The test of patience books and stories free download online pdf in Gujarati

ધીરજ ની કસોટી

વડોદરાની સમરસ હોસ્ટેલમાં રહેતો એક છોકરો સવારમાં ઊઠીને આખા દિવસનું આયોજન કરી રહ્યો હતો.આયોજન સાથે ચાલવા વાળા આ છોકરાને તેના આયોજન પ્રમાણે ન થાય તો ગુસ્સે થતો અને અકળાઈ જતો હતો. તેના પ્રમાણે આમ થવું જોઈએ એટલે જ સવારે ઊઠીને આખા દિવસનું આયોજન કરી નાંખ્યું.
આયોજન કરવું જરૂરી હતું કારણ કે આજે તે પ્રોજેક્ટ નું કામ પતાવી તેને ઘરે જવું હતું. તેટલામાં ફોનની રિંગ વાગે છે તે ફોન ઉપાડે છે સામેથી તેનો મિત્ર મીત બોલે છે યાર, અનિકેત મેમ આજે કોલેજ આવવાના નથી તો શું કરીયે ? અને ઝેરોક્ષ વાળો પણ 11-12 વાગ્યાની આસપાસ રીપોર્ટની પ્રિન્ટ આપશે. હવે, અનિકેત મીતને કહે છે આપણે મેમ ના ટેબલ પર રિપોર્ટ મુકી તે આવી જઈશું.
અનિકેત અત્યારથી અકળાવાનું ચાલુ કરી નાંખ્યું ત્યારે તેના રૂમ - મેટ આદિલ કહયું અનિકેતભાઈ આમ ગુસ્સે થવા કરતાં શાંત થઈને પરિસ્થિતિ ને સ્વીકારો ગુસ્સે થવાથી કામ થોડી થઇ જવાનું છે. ધીરજ રાખીને ચાલો તો તમારું મન શાંત રહેશે તમે ખુશ રહેશો ફરિયાદ કરવાથી કશું ન થાય જે થવાનું છે તે ત્યારે થશે જ.આદિલ ની આ વાત અનિકેત ને જબરજસ્ત અસર કરી ગઈ. અનિકેત મનોમન નક્કી કર્યું કે તે શાંત રહેશે.ગુસ્સો કરશે નહીં.
હવે, અનિકેત કોલેજ જવા નીકળે છે. ત્યાં પહોંચીને પણ તેને તેના ડિપાર્ટમેન્ટમાં જવાનું હતું. બેગમાં ૩ રિપોર્ટ નો ભાર હતો. તે ડિપાર્ટમેન્ટ માં પહોંચી તેના પ્રોજેકટ ના માગદર્શક ને ફોન કરે છે. સર, તમે ક્યાં છો ? તમારી સાઇન કરવાની હતી.સર એ કહ્યું કે, હું સામે ની કોલેજમાં છું.
અનિકેત ભાર વાળી બેગ લઈને સામેની કોલેજમાં જાય છે.તે સરની સાઇન કરાવીને અડધે પહોંચ્યો ત્યાં તેને યાદ આવ્યું કે, હજુ એક સાઇન કરાવવાની રહી ગઇ તે પાછો સાઇન કરાવવા જાય છે. હવે, થાય છે એવું કે HOD પાસે સાઇન કરાવી principle ની ઓફિસમાં ગયા તો ત્યાંથી કીંધુ કે કો-ઓર્ડિનેટરની સાઈન વગર સાઇન નહી કરે.
અનિકેત નું આયોજન ખોટું પડવા લાગ્યું હતું. મીત અને અનિકેત એ નક્કી કર્યું કે mam ના desk પર મુકીને નીકળી જઈએ એમ પણ અનિકેતને ઘરે જવાની ઉતાવળ હતી. એટલે તેમને ઓળખીતા રિક્ષા વાલા ભાઈને કોલ કર્યો. રિક્ષા વાલા ભાઈએ કહ્યું કે, 10 મીનીટ માં આવ્યો.
