ચાહત - એક અનોખી પ્રેમ કથા - (ભાગ 1) soham brahmbhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

ચાહત - એક અનોખી પ્રેમ કથા - (ભાગ 1)

‘’ ચાહત ‘’

સોહમ બ્રહ્મભટ્ટ

પ્રેમ, ચાહત , દીવાનગી , જુનુન શબ્દોથી તો આપ સૌ પરિચિત છો. પરંતુ આ તમારી સામે જે પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું એ સ્ટોરી કંઇક અલગ જ ચાહતની વાત કહે છે...જેમાં પ્રેમની સાત્વિકતા , કોમળતા પ્રતિબિંબિત થાય છે..આ વાર્તા રસપ્રદ બનવવાના પ્રયત્નો કર્યા છે આશા છે આપ સૌ ને ગમશે...આ વાત છે સ્વાતિ અને મયંકની જે બાળપણના મિત્ર તથા શત્રુ હતા તેમના માતા પિતા બંનેના લગ્ન નાનપણમાં જ કરવી દીધા હતા પરંતુ ૨૨ વર્ષના થયા બાદ પણ એકબીજા ને પતિ – પત્ની સ્વીકારવા તૈયાર ન હતા...શું તેઓ પોતાના બાળ લગ્નને સ્વીકારશે ? શું સ્વાતિ મયંકની પત્ની બનવાનું સ્વીકારશે ? .તો ચાલો જોઈએ.

ભાગ – ૧

૧. ચાહત કે દર્દ

શિયાળાની ઋતુ હતી..ઠંડો વાયરો ગુલાબી ઠંડી લઇ દોડતો હતો ...ધુમ્મસ વાતવરણને આછું બનાવતું હતું...સવારનો સમય હતો..બગીચામાં ઉભી સ્વાતિ આસમાન તરફ જોઈ રહી હતી..સુરજના કિરણો ધુમ્મસને ચીરી ધરતી પર આવતા હતા..કુમળા તડકાને માણતી ચાની ચૂસકી લઇ રહી...

બગીચામાં રહેલો દરવાજો ખુલતા તેણે એ તરફ નજર કરી ...ધુમ્મસ હતું છતાં તે સામેથી આવતા વ્યક્તિની ચાલ પરથી તેને ઓળખી ગઈ ..તેનો હાથ ધ્રુજવા લાગ્યો , ચાનો કપ હાથમાંથી પડી ગયો...ઠંડી હોવા છતાં પરસેવે રેબઝેબ થયેલી તે દોડીને મકાનમાં ગઈ..દરવાજો બંધ કર્યો ઊંડો શ્વાસ લેતી તેણે દરવાજે માથું ટેકવ્યું..

થોડીવાર બાદ આંખ ખોલી તો એ સામે ઉભો હતો સ્વાતિ તેની થાકેલી આંખો , વધેલી દાઢી અને વિખરાયેલા વાળને જોઈ રહી. તેની આંખોના ગુસ્સો સહન ન થતાં તેણીએ નજરો નીચે ઝુકાવી . તેના મેલા ઘેલા કપડાં અને તૂટેલા ચંપલ જોઈ સ્વાતિ દર્દથી તડપી ઉઠી...પોતાના આંસુ ઓને રોકતી તે સ્થિર ઉભી રહી ..એ તેની નજીક આવ્યો અને તેના કપાળ પર પોતાનું માથું અડાવ્યું..એના આંસુ સ્વાતિના હાથ પર પડ્યા .. તે ધ્રુજી ઉઠી ..એણે સ્વાતિના ચહેરાને વ્હાલથી પકડ્યો ....

‘’ થેંક ગોડ તું ઠીક છે.. ‘’ તેણે એને ગળે લગાવી..સ્વાતિ તો જડ બની ઉભી હતી ..એ કોઈ નિર્જીવ ચીજને પોતાની બાહોમાં લીધી હોય એમ લાગ્યું ..અચંબો પામતો તે દુર ખસ્યો...’’ તું બદલાઈ ગઈ છે ...તું મારી સ્વાતિ નથી ..’’ તું મારી સ્વાતિ નથી...તે પાછળ ડગલા લઇ રહ્યો...

