Fans - A Unique Love Story - (Part 2) books and stories free download online pdf in Gujarati

ચાહત - એક અનોખી પ્રેમ કથા - (ભાગ 2)

'' ચાહત ''

- સોહમ બ્રહ્મભટ્ટ

ભાગ – ૨

૬. માફી

એ દિવસ બાદ સ્વાતિની હાલતમાં સુધારો આવ્યો હતો ....તે હવે વાતચીત કરતી બધા સાથે ..અંકલ આંટી સાથે વાતચીત કરતી...રસોઈ બનાવતી અને હસતી રહેતી...હવે તો મયંકના મમ્મી પપ્પા પણ આવી ગયેલા ...એ આવતા સાથે જ મયંકના મમ્મી મનીષાબેને સ્વાતિને ગળે લગાવી લીધી...અને મયંક ને ખુબ ઠપકો આપ્યો...

૬ – ૭ દિવસ થવા આવ્યા હતા...મયંકના પિતાના મોટા ભાઈ અંકલેશ્વર તબિયત બગડતા એ ત્યાં જતા રહ્યા..સાથે મયંકના મમ્મી પણ ગયા....બંને ને સ્ટેશન સુધી મુકવા સ્વાતિ અને મયંક ગયેલા....સ્ટેશનથી પાછા ફરતી વેળા એ સ્વતીમાં હવે એક ખુશી જોવા મળતી હતી તે બાઈક પાછળ મયંકની પીઠે માથું રાખી વાતો કરતી હતી....ત્યાં એ રસ્તો આવતો સ્વાતિ ગભરાઈ ગઈ મયંકે સ્વાતિને કહ્યું , ‘’ તું ચિંતા ના કર હું છું ને તારી સાથે ..’’ ...

પછી થી મયંક સ્વાતિ નું બધું જ ધ્યાન રાખતો ...એકવાર રાત્રે મયંકે જોયું કે સ્વાતિ હજુ સુતી નથી એ બાલ્કની માં બેઠા તારલિયા જોતી હતી ..કેમ સ્વાતિ નથી સુતી હજુ ? .તું પણ જાગે જ છે ને મારી ચિંતા ના કર સુઈ જા ..’’ હા સુઈ જાવ પણ આજે તારી સામે તારા રૂમમાં જ સુઇશ એટલે તારું ધ્યાન રહે ....મયંકે સ્વાતિને માથે વ્હાલથી પંપાળતા સ્વાતિ સુઈ ગઈ અને મયંક પણ સોફા પર ત્યાં ચાદર લઇ સુઈ ગયો....

સવારે ૭.૩૦ આંખો ખુલી તેણે સોફા પર નજર કરી મયંક ઉઠી જઈ ચુક્યો હતો...તે નાસ્તાની તૈયારી કરવા લાગી...મયંક આજે સ્વાતિનો ફેવરીટ નાસ્તો કરી રહ્યો હતો...’’ મમ્મા આજે હું કોલેજ જઈશ ‘’ હવે મને સારું છે ‘’ ...સારું બેટા જજે ‘’

સ્વાતિ ઘરેથી બહાર આવી ..ગભરાતી હતી ..રીક્ષા માટે હાથ લાંબો કર્યો ત્યાં જ મયંક આવ્યો..કઈ બોલ્યા વિના ઉભો રહ્યો સ્વાતિ એની પાછળ બેસી ગઈ...આજે પહેલીવાર મયંક ક્લાસમાં સ્વાતિની સાથે આવ્યો હતો ..તેની બાજુમાં બેઠો ..બધા લેકચર તેની સાથે રહ્યો ..સાંજે તેની સાથે જ ઘરે આવ્યો...

દરરોજ આમ ચાલતું ..ઘણી વાર સ્વાતિ તેને પોતાનો નાસ્તો કરતા જોઈ રહેતી..ક્લાસમાં પણ સ્વાતિની નજરો મયંક પર જ અટકી જતી...સાંજે બંને રોજ ફરવા જતા મયંક ઘણું બોલતો પણ સ્વાતિ બસ મયંક ને જ જોયા કરતી...મયંક તેની ખુબ સાર સંભાળ લેતો ...આટલાં દિવસોમાં ન તે મિત્રો ને મળ્યો ના કોઈનો ફોન રીસીવ કર્યો...

સાંજે તે મેદાનમાં ગયા અને સ્વાતિ એ કહ્યું . ‘’ અહિયાં કેમ આવ્યા છીએ આપણે ? ‘’ ...આજથી તારે સ્લેફ ડિફેન્સના ક્લાસ જોઈન કરવાના છે..હું તને રોજ અહિયાં લાવીશ તું જ્યાં સુધી અહિયાં પ્રેકટીસ કરીશ હું ત્યાં સુધી અહિયાં જ બેઠો રઈશ...મયંક એ રીતે દરરોજ ક્લાલીસ આવતો એના મિત્રો પણ આવતા એ બધા ફૂટબોલ રમતા અને સ્વાતિ એની પ્રેક્ટીસ કરતી...હવે સ્વાતિ એકદમ સ્ટ્રોંગ બની ગઈ હતી...

