઉતરીને ત્રણ ડગલા ચાલી ત્યાં મારા પગમાં એક દોરી ખેંચાઈ ને તૂટી.હું હજુ જોઉં છું ત્યાં ઉપરથી મારા પર ફૂલો પડ્યા અને મારા ચહેરા પર એક મોટી સ્માઈલ આવી ગઈ.નક્કી મારી કમીની ફ્રેન્ડસ્ જ હોય આ કરવા વાળી.

પછી હું બ્રશ કરવા માટે બાથરૂમમાં ગઈ અને જેવું બારણું ખોલ્યું ત્યાં એક ફુગ્ગો ફૂટ્યો અને તેમાંથી પ્લાસ્ટિકની કલરફુલ જરી મારા પર પડી.

બાથરૂમના અરીસા પર લખ્યું હતું Wish you a Happy Birthday dear Ruchika 💐🤗🎉🌹🎂

વાહ..!ખૂબ જ સરસ સરપ્રાઈઝ આપી છે.હું વિચારતી વિચારતી બ્રશ કરી રહી પછી નાહવા માટે ગઈ.

નાહીને બહાર આવી ત્યાં તો મારો રૂમ એકદમ સ્વચ્છ થઈ ગયો.બધી વસ્તુઓ બરાબર ગોઠવાઈ ગઈ અને ડાઇનિંગ ટેબલ પર મારો બ્રેકફાસ્ટ પણ રેડી થઈને પડ્યો હતો એ પણ મારી ચોઇસનો જ.

બેડ પર એક મોટુ ગિફ્ટ બોક્સ પડ્યું હતું.મેં એ ગિફ્ટ ખોલી.અંદરથી એક વિશિગ કાર્ડ નીકળ્યું,મારી પસંદનો પરફ્યુમ અને ગોલ્ડન કલરનો પાર્ટીવેર ડ્રેસ હતો.મેં એ કાર્ડ ખોલ્યું.તેમાં મને વિશ કરીને લખ્યું હતું,

"આઈ હોપ તને મારી આ સરપ્રાઈઝ પસંદ આવી હશે પણ હું કોણ છું એ જાણવા માંગતી હશે તું.પણ ડોન્ટ વરી તું મને સારી રીતે જાણે છે એ પણ નાનપણથી.હું તારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટમાં પણ છું.તે મને સામેથી રિકવેસ્ટ મોકલેલી બટ મારે જે કહેવું છે એ સીધું જ કહી દવ છું હાલ.તારે મને જોવો હશે અને મારે તને તારા બર્થડેની ભેટ આપવી છે તો પાછળ એડ્રેસ લખ્યું છે. ત્યાં સાંજે ટાઇમમુજબ આવી જજે.અને મેં મોકલેલ ડ્રેસ પહેરીને આવીશ તો મને વધુ ગમશે.મેં જાતે પસંદ કર્યો છે.એ પણ કેટલીય દુકાનો અને મોલ ફરી ફરીને પૂરો એક દિવસનો ટાઈમ લગાવીને.આઈ હોપ તને પસંદ આવ્યો હશે."

મારી આંખોમાં ચમક અને ચહેરા પર સ્માઇલ આવી ગઈ.પણ આ બધું મારી ફ્રેન્ડસ્ એ નહીં પણ કોઈક બોય એ કર્યું છે એમ..!પણ કોણ હશે આ બધું કરવા વાળું..?

આ બધું કબાટમાં મૂકીને હું જોબ પર જવા માટે તૈયાર થઈ.બ્લેક કલરનો ડ્રેસ,લીપગ્લોસ,વોચ,બ્લેસલેટ,થોડો આછો આછો મેકઅપ અને પરફ્યુમ લગાવી હું ઘરેથી નીકળી.

રસ્તામાં મને વિચાર આવતા હતા કે કોણ હશે આ?ઇન્સ્ટા અને એફબી એકાઉન્ટ પ્રાઇવેટ છે એટલે અજાણ્યાને એન્ટ્રી પણ ના મળે.કોણ હશે એ...?

મારી એકટીવા પાર્ક કરી હું અંદર ગઈ અને.....

બુમ...💥! માય ગોડ..!હું શું જોઈરહી છું.