‘’ શું થયું ? મને જોઈ ખુશી ન થઇ ? હું અહી આવ્યો એ તને ન ગમ્યું ? વ્હાલ અને આંસુથી શરુ થયેલા શબ્દો હવે કટુ બનવા લાગ્યા ..આંસુ લુછીને તે તેની નજીક આવ્યો ..તેના હાથને મજબુતી થી પકડ્યા ...’’ તે મારી સાથે આવું કેમ કર્યું ? ‘’ કેમ ?’’ ચિલ્લાતા... તેણે દીવાલ પર હાથ પછાડ્યો ..સ્વાતિ હજી નીચું જોઈ ઉભી હતી...કોઈ બીજું મળી ગયું ? ‘’ જવાબ આપ . કેમ આમ પથ્થરની જેમ ઉભી છે ? તે ફરી હાથ દીવાલ પર પછડાવા લાગ્યો...તેના હાથમાંથી લોહી વહેવા લાગ્યું ...તેને આમ જોતા સ્વાતિ સામે આવી અને પોતાનો હાથ દીવાલ પર મુક્યો ત્યારે તે અટકી ગયો...’’ હાથમાં પીડા નથી થતી આમ ગાંડાની જેમ પછ્ડાવે છે. ‘’ .......હા થાય છે અહિયાં દિલમાં થાય છે હાથ પોતાની છાતી પર મારતા બોલ્યો...છેલ્લા 5 મહિનાથી તને પાગલની જેમ શોધું છું...સૌ કોઈએ મને કહ્યું રેવાદે ભૂલી જા એને નહી મળે એ નહી સમજે તને કે તારા પ્રેમને ..આમ બોલતા તેની આંખો ભીની થઇ ગઈ...સ્વાતિના હાથ પકડતા તે બોલ્યો...

રડતી આંખે તે સ્વાતિના રૂમમાંથી બહાર નીકળી ગયો..સ્વાતિ નીચે ફસડાઈ પડી અને હજી સુધી રોકી રાખેલા દર્દ ના બંધન ને તોડતી રડવા લાગી...ત્યાં આવી પહોચેલા કામવાળા બહેને ગળે લાગી રડવા લાગી...થોડા સમય પછી માંડ શાંત થઇ ...કામવાળા બહેન બોલ્યા...’’ બેટા તું એને ચાહે છે એ પણ તને ચાહે છે ..તો તું અહી કેમ છે ...બેટા ? તું એનાથી દુર કેમ થઇ ગઈ ? સ્વાતિ નાનું એવું ચહેરા પર સ્મિત આપતા કહાનીની શરૂઆત કરે છે...

એનું નામ મયંક છે , મારો બેસ્ટ ફ્રેન્ડ ...મારી ચાહત ..મારું પાગલપન ..મારું અભિમાન ..મારું સર્વસ્વ ...અને મારી કમજોરી...

૨. શરૂઆત

૨વર્ષ પહેલા ..સ્થળ ભાવનગર ....

‘’ મમ્મા , આજે પણ આ બટેટાના પરોઠા અને ચા ..?’’ ‘’ તને ખબર છે ને હું બટેટા નથી ખાતી અને ચા કેમ ? કોલેજ જવા માટે તૈયાર થઈને આવેલી સ્વાતિ રસોડામાં આવી.. મોં બગાડતી તેણે પરોઠાનો ડબ્બો ડાઈનીંગ ટેબલ પર રાખ્યો...’’ બેટા , આ તારા માટે નથી , આ તો મારા જમાઈ રાજા માટે છે...તારો નાસ્તો આ રહ્યો સફરજન અને કોફી ..ટેબલ પર બધું મુકતા સ્વાતિના મમ્મી નિશાબેન બોલ્યા.....’’ શું મમ્મા મેં તને કેટલીવાર કીધું છે કે એ તમારો જમાઈ નથી ..અરે ..નાનપણમાં કરેલા લગ્ન બિનકાયદેસર કહેવાય ! અને આ નાસ્તો ...! ગુસ્સે થતી તેણે ડબ્બો ઉપાડ્યો ..ત્યાં જ કોઈએ તેનો કાન ખેચ્યો તે ચિલ્લાઈ ....

‘’ જળકૂકડી , મારો નાસ્તો નીચે મુક . નહિતર આ બટેટાના પરોઠા બધા તને ખવડાવી દઈશ...’’ મયંક બોલ્યો...