એકવાર રાત્રી એ મયંકે સ્વાતિને કહ્યું ..’’ તું મને માફ નહી કરે ‘’....સ્વાતિ લાગણીઓથી બોલી ..’’ અરે પાગલ માફી તારે ના મંગાઈ ...ઇટ્સ ઓકે કહી સ્વાતિ જોરથી મયંક ને ભેટી ગઈ ....થેન્ક્સ મયંક મને આટલી હિમ્મત આપવા માટે....

૭. બદલાવ

‘’મમ્મા રોજ રોજ એમને મારું ફેવરીટ નાસ્તો કરાવતા રહેશો તો તમારો જમાઈ પાતળો થઇ જશે..ઉર્ફ તમારો દીકરો’’’..સ્વાતિ હસ્તા હસ્તા બોલી...નિશાબેન નાસ્તો બનાવ્યો બંને નો અલગ અલગ નાસ્તો કરી બંને કોલેજ જવા નીકળ્યા...બહાર મયંકે બાઈક કાઢી ‘’ચાલ સ્વાતિ મોડું થશે ‘’... ના આજે તું જા આજે હું મારી સ્કુટી લઇ આવીશ...’’ ઓકે સ્વાતિ તો હું જાવ છું સંભાળીને આવજે..મુસ્કુરાતા ચેહરે તે ત્યાંથી ગયો..કોલેજમાં તે સ્વાતિની સાથે ...ક્લાસમાં પણ સાથે ...મયંકના મિત્રો મયંકને બોલવતા હતા સ્વાતિ એ જોઈ ગઈ અને મયંકને ઈશારો કર્યો ‘’તું જા આઈ એમ ઓકે ...?’’ ...તું એની સાથે બેસ કેટલા સમયથી તું તારા મિત્રો ને નહી મળ્યો જા..’’ ....પાક્કું ને જલકુકડી ‘’ ....સ્વાતિ હાથ મારતા ‘’હા વાયડા જા હવે ....’’

આજે કરાટે ક્લાસમાં પણ સ્વાતિ સ્કુટી લઇ ગયેલી મયંક ત્યાં જ એનું ધ્યાન રાખવા બેસેલો...’’ચલ સ્વાતિ તને મારા મિત્રોને મેળવું...’’ આ રીતે બંન્ને એકબીજામાં ખુશ હતા...

રાત્રે જમ્યા બાદ સ્વાતિ એનું અસાઇમેન્ટ લખતી હતી ...નિશાબેન બાલ્કની માં બેઠા રેડિયો સાંભળતા હતા ...અને મયંક અને રાજેશભાઈ બંને મેચ જોતા હતા આજે એમની ફેવરીટ ટીમનો મુકાબલો હતો....૧૨ વાગ્યે મેચ પૂરી થઇ ...મયંક ચલો આવજો કહી ગયો...સ્વાતિ પણ સુવાની તૈયારી કરતી હતી...આજે તેના મનમાં ડર કે ગભરાહટ ન હતો..પણ મન શાંત પણ ન હતું..આંખોમાં ઊંઘ ન હતી ...તેણે અડધો કલાક સુધી પડખા ફેરવ્યા અને આખરે બેઠી થઇ...તે છત પર ગઈ..ત્યાં જોયું તો મયંક હીંચકા પર સોંગ સાંભળતો હતો અને સાથે ગુણ ગુણાવતો હતો ...’’ ગીત સારું ગાય છે તારે ઇન્ડીયન આઈડલ ના ઓડિશનમાં જવાની જરૂર છે ...’’ ..’’અરે સ્વાતિ તું હજુ સુતી નથી ‘’ તું અહી શું કરે છે ? ઊંઘ નથી આવતી ? ‘’ ચિંતા કરતા મયંકે પૂછ્યું...

આ તો મારે તને પૂછવું જોઈએ તું અહિયાં ક્યારનો સોંગ સાંભળે છે તને ઊંઘ નથી આવતી ...’’ હા મમ્મી પપ્પા ની યાદ આવે છે ઘણો સમય થઇ ગયો એ નથી આવ્યા હજુ....મયંકે તરત જ મુસ્કુરાતા બોલ્યો....તને ખબર છે સ્વાતિ હું ગીત ગાવા સાથે ડાન્સ પણ સારો કરું છું..’’ .....સ્વાતિનો હાથ પકડી ઉભો થયો ..’’ અરે મયંક મને ડાન્સ નથી આવડતો ..’’ પણ મયંકે સ્વાતિને કમર થી પકડી પોતાની નજીક લાવી સ્વાતિ નો એક હાથ તેના ખંભા પર મુક્યો...અને એક હાથ થી શરમાઈ ગયેલી સ્વાતિનો ચેહરો પોતાની તરફ કર્યો...બંને પછી ધીમા ધીમા સ્વરે ગીત ગાતા ડાન્સ કરતા હતા...’’ તુજકો જો પાયા ...તો જીના ...આયા ..અબ એ લમ્હા ઠેહર જાયે ..હમ દોનો કે દરમીયા...’’ બંને એક દમ ખુશ હતા...

