Fans - A unique love story - (Part 5) - The last part books and stories free download online pdf in Gujarati

ચાહત - એક અનોખી પ્રેમ કથા - (ભાગ 5) - છેલ્લો ભાગ

'' ચાહત ''

ભાગ – ૫

૨૩. વિદાય

મયંકે સ્વાતિને ઘરે પાછા આવવા માનવી લીધી હતી..બંને કલાકો સુધીની મુસાફરી કર્યા બાદ બંને ઘરે પહોચ્યા...તેણે ઘરે આવવા પહેલા સાક્ષીને ફોન કરી દીધો હતો અને સ્વાતિ બીમાર છે એ બાબત અંકલ અને આંટીને જણાવવા કહ્યું હતું ...

સ્વાતિનો ફિક્કો ચેહરો જોઈ મમ્મી રડી પડ્યા...તેણે ગળે લગાવી લીધી .. પપ્પાએ પણ વ્હાલથી માથા પર હાથ ફેરવ્યો..’’ મારી નાનકડી દીકરી હવે બહુ મોટી થઇ ગઈ છે .. ‘’ એમ કહી ધીમો મીઠો ઠપકો આપ્યો...

‘’ સ્વાતિ રડીને .’’ પપ્પા મને માફ કરી દયો ..’’ એમ કહી સ્વાતિ પપ્પા ના ખોળામાં માથું નાખી ઘણીવાર સુધી સુતી રહી...મમ્મી જમવાનું બનાવી રહ્યા હતા...ત્રણેય જમ્યા ...પછી મમ્મી પપ્પા ની સામે સ્વાતિને બેસાડી ..અને પૂછ્યું , ‘’ શું થયું બેટા ? તારે કાંઈ કહેવું છે..? તે બોલવાની કોશિશ કરી રહી હતી પણ શબ્દો ન હતા નીકળતા ..’ પોતાની મૃત્યુ વિશે માતાપિતાને કેમ કહેવું !! હું આરામ કરવા જાવ છું એમ કહી ને સ્વાતિ તેના રૂમમાં જતી રહી ...

અહિયાં મયંક પણ ઘણા સમય પછી એના ઘરે ગયો એની હાલત જોઈ એના મમ્મી એને મીઠો ઠપકો આપ્યો ..મયંક ફટાફટ ફ્રેશ થઇ ..જમીને તરત જ નીકળી ગયો ..મમ્મી મારે જવું જોઇશે હવે ..સ્વાતિની તબિયત નથી સારી...

આ હતી મયંકની ચાહત જે આટલી મુસાફરી કર્યા બાદ પણ આરામ નહી પણ સ્વાતિ વિશે જ વિચારતો હતો...ત્યાં જવા ગયો ત્યારે જ સાક્ષી એને મળી ..સાક્ષી મોં લટકાવેલી હતી કારણકે એને મયંકની આ હાલત જોવાતી ના હતી...મયંકનો હાથ પકડ્યો ‘’ મયંક જતા પહેલા મને કહે આટલા દિવસ તારા કેવી રીતગયા .., ઘણા દિવસ પછી તને જોવ છું મન ભરીને મને જોવા ના દઈશ તું ?’’ મયંકે સાક્ષીનો હાથ પકડ્યો અને કહ્યું સાક્ષી તારા જેવી દોસ્ત નસીબદાર ને જ મળે આટલી માયાળુ , પ્રેમાળ ...હરહમેશ મદદગાર ....તારો આભાર કેમ ચૂકવું હું સાક્ષી ..? ‘’ ..સાક્ષી એ કહ્યું , ‘’ મયંક તારા વિના કશું જ સારું નહોતું લાગતું ...તારી ખુબજ યાદ આવતી હતી ...એમ કહી એ મયંકને ભેટી ગઈ...

ત્યાં મયંકના ફોનમાં રીંગ વાગે છે ...સાક્ષી સ્વાતિ નો ફોન સ્વાતિ મારે જવું જોઇશે એની પાસે...’’ સારું ચલ મયંક હું પણ આવું ..’’ હા સારું ચાલ ..’’ ...મયંકના મમ્મી પપ્પા પણ સાથે આવ્યા થોડીવાર પછી બધા સ્વાતિના ઘરે પહોચ્યા....

