કલંક એક વ્યથા.. - 13 DOLI MODI..URJA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કલંક એક વ્યથા.. - 13

કલંક એક વ્યથા..13

આગળ આપણે જોયું રાકેશ બિંદુને શોધતો ફરે છે. હોસ્પિટલમાં એણે જોયું નર્સે લાશનો ચહેરો બતાવ્યો. રાકેશે
મનમાં જ એક યોજના ઘડી લીધી. આહીં બીજી હોસ્પિટલમાં બિંદું સારવાર લઈ રહી છે. વહવે આગળ જોઈએ.....

રાકેશ હાંફળો ફાંફળો થતા દોડયો. અવાજ પણ રડમસ થઈ ગયો, ઘડીક તો વિચાર કર્યો કે આ પાસું નાખું કે નહીં, એમાં જીત મળશે તો એ કેટલા સમયની હશે..? અને બિંદુ ક્યાંયથી પાછી ફરી તો હુ શું જવાબ આપીશ, અને પાછી ન પણ ફરી અને આ ચાલ પણ ન રમી તો, પણ એના ઘરનાને જવાબ તો આપવો પડશે...રાકેશે મનમકકમ કરી ચાલ રમી જ લેવી એવો નિર્ણય કર્યો, અને નર્સને એ સ્ત્રી વિશે પુછતાછ શરૂ કરી...

" સીસ્ટર, આ સ્ત્રી કોણ છે..? મારી પત્નીનો પણ એક્સીડન્ટ થયો છે, અને એ ગાયબ છે. હુ એને જ શોધું છુ."

" સર, હજુ એમની કોઈ ઓળખ નથી મળી, એમના પરિવારનો કોન્ટેક્ટ કેવી રીતે કરવો..? સર વિચારે છે. મોબાઈલ દ્વારા અથવા ટીવીમાં એમનો ફોટો મુકી એમના પરિવાર સુધી પહોંચી શકાશે.."

રાકેશે નિરખીને એ સ્ટ્રેચરમાં લોહીથી લથબથ સ્ત્રીને જોઈ રહ્યો. અને ચહેરાના હાવભાવ બદલતા નાટકીય રૂપ ધારણ કર્યુ, આંખોમાંથી મગરમચ્છના પણ નાના લાગે એવા આંસુડા
ટપ ટપ નિકળવા લાગ્યા. કોણ જાણે ક્યાંથી આવ્યા..! એ ધીરે ધીરે એ સ્ત્રીની નજીક ગયો અને પોતાના હાથમાં એ સ્ત્રી નો હાથ લઈ ડૂસકા ભરવા લાગ્યો. નર્સ બીચારી ભોળવાઈ ગઈ, અને રાકેશને સવાલ કર્યો.

" સર , તમે જેમને શોધોછો એ જ છે આ સ્ત્રી..? "

રાકેશે રડતા ચહેરે નર્સ સામે જોતા, ' હમ્..હમ્..' કર્યુ ખાલી,
એ હજુ વિચારતો હતો નામ કહું કે નહીં. અને એક સેકન્ડમાં વિચારી લીધુ, સાચુનામ નથી કહેવુ. નર્સ એનો જવાબ સાંભળી એને ડોક્ટરની કેબિનમાં લઇ ગઇ. ત્યા પણ જતા જતા એની આંખોમાં આંસુ હતા જાણે સાચે એને દુઃખ હોય.
પરંતુ ડોક્ટરી ફોર્માલીટી પુરી કરવા એ સ્વસ્થ થઈ ગયો..

" જી સીસ્ટર, આ મારી પત્ની છે, હુ સવારનો એને શોધતો હતો. "

" પરંતુ એમનો એક્સીડન્ટ થયો ત્યારે એ એકલા જ હતા અને
એમની પાસે કોઈ ઓળખ પણ નથી.."

" વેઈટ ! મારી પાસે એનો ફોટો છે. "

એમ કહેતા રાકેશે મોબાઈલમાં હતો એ ફોટો ન દેખાડ્યો પાસપોર્ટ સાઇઝનો એક જુનો ફોટો ઘણા સમયથી એના પર્સમાં હતો જે જુનો અને ચીમળાઈ ગયા જેવો હતો એ દેખાડ્યો.