૮. પીડા

કોલેજમાં આખરી પરીક્ષા નજીક આવી હતી..મયંક પોતાનું રીચર્સ વર્ક જાતે જ કરવા માંગતો હતો આ વખતે સ્વાતિ ને પરેશાન ન હતો કરવા માંગતો...કલાકો સુધી તે લાઈબ્રેરીમાં ચોપડા ફંગોળતો...ઓનલાઈન આર્ટીકલ્સ જોતો...સ્વાતિ એ બે ત્રણ વાર પૂછ્યું મદદ માટે ...સ્વાતિ પછી પોતાનો મોટાભાગનો સમય રીડીંગ રૂમમાં જ ફાળવતી...

થોડા દિવસ પછી મયંક રીડીંગ રૂમમાં સ્વાતિ પાસે ગયો ‘’હેય સ્વાતિ મારું વર્ક મેં પૂરું કર્યું હું બહુ જ ખુશ છું ચલ ને આજે બહાર જઈએ ફરવા સેલીબ્રેટ કરીએ...’’ સ્વાતિ એ કહ્યું ..’’ એક્ઝામ નજીક છે મને વાંચવા દે તું જા તારા મિત્રો સાથે મારે નથી આવવું...’’ ...તો પણ મયંક સ્વાતિ ચાલને ...સ્વાતિ ગુસ્સે થઇ ગઈ ..’’ નથી આવવું યાર તું જા ‘’ ..

મયંક આખરે તેના મિત્રો સાથે ગયો ...બધા મિત્રો કોલેજની બાજુમાં આવેલા કેફેમાં ગયા...મયંક ના મિત્રો હવે જાણી ગયા હતા કે મયંક સ્વાતિને કેટલો પ્રેમ કરે છે...બસ એના ખુલાસાની રાહ જોઈ બેઠા હતા...’’ ત્યાં અચાનક મયંકનું ધ્યાન છેલ્લાં ટેબલ પર પડ્યું..’’ ઓય રોનક સામે જોતો પેલો કોણ છે ...?’’ ...સ્વાતિ તે યુવક સાથે બેઠી હતી હસી હસી ને વાતો કરતી હતી...મયંક એ જોઈ મન ને મનમાં ગુસ્સો ગળી ગયો...રોનક બોલ્યો ..’’ અરે આ તો પેલો કિશન છે..ગઈ સાલ જ આપણા ક્લાસમાં એડમીશન લીધું હતું પણ સ્વાતિ એની સાથે ? મયંકના મિત્રો મયંકનો ચેહરો ગુસ્સાથી લાલ થઇ રહેલો જોઈ રહ્યા એટલે કઈ બોલ્યા નહી...

મયંક ગુસ્સામાં ,’’ આ કિશન ની આખી જન્મકુંડલી કાઢ બધી જ માહિતી ..’’ અને મયંક ત્યાંથી ચાલ્યો ગયો...

મયંકે સ્વાતિને આ વિશે કઈ ન પૂછ્યું ..કદાચ તે વધુ પડતું જ વિચારી રહ્યો હતો . બીજા દિવસે કોલેજ જવા સમયે તેણે સ્વાતિને સાથે આવવા કહ્યું પરંતુ સ્વાતિ એ ના પાડી... ‘’ તેની સ્કુટી આગળ બાઈક ઉભી કરતો તે બોલ્યો.. ‘’ સ્વાતિ હું લાઈબ્રેરી જ જવ છું સાથે આવીશ તું ..’’ ...’’ મયંક આજે મારે બીજું કામ હું થોડે મોડેથી આવી જઈશ. ‘’ બોલતી તે સ્કુટી લઈને નીકળી ગઈ...

અકળાયેલ મયંક પોતાની લાગણી રોકી ના શક્યો ... સ્વાતિની પાછળ ગયો જોયું તો સ્વાતિ કોલેજના બદલે બીજે જતી હતી...તેણે એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં સ્કુટી મૂકી .. ત્યાં જ કિશન બાઈક લઇ આવ્યો અને સ્વાતિ તેની પાછળ બેસી ગઈ ..તેઓ સીટી મોલ માં ગયા ઘણીબધી ખરીદી કરી બંને ખુબજ ખુશ લાગી રહ્યા હતા ...મયંક પણ તેની પાછળ હતો..