મયંક અને સાક્ષી સ્વાતિના રૂમમાં ગયા અને મયંક ના મમ્મી પપ્પા રાજેશભાઈ અને નિશાબેન પાસે બેઠા....’’ સ્વાતિ હું આવી ગયો તને કેમ છે હવે તું આરામ કર આમે લોકો નીચે બેઠા છીએ હમણાં હું ઉપર આવું..’’ ..મયંક ને સ્વાતિના મમ્મી પપ્પાને એના કેન્સર વાળી વાત જણાવી હતી....એને મનને મક્કમ કરી બધા સામે બેઠા હતા ત્યારે કહ્યું ....’’ અંકલ સ્વાતિને બ્લડ કેન્સર છે ...એની પાસે હવે વધારે સમય નથી . ‘’ આ સાંભળતા જ બધા સફાળા ઉભા થઇ ગયા...રાજેશભાઈ ને ઝટકો લાગ્યો...

રાજેશભાઈ રડમસ અવાજમાં પૂછ્યું , ‘’ શું મયંક બેટા આનો કોઈ ઈલાજ નથી.. ? ‘’ મયંકે નકારમાં માથું હલાવ્યું ...’’ ..અંકલ જયારે મેં આ બીમારી જાણ્યું કે સ્વાતિને થઇ છે મારા પગ નીચે થી જમીન સરકી ગઈ હતી..ત્યાં સ્વાતિ આવી ..’’ હવે હું પાછી આવી છું કારણકે મારે તમને જીવનભર રડતા , ઉદાસ નથી જોવા...મારી પાસે જેટલો સમય છે આપણે ખુશીથી વીતાવીશું...હું ઈચ્છું છું કે જયારે તમને મારી યાદ આવે ત્યારે તમારા બધાના ચહેરા પણ હસી હોઈ દુખ નહી...

‘’જો આપ સૌ ખુશ હશો તો હું શાંતિ થી આ દુનિયા માંથી વિદાય લઇ શકીશ...’’ રાજેશભાઈ કઈ આગળ બોલતા સ્વાતિના માથામાં હાથ ફેરવતા બોલ્યા સ્વાતિ તું જેમ ઈચ્છે છે તેમન જ થશે...

૨૪. દગો

સ્વાતિની વાત માનતા હવે બધા ખુશ રહેતા , હસતા , મુસ્કુરાતા ...નિશાબેન રોજ તેમણે ભાવતું જમવાનું બનાવતા ..પપ્પા રાજેશ્ભાઈ તેના માટે રોજ નવી નવી ભેટો લાવતા...મયંક રોજ તેના માટે લાલ ગુલાબ લાવતો...મયંક સાથે સાંજે જમીને ફરવા જતી તો ક્યારેક એના મિત્રો સાથે આઈસ્ક્રીમ પાર્લરે જતી...નિશાબેન અને રાજેશભાઈ ને તો હજુ માનવા માં નહોતું આવતું કે દીકરી મરી રહી છે....સ્વાતિના પરિવારમાં હવે એક નવું સભ્ય ઉમેરાઈ ગયું હતું સાક્ષી...

સ્વાતિ ને સમયસર દવા આપવાની જવાબદારી તેણે લઇ લીધી હતી ...સાક્ષી તેનું ધ્યાન તો રાખતી પણ તેની સાથે કોઈ વાતચીત નહોતી કરતી...સ્વાતિ એ ઘણીવાર સાક્ષી સાથે વાતચીત કરવાની કોશિશ કરતી પણ તે કંઇક બહાનું કાઢી જતી રહેતી...તેનો આ બદલાવ મયંક જોઈ રહ્યો હતો...

એક સાંજે તે સાક્ષી પાસે ગયો...સાક્ષી સ્વાતિની છત પર ઘણીવાર સુધી ઉભી હતી...’’ સાક્ષી તું ઠીક છે ને ? ઘણા દિવસથી તારા ચહેરા પર ઉદાસી છવાયેલી દેખાય છે ..? ..’’ કોઈ કોઈ વાત નથી મયંક બસ ફાઈનલ એક્ઝામ આવે છે એટલે એનું ટેન્સ છે થોડું....