બધા ભેગા થઈને ઉભા છે અને બધા એકસાથે બોલ્યા...હેપી બર્થડે મિસ રુચિકા..!
સામે ટેબલ પર કેક પડી છે.મેં એ કટ કરી અને પછી એક નાની કીટી પાર્ટી થઈ ગઈ.થોડીવાર અમે બધાએ ડાન્સ પણ કર્યો અને પછી અમે અમારા કામે લાગી ગયા.

લંચ બ્રેકમાં હું મારા ઇન્સ્ટા અને એફબી ના ફોલોઅર્સ ચેક કરતી હતી પણ મને કોઈ ખાસ નજરે ના ચડ્યું.સાંજે હું ઘરે ગઈ અને દરવાજો ખોલ્યો તો એક લેટર પડ્યો હતો.આઈ એમ સરપ્રાઈઝ અગેઇન.મારા ચહેરા પર સ્માઈલ આવી ગઈ.મેં તરત જ એ લેટર ખોલ્યો.તેમાં લખ્યું હતું,

"બ્લેક ડ્રેસમાં તું આજે વધુ સુંદર લાગતી હતી.પરફ્યુમની સ્મેલ તો ઘાયલ જ કરી દે છે.ઓફીસની પાર્ટીથી કદાચ તું સેટીસફાયડ હશો પણ હું કોણ છું એ જાણવા માટે તું પણ એક્સાઇટેડ હશો જ એટલે સાંજે તું જરૂર આવીશ મને ખબર છે.સાંજે ટાઇમમુજબ તને લેવા માટે ગુલઝાર હોટલની કાર આવશે.જોડે રિના પણ હશે બટ ડોન્ટ વરી એ માત્ર હોટલ સુધી જ આવશે."

પછી મેં રીનાને ફોન કર્યો પણ સ્વીચઓફ.નક્કી આ કોઈક જાણીતું જ 1.હું ખુશ હતી આ સરપ્રાઈઝથી પણ કોણ હશે આ બધું કરવા વાળું.?હું આ જાણવા માટે ખુબ એક્સાઇટેડ છું.

સાંજના સાત વાગ્યા.હું કન્ફ્યુઝ છું.જાવ કે ન જાવ.?

મે બે ચિઠ્ઠી બનાવી.એકમાં લખ્યું યસ અને બીજામાં લખ્યુ નો.પછી આંખ બંધ કરી મારા ગોડ તરફ હલાવીને મૂકી.મારે એક ચિઠ્ઠી ચોઇસ કરવાની હતી એ પણ જે ગોડની નજર હોય એ જ.

મે ચિઠ્ઠી ઉઠાવી અને જોયું તો...

આઈ એમ સો હેપી..!તેમાં નો લખેલું નહોતું પણ યસ લખ્યું હતું.હા...હું જવા માંગતી જ હતી પણ થોડી કન્ફ્યુઝ હતી.

જવામાં કોઈ તકલીફ તો નહોતી કેમ કે તે સોશિયલ એકાઉન્ટસ્ માં છે એટલે જાણીતો જ હશે અને રીનાનો પણ કોન્ટેક છે તેને એટલે ડેફીનેટલી જાણીતો જ છે

મે ફટાફટ તેણે મોકલેલો ડ્રેસ પહેર્યો.લિપસ્ટિક,આઈલાઈનર,મેકઅપ,ડ્રેસને શુટેડ વોચ,બ્લેસલેટ અને તેણે મોકલેલો ઓસમ નો પરફ્યુમ લગાવી હું રેડી થઈ હતી ત્યાં બહાર એક કારના હોર્નનો અવાજ સંભળાયો.

જોવા માટે મે બારી ખોલી તો હોટલ ગુલઝારની કાર હતી.તેમાંથી રિના બહાર નીકળી અને ફોન કરી રહી હતી.

મારા ફોનની રિંગ વાગી.રિના નો જ કોલ હતો.પછી હું ફટાફટ સેન્ડલ પહેરી,પર્સ લઈને બહાર નીકળી અને કારમાં બેસી.

અંદર બેસ્યા એટલે ગાડી આગળ ચાલી અને મે રીનાને પૂછ્યું તને ખબર છે આ બધી?તેણે હકારમાં માથું હલાવ્યું.