તેને ઈર્ષા .. ગુસ્સો ..દર્દ ..પીડા ..એકસાથે મહેસુસ થઇ રહ્યું હતું ...શરીરમાં એક વિચિત્ર તણાવ મહેસુસ થઇ રહ્યો હતો..શ્વાસ લેવામાં ઘુટન થઇ રહી હતી..જાણે કોઈ ગળું દબાવી રહ્યું હોય એમ લાગતું હતું ..તેઓ કોલેજ પણ સાથે જ ગયા ..સ્વાતિ અને કિશન પણ સાથે જ ગયા..મયંક સ્વાતિને ફોન કરી રહ્યો હતો પણ સ્વાતિ ફોન ઉપાડતી ન હતી...રીડીંગ રૂમમાં પણ કિશન અને સ્વાતિ સાથે રીડીંગ કરતા હસતા હસતા વાતચીત કરતા...હવે આ બધું જોઈ મયંક નો દબ ઘુટવા લાગ્યો..એ મુઠ્ઠી વાળી પોતાની લાગણી ને કાબુમાં રાખતો હતો..ત્યાં મયંક નો મિત્ર આવ્યો તે લોકો એમની જગ્યા એ જઈ વાતો કરવા લાગ્યા...

તેના મિત્ર એ કહ્યું , ‘’ કિશન અનાથ છે. એપાર્ટમેન્ટમાં ભાડે રહે છે અહિયાં અડધેથી કોલેજ જોઈન કરવાનું કારણ નથી ખબર પડી...તેના દોસ્તમાં બસ સ્વાતિ જ છે ...ત્યાં ગુસ્સામાં મયંકે હાથ પછાડ્યો...કોઇપણ પગલું ભરતા પહેલા સ્વાતિના મનમાં શું ચાલે છે એ જાણવા ઈચ્છતો હતો...આથી જ રાત્રે જમ્યા બાદ તે સ્વાતિના રૂમમાં ગયો...’’ સ્વાતિ મારે તારી સાથે વાત કરવી છે..’’ ...’’ મયંક મને વાંચવા ...તે બોલવા ગઈ ત્યાં જ મયંકે તેને અટકાવી...’’ પ્લીઝ... પ્લીઝ ...તેનો હાથ પકડતો તે બોલ્યો...તેની વાત માની સ્વાતિ ઉભી થઇ...બંને છત પર ગયા થોડીવાર સુધી ટહેલવા લાગ્યા ....સ્વાતિ એ મયંક તરફ જોઈ બોલી ..’’ મયંક તારે કંઇક વાત કહેવી હતી ને .. ?’’ ....’’ સ્વાતિ મારી સાથે ડાન્સ કરીશ ? ‘’ ...’’હં હમણાં ‘’ તેને આશ્ચર્ય થયું...પ્લીઝ સ્વાતિ ...

આટલા દિવસથી બેચેન ફરતા મયંકે સ્વાતિને ગળે લગાવી લીધી..સ્વાતિને આશ્ચર્ય થયું પણ તેણે મયંકે ના ખભે માથું ટેકવ્યું...’’ સ્વાતિ થી તારા દરેક સિક્રેટ મને કહ્યા છે તે શું એવું કઈ છે જે તે મને આજ સુધી નથી કહ્યું ? મન મક્કમ કરી મયંકે પૂછી લીધું..સ્વાતિ તેનાથી દુર ખસી ગઈ અને તેને આશ્ચર્ય થી જોવા લાગી ..પોતાનો હાથ છોડાવી ત્યાંથી જવા લાગી ..પણ દરવાજે થંભી ગઈ ..ઘણીવાર સુધી તે ત્યાં ઉભી રહી ..તે થોડીવાર પછી મયંક પાસે આવી...’’ હા એક રાઝ છે ..જે મેં તને નથી કહ્યું ..’’..મયંક હું પ્રેમ માં પડી ગઈ છું . વિચાર્યું હતું કે એક્ઝામ પછી તું મારા કહ્યા વિના જ જાણી જઈશ..એનું નામ કિશન છે..મોટેભાગે લાયબ્રેરીમાં મળતો એ અને ક્યારે એના પ્રત્યે આકર્ષણ થયું ખબર જ ના પડી ..’’

હું ખુબ ખુશ છું મયંક . ‘’હસતી હસ્તી અને શરમાતી તે બોલી ....પછી સ્વાતિ ત્યાંથી ગઈ અને મયંક નીચે ફસડાઈ પડ્યો...દર્દ થી રડવા લાગ્યો...વિચારવા લાગ્યો આજ સુધી મને કોઈ પ્રત્યે આકર્ષણ નથી થયું જે છે એ બધું મારા માટે સ્વાતિ છે અને એ?