‘’ સાક્ષી તને જુઠ્ઠું બોલતા નથી આવડતું તો કોશિશ ના કરીશ...’’ હમેશા તે મને સાંભળ્યો છે અને સંભળાયો છે..તો હવે તું પણ તારી વાત પણ મને કહે....સ્વાતિના આવવાથી તું બેચેન થઇ ગઈ છે ને ..?

સાક્ષી એ કહ્યું કે ‘’ ના મયંક સ્વાતિ આવી એ મારી બેચેની નું કારણ નથી .. ‘’હું તને ચાહું છું ..તારા વગરના રઈ શકું..’’ પણ મેં દગો કર્યો છે ..સ્વાતિ મારી સારી દોસ્ત છે....મેં સ્વાતિ પાસેથી તને છીનવી લીધો અને સ્વાતિને મેં દગો કર્યો છે..એટલું હું બેચેન છું...મયંક મને પોતાની પ્રત્યે નફરત થઇ રહી છે ...હું એક ખરાબ વ્યક્તિ છું ..સ્વાર્થી છું ..મેં સ્વાતિ સાથે દગો કર્યો જે છોકરી તને અનહદ ચાહે છે ....’’

મયંક સાક્ષીને સમજાવતો...’’ કોઈનાં પ્રેમમાં પડવું એ ગુનો નથી સાક્ષી...’’ તારો કોઈ જ વાંક નથી એટલે તું પોતાને દોષ આપવાનું બંધ કરી દે અને તારી બેચેની ને દુર કર ....

૨૫. પ્રેમ કે સ્વાર્થ

રાત્રે પછી હોસ્ટેલ જતા પહેલા સાક્ષી સ્વાતિને દવા આપવા ગઈ..દવા આપ્યા બાદ તે રૂમની બહાર નીકળી ગઈ , પણ સ્વાતિએ તેનો હાથ પકડ્યો...’’ સાક્ષી ઉભી રહે મારે તને કંઇક જણાવવું છે ..મારી વાત સાંભળીશ..?

સાક્ષી સ્વાતિની બાજુમાં બેસી ..’’ હા કહે મને સ્વાતિ તારા મનની વાત ..’’ ....સાંભળ ‘’ સાક્ષી તું એ તો જાણે છે ને કોલેજમાં હું કોઇપણ યુવતીને મયંકની આસપાસ ફરકવા ન હતી દેતી પણ શું તને એ ખબર છે કે મને સૌથી વધુ ઈર્ષા તારાથી થતી હતી !! તારો આ શાંત સ્વભાવ , તારી સમજદારી અને આ તારી સાદગી...’’ તું મયંક ને પસંદ આવે એ પહેલા જ મેં તારી સાથે દોસ્તી કરી લીધી ..જયારે ખબર પડી કે તું મયંક ને પસંદ કરે છે ત્યારે મારી બેચેની વધી ગઈ...’’ એમ કહી સ્વાતિ એ સ્માઈલ કરી..

આગળ કહેતા ‘’ પણ જો ને હું મારા નસીબ જ હારી ગઈ .. થોડા મહિનાઓ પહેલા મારું એક્સિડન્ટ થયું હતું ત્યારે મેં બ્લડ રીપોર્ટ કરાવ્યા હતા..મને ન હતી ખબર કે એ રીપોર્ટસ મારા મોતનું ફરમાન હતું ...એક તરફ મયંકની આંખમાં મારા પ્રત્યે અનહદ પ્રેમ બીજી તરફ મારું મોત ...અને એ બાદ એનું એકલપણું ...મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો...

‘’ સાક્ષી મેં મયંકના પ્રેમને અવગણ્યો , નકાર્યો , એને વિશ્વાસ અપાવ્યો કે હું એને નથી ચાહતી ...’’ હું બસ મોકો જ શોધી રહી હતી કે ઝઘડીને ઘરે થી નીકળી જાઉં , ત્યાં જ એણે તારી તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો...મારી બધી ચિંતા , મારો ગભરાહટ એ પળે દુર થઇ ગયો હતો .....સાક્ષી મને વિશ્વાસ હતો કે તું એને તૂટતા , વિખેરતા રોકી શકશે..તારો પ્રેમ મારા મયંકને બચાવી લેશે !! એને જો તારો પ્રેમ મારા મયંક ને નવું જીવન આપી શકતો હોય તો મયંક તને જ આપી દેવું ઠીક છે ?

