Miracle is very beautiful word! Right!?
ચમત્કાર સભડીને બધા ના મન માં એકજ વસ્તુ અવે…
-કે બ્લેક ટોપી વડો જદુગર જે પોતાની ટોપી મથી કૈક ને કૈક નવુ કાઢતો હોય!
-એક છોકરી જે ફકત એક વેત જેતલી હોય અને તેના વહા ના ભાગ મા બટરફ્લાય જેવી પંખો હોય અને નાના-મોટા જાદુ કરી ને અપડી સમસ્યા હલ એક ચપ્તી વગાડતાંજ ઉકેલી નાખે!
-કે એવો માણશ જે વાદળ પર રહે છે તે તેનુ શરીર વિશાલ દેખાય… જે ફકત એક વર્ષ મા એક વારજ જાગે, એટલે તો ચોમાશા ની મોસમ માં વાદળ માંથી અવાજ અવે છે… જેમ કોઈ મોટા કદ વાળું પોતણા મહાકાય પગ પછાડીને ચાલતો હોય
-એક એવી કટપુતળી જેને એક પરી આવીને માણશ ની જેમ ચાલવા, બોલવા અને વિચાર વાની શક્તિ અપે…
આ બધુ શાભડવા મા મઝાકિયા લાગે પણ હુ આજે જ્યારે મારુ લેપટોપ લઇ લાખવા બેઠી તો મારે મન બધે બાલિશ વાતો ફરતી હતિ!
કોણ જાણે મારી આંખો બંધ ક્યારે થઈ ગઈ ખબર ના રહી. અચાનક મારા શરીર પર ઠંડી ઠંડી હવા ની લહેર સ્પર્શ કરી રહી હતી, જે રીતે કોઈ માતા પોતાના સંતાન ને વાલ કરી ને જગાડતા હોય. મારી આંખો ખુલી અને અચાનક મારા આંખો સામે એક ચમકતો પ્રકાશ પડ્યો અને મારી આંખો થોડી વાર માટે બંધ થય ગયી, થોડી વાર માટે મને કઈ દેખાનુંજ નહિ ફક્ત અવાજ મારા કાન સુધી પોંહચતા હતા એક જોરદાર પવન ફુંકાવાનો અને બીજો મારા શ્વાશ લેવાનો.
મારી આંખો એ ખોલતા વાર ના લગાડતા સમય ના સેકન્ડ ભાગ માં ફટાક ખુલી ગઈ, પરંતુ મારી આંખો સામેનું દ્રશ્ય જોયી હું થોડી વાર માટે સ્તબ્ધ થઈ ગઈ ના કઈ વિચારી સકી ના આગળ ચાલી સાકી !!
મારી સામે એક મોટો બધો દરવાજો હતો, જે સફેદ, પીળા, લાલ જેવા અલગ - અલગ ફૂલો થી શણગારે હતો. જેમાં લીલા રંગ ની વેલો તે ફૂલો સાથે વીંટળાયેલી હતી. એ દરવાજો કોઈ સ્વર્ગ માં જવા માટે નો હોય તેવું મને વર્તાય રહીયુ હતું અને તે ફૂલોની મંદ મંદ આવતી પેલી સુગંધ આખા વાતાવરણ ને મંત્રમુગ્ધ કરી નાખે તેવી હતી.
એ દરવાજા ને નિહાળી રહી હતી ત્યાંતો કોઈએ મને પાછળ થી ધકો મારિયો, હું કોઈ રોરાલકોસ્ટર(ચકડોળ) માં બેઠી હોય તેવું મને મહેશુસ થયું અને હું પેલા દરવાજા માં ક્યારે પ્રવેશી ગયી મને કોઈ ખ્યાલ ના રહીયો. ત્યાંથી ભી તેવીજ સુગંધ આવતી જેવી બારની બાજુ એ આવતી હતી. પેલા ફૂલો પવનના સુર સાથે નાચી રહિયા હોય તેવું દ્રશ્ય મારે આંખો સામે ચાલી રહીયુ હતું!! તે ફૂલો મારુ સ્વાગત કરતા હોય તેવો અનુભવ મારો હતો. મારા મનમાં જે ભી વિચારો ચાલતા હતા તે ક્યાં ગાયબ થઈ ગયા તે ના સમજાણું. હું ખડખડાટ હસાવ લાગી બધી વાતો એક બાજુ મૂકી ને બસ હું દૃશ્ય નિહારી રહી હતી.