‘’ અરે હા મુકું છું પણ મારો કાન છોડ , સ્વાતિ બોલી ...ડબ્બો મૂકી તે કાન પંપાળવા લાગી અને મમ્મી ના જમાઈ ઉર્ફ મયંક...

‘’ સ્વાતિ બેટા શું થયું ? ‘’ પપ્પા રાજેશભાઈ પૂછ્યું ...નાસ્તો નથી કર્યો હજી બેટા તે ? સ્વાતિના માથે હાથ ફેરવતા તેના પપ્પા એ તેને પૂછ્યું...જોવો ને પપ્પા અહિયાં મને તો કોઈ પૂછતું જ નથી કે તને શું ભાવે મમ્મા પણ આ મયંક ને ભાવતું બનાવે ..રોજ એનું ફેવરીટ જમવાનું બનાવે...મોઢું ફૂલાવતી તે પપ્પા ને ભેટી ગઈ...અરે સ્વાતિ એમાં શું થયું દીકરા...? શાંત થઇ જા..’’ તારી મમ્મા નહી તો મયંકની મમ્મા એ તારો મનપસંદ નાસ્તો બનાવ્યો હશે...તું ત્યાં નાસ્તો કરી આવજે..એ પણ તારું ઘર જ છે..ત્યાં મયંક સ્વાતિની મસ્તી કરતા બોલ્યો.. ‘’ એ તો મમ્મી પપ્પા બહાર ગયા છે બાકી આ જળકૂકડી અહ્યા હોય ..’’ સ્વાતિ ગુસ્સે થઇ ખબરદાર જો હવે મને જલકુકડી કીધું છે તો સ્વાતિ મયંકની પાછળ દોડી ..મયંક નિશાબેન પાછળ છુપાય ગયો..’’ જુઓ આંટી આ છોકરી કેટલી ગુસ્સેલ છે ..પછી હું લગ્ન માટે થોડી હા પાડું...! ‘’

સ્વાતિ ગુસ્સમાં ‘’ લગ્ન અને તારી સાથે ? મયંક બચપનમાં ભલે થઇ ગયા હશે આપણા લગ્ન પણ હું તારી વાઈફ નથી અને બનીશ પણ નહી...નિશાબેનની ગોળ ગોળ ફરતા બન્ને ઝઘડી રહ્યા હતા અને મયંક સ્વાતિને ચીડવતો હતો....ઓહો બસ કરો હવે બન્ને મને તો ચક્કર આવી ગયા...શાંત થઇ જાવ બંને...ચુપચાપ નાસ્તો કરી અને કોલેજ જાઓ...પછી બંને નાસ્તો કરી કોલેજ જવા નીકળ્યા....આ બંને અત્યારથી આટલું ઝઘડે છે આગળ શું કરશે ? ‘’ નિશાબેન ચિંતાથી બોલ્યા...રાજેશભાઈ નિશાબેન ને આશ્વાસન આપતા કહ્યું ..’’ તું ચિંતા ના કર એ બંને એકબીજા ને પસંદ કર્યા છે ...સાથે જ મોટા થયા છે ..આટલું ઝઘડ્યા બાદ પણ પાક્કા દોસ્ત છે..આટલા વર્ષોમાં ન તો સ્વાતિને કોઈ બીજા પ્રત્યે લાગણી થઇ છે ન તો મયંક ને હજુ નાના છે મોટા થશે બધું સરખું થઇ જશે ચિંતા ના કર..

૩. ફ્રેન્ડશીપ

કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા સ્વાતિ અને મયંક બચપન થી જ એક સારા મિત્ર હતા..તેમની જોડી ટોમ અને જેરી જેવી હતી ..હમેશા લડતા ઝઘડતા રહેતા ..બંનેના પિતા કોલેજકાળના મિત્રો હતા ...સ્વાતિના પિતા રાજેશભાઈ એક મેનેજર હતા તો મયંકના પિતા સંજયભાઈ એક દુકાન ચાલવતા હતા..તેમના ઘર પણ આગળ પાછળની સોસાયટી માં જ હતા....વર્ષો વીત્યા પણ તેમની મિત્રતા ગાઢ બનતી ગઈ ...અને વધારે ગાઢ મિત્રતા બનાવવા તેમણે પોતાના બાળકોના બચપણ માં જ લગ્ન કરવી દીધા ...જો કે કોલેજ માં આવ્યા બાદ પણ મયંક અને સ્વાતિને લગ્નની ગંભીરતા ન આવી.