૯. નાટક

મમ્મા ..મયંક ક્યાં છે ? સવરે નાસ્તો કરવા ના આવ્યો...’’આજે વહેલો જતો રહ્યો નાસ્તો પણ ન કર્યો ...’’ સ્વાતિ સાચું બોલ , તે મારા દીકરાને કઈ કહ્યું નથી ને ? મો ચઢાવતા નિશાબેન બોલ્યા..’’ મમ્મા મારા પર બધો દોષ ના નાખો એ તો એક્ઝામ નું પ્રેશર છે એટલે...પછી વાત ને ટાળતા એ નાસ્તો કરી કોલેજ જવા નીકળી...

સ્વાતિ આખો દિવસ કિશન સાથે જ હતી ..સ્વાતિને એ નહોતી ખબર કે એ અને કિશન જ્યાં પણ જાય છે ત્યાં મયંક પણ પાછળ હોય છે બધું જોતો હોય છે...બસ એ બંનેને જોતા એ ગુસ્સાથી લાલચોળ થતો હતો ...બેઠા બેઠા નોટબુકના પાનાં ફાડી નાખતો...સાંજે ૪ વાગ્યે સ્વાતિ અને કિશન લાઈબ્રેરી ની બહાર નીકળ્યા..મયંક ફૂફાળા મારતો તે પાછળ ગયો...મયંક કઈ નાદાની કરી બેસે એ પેહેલા મયંકના મિત્રો મયંક ને ત્યાંથી ખેચીને લઇ ગયા...’’ છોડો મને..મને કેમ રોક્યો ..? ‘’ મયંક ખુબજ ગુસ્સામાં હતો ‘’ આજે તો કિશનના હાથ પગ તોડી નાખવા હતા મારે ‘’..ટેબલ પર હાથ પછાડવા લાગ્યો ..મિત્રો એ સમજાવ્યો ..’’ ભાઈ આ પ્રેમ છે કોઈ યુદ્ધ નથી..આમ કરીશ તો સ્વાતિ સામે કિશન હીરો બની જશે અને તું વિલન ,’’

‘’ તો શું કરું યાર ? તમે લોકો તો જાણો છો ને હું એને કેટલું ચાહું છું ..એ મારી ચાહત ને કેમ જોઈ શકતી નથી સમજાતું નથી..મયંકની આંખો ભીની થઇ ગઈ...’’ મયંકના મિત્રો બોલ્યા ‘’જો તું બીજા કોઈનાં પ્રેમમાં પડી જા તો ...? ...’’ શું ?હું સ્વાતિને મેળવવાની વાત કરું છું અને તું ? ....’’ અરે મયંક તું સાંભળ તો ખરો ..પહેલા ...પ્રેમ નઈ પણ એક નાટક તો કરી શકે ને ..? તું એનાથી દુર જઈશ તને કઈ કોઈ બીજું ગમશે તો એને જલન થશે અને એ આપોઆપ પાછી આવશે ...આ તરકીબ બધા મિત્રોને ગમી...

અને આ આઈડિયા ફેઈલ થઇ ગયો તો.. ? ...તો અમે છીએને તારા મિત્રો કિશનને સીધો કરવા શું કામને ચિંતા કરે છે ? ...પણ આટલી જલ્દી એવી છોકરી ક્યાંથી શોધીશું..?...’’’ અરે શોધીશું નહી શોધી લીધી એમ બોલ મયંક ...કેટીનમાં આવતી એક છોકરી સામે ઈશારો કરતો બોલ્યો....’’સાક્ષી ‘’ બધા મિત્રો એક સાથે બોલ્યા...મયંક એની સામે જોયું એ આશ્ચર્ય થઇ ગયો..

બીજા વર્ષમાં અભ્યાસ કરતી એ છોકરીને મયંક ચહેરાથી જાણતો હતો..કારણકે પહેલા વર્ષે તેને રેગીંગથી બચાવી હતી...એકવાર મયંક ના મિત્રો તેમની સ્કુટી પણ રીપેર કરી આપી હતી...સાક્ષી એના બર્થ ડે વખતે બધા ને ચોકલેટ આપવા જરૂર આવતી..એટલે યાદ છે...પણ મયંક ને આજે નામ ની ખબર પડી તેના મિત્રો જાણતા હતા કે સાક્ષી મયંકને પસંદ કરે છે...એટલે જ એમણે સાક્ષીનું નામ સજેસ્ટ કર્યું જે વાત થી મયંક સાવ અજાણ હતો ...

મયંક શાંત થઇ બોલ્યો ..’’ યારો મને આ ખોટું લાગી રહ્યું છે ...આમ કોઈની લાગણી સાથે રમવું સારું ના કહેવાય આપદા સ્વાર્થ મતિ સાક્ષી સાથે પ્રેમનું નાટક કરવાનું પછી એ સાચું પ્રેમમાં પડી જશે તો એને હર્ટ થશે એ દુખી થશે...રેવા દે તરકીબ..’’.