સ્વાતિની આ બધી વાત થી અચંબો પામતી સાક્ષીના પગ ઢીલા થઇ ગયા તે નજીકમાં પડેલી ખુરશી પર બેસી ગઈ...તેની નજીક સ્વાતિ આવી અને સાક્ષીનો હાથ પકડ્યો ...’’ જો સાંભળ સાક્ષી અમે જયારે આહવા થી અહિયાં આવતા હતા મુસાફરીમાં મયંકે મને તારા વિશે કહ્યું કે સાક્ષી મને ચાહે છે..તો હું ખુબજ ખુશ થઇ કે મારા ગયા પછી મારા મયંક ને સાચવવા વાળી છે એ એકલો નહી રહે પરંતુ તને આટલા દિવસ થી બેચેન જોઈ એટલે મને લાગ્યું આજે કઈ દવ..અને સોરી મેં તારી અને મયંક ની વાત સાંભળી લીધી હતી ...આ જે પણ થઇ રહ્યું છે એમાં તારો કે મયંક નો કોઈ જ દોષ નથી આતો મેં બધું ગોઠવેલું હતું....

સાક્ષી એ સ્વાતિને પૂછ્યું , ‘’ સ્વાતિ તું આટલું બધું ચાહે છે એને ..સ્વાતિએ જવાબ આપતા કહ્યું .., ‘’ હા બહુ જ , હું સ્વાર્થી છું સાક્ષી જો મયંક દુખી હશે તો મને મર્યા બાદ પણ શાંતિ નઈ મળશે ..હું નિરાંતે જવા માંગું છું આથી જ મારા સ્વાર્થને સંતોષવા તને અને મયંક ને દુખ આપ્યું મેં ..મને માફ કરી દે પ્લીઝ ..એમ કહી સ્વાતિ સાક્ષીને ભેટી ગઈ..

પછી મયંકે સાક્ષીને હોસ્ટેલ છોડી આવ્યો રસ્તામાં સાક્ષી એક શબ્દ પણ ના બોલી ...આજે સાક્ષીના કાનમાં સ્વાતિના શબ્દો સાંભળતા હતા ...આવી જ કંઈ હાલત મયંક અને સ્વાતિની પણ હતી ..

૨૬. પત્નીત્વ

બીજા દિવસે સવારે ૬ વાગ્યે મયંકનો ફોન વાગ્યો ..તે દોડીને સ્વાતિને ત્યાં ગયો...’’ જો ને બેટા સ્વાતિને શું થયું છે ઉઠતી નથી ..સ્વાતિ બેહોશ થઇ ગઈ હતી . ત્યાં ડોક્ટર આવ્યા એમને તપાસ કરી ...એમાં એવું થયું હતું કે રાત્રે વરસાદ આવતો હતો સ્વાતિ બેચેની ના લીધે બાલ્કનીમાં વરસાદ નીચે જ બેઠી રહી હતી એમાં બીમાર પડી ગઈ...

ડોકટરે ઠપકો આપ્યો તમે લોકો સ્વાતિનું શું ધ્યાન રાખો છો . સ્વાતિની તબિયત વધુ બગડી ગઈ છે એને અત્યારે જ દાખલ કરવી પડશે. સ્વાતિને પછી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી સ્વાતિ કોમોમાં જતી રઈ હતી...મયંકના મમ્મી પપ્પા ..સ્વાતિના ઘરના બધા સાક્ષી બધા ત્યાં આવી પહોચ્યા હતા...સાંજ થવા આવી છતાં કોઈ જ ફર્ક ના દેખાયો...

