Wandering soul books and stories free download online pdf in Gujarati

ભટકતી આત્મા

લેખક:- પ્રજાપતિ નિહાર " નીર "

( આ વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે અને આ વાર્તાના ફક્ત પાત્રના નામમાં જ ફેરફાર કરવામાં આવ્યો છે. )


ભવ્યની મમ્મી :- સાંભળ્યું ભવ્યના પપ્પા જમી લો.જમવાનું તૈયાર છે.

ભવ્યના પપ્પા ખાઈને જેવા ઊભા થયા તરત જ ભવ્યની મમ્મીએ કહ્યું:- તમે તો હવે ભૂલકણા થઈ ગયા છો.

ભવ્યનાં પપ્પા:- શું થયું? કહે તો ખરી...

ભવ્યની મમ્મી:- કાલે ભવ્ય ની ફી ભરવાની છે.તમને દસ દિવસથી કહું છું પણ અમારી વાત તો કોણ સંભાળે?

ભવ્યનાં પપ્પા:- આજે જ મારા મિત્ર હરેશનો ફોન આવ્યો હતો.હું હમણાં જ જમીને આપણાં 25000 ₹ લેવા જાઉં છું.

ભવ્યની મમ્મી:- આટલી રાત્રે? કાલે સવારે શાંતિથી જજો.

ભવ્યનાં પપ્પા:- કેવી રીતે શાંતિથી જાઉં ? આખો દિવસ તારી કચ કચ સાંભળીને મગજ ફરી ગયું છે મારું.

ભવ્યની મમ્મી:- હા, તો તેમાં શું નવાઈ છે.બધા ઘરના બૈરાં તો પોતાના પતિ પર કચ કચ કરશે જ ને વળી....!! આખો દિવસ લોહી પી જતા હોય છે.

ભવ્યનાં પપ્પા:- શું કીધું? એટલે હું તારું લોહી પીવું છું.

ભવ્યની મમ્મી:- હા, જ તો વળી ....

ભવ્યનાં પપ્પા:- હવે પગાર આવે એમાં 50 % ના બદલે ખાલી 20% જ મળશે.

ભવ્યની મમ્મી:- ના, એવું ન કરતાં.હું તો ખાલી મજાક કરતી હતી.😂😂

ભવ્યનાં પપ્પા :- હા... હવે કદી આવું મજાક ન કરતી.નહિ તો સાચામાં 20% ₹ આપીશ.

ભવ્યનાં પપ્પા :- ચાલ..હવે હું જાઉં છું.


ભવ્યનાં પપ્પા એટલે મુકેશભાઈ પૈસા લેવા મોટરસાઇકલ લઈને નીકળી પડે છે.હરેશભાઈનું ઘરએ કામલીમાં આવેલ છે.જ્યારે મુકેશભાઈએ ઊંઝાના રહેવાસી હોય છે. કામલી એ ઊંઝાથી 6,7 કિમી જેટલું દૂર આવેલું હોય છે.રાત્રીના લગભગ 8:30 વાગ્યા હતા.દિવાળી પછીનો સમય હતો એટલે સ્વભાવિક વસ્તુ છે કે શિયાળો હશે.શિયાળાની ઋતુનાં કારણે અંધારું પણ વહેલા થઈ જતું અને રોડ પર અવર - જવર પણ ઓછી હતી.

મુકેશભાઈ રસ્તા પર જતા જતા વિચારવા લાગ્યા કે આ હરેશ પણ કેવો છે? જ્યારે હરેશની પત્ની બીમાર હતી ત્યારે મેં તેને ₹25000ની મદદ કરી હતી અને હું તેને દસ દિવસથી કહું છું કે મારે ભવ્ય ની ફી ભરવાની છે તો પણ તેણે હજુ સુધી મારા રૂપિયા ( ₹ ) પાછા આપ્યા નહિ.નહિ તો મારે આટલી રાત્રે રૂપિયા ( ₹ )લેવા આવું જ ન પડત.
થોડાક જ સમયમાં મુકેશભાઈ તેનાં મિત્ર હરેશનાં ઘરે પહોંચી ગયા.મુકેશભાઈ ધરમાં પ્રવેશ્યા.મુકેશભાઈ બોલ્યા: કેમ છે હરેશ? બધાં મજામાં છે ને.હા....હા.....બધા મજામાં છે.અલ્યા..... મુકેશ તું કેટલા દિવસે મારા ઘરે આવ્યો અને તેમાં પણ એકલો આવ્યો.ભાભીને લઈને ન અવાય.