નર્સ પણ કનફ્યુઝ હતી. ફોટોથી કઈ ક્લિયર ન હતુ થતું,- કે એ સ્ત્રીનો ફોટો જ છે કે બીજાનો..! નર્સે ડોક્ટરને વાત કરવા કહ્યું અને પછી બધી હોસ્પિટલની ફોર્માલીટી પુરી લાશ સોંપશે એવું કહ્યુ. રાકેશ ડોક્ટરની કેબિનમાં ગયો.એમને બધી સાચી તો ન કહેવાય પણ એના જુઠાણા ગાવા લાગ્યો.

" સર એ મારી વાઇફ છે..હુ એને સવારથી શોધતો હતો."

" ઓકે.. એમને માથામાં વાગવાથી લોહી વધુ નીકળી જવાથી એમનું મૃત્યુ થયું છે. પરંતુ એ અર્ધી રાત્રે એકલા કયાં જતા હતા..? "
" સર ! એ માનસીક બીમારીથી પીડાઈ છે. એની દવાઓ ચાલુ છે. તો એ ઘરમાંથી ગમે ત્યારે નીકળી જાય છે."

" ઓકે ! ઠીક છે તમે પેપર વર્ક પુરુ કરી લાશ લઈ જઈ શકો છો.."

રાકેશ તો મનમાં રાજી થઈ ગયો. ચલો એક કામ પત્યુ. ભારતમાં એના ઘરનાને સમાચાર આપી દઈશ. એટલે મારુ પાપ પણ બહાર નહીં આવે, અને લાશના અગ્ની સંસ્કાર પણ ઘરે લઈ જઈ કરાવીશ. એટલે ઘરનાને પણ સવાલોના જવાબ આપવા નહીં પડે.

રાકેશ ઘરે આવ્યો, મોનીકાને અજીબ બેચેની હતી. કંઈ રાકેશ બિંદુને ગોતીને પાછી લઈ આવશે તો..! દાદી પણ આમતેમ આંટા મારતા હતા.ઘરનું બધુ જ કામ એમ જ પડ્યુ હતુ જે બધુ કામ બિંદુ સંભાળતી હતી.. સવારે નાસ્તા બનાવવા થઈ લઈને પુરા ઘરનું કામ એક ઘરના સદસ્યની જેમ જ સંભાળતી હતી.

એટલામાં રાકેશની ગાડીનો અવાજ આવતા મોનીકા અને દાદી
સમાચાર સાંભળવા ઉતાવળા થયા. મોનીકા એની વ્હીલચેર સાથે ઘસડાતી મુખ્ય દરવાજા તરફ ખેંચાવા લાગી,અને દાદી નજર પણ મુખ્ય દરવાજે ચોંટી ગઈ. રાકેશ ગાડી પાર્ક કરીને
આવે એટલીજ વારમાં બીજી ગાડીનો અવાજ આવ્યો જે એમ્બ્યુલન્સનો હતો. મોનીકા અને દાદીના ચહેરા પર ચિંતા
ની લકીરો ઉપસવા લાગી. એમ્બ્યુલન્સનો અવાજ સાંભળીને તો દાદા પણ દિવાલના ટેકે- ટેકે શુ થયુ એ જાણવાની ઉત્સુકતા સાથે બહાર વરંનડામાં આવી પહોંચ્યા.

રાકેશે અંદર આવી બિંદુ નથી રહીના સમાચાર આપ્યા, દુ:તો ક્યાં કોઈને થવાનું હતુ. એની પાછળ કોણ રડવનું હતુ...? આતો સ્વાર્થના સગા હતા. આ ઘરમાં પહેલા જીવતી લાશ મનમાં સળગતી રહેતી. આજ તો એ નિર્જીવ લાશનો અંતિમ સંસ્કાર થવાનો હતો. દાદા-દાદીને થોડી લાગણી મનના ખુણે હતી, જેમાંથી એક બે ટીપા સરી પડ્યા આંસુના..અંતિમવિધિ ધર ઘરનાએ પતાવી અને મોનીકા અને રાકેશ એક નીરાતનો શ્ર્વાસ લીધો. બંનેને થયું અમે બચી ગયા. ભારત ફોન કરી દીધો, બિંદુ હવે નથી રહી.....
હવે આગળના ભાગમાં વાંચીશુ, બિંદુ જીવે છે એ ખબરથી અજાણ રાકેશ અને એનો પરિવાર શું કરશે ..? બિંદુ અલી અને મનજીતસિંહ પાસે સલામત છે ? એ પોતાની હાલતનું કારણ કહેશે અલી અને મનજીતસિંહને.............

( ક્રમશ.....)

🙏જય શ્રીકૃષ્ણ 🙏

✍ડોલી મોદી ' ઊર્જા '
ભાવનગર
8/ 5/ 2021
શનિવાર