ત્યાં અચાનક તેજ અજણીયો ધકો વાગતા હું... હું...હું પોચી ગયી અંતરિક્ષ માં....
મેં જોરથી ચીશ પડી અને બબળવા લાગી, ' હું ગયી, હું ગયી. મારી પાસે ઓક્સિજન સિલિન્ડર નથી. હવે તો હું ગયી.' એ રીત નો ખ્યાલ આવે તે સ્વાભાવિક હતો કારણ કે, અપડે બધા ને નાનપણ માંજ ભણવા માં આવેલું અંતરિક્ષ માં ઓક્સિજન નહિ!!
પરંતુ થોડીજ વારમાં મારુ મન શાંત થઈ ગયું કારણ કે, હું જીવતી હતી અને મારી નીચે ખુદ ચાંદામામા હતા. મારી ખુશી નો પર ના હતો જેમ રોતા બાળક ને તેની મનપશંદ વસ્તુ આપી દેવામાં આવી હોય તેવું મારો વર્તાવ હતો. હું જીવતી હતી, મારી પાસે ઓક્સિજન સિલિન્ડર નહિ છતાં હું જીવંત. હું ચાંદામામા ઉપર આરામ થી બેસી ગઈ અને ત્યાંનું દૃશ્ય નિહાળવા લાગી.
જયારે અપડે દિવાળી ના દિવસે દિવા કરીએ અને આપણું ઘર દીવાની રોશની થી ચમકતું હોય બસ તેજ દૃશ્ય અહીં હું નિહાળી રહી હતી ત્યાં કેટલાય ધૂમકેતુ પૃથ્વી ની અશ-પાશ ફરતા હતા અને સુરજ ના પ્રકાશ થી તે ચમકી રહિયા હતા જાણે સુરજ દરરોજ પેલા ધૂમકેતુ માં તેલ પુરી ને તેને ચમકતા રાખતા હોય અને દરરોજ રાતે તે પૃથ્વીવાશી ને દિવાળી જેવી અનુભૂતિ કરાવે. મારુ સફર જોરદાર જય રહીયુ હતું હું મારા વિચાર માં એટલી મશગુલ હતી, મારે મન જાણે શબ્દો ની માલા બનતી હતી એન્ડ તે દૃશ્ય ને શબ્દ માં પોરવાનો પ્રયન્ત ચાલતા હતા , પરંતુ તે પેલો ધકો વાગીયો અને હું ચાંદામામા પરથી પડી ગઈ...ધડામ!!
હું જોરથી હસવા લાગી કોઈ એનિમેશન માં પેલા કૉમેડી કેરેક્ટર નો જે હાલ થાય તેવો મારો વર્તાતો હતો પરંતુ હું આતુર હતી કે હવે હું કઈ જગ્યા એ પોહ્ચવાની હતી!?
થોડી વાર માં મારી આંખો શું જોયી રહી હતી હું પેલા ગોતાખોર ની જેમ દરિયા માં હતી અને મેં પેલા ગોતાખોર નો યુનિફોર્મ ભી નોતો પહેર્યો, પરંતુ આ વખતે ના મેં ચીસો પડી, ના મેં બડબડ કઇરુ કારણ કે, મને અંદાજો હતો જેમ હું અંતરિક્ષ માં સુરક્ષિત હતી તેમ અહીં ભી હતી.
ત્યાંતો પેલે બાજુ થી એક વિશાલ શાર્ક ની મારી બાજુ આવતા જોયી. મારી આંખો પર વિશ્વાશ નોટો આવતો કે આ... આ... આ... આ... એજ સાર્ક હતી જેને જોવા મારે દરિયા માં જવું હતું!! પરંતુ બીજાજ ઘડીએ મારા હૃદય ની ધડકન વધવા લાગી તે શાર્ક મારી બાજુ આવી રહી હતી.