મુકેશભાઈ :- હા, આવીશું કોઈક દિવસ.હમણાં તો ભવ્યની કોલેજ શરૂ છે એટલે.તેનું વેકેશન પડશે ત્યારે જરૂર આવીશું.

હરેશભાઈ :- સારું.....

હરેશભાઈ :- મુકેશભાઈ જમી લો.... ભોજન તૈયાર જ છે.

મુકેશભાઈ :- ના,હરેશ હું જમીને જ આવ્યો છું.

હરેશભાઈ:- ચા, તો પીવી જ પડશે.શિયાળામાં ચા પીવાનો કોઈક અલગ જ મજા છે.

મુકેશભાઈ :- ખરી વાત છે તમારી.શિયાળામાં ચા પીવાનો અલગ જ મજા છે.

મુકેશભાઈ અને હરેશ બંને વાતો કરતા કરતા કડક મસાલેદાર ગરમ ગરમ ચા ☕☕પીવે છે.મુકેશભાઈ બોલ્યા: હરેશ હું જે કામ માટે આવ્યો હતો તેની વાત કરીએ.મુકેશ બોલ્યો મારા રૂપિયા ( ₹ )પરત આપી દે જલદી એટલે હું ઘરે જાઉં.ઘડિયાળ સામે તો જો 9:15 થઈ ગયા છે.હરેશ બોલ્યો મુકેશ એક વાત કહું. મારે રૂપિયા ( ₹ )નો મેળ પડતો ન હતો એટલે મે મારા સાળા પાસે રૂપિયા ( ₹ )માગ્યાં હતા.તે થોડીક વારમાં રૂપિયા ( ₹ ) લઈને આવતો જ હશે.તું થોડીક જ સમય માટે બેસી રહે.તે ક્યારથી એ અમદાવાદથી નીકળી ગયો છે.

મુકેશભાઈ :- હા, થોડીક વારમાં તો આવતો રહેશે ને...

હરેશભાઈ :- હા , આવતો રહેશે...

બંને મિત્રો પોતાના બાળપણની વાતો કરતા કરતા યાદોમાં ખોવાઈ ગયા.રાત્રીના 10:00 વાગી ગયા પણ હરેશભાઈનો સાળો હજી સુધી આવ્યો નહિ.મુકેશભાઈ ને લાગ્યું કઈંક તો લોચા છે એટલે તેમણે હરેશને કહ્યું: હરેશભાઈ બધું બરાબર છે ને......હરેશભાઈ : હા..હા... બધું બરાબર જ છે.હું તેને ફોન કરી પૂછું.......

હરેશભાઈ :- હલો.....હિતેન

હિતેન :- હા, બોલો બનેવી

હરેશભાઈ :- તું ક્યાં પહોંચ્યો?

હિતેન :- હું કલોલ અને મહેસાણા વચ્ચે જ છું. રીયલ માં મારી ગાડીનું પંચર થઈ ગયું છે.

હરેશભાઈ :- પણ...તું તો તારી ગાડીમાં સામાનની પેટી રાખે છે ને.....

હિતેન :- હા, હું રાખું છું.મારી પાસે અત્યારે ટાયર પણ છે.પણ જેક પેલી પેટીમાં રહી ગયો અને વધુ સમાન હોવાને કારણે પેટી હું ઘરે જ ભૂલી ગયો.