મે પૂછ્યું કોણ છે એ?તેણે મોં તરફથી આંગળી ખેંચી અને બે હાથ જોડી ઇશારામાં કહ્યું મૌનવ્રત છે મારે..!

અરે..ભગવાન..!

તેણે મને ઇશારામાં કહ્યું,"મસ્ત લાગે છો." મે તેની સામે ટોન્ટમાં સ્માઈલ કરી.અમે હોટલ પહોંચી ગયા એટલે એ તેનું એકટીવા પાર્કિંગમાંથી બહાર લઈ આવી.

મે કહ્યું, તું પણ ચાલ જોડે.તેણે નકારમાં માથું હલાવ્યું અને બેસ્ટ ઓફ લક નો ઈશારો કર્યો અને પછી તે જતી રહી.

હું અંદર ગઈ અને બેઠી.વિચારું છું કે કઈ રીતે હું તેને ઓળખીશ?ત્યા એક વેટર મારી પાસે આવ્યો અને કહ્યું,"એક્સકયુઝ મી ! તમે મારી જોડે ચાલો.તમારું ડેસ્ક અહીંયા નથી ત્યાં પાછળ બુક થયેલું છે."

પછી હું વેટરની પાછળ પાછળ ગઈ.તેણે કહ્યું,"આની પાછળ ગાર્ડન છે અને પછી હોલ છે ત્યાં તમારું ડેસ્ક છે."

એટલું કહીને તે જતો રહ્યો.હું બહાર ગાર્ડનમાં ગઈ તો ત્યાં અંધારું હતું.

જેવી હું આગળ વધી કે મારા પર લાઈટ થઈ અને આકાશમાં એક સાથે ત્રણ ચાર રોકેટ ફૂટ્યા.હું આગળ ચાલી એટલે મારી બંને બાજુની લાઈટો ચાલુ થઈ.નીચે જમીન પર ફલાવર થી મારુ નામ લખેલું હતું.

ઓબયસલી સવારે વરસાદ પડેલો એટલે થોડું ભીનું હતું.મારા ચહેરા પર એક મોટી સ્માઈલ આવી ચૂકી હતી,મારી હાર્ટબીટ વધી ગઈ.

હું ખૂબ જ એક્સાઇટેડ હતી જાણવા માટે કે આટલી મોટી અને મોંઘી ફાઈવસ્ટાર હોટલમાં આટલો બધો ખર્ચો કરી મારો બર્થડે આટલો સ્પેશિયલ બનાવવા વાળું આખરે છે કોણ..?

હું ગાર્ડનમાંથી સીધી હોટલના હોલ તરફ ગઈ જ્યાં રસ્તો જતો હતો.સીડી ચડી અને હોલનો ડોર ખોલ્યો.

અંદર અંધારું હતું હું અંદર ગઈ અને ફરી મારા પર લાઈટનો પ્રકાશ પડ્યો અને પછી આખા હોલની લાઇટ્સ ચાલુ થઈ અને મારી એ જિજ્ઞાસા નો અંત આવ્યો.મારે જે વ્યક્તિને જોવી હતી એ વ્યક્તિ મારી નજર સામે હતી.

આઈ એમ સો...સો..એન્ડ સો..મચ હેપી બિકોઝ આ બધું કરવા વાળું બીજું કોઈ નહી માય લવ એન્ડ માય સ્વીટહાર્ટ નિખિલ હતો.

હું અને નિખિલ જોડે ભણેલા અને જોડે જ બાળપન વિતાવેલું.અમે ખૂબ લડતા ઝગડતા પણ ફરી પાછા ભેગા થઈ જતા.હું એને પસંદ તો કરતી જ હતી પણ કહી નહોતી શકતી.આડકતરી રીતે કહેલું પણ એ વખતે મગજ સમજે નહીં.પછી મને જોબ મળી એટલે હું અહી આવતી રહી.હું એક પળ માટે મારા ભૂતકાળમાં ખોવાઈ ગઈ.

હું હજુ ડોર પાસે જ ઉભી હતી.નિખિલ મારી સામે આવતો હતો હું પણ તેની સામે ચાલી.બંને એકબીજાની સામે સામે આવી ઉભા રહ્યા.