રિક્ષા આવી ત્યારે બપોરના 2:30 વાગ્યા હતા.અનિકેત ની ખરેખર આજે કસોટી થતી હતી. તેને રિક્ષાવાલા ભાઈને કહયું રિક્ષા જલ્દી ભગાવો તો મારાથી ટ્રેન પકડાઈ જશે.તે જ્યારે સ્ટેશને પહોંચ્યો તો ટ્રેન 35 મિનિટ મોડી હતી. તેને હવે ટ્રેનની રાહ જોવી પડશે. ટ્રેન જ્યારે આવી ત્યારે ટ્રેનમાં બેસવાની જગ્યા પણ ન હતી ઉભા પણ માંડ રહેવાની જગ્યા હતી. વડોદરાથી સુરત જતા રસ્તામાં કરજણ-ભરુચ-અંકલેશ્વર પછી સુરત આવે.
વડોદરાથી ભરૂચ જતાં એક કલાક થાય. પણ આજે ક્રોસીગ હતું અને રેલ્વેનું સમારકામ ચાલતું હતું. તેના કારણે કરજણ પહોંચતા જ સવા એક કલાક ઉપર થઈ ગયા. હવે, અનિકેત ઊભો રહી થાકી ગયો હતો તેને નીચે જગ્યા શોધી બેસી ગયો અનિકેત એ વિચાર્યું રાહ જોવા સિવાય એની પાસે બીજો ઉપાય ન હતો.ટ્રેન સુરત 8:20 વાગ્યે ઉતર્યો. ક્યાં તે 6:30 વાગે ઉતરી જવાનો હતો પણ તે 2 કલાક મોડો હતો.
હજુ તો અનિકેતે બસ સ્ટેશને થી બસ પકડી 60-70 કિમી દુર જવાનું હતું. અનિકેત ના ગામ જવા માટેની બસ 8 થી 8:45 ની વચ્ચે કોઈ બસ ન હતી તેને વિચાર્યું કે 15 મિનિટ રાહ જોવી પડશે પછી તો બસ મળી જશે બસ આવે છે.
અનિકેત બસમાં ચડે છે તે પણ ભરેલી હતી એટલે. તેને ઊભા જ રહેવું પડશે. તેને એમ હતું કે બસ અત્યારે ઉપડી જશે. પણ પાછી તેને રાહ જોવી પડી કારણ કે જેને બસમાં બુકીંગ કરાવ્યું હતું તે લોકો આવ્યા ન હતા તે કારણોસર બસ ઊભી હતી. બસ 9:30 વાગે ઉપડી. અનિકેત 10:45 ઘરે પહોચ્યો. એમ જોવા જાયતો તે 7-8 વાગ્યા સુધી પહોંચી ગયો હોત, પણ તે પહોંચ્યો ઘણો મોડો.
ખરેખર ભગવાને આજે અનિકેતની ધીરજ ની કસોટી કરી એમ તો અનિકેત જરાક ટ્રાફિક થતું તો પણ અકડાઈને ગુસ્સે થઈ જતો પણ આજે તે બિલકુલ શાંત હતો. તેને પણ આશ્વર્ય થયું અને મનોમન જાણે ભગવાનને કહેતો હોય કે ભગવાન હું પણ પાછો પડું એમાનો નથી. પછી વિચારવો બેઠો કે આ બધું થયું તેમાં મારો શો વાંક હતો. જે થવાનું હતું તે થાય છે માટે વગર કામે આપણે અકડાઈ જઈએ તેનાથી એનું સમાધાન થતું નથી. તે અનિકેત માનતો થયો હતો તેને આજે આ પરિસ્થિતિ માં તેને આ કરીને બતાવ્યું.
આપણે પણ જીવનમાં કેટલીક વાતો માનતા થઈએ પણ માનવું અને તે કરવું ઘણું અધરું હોય છે. તમારા બધાનો આભાર વાર્તા વાંચવા માટે જે રીતે 'લગ જા ગલે' ને સારો પ્રતિસાદ આપ્યો તેમ આ વાર્તાને પણ આપશો એવી આશા રાખું છું. આવી વાર્તા પ્રથમ વખત લખવાનો પ્રયાસ કર્યો છે. તમારો અભિપ્રાય થી મને લખવાની પ્રેરણા મળતી રહેશે.
તમારી સાથે પણ આવું કંઈક થયું હોય તો મને તમારો અનુભવ મોકલાવો. nsajju24@gmail.com આ મારી
ઈ-મેલ આઇડી છે. તમારા બઘા નો આભાર.

બીજા રસપ્રદ વિકલ્પો