હરેશભાઈ:- ગેરેજની દુકાન હોય તો જલદી ટાયર બદલાઈ દે.

હિતેન :- મેં ટાયર પણ બદલાઈ દીધું છે અને રસ્તામાં જ છું.થોડીક વારમાં પહોંચી જઈશ.

હરેશભાઈ :- હા સારું....ફોન મૂકું છું.

હરેશ અને મુકેશ બંને પાછા પોતાના બાળપણની વાતો કરવા માંડયા.વાતો વાતોમાં 11:15 થઈ ગયા પણ હિતેન આવ્યો નહિ .મુકેશે કહ્યું હરેશ તું હિતેન ને ફરીથી ફોન કરને......

હરેશભાઈ :- હમણાં આવતો જ હશે.

11:30 થયા અને હિતેન આવ્યો.પહેલાં તો હિતેન આવ્યો એટલે હરેશભાઈ ના પત્ની એટલે હસુમતી બહેને તેને બેસાડ્યો. હિતેનને પાણી આપ્યું.પછી શાંતીથી જે મુદ્દો હતો.તેનાં પર આવ્યા.હિતેનેં મુકેશભાઇ ને 25000₹ પરત આપ્યા.હિતેન,હરેશભાઈ અને મુકેશભાઈ ત્રણેય થોડી વાર વાતો કરી.મુકેશભાઇ એ કહ્યું ઓકે, હવે હું જાઉં છું.

હરેશભાઈ :- આટલી રાત્રે....ઘડિયાળમાં દેખ 12: 10 થઈ ગઈ છે.આજે અહીંયા જ સૂઈ જા.

મુકેશભાઈ :- ના, હવે ઘરે જવું જ પડશે.

હરેશભાઈ :- એવું છે તો... હિતેન તેને પોતાની ગાડીમાં મૂકી જાય.

મુકેશભાઈ :- ના, હું મારી મોટરસાયકલ લઈને આવ્યો છું અને કાલે ભવ્ય ની કોલેજમાં ફી ભરવા પણ જવાનું છે એટલે.....

હરેશભાઈ :- સારું..... પણ કોઈક દિવસ ભાભી અને ભવ્ય ને લઈને પણ અમારે ઘરે આવજો.

મુકેશભાઈ :- સારું...... આવીશું.ચાલો, હું જાઉં છું.

હરેશભાઈ :- સાચવીને જજો....

મુકેશભાઈ :- એ સારું......

મુકેશભાઈ પોતાની મોટરસાયકલ લઈને પાછા પોતાના ઘર તરફ જાય છે.મુકેશભાઇ કામલીથી થોડે દૂર પહોંચી ગયા હતા.અચાનક મુકેશભાઇ ની મોટરસાયકલ બંધ પડી ગઈ.મુકેશભાઇ એ ટાંકીમાં જોયું તો ટાંકીમાં પેટ્રોલ પણ હતું.પણ સાલું શા માટે મોટરસાયકલ ચાલુ નથી થતી.લાગે છે પ્લગમાં કચરો ભરાઈ ગયો છે.આટલા અંધારામાં પ્લગ પણ કેવી રીતે કાઢવો.ચાલ દોરીને જ લઈ જાઉં.

એકદમ અંધારું હતું.મુકેશભાઇ પાસે લાઈટ પણ ન હતી. મોટરસાયકલ બંધ પડી ગઈ એટલે સ્વાભાવિક છે કે તેની લાઈટ પણ બંધ પડી ગઈ.તેટલા માં જ એક વિશાળ વડ આવ્યું.કેટલા લોકો પાસે જાણવા તો મળેલું કે તે વડ પાસે પ્રેત રહે છે.મુકેશભાઇ જેવા વડ આગળ પહોંચ્યા તરત જ ત્યાં તેમણે એક ભાઈ દેખ્યો.તે ભાઈનું રૂપ ડરવાનું હતું.

