કેશવ બંનેને તેની સંસ્થાની મિત્ર જેને કેન્સર છે તેને મળવા માટે લઈ ગયો પરંતુ તેની મિત્રને કહેવાની ના પાડી કે ત્રિશા તેની ગર્લ ફ્રેન્ડ છે.
કેશવ તેની મિત્રને પિંક હાર્ટ કેફેમાં લઈ ગયો અને ત્યાં ત્રિશા અને રચનાને આવવાનું કહ્યું.
કેશવ અને તે છોકરી ટેબલ પર બેઠા હતા ત્યાં પ્લાન ના મુજબ રચના અને ત્રિશા આવ્યા.
કેશવ : ઓહ!...હાય ત્રિશા...
' હાય...કેશવ '
કેશવ : કોના સાથે?
' અરે...રચના સાથે ' ત્રિશાએ રચના તરફ હાથ બતાવતા કહ્યું.
કેશવ : કમ હિયર..
જેસિકા ... ત્રિશા એન્ડ રચના.મારી કૉલેજના ફેન્ડ્સ
'ત્રિશા અને રચના આ જેસિકા મારી 'LIVE ROYAL LIFE' ની ફ્રેન્ડ. ' કેશવે ત્રણે જણાની એકબીજાની ઓળખાણ કરાવતા કહ્યું.
જેસિકાએ લાઈટ પિંક કલરનો શર્ટ અને જિન્સ પહેર્યું હતું અને માથે એક સરસ મજાની આછા ગુલાબી રંગની ટોપી પહેરી હતી કારણ કે તેની કેન્સરની સારવાર દરમિયાન વાળ ખરી ગયા હતા.
કેશવ તેજ દિવસ સાંજે રચના અને ત્રિશાને મળ્યો.
કેશવ : બસ...ખુશ મળી લીધું. હજુ પણ કોઈ વહેમ બાકી છે?
રચના : સોરી...કેશવ મારી ભૂલના કારણે...
ત્રિશા : સોરી...હું પણ ગુસ્સામાં આવીને જેમ તેમ ...
***************
' સર... બસ આજ એક જ ઘટના હતી જે થોડા મહિના મારી અને કેશવ વચ્ચે અણબનાવનું કારણ હતી. ' ત્રિશા જે વિરલ સાહેબ સામે ઇન્ટરોગેટ રૂમમાં બેઠી હતી.
વિરલ સાહેબ : પછી...તમારી અને કેશવ વચ્ચે કોઈ બીજી આવી ઘટના નઈ બની?
' ના સર... આ ઘટના પછીતો અમારા સંબધ સારા ચાલતા હતા...પરંતુ તે ઘટના બાદ કેશવે રચના સાથે વાતચીત ઓછી કરી દીધી હતી. પરિણામે રચના પણ કેશવ સાથે વાતચીત બંધ કરી દીધી. '
ત્રિશા એ ફરી રચના તરફ ઈશારો કરતા કહ્યું.
વિરલ સાહેબ : ઓહ... આઈ સી.. ઓકે તમે જઈ શકો છો.
ત્રિશા સાથે વાતચીત પૂરી થયા બાદ વિરલ સાહેબ લ્યુક પાસે ગયા.
' શું લાગે છે લ્યુક? જૈમિન ત્રિશા તરફ ઈશારો કરે છે , પછી ત્રિશા રચના તરફ ઈશારો કરે છે , હવે આ રચના કોના તરફ ઈશારો કરશે ? ' વિરલ સાહેબ મુંઝવણ મુખે રૂમની બહાર નીકળ્યા.
*****************
રૂમની બહાર આવતા વિરલ સાહેબે ઘડિયાળમાં જોયું.
લગભગ સાંજના છ વાગવા આવ્યા હશે.
તે પોતાના કેબિનમાં જઈને બેઠા ત્યાંજ રાવ આવ્યો.
'સર પોસ્ટમોર્ટમ નો રિપોર્ટ આવી ગયો છે. '
' સરસ...શું આવ્યું તેમાં?'
'સર કેશવનું મૃત્યુ તો ફાંસીના કારણે જ થયું છે પરંતુ...'
' પરંતુ શું..?'
' પરંતુ ડોક્ટરના કહેવા મુજબ કેશવના હાથની રુવાંટી તેમજ બંને હાથના પંજા પરથી ' લેટેક્ષ પ્રવાહી ' જે ડોક્ટરના સર્જરી તેમજ બીજા ઉપયોગ માટે લેવામાં આવતા સફેદ રબરના ગ્લવસ બનાવવા માટે થાય છે.
