31 ડિસેમ્બરની તે રાત - 17 Urvil Gor દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

31 ડિસેમ્બરની તે રાત - 17

" લ્યુક ...શું લાગે છે? આટલી બાબત જાણ્યા બાદ?" વિરલ સાહેબે લ્યુકને સંસ્થાના પાર્કિંગમાં પાર્ક કરેલી તેમની ગાડી તરફ ચાલતા ચાલતા પૂછ્યું.

" મને તો લાગે છે સર કેસ થોડો ગુંચવણ ભર્યો બનશે પરંતુ તમારા પર વિશ્વાસ છે... આ કેસ ઝડપથી જ સોલ્વ થઈ જશે. "

" એક કામ કરીએ નીરજ , જૉન અને રાહુલ ત્રણેયને પોલીસ સ્ટેશનમાં બોલાવી લઈએ અને જૉનને કહી દે કે તે ટ્રીપના તમામ ફોટા સાથે લઈને આવે તેના લેપટોપમાં. "

બંને ગાડીમાં બેસી પોલીસ સ્ટેશન પહોંચ્યા. લગભગ સાંજના પાંચ વાગી ગયા હતા.

ત્યાંજ લેન લાઈનની રીંગ વાગી.

" જય હિંદ વિરલ... કમિશનર હિયર..." સામેથી કમિશનર સાહેબનો ફોન હતો.

"જય હિંદ સર..."

"કેટલે પહોંચ્યો કેસ? મુખ્ય મંત્રી તેમજ રામજીભાઈ ચૌહાણનો ફોન આવ્યો હતો. હવે લાંબા સમય સુધી જૈમિન ચૌહાણને કસ્ટડીમાં નાં રાખી શકાય"

"સર હજુ તો અમે કેસની મધ્યમાં પહોંચ્યા છીએ પરંતુ બેલ પર તેને મુક્ત કરી શકતા હોય તો મને વાંધો નથી પણ શહેર છોડી ક્યાંય નહીં જવા દઉં."

"ઓકે...ઝડપથી કેસ સોલ્વ કરો અથવા આત્મહત્યા બતાવી બંધ કરો..."

"નો સર... વી વિલ સોલ્વ ધીઝ..."

" ઓકે જય હિંદ"

"જય હિંદ સર..." આટલી વાત કરી વિરલ સાહેબે ફોન મૂક્યો.

******************************

" આ કેશવના સ્કાય બ્લુ એપાર્ટમેન્ટની તેમજ સામેની દુકાનો તેમજ સામેના ફ્લેટ અને આજુબાજુની દુકાનોના સી. સી.ટીવી કેમેરાની ફૂટેજ છે...જેમાંથી અમુક દુકાનોના કેમેરા બંધ છે પણ અમુક કેમેરામાંથી ઉપયોગી થાય તેવી ફૂટેજ હાથ લાગી છે..." રાવ જે હેડ કોન્સ્ટેબલ છે તે વિરલ સાહેબના કેબિનમાં આવીને તેમને લેપટોપમાં ફૂટેજ બતાવતા કહ્યું.

" ઓહ...લાવો જોઈએ"

વિરલ સાહેબ અને રાવ બંને ધ્યાન પૂર્વક ફૂટેજ જોઈ રહ્યા હતા.

"એ..એક મિનિટ બેક કર...હજુ થોડુ...થોડુ ફોરવર્ડ.... બસ પોઝ" વિરલ સાહેબે પોતાની ભૂરી આંખોથી ફૂટેજમાં કંઇક પકડી પાડ્યું.

" આ વ્યક્તિ એક દિવસની ફૂટેજ પહેલા પણ અહીંયા આવીને ઊભો હતો... સી અને તેજ વખતે કેશવ ઘરેથી ઓફિસ જવા નીકળે છે...આવું ત્રણ વખત થયું. "

" યસ સર...યુ આર રાઈટ... મેં પણ આ નોટીસ કર્યું"

" આગળની દુકાનોના ફૂટેજ ચેક કરી આ વ્યક્તિની શોધખોળ શરૂ કરાવો અને અને હું આ ફૂટેજ જોઈ લઉં છું ત્યાં સુધી કેશવના ઓફિસ જઈ તેના કલીગ સાથે પૂછ-પરછ કરો અને કંઇક માહિતી મેળવો ઝડપથી...."