મિત્રો બોલ્યા , ‘’ પણ મયંક થોડા દિવસ જ આ નાટક કરવાનું છે એમાં થોડીને પ્રેમ થશે ..? સારું એક કામ કર પ્રેમ નહિ એને તારી એક સારી દોસ્ત બનાવી લે ...

૧૦. સાક્ષી

બીજા દિવસેથી જ મયંકે કોશિશ શરુ કરી દીધી ..’’ હાય હું અહી બેસું ? કેન્ટીનમાં નાસ્તો કરી રહેલી સાક્ષીની સામે ઉભી રહી તે બોલ્યો ...આમ અચાનક થી સવાલ પૂછતા સાક્ષી હેબતાઈ ગઈ ...સાક્ષીને ઉધરસ આવવા લાગી...’’ હેય તું ઠીક છે ને ? મયંકે સાક્ષીને પાણી આપ્યું ..’’ ..હું ઠીક છું ‘’ અને હા તમે અહી બેસો નો પ્રોબ્લેમ ...’’ મયંકે નાસ્તાનો ઓર્ડર આપ્યો...તે બોલી ‘’ તમને પહેલી વાર આટલી સવારે કેન્ટીનમાં જોયા ..’’ ..હા મમ્મી પપ્પા બહાર ગયા છે એટલે સવારનો નાસ્તો અહી જ કરું છું..’’ તું પણ રોજ અહી જ નાસ્તો કરે છે..? ..’’ હા હું હોસ્ટેલ માં રહું છું...એટલે સવારે અહિયાં જ નાસ્તો કરવા આવી જાવ...’’ ઓહ તું હોસ્ટેલમાં રહે છે અઘરું હોય છે હોસ્ટેલમાં રહેવું ...એકચ્યુઅલી હું પણ હોસ્ટેલમાં હતો માત્ર ૨ દિવસ રહ્યો અને પછી ત્યાંથી ભાગી ગયો હવે તો બસ ઘરે જ ...પછી ક્યારેય ઘર છોડ્યું જ નહી..’’

મયંક સાક્ષી ના ખીલેલા ગાલને જોઈ રહ્યો હતો અને તેને આ યુવતી સાથે વાતચીત કરવી સરળ લાગી..હસતા મુસ્કુરાત નાસ્તો પતાવ્યો અને બીલ દેવા સાક્ષી ગઈ ત્યાં મયંકે બીલ આપી દીધું...થેન્ક્સ સર ...હવે મારે લેકચર છે હું જાવ સર ...?’’

‘’ હેય મારું નામ મયંક છે સર નહી ‘’ મલકાતી સાક્ષી જતી રહી ત્યારબાદ મયંકના મિત્રો કેન્ટીનમાં આવ્યા મયંકે બધું જણાવ્યું...મયંક બોલ્યો , ‘’ યાર મને આ બધું બરોબર નથી લાગતું કોઈની લાગણી સાથે રમવું ..’’ ..’’અરે યાર તું ફરી શરુ થઇ ગયો..’’..તું માત્ર એનો દોસ્ત બનવા માંગે છે એમાં શું ખોટું થઇ ગયું...’’ પછી બધા આગળનું પ્લાનિંગ કરવા લાગ્યો..

હવે મયંક નું રોજનું કાર્યક્રમ બદલાઈ ગયો હતો...સવારે કેન્ટીનમાં સાક્ષી સાથે નાસ્તો કરવો ત્યારબાદ આંખો દિવસ લાઈબ્રેરીમાં વાંચન કરવું ...સાક્ષી ક્લાસમાં ના હોય તો તેની સાથે ફરવા જવું..દરરોજ તેને હોસ્ટેલ સુધી મુકવા જવી..અને મયંક તો એ બધું સાક્ષી સામે કરતો કારણકે એ રાહ જોતો હતો ક્યારે સાક્ષીને ગુસ્સો આવે અને મને આઈ લવ યુ કહે ‘’ પરંતુ હજુ એ દિવસ આવ્યો ન હતો..

ઘણા દિવસની મુલાકાત બાદ હવે સાક્ષી અને મયંક એક સારા મિત્રો બની ગયા હતા...સાક્ષી સ્વાતિ કરતા સાવ વિરુદ્ધ સ્વભાવની હતી ....સ્વાતિ જ્વાળામુખી તો સાક્ષી શાંતિ નદી હતી...સ્વાતિ લડતી , ઝઘડતી , ખુબજ બોલતી પણ સાક્ષી સાંભળતી અને સંભળાતી ..અમુકવાર તો એ મયંકનો ગુસ્સો પણ સહન કરી લેતી અને એને સમજી લેતી...કદાચ સાક્ષી પણ જાણતી હતી કે મયંક સ્વાતિને કેટલો ચાહે છે...આથી જ તે આ બધું કરી રહ્યો છે....ઉલટા બીજી તરફ સ્વાતિ અને મયંક વચ્ચે સબંધ નું અંતર વધતું ગયું...મયંક હવે સ્વાતિના ઘરે પણ ના આવતો ...ક્યારેક આવે તો અંકલ આંટી ને હાય હેલ્લો કરી જ્ત્તો રહે...સ્વાતિને આ બાબતે કોઈજ ફર્ક ના પડ્યો..એ એનું કામ માં વ્યસ્ત રહી અને મયંક ને સતત ઇગ્નોર કર્યો ...

પરીક્ષા શરુ થવાની હતી ...એટલે મયંક પણ હવે એના સ્ટડી તરફ વળ્યો.....દિવસ રાત લાઈબ્રેરી માં મહેનત કરે ...

૧૧. પ્રેમ

ચિંતા ગભરાહટ , રાતના ઉજાગરા સાથે આખરે ૧૦ દિવસ પછી પરીક્ષા પૂર્ણ થઇ. ઘણા દિવસ બાદ મયંક સ્વાતિના ઘરે આવ્યો..આજે બંને શાંત હતા ..બસ ઔપચારિક વાતો કરી રહ્યા હતા બંને નું બદલાતું વર્તન જોઈ સ્વાતિના મમ્મી પપ્પા ને અલગ લાગ્યું...જમ્યા બાદ તે સ્વાતિના રૂમમાં ગયો ...સ્વાતિ કિશન સાથે ફોનમાં વાત કરતી હતી ...અચાનક મયંક ને જોઈ તેણે ફોન મૂકી દીધો....’’ હેય સ્વાતિ એક્ઝામ પૂરી થઇ ગઈ ચલ સેલીબ્રેટ કરવા જઈએ ....’’ ...સોરી મયંક હું નહી આવી શકું...બહુ થાકી ગઈ છું આજે આરામ કરવો છે...પછી ક્યારેક જશું ..’’ મયંકે માંડ પોતાનો ગુસ્સો ગળ્યો..’’ સારું ઓકે સ્વાતિ તું આરામ કર...મયંક ત્યાંથી નીકળી ગયો ...

હવે તે મનને શાંત કરવા મિત્રો અઠે નીકળી ગયો ..ત્યાં સાક્ષી પણ સાથે આવી હતી..આઈસ્ક્રીમ ખાઈને મયંક સાક્ષીને હોસ્ટેલ ચાલીને મુકવા ગયો ...કારણકે હોસ્ટેલ આઈસ્ક્રીમ પાર્લરની બાજુમાં જ હતી...૧૦ થી ૧૫ મિનીટના રસ્તામાં ચાલતા બન્નેમાંથી કોઈ કશું બોલ્યા નહી....હોસ્ટેલ પહોચવાની સાથે ..સારું મયંક ગુડ નાઈટ ....’’ બાય સાક્ષી ગુડ નાઈટ ..’’

ત્યાં થોડીવારમાં સાક્ષી પાછી આવી...મયંક એક વાત કહું , ‘’ શું તું જાણે છે પ્રેમનો સૌથી મુશ્કેલ તબ્બકો કયો છે ? જેને ચાહો એની રાહ જોવી ..એના એ ત્રણ શબ્દો સાંભળવાની રાહ જોવી ...એ કોઈક બીજાને ચાહે છતાંપણ એને પોતાની બનાવવાની ઈચ્છા રાખવી , એ સાથે હોય એવા સપનો જોવા ..’’.....સાક્ષી વધુ આગળ કહેતા મયંક ને સમજાવતી...’’ મયંક એટલી બધી પણ રાહ ન જો કે અંતર એટલું બધું વધી જાય તે દોડ મુકવાથી પણ પૂરું ન થાય.....’’ હું તો મોડી પડી છું , તું આમ ન કર ..કહી દે એને કે તું એને કેટલો ચાહે છે..ભીની આંખે કિનારી લુછતિ સાક્ષી મયંકને બોલી....

આમ જોઈએ તો સાક્ષીના હદયના ખૂણામાં ક્યાંક મયંક માટે પ્રેમનું પુષ્પ ખીલતું જોવા મળે છે પરંતુ સાક્ષી સમજદાર છે એટલે તેણે પોતાની લાગણી પર કાબુ રાખી મયંક ને સમજાવ્યું....

