જિંદગીના વળાંકો - 5 Dr Shreya Tank દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જિંદગીના વળાંકો - 5

જિંદગીના વળાંકો-૫


મને રૂમ માં જતા ખબર પડી કે આરવ ના પેપર થોડા સારા નથી ગયા , બાકી બધા ના સારા જ ગયા છે, મે થોડી વાર પછી આરવ ને ફોન કર્યો અને નીરસ ન થવા પણ હવે નીત માં વધારે સારું કરવા કહ્યું અને એને હિંમત આપવા થોડું હસાવ્યું ...
બીજે દિવસ થી જોર- સોર થી નિટ ની પરીક્ષા માટે ની તૈયારી ઓ સરું થઈ ગઈ......લગભગ એક મહિના પછી નીટ ની પરીક્ષા આપી......આ આપ્યા પછી તરત અમે બધા એક બીજા ને મળ્યા અને ભેટી પડ્યા...અને વાતો સરું કરી , ખબર પડી કે બધા ની પરીક્ષા સારી ગઈ છે, છેલ્લે અમે બધા જોડે એક મૂવી જોઈ ને હવે હોસ્ટેલ થી પોતાના ઘરે જવાનો સમય આવ્યો
બધા બહુ જ દુઃખી હતા , રીયા ને શિવાની તો ખૂબ રડ્યયા.દુખ તો અમને પણ એટલું જ હતું પણ મમ્મી ની વાત કે નવું મેળવવા , કઈક ગુમાવવું જ પડે , એ યાદ કરી બધા ને સમજાવી આખરે અમે બધા જોર થી એક ગ્રુપ હગ કર્યું , અને પોતાના મમ્મી પ્પ સાથે ઘર તરફ પાછા ફર્યા..
એક મહિના પછી......
અમારા બોર્ડ અને નેટ ના પરિણામો આવ્યા....અમે બધા બહુ ખુશ હતા , અમે બધા એ સારા પરિણામો મેળવ્યા હતા.
એડમીશન ની પ્રોસેસ પછી આખરે મને વડોદરા, પ્રશાંત ને અમદાવાદ અને રીયા ને ભુજ સપના પ્રમાણે એમ. બી .બી. એસ. માં એડમીશન મળ્યું.... સ્નેહા અને આરવ એ બંને બી.ડી. એસ માટે જયરે શિવાની ને ફિઝિયોથેરાપી અને શૈલેષ એ પોતાના સપના મુજબ ઓસ્ટ્રેલિયા જવાનું થયું.
આ વાત ની ખુશી અને શૈલેષ ને સી ઓફ કરવા મટે અમે બધા અમદાવાદ પહોચી ગયા..
એ દિવસે બધા સાથે ડિનર કરી ખૂબ બધી વાતો અને મસ્તી કરી ....એરપોર્ટ પહોંચ્યા ..અહી બધા શૈલેષ ને ભેટી અને કહ્યું કે બધા ને ભૂલી ન જવું પણ બધા એ અઠવાડિયા માં કામ માંથી સમય કાઢી ગ્રુપ વીડિયો કોલ જરૂર કરવો...
મે જોયુ કે શૈલેષ પ્રશાંત ને પેટ પર મારી કઈક કહી રહ્યું હતો ....વાત લગભગ તો અમને સમજાઈ જ ગઈ હતી કે કદાચ પ્રશાંત ના માં મારા માટે જે છે એ કહી દેવા કહેતો હતો....
અમે બધા એ દૂર થી હાથ હલાવી શૈલેષ ને વડાવ્યો અને બધા એ એક બીજા ને કદી ભૂલવું નહીં અને જરૂર પડે તો હજી પણ એવું જ દોસ્તો બની એક બીજા ને મદદ કર્સુ આવી બધી વાતો કરી અલગ પડ્યા....
લગભગ દસ દિવસ ની અંદર અમારી કોલેજ સરું થઈ....અહી હોસ્ટેલ માં મારી રૂમ મેટ હતા નીલમ દિદી પણ તેમને નાઇટ જોબ ના લીધે અમારે ક્યારેય હાઈ- હેલો થી વધારે વાત થતી નહિ...હું દિવસે કોલેજ જતી ...એ દિવસે રૂમ પર હોઈ અને રાતે જ્યારે હું રૂમ પર હોઈ ત્યારે એ જોબ પર હોઈ..
કોલેજ માં બધા આખો દિવસ લેક્ચર માં .....બ્રેક માં કોઈ લાઇબ્રેરી માં તો ,કોઈ ફોન પર મશગુલ હોઈ, કોઈ ને એક બીજા માટે ટાઈમ જ નહોતો.આવા સમય પર મને મારા કોચિંગ ના દિવસો બઉ જ યાદ આવતા, એ મારા દોસ્તો જોડે ની મસ્તી આંખ ને ભીની કરી દેતી..
પ્રશાંત ના રોજ સવારે ગુડ મોર્નિંગ ના મેસેજ અને બે- ત્રણ દિવસે હું બરોબર છું કે નહિ અને સુ ચાલે છે આ બધુ જાણવા માટે ફોન આવતા.
ત્યારે હું તેને જણાવતી કે અહી હજુ મારા કોઈ ફ્રેન્ડ નથી , માટે એ મને રોજ ફોન કરવા લાગ્યો...અમારી વાતો વધવા લાગી, ક્યારેક સ્ટડી માટે તો ક્યારેક નવા પ્રોજેક્ટ માટે , ક્યારેક અમારા દિવસ ના બનેલા સારા - નરસા પ્રસંગો ની વાતો થતી.