તેની આંખો લાલ હતી અને બાજ જેવી નજર હોય કે શું તે નાની- નાની માછલી નો તે રીતે શિકાર કરતી હતી જે રીતે બાજ પોતાના શિકાર નો દૂર થી જ ભળી જાય છે ને સમય ના ક્ષણ ભરમાં શિકાર કરી લે અને તે શાર્ક મારી બાજુ આવી રહી હતી. તેના દાંત કોઈ વેમ્પાયર થી ઓછા અણીદાર નોતા.
મને તો તરતા ભી નોતું આવડતું મારો જીવ અધર થતો જતો હતો જેમ શાર્ક નજીક આવે. મારા ધબકારા વધતા હતા. તે શાર્ક મારાથી ફક્ત એક હાથ જેટલી દૂર હતી મને થયું હું તો ગઈ! પરંતુ... તે મારી આંખો માં જોવા લાગી અને જાણે તે મને પેલેથી ઓળખાતી હોય તેમ તેની આંખો માં જોતા લાગિયું.
હું થોડી અચરજ માં હતી કે, શું ચાલી રહીયુ છે?!
કઈ ભી વિચાર મારા મન માં કુસ્તી કરવા લાગે તે પેલાજ તે શાર્ક એ મને પોતાના માથે થી ઉંચકી ને મને પોતાના પીઠ પર બેશાળી, અને જાણે કોઈ રાજકુમારી ને સલામત પોતાના મહેલ માં લય જવાની જીમેદરી કોઈ વફાદાર સૈનિક ને આપેલી હોય, તેમ પેલી શાર્ક મને લય જતી હતી. ક્યાં?, કોની પાસે?, શા માટે?... તેનો કોઈજ જવાબ નોતો મારી પાસે બસ હતો તો આ નજારો દરિયાની અંદરનો.
રંગ-બે-રંગી માછલી હતી. કેટલીક તેવી ભી માછલી હતી જે ચમકતી હતી સોનેરી રંગ થી. દરિયા નીચે ધાશ હતી, નાના- નાના છોડવા હતા કદાચ પેલા જાગેલી વેલો ભી મારા નજરે આવી. શાર્કએ મને એક જગ્યા એ નીચે ઉતારી અને તેને મારી સામે પોતાનું માથું નમાવ્યું કદાચ મારી પાસેથી તે રાજા માંગતી હોય ત્યાંથી જવા માટે તેવું મને અનુભવ થયો!
હું ફરીથી પાણી માં ગોતાખોર ને માંકીફ ફરતી હતી તરતા નોતું આવડતું, તેથી હું જમીન પર ચાલતી હોય તેમજ ચાલતી હતી.
દરિયા ની ઉપરની સપાટી ઉપર જોતા મને કુદરત ની પેઈટીંગ જોવા મળી જેમ કોઈ ચિત્રકાલ પોતાનું ચિત્ર બનાવવા જેમ પેઇન્ટ બ્રશ પોતાના કેનવાસ પાર ફેરવી રહિયા હોય તેમ કુદરત સુરજ ના પ્રકાશ વડે દરિયા ની સપાટી પર ચિત્ર બનાવી રહી હતી! ના જોયેલું એવું દૃશ્ય, જેની કલ્પના પણ મેં કરેલી નહિ! મેં મારી આંખો બંધ કરી, હું તે દૃશ્ય ભૂલવા નોતી માંગતી બસ મારા સ્મૃતિ માં સજાવી રાખવા માંગતી હતી.
મારી આંખો મેં ખોલી અને થોડી સજાક અવસ્થા આવી પરંતુ હું મારા ઘર માં હતી! હું પેલા બગીચા ત્યાર બાદ અંતરિક્ષ અને દરિયા ની ખુબશુરાતી જોતા જોતા હું મારા ઘરે પોચી ગયી.
ખરેખર તે પ્રવાશ મારે માટે ખુબજ જરૂરી હતો. મિરેકલ ની શોધ માટે હું જ્યાં નીકળેલી તે મને અંતે મળી ગયું. કદાચ તેની શોધ ની જરૂર નોતી કારણ કે, હું ભી તો એક મિરેકલ છું!