તેનું ઘન સ્વરૂપની થોડીક કણીઓ મળી આવી છે. જેને આપણે આપણી આંખે ના જોઈ શકીએ પણ પોસ્ટમોર્ટમમાં આવ્યું છે '
વિરલ સાહેબ થોડી વાર કપાળ પર એક આંગળી રાખી ધ્યાનપૂર્વક વિચારમાં પડ્યા અને રાવને પૂછ્યું...
' અને ફાંસીના દોરડા તેમજ ઘરની બીજી જગ્યાએ કોઈ ફીંગર પ્રિન્ટ મળી? '
' ફાંસીના દોરડા પર ખાલી માથું નાંખવાના દોરડા ઉપર કેશવની ફીંગર પ્રિન્ટ મળી જ્યારે આખા દોરડા પર નહીં...અને ઘરની અમુક જગ્યાએ એક બીજી ફિંગર પ્રિન્ટ મળી છે જેનો રેકોર્ડ આપણા ક્રિમીનલ રેકોર્ડમાં નથી '
વિરલ સાહેબનું કેબિન થોડી વાર માટે શાંત થયું ગયું. બિલકુલ સન્નાટો છવાઇ ગયો...
' ઓહ... આઈ સી... ધિઝ ઇઝ મર્ડર...પણ તેને આત્મહત્યાનું રૂપ આપવામાં આવ્યું છે ' વિરલ સાહેબ પોતાની ખુરશી પરથી ઉભા થઇ કેબિનની બારી આગળ જઈ બહાર જોતા જોતા બોલ્યા.
**************
બીજા દિવસે સવારે લગભગ સાત વાગે.
' જય હિંદ સર...'
કમિશનર : જય હિંદ...વિરલ તું એક આત્મહત્યાના કેસ પર કામ કરી રહ્યો છે.
' હા સર... બટ તમને કેવી રીતે જાણ થઈ?'
'એ બધું પછી પહેલાં એ બતાવ કે એક મામૂલી આત્મહત્યાના કેસમાં તું રામજીભાઈ ચૌહાણના પુત્ર જૈમિન ચૌહાણને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા? '
' પણ સર જેણે આત્મહત્યા કરી છે તે જૈમિનનો ખાસ મિત્ર છે તો તેમને ઇન્ટરોગેશન માટે બોલાવવા ફરજીયાત હતા. '
' એ બધું કશું ના જાણું...જો આત્મહત્યા હોય તો તેઓને બોલાવવાનો કોઈ ફાયદો નથી કેસની ફાઈલ બંધ કર નાંખ '
' સોરી સર.. બટ ફાઈલ તો હવે ખુલી છે... જૈમિનની ફિંગર પ્રિન્ટ મળી છે ઘટના સ્થળેથી અને હવે આ આત્મહત્યા નથી રહી, આ મર્ડર થયું છે અને આને આત્મહત્યાનું રૂપ આપવામાં આવ્યું છે અને તમને વિશ્વાસ ના હોય તો તમને પણ પુરાવા આપી શકુ છું.
' વૉટ...!ના ....ના...વિરલ તું આ પોલીસ તંત્રનો સારો ઓફિસર છે મને વિશ્વાસ છે તારી કામગીરી પર...પણ જૈમિન રામજીભાઈનો પુત્ર છે. તે એક પાર્ટીના અધ્યક્ષ છે...જોઈ વિચારીને કરજે જે કરો એ...અને જૈમિન સામે જે કાર્યવાહી કરવા જાઓ તે મને પૂછીને કરજે.'
' શ્યોર સર... '
' જય હિંદ'
' જય હિંદ '
વિરલ સાહેબે ફોન મૂક્યો. તેમને પહેલેથી જ ખાતરી તો હતી જ કે રામજીભાઈ પોતાના દીકરા માટે કોઈને પણ ફોન લગાવી શકે છે. આખરે સત્તા એમની પાર્ટીની હતી તેથી ફાયદો તો ઉઠાવી જ શકાય.
રામજીભાઈએ કમિશનરશ્રી ને ફોન કરી જૈમિનને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યાની જાણકારી આપી હતી જેથી તેમણે વિરલ સાહેબ પર દબાવ નાંખી કેસ બંધ કરવા માટે કહ્યું પરંતુ કેસ તો હવે ખુલ્યો છે.
જૈમિનની ફિંગર પ્રિન્ટ કેવી રીતે ત્યાં આવી અને વિરલ સાહેબને કેવી રીતે ખબર પડી કે તે જૈમિનની જ ફિંગર પ્રિન્ટ છે?
શું ખરેખર જૈમિને કેશવનું ખૂન કર્યું કે તેને ફસાવવામાં આવી રહ્યો છે.
બધા સવાલના જવાબ મળશે.
(ક્રમશ:)
- Urvil Gor