હું તેની સામે જોઈ થોડી શરમાઈ ને હસી.તેણે મને પૂછ્યું,"તો કેવી લાગી મારી સરપ્રાઈઝ.?"

"બહુ જ મસ્ત લાગી.મને તો વિચાર પણ નહોતો કે તું આ બધું કરીશ."

નિખિલે મારો હાથ પકડ્યો અને આગળ ટેબલ પાસે લઈ ગયો અને બોલ્યો, "હા..હા..,તને ક્યાંથી વિચાર હોય કે આ મેં કર્યું હશે.તું તો મને મહેસાણામાં જ મુકીને આવતી રહી હતી.જોબ શું મળી તું તો મને ભૂલી જ ગઈ."

"હા..એ તો વર્કલોડ..."

મને રોકતા એ બોલ્યો," ચૂપ...!આજે તારો બર્થડે છે.ખૂબ સ્પેશિયલ હોય છે બધા માટે આ દિવસ.મેં આજે તને સરપ્રાઈઝ આપી અને હજુ એક સરપ્રાઈઝ આપવા માંગુ છું પણ પહેલા તું કેક કટ કરી લે..!"

"બીજા કોઈ ફ્રેન્ડ નથી આવ્યા?"

"ના,એ લોકોને કામ હતું એટલે ન આવ્યા પણ હું આવ્યો રજા મૂકીને."

પછી મે કેક કટ કરી અને નિખિલને ખવડાવી પછી નિખિલે મને ખવડાવી.

નિખિલ:- આઈ વોન્ટ ટૂ ટેલ યુ સમથિંગ.

"બોલ"

"તને ખોટું તો નહીં લાગે ને..?"

"ના"

નિખિલ નીચે ઘૂંટણ પર બેઠો અને રિંગ મારા તરફ પકડીને બોલ્યો,"આઈ લવ યુ.વિલ યુ મેરી મી..?"

હું તો સ્તબ્ધ જ થઈ ગઈ.મને તો વિશ્વાસ જ નહોતો આવતો કે નિખિલ પણ મને પ્રેમ કરે છે.હું તેને ચાહતી તો હતી જ પણ કહી નહોતી શકતી.મારા મનની વાત તેણે કહી દીધી.

મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું,"આઈ એમ ઓલસો લવ યુ."હું તેને ભેટી પડી.

પછી મેં અને નિખિલે કપલ ડાન્સ પણ કર્યો પણ મને ભૂખ લાગી હતી.મેં તેને કહ્યું,"મને ભૂખ લાગી છે.ચાલ ને રેસ્ટોરન્ટમાં જઈએ."

"ચાલ"

તે મારો હાથ પકડી રેસ્ટોરન્ટ માં લઈ ગયો.અમે ત્યાં અંદર ગયા.

આઈ એમ સરપ્રાઈઝ અગેઇન.મારા બધા કમીના ફ્રેન્ડ હતા.રિના,પાયલ,દીક્ષિતા, આદિ,આશિષ,દીપેશ,ધ્યાન...

બધાને આ પ્લેનની ખબર હતી.રાતે મારા ઘરમાં ઘૂસવામાં મદદ પણ આ લોકોની જ હતી.ઓફિસમાં પાર્ટી રાખવાનો પ્લાન પણ આશિષ અને ધ્યાનનો જ હતો.

થેન્ક યુ ગોડ આવા સારા ફ્રેન્ડ આપવા માટે અને મારો બર્થડે આટલો સ્પેશિયલ બનાવવા માટે.

પછી તો અમે લોકો જોડે બેસીને જમ્યા,ડાન્સ કર્યો.રાતે અગિયાર વાગ્યા સુધી પાર્ટી એન્જોય કરી અને પછી અમે બધા હોટલથી પોત પોતાના ઘરે ગયા.હું તો ઘરે ગઈ અને બેડ પર હસતા હસતા સુઈ ગઈ.

આ મારો પહેલો સેલિબ્રેટ થયેલો બર્થડે છે અને મારી પહેલી મોંઘી મળેલી મારી ભેટ મારો નિખિલ.