મયંકને સાક્ષીની વાત યોગ્ય લાગી એ દોડતા સીધો સ્વાતિના ઘરે ગયો ..’’ આંટી સ્વાતિ ક્યાં છે ? ‘’ ..બેટા સ્વાતિ ટેરેસ પર છે .’’ તે તરત જ દોડતો છત પર ગયો સ્વાતિ નીચે તેના રૂમમાં જતી હતી ત્યાં મયંક ને દરવાજા પાસે મળી ...’’ સ્વાતિ મારે તારી સાથે વાત કરવી છે..’’ ...’’ ના હું ખુબજ થાકી ગઈ છું પછી ક્યારેક કેજે ...’’ .....અરે ૧૦ મિનીટ બસ પ્લીઝ મારે ખુબજ જરૂરી વાત કરવી છે...મયંકે સ્વાતિને હીચકા પર બેસાડી અને પોતે નીચે બેઠો અને બોલ્યો...’’ પરંતુ તે ઉભો થઇ ગયો આમ તેમ આંટા મારવા લાગ્યો ....તેને પરસેવો છૂટ્યો ...ડેરિંગ કરી સ્વાતિ પાસે આવ્યો ....’’સ્વાતિ આઈ લવ યુ ...’’ મયંક ઝડપથી બોલી ગયો.

સ્વાતિને જટકો લાગ્યો તે તરત જ હીંચકા પરથી ઉભી થઇ ગઈ...મયંકનો હાથ છોડાવી તે દુર ખસી ..મયંક શું તું પાગલ થઇ ગયો છે..હું કિશન ને ચાહું ચુ અને તું પણ તો સાક્ષીને ચાહે છે...? ...’’ સાક્ષી દોસ્ત છે મારી ..હું તને અને માત્ર તને જ ચાહું છું...મારી આત્મા માં તું વસે છે સ્વાતિ...મને ખબર છે તું પણ મને ચાહે છે...મયંક રડતા રડતા ઉદાસ થઇ ગયો....

..’’ ના હું તને નથી ચાહતી ..’’ એમ કહી સ્વાતિ એ મો ફેરવી લીધું...મયંકે સ્વાતિનો હાથ પકડતા કહ્યું ...’’ નથી ચાહતી એમ તો સ્કુલમાં આપના ક્લાસની છોકરી ઓને મારા થી દુર રહેવા કેમ કહેતી ? હું કોઈ સાથે વાત કરવાની કોશિશ કરું તો પણ તું મારી સાથે લડતી...મને શું ગમે છે શું નથી ગમતું બધીજ વસ્તુ નું તું ધ્યાન રાખતી..મારા માટે દર વર્ષે ઉપવાસ કરતી ..જો મને ચાહતી નથી તો આટલા વર્ષ તે આ બધું શું કામ કર્યું ?

સ્વાતિ ગુસ્સમાં ...’’ આ તું શું બોલે છે ..તું મારો સૌથી સારો દોસ્ત છે બસ ...અને એ બધું એટલે જ કર્યું ...અને હા રહી વાત ઉપવાસની એતો મમ્મી મને ખીજાતી એટલે રહેતી...સ્વાતિની આંખ ભીની થઇ ગઈ કેમ આમ કરે છે મયંક મને ડર લાગે છે..મયંક સ્વાતિ પાસે આવ્યો...પ્લીઝ પ્લીઝ તું રડીશ નહી...સ્વાતિ રડતા રડતા બોલી ..’’ મયંક તું સમજતો કેમ નથી હું કિશન ને ચાહું છું તે ચિલ્લાઈ ...’’

સ્વાતિ તું આમ નઈ કરી શકે ..તું મારી પત્ની છે ...હું તને પ્રેમ કરું છું નાનપણ થી આપણે એકબીજા માટે જ બન્યા છીએ...સ્વાતિને ગુસ્સો આવતા તેણે મયંકના ગાલ પર થપ્પડ મારી દીધી...બોલવા લાગી ..’’ તું પણ બધાની જેમ વર્તવા લાગ્યો ..? તું પણ મને હવે આ બંધનમાં બાંધીશ...? અને હા મયંક આ લગ્ન કાનૂની ન હતા એટલે હું તારી પત્ની નથી સમજ્યો...?

મયંક રડતા રડતા ..સ્વાતિ પ્લીઝ નહી જા પ્લીઝ હું નહિ જીવી શકું તારા વગર...કરગર તો હતો...સ્વાતિ હું એવું તો શું કરું કે તું મારી થઇ જા મારી પાસે આવી જા ? ..સ્વાતિ ‘’ પ્લીઝ મને જવા દે મયંક મારે કોઈ વાત નહી કરવી ..સ્વાતિ ત્યાંથી રડતી રડતી જતી રહી...

ક્રમશ : આગળ શું થશે એ માટે વાંચતા રહો ....શું ખરેખર સ્વાતિ મયંકના પ્રેમને સમજશે ? બાળલગ્ન નો સ્વીકાર કઈ રીતે કરશે ..? ખુબજ રહસ્મય બનાવો સાથે વાંચતા રહો ..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED