જીનલ ના બેહોશ થવાથી ડૉક્ટર સાહેબે ફરી તેની તપાસ શરૂ કરી. પેલા આંખોની પછી ધબકારા માપ્યા. તેને બધું બરાબર લાગ્યું પણ નર્સ ને તેની ભાષામાં એક ઇન્જેક્શન લાવીને જીનલ ને આપવા કહ્યું. ડોકટર ના કહેવાથી નર્સ ઇન્જેક્શન લાવીને જીનલ ને આપ્યું. ત્યાં થોડી વારમાં જીનલ હોશમાં આવી ગઈ.
જીનલે ફરી આંખો ખોલી ને બધું જોઈ રહી પણ તે કઈજ બોલી નહિ. જીનલ ને બધું યાદ આવી ગયું હતું. તે કોણ છે અને અહી કેમ હોસ્પિટલમાં છે એ બધું જ. પણ એ ખબર હતી નહિ કે તે કેટલા દિવસ થી હોસ્પિટલમાં હતી. આટલા દિવસ કોમા માં રહેવાથી તેનુ મગજ એકદમ શાંત બની ગયું હતું. તે બસ યાદ કરવાની કોશિશ કરી રહી હોય તેવું ડોક્ટર સાહેબ ને લાગ્યું.
ડોક્ટર સાહેબ જીનલ ના પપ્પા ને કહ્યું આપ કાલે જીનલ ને તમારા ઘરે લઈ જઈ શકો છો. તે હવે સ્વસ્થ થઈ ગઈ છે પણ એટલું યાદ રાખજો તેના મગજ પર કોઈ તણાવ આવવો ન જોઈએ નહિ તો તે ફરી કોમા માં જતી રહેશે.
જીનલ ના પપ્પાની આંખમાં આશુ આવી ગયા. આ તે મે કેવા કર્મ કર્યા હશે કે મારે આવા દિવસો જોવાનો વારો આવ્યો. કુંવારી મારી દીકરી માં બનવા જઈ રહી છે ને હું કઈજ કરી શકતો નથી. પોતાના કર્મો ને મનમાં દોષ આપી રહ્યા હતા.
હાથ જોડીને ડોક્ટર સાહેબ ને જીનલ ના પપ્પાએ કહ્યું. સાહેબ મારી દીકરી ના પેટમાં રહેલ બાળક નું શું કરવું.!! મને તો એ પણ ખબર નથી કે તે બાળક નો પિતા કોણ છે. અને જો બાળક નો જન્મ થશે તો હું સમાજ માં મો બતાવવાને લાયક નહિ રહુ. લોકો મને તિરસ્કાર ની નજરે થી જોશે. હું શું કરું ડૉક્ટર. આપ મને કોઈ રસ્તો બતાવો. હાથ જોડીને જીનલ ના પપ્પા ડોક્ટર સામે આજીજી કરવા લાગ્યા.
ડોક્ટર સાહેબ પાસે આશ્વાસન સિવાઈ તેની પાસે કઈ હતું નહિ પણ એક સલાહ જરૂર થી તેણે આપી.
તમારી દીકરી ને ખબર જ હશે કે આ બાળક નો પિતા કોણ છે. અને જો ખબર ન હોય તો કોર્ટ માં આપ અરજી કરીને ગર્ભપાત કરવાની મંજૂરી લઈ શકો છો. પણ તે તમારે એક મહિના ની અંદર કરવાનું રહેશે. જો વધુ સમય લાગશે તો કોર્ટ ગર્ભપાત ની મંજુરી નહિ આપે. આટલું કહી ડોક્ટર તેના કેબિન માં જતા રહ્યા.
બીજા દિવસે જીનલ ના પપ્પા જીનલ ને હોસ્પિટલ માંથી ઘરે લાવે છે. જીનલ હવે એકદમ સ્વસ્થ થઈ ગઈ હતી અને પહેલા જેવી નોર્મલ થઈ ગઈ હતી. પણ પેટમાં ટાંકા લીધા હતા એટલે ડોકટરે તેને કામ કરવાની ના પાડી હતી. તો પણ તે ઘરનું થોડું ઘણું કામ કરવા લાગી.
થોડો સમય મળ્યો એટલે પપ્પાએ જીનલ પાસે બેસાડી ને પૂછ્યું.
બેટા આ તારો જિંદગીનો સવાલ છે. તું સાચો જવાબ આપીશ તો તારું અને મારું જીવન બરબાદ થતાં અટકી જશે.
તારા પેટમાં રહેલું બાળક ના પિતાં કોણ છે તે કહીશ.? કોઈ પણ ડર વગર તું મને કહે..?
જીનલ ને કોમા માંથી બહાર આવી તેને એક દિવસ થયો હતો ત્યાં તેની સામે એક ગંભીર સવાલ તેના પપ્પા એ પૂછી લીધો.
જીનલ ના મગજમાં વિચારો નું વાવાઝોડું ફૂકવવા લાગ્યું. આ સવાલ થી તેનુ મગજ ભારે ભારે થઇ ગયું હતું.
જો પપ્પા ને સાચું કહી દઈશ કે આ બાળક નો પિતા વિક્રમ છે અને તેના લગ્ન થઈ ચુક્યા છે. વિક્રમ સામે તે કઈ જ કરી શકશે નહિ અને તે આઘાતમાં આવી કઈ કરી બેસશે. એ વિચાર થી જીનલ તેના પપ્પા આગળ ખોટું બોલ છે.
"પપ્પા મને હજુ પૂરું યાદ નથી આવ્યું કે હું માં કેવી રીતે બની." પણ જ્યારે મને યાદ આવશે એટલે તરત તમને કહીશ. આપ ચિંતા ન કરો..તેના પપ્પાને આશ્વાસન આપતી જીનલ બોલી.
બેટા પરિસ્થિતિ વિકટ બનતી જાય છે. જો તે બાળક ના પિતાની ખબર નહિ પડે તો આપણે આ બાળક ને ઉછેર કરવા માટે ઘણી મુશ્કેલી નો સામનો કરવો પડશે. જો બેટા તને કઈજ યાદ ન આવે તો આપણે કોર્ટ માં ગર્ભપાત ની અરજી કરીશું.
ભલે પપ્પા... આપ જે કહેશો તે હું કરીશ. પણ એક વિશ્વાસ રાખજો તમારી દીકરી હવે કોમા માં નથી. હવે તે હોશ માં આવી ચૂકી છે. અને હવે તે આવી મુશ્કેલી નો સામનો કરવાનું સારી રીતે જાણે છે. આપ જુઓ આ જીનલ આ પરિસ્થિતિ માંથી કેવી રીતે બહાર આવે છે.
હવે જીનલ આ વિકટ પરિસ્થિતિ માંથી કેવી રીતે બહાર આવશે. તે જોશું આગળના ભાગમાં...
વધુ આવતા ભાગમાં.....
ક્રમશ....