કોલેજમાં મિત્રો સાથે મસ્તી કરતો હમેશા છેલ્લી પાટલી પર બેસતો મયંક તેના મિત્ર વિવેક પાસેથી સિગરેટ લેતા ‘’યાર..વિવેક મને એકવાત નથી સમજાતી કોઇપણ છોકરી ..ભલે એ કલાસમેટ હોય કે જુનીયર ..મારી સાથે વાત કરવાનું દુર , મારી તરફ જોતી પણ નથી આવું કેમ ? મયંક અને તેના દોસ્ત ક્લાસ બંક કરી કોલેજની જૂની લાઈબ્રેરીની બાજુમાં બેઠા હોય ...મોટે ભાગે અહિયાં કોઈ આવતું જતું ના હોય એટલે એ લોકો નો અડ્ડો બની ગયેલો...બીજા મિત્રએ પૂછ્યું ? ‘’ તું ક્યારથી સિગરેટ પીવા લાગ્યો મયંક આપણા ગ્રુપમાં તું એક જ છે જે સાધુ જેવો છે ...હવે તું પણ બગડી ગયો ?

મયંકે સિગરેટનો એક કસ લીધો અને તેનું ધ્યાન અચાનક થોડી જ દુર ઉભેલી સ્વાતિ પર પડ્યું અને અચાનક ઉધરસ આવવા લાગી તેણે સિગરેટ છુપાવી ઉભો થયો અને તેના મિત્રો તો સ્વાતિને જોઇને જ ભાગી ગયા...મયંક મોઢા પર હાથ રાખતા સ્વાતિ ને પૂછે છે .. ‘’ તું અહિયાં કેમ ? ..ત્યાં સ્વાતિ ખીજાતા ....’’ તું સિગરેટ પીતો હતો ને ...? મેં જોયું તને ..અને સાંજે મમ્મીને આ ફોટો બતાવીશ ...ત્યાં મોબાઈલ ખેચી લીધો ...લાવ ફોન મને ફોન આપ...મયંક સ્વાતિનો હાથ પકડતા બોલ્યો....મયંક હાથ છોડ મારો ...દુખે છે ..તું ફોન છોડ પેલા એમ કરી સ્વાતિનો હાથ મચકોડાઈ ગયો...મયંક ચાલાકી કરી ફોન તો લઇ લીધો પણ ફોનમાં તો લોક હતો...પાસવર્ડ બોલ તેણે પૂછ્યું ત્યાં ઊંચું જોયું તો સ્વાતિ ત્યાં ના હતી...

સાંજ સુધી હાથમાં ફોન લઇ પાસવર્ડ વિચરતો રહ્યો ...સ્વાતિ તો ક્લાસમાં હતી એટલે તેને પણ કેમ બોલાવે ઘણું વિચાર્યા બાદ કંઇક યાદ આવ્યું હોઈ તેમ તેણે પાસવર્ડ લખ્યો અને મુસ્કુરાયો...

હેય ..જલકૂકડી ચલ બેસી જા ...પછી મયંકની બાઈક પાછળ સ્વાતિ બેસી ગઈ ...બાઈક ચાલવતા મયંકે પૂછ્યું ...’’ આજે બહુ શાંત લાગે છે શું થયું સ્વાતિ ? પણ તે કઈ બોલી નહી...મયંક સમજી ગયો હાથ મચકોડી નાખ્યો એટલે માઠું લાગી ગયું હશે...મયંક પ્રેમથી બોલ્યો ચલ તારી ફેવરીટ આઈસ્ક્રીમ ખાવા જઈએ....આઈસ્ક્રીમ શોપ પર બાઈક ઉભી રાખતા મયંકે આઈસ્ક્રીમ ઓર્ડર કર્યો...ત્યાં સ્વાતિ ઝીણી આંખો કરી બોલી ...’’ લુચ્ચા મને લાંચ આપે છે ..’’

ત્યાં આઈસ્ક્રીમ ખાતા ખાતા મયંક ની નજર સ્વાતિના કાંડા પર પડી લાલ થઇ ગયેલા કાંડા પર જોઈ મયંક કહ્યું , ‘’ આઈ એમ સોરી ‘’ બે કાન પકડી તે ગંભીરતાથી બોલ્યો...સ્વાતિ મુસ્કુરાતી બોલી ...’’ તે મારી ફેવરીટ આઈસ્ક્રીમ ખવડાવી એટલે તુમ્હે માફ કિયા જાવ ...લાવ હવે ફોન આપ પાસવર્ડ ખોલી દવ ..ફોટો ડીલીટ કરી દઉં...હાથ લંબાવતા સ્વાતિ બોલી...

મયંક હસતા ચેહરે બોલ્યો ...’’મેં ફોટો ડીલીટ કરી દીધો છે.. આ સાંભળી સ્વાતિ શરમાઈ ગઈ કારણકે એના ફોનનો પાસવર્ડ મયંક ની બર્થડેટ હતી...બંને આઈસ્ક્રીમ ખાઈ ઘરે પહોચ્યા...

૪. એસાઈમેન્ટ

ગુડ મોર્નિગ , મમ્મા શું વાત છે ? આજે તે માર ઇફેવ્રિત ડીસ બનાવી છે ..ફણગાવેલા કઠોળ જોઇને સ્વાતિ ખુશ થઇ ગઈ..

આજે તમારા દીકરાને નાસ્તો નથી કરાવવો ? ‘’ કઠોળ તો એ નઈ જ ખાઈ ...સામે ચુપચાપ બેઠેલા મયંક ને જોઈ એ બોલી..

પરંતુ તેના સવાલનો ઉલટો જવાબ કોઈએ ના આપ્યો..પણ સ્વાતિ મયંક ને કઠોળ ખાતા જોઈ આશ્ચર્ય થઇ ગઈ..નાસ્તો કરી બંને કોલેજ જવા નીકળ્યા...’’ ચાલ આજે સાથે જોઈએ બાઈક સ્ટાર્ટ કરી અને સ્વાતિ મયંકની બાઈક પાછળ બેસી ગઈ અને ખુશી થી જુમતા બંને કોલેજ ગયા...સાંજે છૂટતી વખતે ફરી સ્વાતિનો ફેવરીટ આઈસ્ક્રીમ ખવડાવ્યો ...સ્વાતિ સમજી ગઈ હતી મયંક ના મનની વાત પણ તે મનો મન મુસ્કુરાતી અને બસ આઈસ્ક્રીમ ની મજા માણતી...આમ ચાર પાંચ દિવસ ચાલ્યું કે સ્વાતિની ફેવરીટ વાનગી મયંક ખાવા લાગ્યો અને સ્વાતિ સાથે લડ્યા જ્ગ્ડ્યા વગર શાંતિ થી રેવા લાગ્યો...આખરે એક સાંજે મયંકે સ્વાતિને રોકી ...

‘’ સ્વાતિ તું પૂછીશ નહી કે હું આમ કેમ બદલાઈ ગયો છું ? ‘’અકડાતો તે બોલ્યો. ...’’ ના મયંક હું નહી પુછુ’’ સ્વાતિ હસતા હસતા બોલી.. ત્યાં મયંક સ્વાતિ સામે ઘુટ્ણીએ બેસી .. ‘’પ્લીઝ પ્લીઝ સ્વાતિ હેલ્પ મી ‘’... ‘’ અરે મયંક ઉભો થા આ શું કરે છે ? ‘’...મને ખબર જ હતી તું કાલો શું કામ થતો હતો...સારું લાવ નોટબુક અને આ છેલ્લીવાર અસાઇમેન્ટ કરી આપું છું ‘’ મયંક ખુશ થતાં સ્વાતિના ગાલ ખેચ્યાં ...’’ થેંક યુ જલકુકડી..’’ આઈ લવ યુ યાર ... તેરે જેસા યાર કહા....એમ કહી એણે બેગમાંથી નોટ બુક કાઢી સ્વાતિને આપી... સ્વાતિ એ પૂછ્યું ..’’ સબમીશન ક્યારે છે ? ‘’ મયંક જવાબ આપતા કહ્યું ..’’ સોમવારે ....શું ? સોમવારે બિલાડા આજે શનિવાર થયો છે અને તું મને આજે અસાઇમેન્ટનું કહે છે...આટલા દિવસમાં ના થાય...આટલા દિવસ આટા માર્યા કરતા લખ્યું હોત ને તો થઇ ગયું હોય તારે...મયંક પર ચિલ્લાઈ બબડતી બુક લઇ તે એના રૂમમાં ગઈ...

મિ. મયંક તમારું અસાઇમેન્ટ લખી નાખ્યું છે..હવે કઈ બીજું ના લાવતો...મયંક 5 રૂપિયાવાળી મંચ લઇ આપી ...ત્યાં સ્વાતિ ઉકળી ગઈ..’’ ઓ હેલ્લો આટલાથી નહી ચાલે ..તારે મને સ્કુટી શીખવી પડશે અને આઈસ્ક્રીમ ખાવા લઇ જવું પડશે ...સ્વાતિએ મંચ પછી આપતા બોલી.....ખડૂસ રીતે મયંક સ્વાતિનો મજાક ઉડાવતો ...’’ ઈમ્પોશીબલ હું બહુ બીઝી છું..મારે અસાઇમેન્ટ સબમિટ કરવાનું છે...બાય બાય હું જાવ છું અને આ લે ચોકલેટ ખાઈ જજે ..સાંજે જશું આઈસ્ક્રીમ ખાવા બસ.’’..પણ સ્વાતિ ..ચહેરો બગડતા બબડતી રૂમમાં ગઈ..’’કાલના ઉજાગરા માં બસ ખાલી 5 વાળી મંચ હુહ...ચીકણો સાવ ...પછી સ્વાતિ પણ તૈયાર થઇ અને રીક્ષા કરાવી કોલેજ ગઈ...

૫. અકસ્માત

સવારે નાસ્તો કરતી વખતે સ્વાતિ એ પાપા ને ડ્રાયવીંગ સ્કુલ વિશે કહ્યું ..’’ પપ્પા અહિયાં એક સ્કુલ છે જેમાં ગર્લ્સ ને સ્કુટી ચલતા શીખવે છે..પપ્પા સ્વાતિની વાત સાંભળી બોલ્યો ...’’ અરે બેટા ડ્રાયવીંગ સ્કુલ પર જવાની શું જરૂર છે મયંક છે ને એ તને શીખવી દેશે..ત્યાં સ્વાતિ જીણી આંખુ કરી મયંક સામે જોયું....મયંક બોલ્યો..’’ હા હા કેમ નહિ અંકલ એમ પણ હું ફ્રી જ છું..સાંજે કોલેજથી આવી અમે સામે રહેલા મેદાનમાં જશું શીખવા’’....સ્વાતિ મનમાં બબડતી બોલી ..’’ કેવો કાલો થાય છે પપ્પા સામે ...લુચ્ચો..’’

મયંક કહ્યા મુજબ સાંજે સ્વાતિને લઇ ગયો અચાનક તેણે બાઈક ઉભી રાખી મયંક મેદાન તો હજુ દુર છે અહિયાં કેમ ઉભી રાખી તે...મયંકે સામે ડ્રાયવીંગ સ્કુલના બોર્ડ સામે આંગળી ચીન્જતા કહ્યું તું જા ત્યાં શીખવા એમ કહી તે સ્કુટી આપી ત્યાંથી નીકળી ગયો એમના મિત્રો સાથે...’’મયંક ..સ્વાતિ ચિલ્લાઈ.’’..પણ મયંકે કઈ બોલ્યો નહી અને આ વાત સ્વાતિ એ તેના પાપને પણ ના કહી...

દરરોજ આમ જ ચાલતું હતું..૧૦ થી ૧૫ દિવસ જેવો સમય થઇ ગયો હતો ...પહેલા તો રોજ તે સાથે જતો ડ્રાયવીંગ સ્કુલ સુધી પણ પછી ધીમે ધીમે સાથે આવવાનું બંધ કરી દીધું...અને સ્વાતિને પણ હવે સ્કુટી થોડી થોડી ફાવી ગઈ હતી એટલે એ જાતે જતી રહેતી...થોડા દિવસ પછી..દરરોજ તો સ્વાતિ ૮ વાગે ત્યાં આવી જતી પણ આજે મોડું થઇ ગયેલું ૧૦ વાગવા આવી ગયેલા..રાજેશભાઈને ચિંતા થવા લાગી એમણે મયંક ને બે ચાર વાર ફોન કર્યા મયંક ને કઈ પૂછે એ પહેલા જ મયંક ને દુરથી આવતી સ્વાતિ દેખાય ગઈ ...માથે પાટો બાંધ્યો હતો..લંગડાતી હાલતી હતી ..તેના હાથમાં પણ પટ્ટી તેની પાછળ વૃદ્ધ તેની સ્કુટી લઈને આવી રહ્યા હતા...સ્કુટી નું હેન્ડલ પણ વળી ગયેલું હતું....તે વૃદ્ધે સ્કુટી તેના આંગણા માં મૂકી સ્વાતિ એ વૃદ્ધનો આભાર માન્યો...સ્વાતિની આ હાલત જોતા રાજેશભાઈ દુખી થયા અને સ્વાતિને ગળે લગાવી..માંડ તેના આંસુ રોક્યો.....રાજેશભાઈ એ પૂછ્યું...’’ મયંક ક્યાં છે ? ‘’ ...’’ પપ્પા એ મને સ્કુટી શીખવતો હતો પણ એ મને વધુ દુર જવા દેતો ન હતો આથી હું એની સાથે ઝઘડી અને ગુસ્સમાં સ્કુટી લઇ જતી રહી એમાં સામેના ઝાડ સાથે અથડાઈ અને પડી ગઈ....’’ સોફામાં બેઠી સ્વાતિ મયંકનો બચાવ કરતા બોલી...

‘’ એ ....એ આવતો જ હશે ...’’ ‘’’આઈ એમ સોરી પપ્પા ‘’ તે રડી ને બોલી ...દરવાજે ઉભો મયંક હાંફતો હાંફતો આવ્યો તે ઘવાયેલી સ્વાતિને જોઈ રહ્યો..’’ ત્યાં સ્વાતિના પપ્પા બોલ્યા..’’ જો છોકરો કેટલી તારી ચિંતા કરે છે... ? તું કેમ આટલી લાપરવાહ થઇ શકે..’’ મયંક ને સમજાઈ ગયું સ્વાતિએ મારો બચાવ કર્યો એણે અંકલ આંટી ને કંઈ જ નથી કહ્યું કે હું તો એને સ્કુટી શીખવાડતો જ નહી...ઉલટા એને એકલી છોડી દીધેલી....પરંતુ સ્વાતિ ને ઘાયલ જોતા તે હાથ પકડી એના રૂમમાં લઇ ગયો..મયંક ઉદાસ થઇ ગયો...

હવે મયંક સ્વાતિનું ધ્યાન રાખવા લાગ્યો..પરંતુ સ્વાતિ મયંક થી ખુબજ નારાજ હતી....થાડા દિવસો પછી

દુખાવાના લીધે સ્વાતિ કોલેજ જઈ રહી ન હતી..આખો દિવસ સુતી રહે અમુકવાર ચક્કર આવતા પડી જાય...જમવાનું પણ ઓછું લેતી ...ચુપચાપ થઇ ગઈ હતી...મયંક સ્વાતિને મળવા જતો પણ સ્વાતિ મોટેભાગે સુતી હોય એટલે વાત થતી ન હતી...તેણે માફી માંગવી હતી... અઠવાડિયા બાદ મોકો મળ્યો , ઘરે કોઈ હતું નહી મયંક ઘરે આવ્યો..સ્વાતિ જાગતી હતી તે તેની નજીક બેસો..તે તેને બોલાવવા ઈચ્છતો હતો.. પરંતુ મયંક ને સ્વાતિ કંઈ બદલાઈ ગયેલી લગતી હતી...ટીવીમાં મુવી શરુ કરી બેઠી મયંક ની વાત જાણે તે સાંભળતી જ ન હોય તેમ ....ચહેરા પર કોઈ હાવભાવ ન હતા ...ટેબલ પર પડેલી કોફી પણ ઠંડી થઇ ગયેલી હતી....મયંકે રીમોટ હાથમાં લીધું અને ટીવી નું વોલ્યુમ ધીમું કર્યું..’’.સ્વાતિ તારી સાથે વાત કરવા આવ્યો છું સાંભળીશ ?’’...તરત જ સ્વાતિ એ કાન પર હાથ રાખી દીધા ને ત્યાંથી ઉભી થઇ ગઈ....ત્યાં મયંકે સ્વાતિનો હાથ પકડી લીધો અને સ્વાતિ દર્દ થી ચીસ પડી દીધી..સ્વાતિ એ તેના ડ્રેસ ની લાંબી બાયો ઉપર કરી મયંકે વાગેલા ઘા બતાવ્યા...

મયંક સ્વાતિ સામે જોઈ રહ્યો તેની ગરદન પણ નિશાન હતા...સ્વાતિ એ તેના વાળ હટાવી મયંક ને તે ઘા બતાવ્યા...મયંક જોઈ બોલ્યો ...’’ શું થયું સ્વાતિ ?’’ ...કહ્યું તો ખરા કે હું પડી ગઈ હતી ....મયંકે ભીજયેલી આંખી વડે સ્વાતિના ખંભે હાથ મૂકી કડક થઇ પૂછ્યું ’’ મારી તરફ જો અને જવાબ આપ શું થયું હતું એ દિવસે ? .....’’ કહું તો છું પડી ગઈ હતી..’’ ..પડવાથી આવા નિશાન ન બને સ્વાતિ અને બસ એક્સીડન્ટ જ થયું હતું તો આમ ગભરાઈ છે કેમ ? ‘’ હું ક્યારનો જોવ છું ટીવી શરુ છે પણ ધ્યાન નથી...કોફી ટેબલ પર ઠંડી થઇ ગઈ છે..તારું મન બીજે ક્યાંય છે એવું કેમ ?

સ્વાતિનો હાથ પોતાના હાથમાં લઇ સોફા પર બેસાડતા બોલ્યો ...’’ તું મને કહી શકે છે આપણે નાનપણ થી જ સાથે છીએ પ્લીઝ મને કહે ..’’ ત્યાજ અઠવાડિયા થી હદયમાં ભરેલી વેદનાઓને બહાર કાઢતા સ્વાતિ ડુસકા ભર રડી પડી...

‘’ મેં શું ખરાબ કર્યું હતું ‘’ ? કેમ એ લોકો મને ....’’ કેમ, ? શું છોકરી હોવું ગુનો છે ..? શું એકલા બહાર ફરવું ગુનો છે ? તે ચિલ્લાઈ...હું કલાસીસ માંથી આવી રહી હતી , ગાડીમાં પંચર પડ્યું , મેં હેલ્પ માંગી તો એ લોકો મને છેડવા લાગ્યા હું ભાગી ..સ્કુટી ચાલુ કરી એવી જ સ્કુટી ભગાવી ને ઝાડ સાથે ટકરાઈ મને માથામાં વાગ્યું ...હું ઉભી થઇ ભાગવા ગઈ પણ એક માણસે મારો હાથ મરોડ્યો..મારું ગળું દબાવી દીધું ..ત્યારે જ એ સુમસાન સડક પર એક વાહન આવ્યું મેં મદદ માટે બુમ પાડી ...પછી મને ધક્કો મારી એ લોકો ભાગી ગયા...એ કારવાળા અંકલે મને હોસ્પિટલ માં લઇ ગયા ડ્રેસિંગ કરાવ્યું મેં એને કઈ પણ કહેવાની ના પાડી...આ બધું સ્વાતિ રડી ને બોલી રહી હતી...’’મયંક હું આટલી કમજોર કેમ છું ? હું કેમ મારી રક્ષા ના કરી શકી ? કેમ મને બહાર જતા ડર લાગે છે...

સ્વાતિ ને રડતી જોઈ મયંકે સ્વાતિને ગળે લગાવી લીધી ...ભેટીને માફી માંગી ...અને કહ્યું ..’’ તારી ભૂલ નથી ..તું કમજોર નથી ..તું ખુબજ બહાદુર હિમંતવાળી છે..અને તારે ડરવાની જરૂર નથી હું છું તારી સાથે અને હંમેશા રહીશ...’’ હું તને વચન આપું છું...સ્વાતિના મનનો ભાર હળવો થયો એ ત્યાં જ સોફા પર મયંકના ખોળામાં માથું નાખી સુઈ ગઈ મયંક તેને વ્હાલ કરી શાંત કરતો હતો ...સ્વાતિ બોલી કે મમ્મા પપ્પા ને આ બાબતે કઈ ન કહેતો નહી તો એમને દુખ થશે પરંતુ બંને એ વાત થી અજાણ કે અંકલ અને આંટી સામે હતા બધું સાંભળતા હતા...

ક્રમશ :