"ઓકે સર..."

જ્યારે આવી કોઈ ઘટના થાય ત્યારે જ ફલેટના સી. સી. ટીવી કેમેરા ખરાબ થઈ જાય. સ્કાય બ્લુ એપાર્ટમેન્ટના મોટાભાગના કેમેરા બગડેલા હતા ફક્ત ટેરેસ પર જવાનો અને ફર્સ્ટ અને સેવન ફ્લોરના જ કેમેરા ચાલુ હતા જ્યારે કેશવ નવમાં માળે રહેતો હતો અને ફ્લેટ દસ માળનો હતો.

વિરલ સાહેબ ખૂબ ધ્યાન પૂર્વક ફૂટેજ જોઈ રહ્યા હતા અને જરૂરી માહિતી નોટ કરી રહ્યા હતા.

તેમને સ્કાય બ્લુ એપાર્ટમેન્ટના ટેરેસ પર જવાનો ફ્લોર એટલે દસમાં માળે લગાવેલા કેમેરામાં એક વ્યક્તિ ઘટનાની રાતે એટલે 31 ડિસેમ્બર 2013 એ લગભગ રાતના નવ વાગ્યાની આસપાસ એક બ્લેક કલરનું ટોપીવાળુ જેકેટ પહેરી ફલેટના ટેરેસ પરથી નીચે આવતા દેખાઈ રહ્યો હતો એટલે કે દસમાં માળેથી નવમાં માળે પણ કેશવના ફ્લોરનો કેમેરો ખરાબ હતો તેથી કહી નાં શકાય કે તે જેકેટવાળી વ્યક્તિ કેશવના ફ્લોર પર ગઈ હતી કે નહીં.

ફૂટેજમાં ચોખ્ખું દેખાતું ન હતું કે તે યુવક છે કે યુવતી કારણ કે તેણે જેકેટની ટોપી માંથે નાખેલી હતી સાથે આખું મોઢું એક કપડાના માસ્કથી ઢંકાયેલું હતું.

થોડી વાર ફૂટેજ જોયા બાદ...

"આવું કેવી રીતે શક્ય છે?" વિરલ સાહેબે પોતાની જાતને કહેતા કહ્યું.

વિરલ સાહેબને તે 31 ડિસેમ્બરની રાતનું આખું ફૂટેજ જોયું પણ તેમને તે જેકેટવાળી વ્યક્તિ નાં તો ફલેટના નીચે ઊતરતી દેખાઈ અને નાં તો પાછી ટેરેસ પર જતી દેખાઈ તો તે વ્યક્તિ ગઈ ક્યાં?

વિરલ સાહેબને એક વાત હજુ ગુંચવણ ભરી લાગી કે તેમણે બે દિવસની સળંગ ફૂટેજ જોઈ પણ કોઈ વ્યક્તિ તે બે દિવસમાં ટેરેસ પર જતું નહતું દેખાયું, તો તે વ્યકિત ટેરેસ પર કેવી રીતે પહોંચ્યું અથવા તો કદાચ કોઈ ફલેટના અંદરની વ્યક્તિએ જ કેશવનું ખૂન કર્યું તો પણ ફલેટના ટેરેસ પર તે વ્યક્તિ પહોંચી કેવી રીતે?

આ રહસ્યમય ફૂટેજે વિરલ સાહેબને વિચારમાં મુકી દીધા.

અને બીજી એક વાત કે તે વ્યક્તિ ફલેટના નીચે આવી જ નથી તો એનો મતલબ એમ થયો કે તે વ્યક્તિ ફ્લેટમાં જ છે અથવા જેકેટ નીકાળી ફલેટમાંથી નીકળી ગયો.

આ અચાનક આવી પડેલા રહસ્યથી વિરલ સાહેબનું માથું ફાટવા લાગ્યું અને તેમણે બૂમ પાડી સામે કીટલીએથી ચા મંગાવી.

(ક્રમશ:)
- Urvil Gor