તે ભાઈ એ કાળા કલરનું શર્ટ, કાળા કલર નું પેન્ટ પહેર્યું હતું અને ચહેરો થોડો શ્યામ હતો.મુકેશભાઇ એ વિચાર્યું આટલી રાત્રે આ વ્યક્તિ કોણ છે?મુકેશભાઇ ને લાગ્યું આ પ્રેત હશે?કારણ કે તે ભાઈ ના દેખાવ સ્વરૂપે તેમના પાસે કોઈ સાધન ન હતું.હાથમાં લાઇટની બત્તી પણ ન હતી.પણ મુકેશભાઈ એ ડર્યા વગર તે ભાઈ ને પૂછ્યું: અલ્યા!! ભાઈ તું આટલી રાત્રે અહીંયા શું કરે છે.
પેલો ભાઈ બોલ્યો કંઇ નહીં.મુકેશભાઇ ને થોડો થોડો ડર લાગ્યો.તરત જ મુકેશભાઈ ના પગ જમીન સાથે જોટી ગયા હોય તેવો અહેસાસ થયો.મુકેશભાઇ ને સનાતન ડર લાગ્યો.આવી ઘટના કોઈ મનુષ્ય ન કરી શકે.મુકેશભાઇ એ તેને ફરીથી પૂછ્યું : ભાઈ તું ક્યાં રહે છે?પેલા ભાઈ એ જવાબ આપ્યો.બસ...હું અહીંયા જ રહું છું.મુકેશભાઇ તો મનોમન હનુમાન ચાલીસા નો પાઠ કરવા માંડયા.

મુકેશભાઈ એ કહ્યું ચાલો ભાઈ.....એમ કહી મુકેશભાઈ એ પગ ઉપાડ્યો અને અચાનક તેમનો પગ જમીન થી છૂટો પડી ગયો.મુકેશભાઇ એ પાછળ દેખ્યા વગર ચાલવા માંડયા.થોડાક દૂર જતાં મુકેશભાઈ એ એક વાર ફરી પોતાની મોટરસાયકલ ચાલુ કરવાનું વિચાર્યું.તેમને કિક મારી અને તેમની મોટરસાયકલ ચાલુ થઈ ગઈ.મુકેશભાઇ ને કઈ સમજણ ન પડી. તેમણે કઈ વિચાર્યા વગર ચલાવા માંડયા.ઘરે જઈને તે સૂઈ ગયા.

બીજા દિવસે :-

મુકેશભાઈ એ ભવ્યની મમ્મીને રાત્રીની ઘટના કહી. ભવ્યની મમ્મી એ મુકેશભાઇ ને કહ્યું કે તમે કાલે ગુસ્સામાં અને ગુસ્સામાં દેખ્યું જ નહિ કે કાલે અમાવસની રાત હતી.મુકેશભાઇ એ કહ્યું : હા, તે તો મે દેખ્યું જ નહી. ભવ્યની મમ્મી એ કહ્યું દર અમાવાસની રાત્રે આવી કઈક ઘટના તો ઘટે જ છે. પછી મુકેશભાઈ અને ભવ્ય તેની સ્કૂલમાં ફી ભરવા ગયા.


( આ ઘટના એ સત્ય છે જે મારા પિતા સાથે 20 વર્ષ પહેલાં ઘટેલી છે જ્યારે મારો જન્મ પણ થયો ન હતો.મારા પિતાએ આ વાત મને કહી હતી તે વાતને મેં તમારા સામે રજૂ કરવા ઈચ્છી છે.)

( જો તમારા માંથી કોઈ વ્યક્તિ ઊંઝા કે કામલી નું હોય તો ઉંઝાથી કામલી જતા અથવા કામલીથી ઊંઝા આવતાં તે વડને જરૂર દેખશો. ) અને હા, જો તે વડ આગળ તમારી આવી કોઈ ઘટના બની હોય તો પ્રતિભાવમાં જરૂર જણાવશો.

🙏 ધન્યવાદ 🙏

~ Written by Nihar

બીજા રસપ્રદ વિકલ્પો