એમ કરતા કરતા ૪ દિવસ વીતી ગયા અને સ્વાતિ કોમોમાં જ હતી...ડોકટરે કહ્યું તે મુજબ એને ચેપ મગજ સુધી પહોચી ગયો હતો...એટલે હજુ એની તબિયત સુધરતા વાર લાગશે અને હોશમાં આવશે કે નહિ એ પણ કહેવું મુશ્કેલ છે...

જોત જોતામાં ૧૦ દિવસ જતા રહ્યા ...પણ કોઈએ હાર ન માની ...ત્યાં અંદરથી ડોક્ટરનો અવાજ આવ્યો સ્વાતિને હોશ આવ્યા છે એ મયંક ને બોલાવે છે...મયંક દોડોતો સ્વાતિ પાસે જાય છે ...આંખમાં આંસુ લઇ ..સ્વાતિનો હાથ પકડી બેઠો છે ...સ્વાતિ રડતા રડતા કહે છે , ‘’’ મયંક જો હું મારી રહી છું આ લોકો મને લેવા આવ્યા છે બસ હવે થોડીવારમાં હું મરી જઈશ ..’’ મયંકે એને રડતા રડતા ભેટી લીધી...તને કઈ નહી થાય સ્વાતિ ચુપચાપ સુઈ જા પછી આપણે વાતો કરીશું હું તારી પાસે જ છું...

સ્વાતિ એ કહ્યું , ‘’ મયંક મારું એક કરીશ ? ‘’ ..હા બોલને સ્વાતિ ...’’ તું સાક્ષીને બોલાવી લાવ ને ‘’ ...મયંક કે સાક્ષીને બોલાવી...’’ સાક્ષી અહિયાં મારી નજીક બેસ..’’ પછી સ્વાતિ એ સાક્ષી નો હાથ મયંકના હાથમાં થમાવી દીધો આંખમાં આંસુ સાથે બોલતી રહી ..’’ જો સાક્ષી મારા જીવ મારી આત્મા મારા મયંકનો હાથ તારા હાથમાં આપું છું ...તારે જીવનભર એનું ધ્યાન રાખવાનું છે...હું તો પ્રેમ ના આપી શકી મારા મયંક ને પણ તું આપજે ...અને મયંક તું પણ સાંભળ સાક્ષીને સ્વીકાર કરી લે ક્યાંક એનો પ્રેમ પણ મારી જેમ અધુરો ના રહી જાય.., તું પણ એનો સાથ આપજે ક્યારેય લડતો ઝઘડતો નહી...સાક્ષી સરી છોકરી છે...આ તારી જલકુકડી જેવી નથી એમ કહી એ હસવા લાગી...

હસતા હસતા ક્યારે સ્વાતિએ પોતાનો જીવ છોડી દીધો ખબર ના રહી ...મયંક સ્તબ્ધ બની ગયો....’’ સ્વાતિ ..સ્વાતિ ..સ્વાતિ ઉઠ ...’’ પણ સ્વાતિ હવે ઉઠી જ નહી ..’’ કદાચ તેણે આ જીવનમાં અધૂરું કામ હશે એ પૂર્ણ કરવા જીવિત રહી હશે...

સ્વાતિની ચાહત એવી હતી જેમાં બાળપણ ના થયેલા લગ્ન ભલે હતા પરંતુ પત્નીત્વ એણે નિભાવ્યું ...એ તો મયંકને પહેલીથી ચાહતી હતી...મયંક એકલો ના રહી જાય ...મયંક જીવનભર સ્વાતિને યાદ કરી દુખી ના રહે એટલે સ્વાતી તેની પુરક પત્ની બની કામ કર્યું ...

સ્વાતિ એ કરેલો પ્રેમ કંઇક આવો હતો ...

‘’ તુજે પાને કી ઉમ્મીદ મેં ચલતી રહી મેરી સાંસે , ના થામાં તેરા હાથ ના દિયા તેરા સાથ ,

ના બિતાયે વો પલ ઝીંદગી કે તેરે સાથ, ચાહના થા તુજે હર એક સાંસ મેં

બસ ચલી ગઈ સાંસે મેરી ..લકીરે મેરી કિસી ઓર કી બનાકર...

સોહમ બ્રહ્મભટ્ટ

પૂર્ણ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED