લગભગ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ તેઓ દહેરાદૂન પહોંચી ગયા હતા.
ઠંડી વધારે હતી પણ એક નવો અને જબરદસ્ત અનુભવ પણ હતો. ચારે બાજુ મુસાફરો જેકેટ,સ્વેટર શાલ, સ્કાફ વગેરે પહેરીને અવરજવર કરી રહ્યા હતા. એક શાનદાર પર્યટકોનું સ્થળ લાગી રહ્યું હતું.
રાજીવ સર : સૌપ્રથમ પહેલા આપણે કંઇક ચા , નાસ્તો વગેરે કરી લઈએ ત્યાર બાદ ટેક્સી મારફતે નક્કી કરેલી હોટેલ માટે આપણે નીકળીશું. ક્લીઅર?
બધાં મેમ્બર્સ તેમજ વિદ્યાર્થીઓએ હા.. માં હા.. પાડી અને બધા રેલવે સ્ટેશનની બહાર નીકળ્યા.
રેલ્વે સ્ટેશનની સામે એક મોટી ધાબા જેવી હોટેલ હતી જેની અંદર જાતજાતની જમવાની અને નાસ્તાની રમજટ જામી હતી અને તેમાં મુસાફરોની ભીડ જામેલી હતી.
આ બધા અંદર ગયા અને જગ્યા પસંદ કરી બેસી ગયા. બધાના મોઢાં પર એક અલગ જ ખુશી છલકી રહી હતી. ત્રણ વાગ્યા હતા એટલે કોઈને જમવાની ઈચ્છા ન હતી એટલે બધાએ પોતપોતાની મુજબ નાસ્તાનો ઓર્ડર આપ્યો.
જૉન દરેકના ટેબલે જઈ યાદગાર ક્ષણો પોતાના કેમેરામાં કેદ કરી રહ્યો હતો.
નાસ્તો આવી ગયો હતો. દરેક લોકો મઝા માણી રહ્યા હતા.
અચાનક કેશવના ફોનની રીંગ વાગી. કેશવે તેના ફોનમાં નામ જોતાજ ફોન કટ કરી દીધો. કદાચ કંપનીનો ફોન હોય પરંતુ થોડી સેકંડો પછી ફરીથી રીંગ વાગી.કંપની ક્યારે બીજી વાર કોલ ના કરે.
કેશવ કદાચ ફોન કરવાવાળા સાથે વાત કરવા નહતો માંગતો અને તેના મોઢાં પર પણ થોડો ડર દેખાતો હતો.
ત્રણ થી ચાર વાર ફોન કટ કરવાથી તેના ટેબલ પર બેઠેલા રાહુલ , નીરજ , જેસિકા , ઋતવી તેમજ જૉનને કંઇક મુંઝવણ લાગી. તેઓએ કેશવને વાત કરી લેવા કહ્યું.
કેશવ : અરે....કંઈ નહીં યાર...આતો મારી કંપનીવાળા છ દિવસની લીવ મુકી છે તો પણ કામ બાબતે ફોન કરે છે...
આટલું બોલતા ફરીથી રીંગ વાગી.
આ વખતે કેશવ ઉભો થઇ ફોન ઉપાડી ધાબાની બહાર નીકળ્યો અને સાઈડમાં એક ખૂણો પકડી હુડી જેકેટની ટોપી માથે ચઢાવી વાત કરવાનું શરૂ કર્યું.
***********************
કેશવની વાત લગભગ અડધો કલાક થવા આવ્યો છતાં પણ ચાલુ હતી. અંદરથી બધા નાસ્તો કરીને બહાર આવી ગયા હતા.
મોનિકા મેડમ કેશવને બૂમ પાડી પરંતુ તેણે ના સાંભળ્યું છેવટે મોનિકા મેડમ તેને બોલાવવા તેની પાસે જઈ રહ્યા હતા જે કેશવને ખ્યાલ ન હતો.
કેશવ : જો.... છેલ્લી વાર હું તને વોર્ન કરું છું...હવે મને એક પણ ફોન ના આવવો જોઈએ નહીંતર હું છેલ્લે પોલીસ કંપ્લઈન કરી દઈશ...
આટલું બોલતા પાછળથી મોનિકા મેડમ બોલ્યા
"શું...?કેશવ કંઈ પ્રોબ્લેમ છે? શેની કંપ્લઈન કરવાની વાત કરે છે?
" અરે...કંઈ નહીં આ જસ્ટ એક ફ્રેન્ડ છે તેની સાથે મજાક મસ્તી ચાલી રહી હતી..."
"એવરીથીંગ ઓલરાઈટ? " મોનિકા મેડમે તેને ફરી એક વાર પૂછતા કહ્યું.
"યસ મેડમ "
એટલામાં રાહુલ આવ્યો.
"અરે...ચલો યાર રાહ જોઈને ઊભા છે બધા હવે ટેક્સી મારફતે મસૂરી પહોંચીએ . હજુ દોઢ કલાક જેવું થશે. કમોન..."
કેશવે તરત ફોન બંધ કરી દીધો અને બધા ત્યાંથી નીકળી ગયા.
બધા ટેક્સીમાં સવાર હતા. વાતાવરણમાં વધારે ઠંડક પ્રસરી રહી હતી. પહાડી રસ્તાઓને કારણે દૂરથી જ ઊંચા ઊંચા પહાડો દેખાઈ રહ્યા હતા.
જૉનનો ફોટા પડવાનો સિલસિલો શરૂ જ હતો.
લગભગ સવા કલાક બાદ તેઓ મોલ રોડ , મસૂરી પહોંચી ગયા હતા. જ્યાંથી માત્ર ઊભા ઊભા જ એક સ્વર્ગ જેવો અનુભવ લઇ શકો તો વિચારો હજુ તો ફરવાનું બાકી હતું.
ટેકસીમાંથી ઉતરતા લોકોએ આળસ ખંખેરી અને પોતપોતાનો સામાન લઈ લીધો. તેમની પહેલેથી નક્કી કરેલી હોટેલ "ઓશિયન હોટેલ" તેમની સામેજ દેખાઈ રહી હતી.
હોટેલ પણ ખૂબ વિશાળ અને બહારથી અમુક જગ્યાએ કાંચથી ઢંકાયેલી હતી.
બધા સામાન લઈ હોટેલની અંદર દાખલ થયા. રિસિપ્સીનિસ્ટ પાસેથી રૂમની ચાવી લીધી અને પોત પોતાના રૂમમાં દાખલ થયા.
ગર્લ્સ એન્ડ બોયઝનો રૂમ અલગ અલગ હતો. એક રૂમમાં બે બોયઝ અને એક રૂમમાં બે ગર્લ્સ એવી રીતે વહેંચણી કરી હતી.
કેશવ અને રાહુલ એક રૂમમાં હતા જ્યારે જૉન અને નીરજ બીજા રૂમમાં.
**********************
"વૉટ અ સીન બ્રો....જો જબરદસ્ત " રાહુલે તેમના રૂમની બારી ખોલીને ત્યાં ઊભા ઊભા સામે દેખાતા ઊંચા પહાડ અને હોટેલ ઊંચી હતી તેથી ખરીદી કરવાનું માર્કેટ જોતા જોતા કહ્યું.
બરફ પણ ધીમે ધીમે પડવાનો શરૂ થઈ ગયો હતો.
કેશવ પણ બારી આગળ આવીને ઊભો રહ્યો.
"ખરેખર આ જ જોઈતું હતું...મઝા આવશે પૈસા વસૂલ છે " કેશવે રાહુલના ખભા પર હાથ મૂકી હસતા હસતા કહ્યું.
કેશવ: એક ફોટો લઈએ આ સીનનો
કેશવે પોતાનો ફોન બહાર કાઢ્યો અને કેમેરો ચાલુ કરી ફોટો ક્લિક કર્યો અને રાહુલને બતાવી રહ્યો હતો ત્યાંજ ફોનની રીંગ વાગી અને સ્ક્રીન પર નામ આવ્યું....
(ક્રમશ:)
- Urvil Gor