Recipe for kids books and stories free download online pdf in Gujarati

બાળકો માટે ની રેસિપી


તમારા 6 મહિના થી 2 વર્ષ સુધી ના બાળકો માટે કઈ કઈ રેસિપી તમે બનાવી શકો તેની માહિતી આપવાનો મારો આ નાનકડો પ્રયાસ છે.આશા છે તમને આ ઉપયોગી સાબિત થશે.

નાના બાળકો 6 મહિના સુધી તો માતા ના દૂધ ઉપર હોય છે. જ્યારે બાળક ને ઉપર નો ખોરાક આપવાનું ચાલુ થાય એટલે સૌથી પહેલા ચોખા નું પાતળું ઓસામણ ચાલુ થાય. ત્યાર બાદ લગભગ 7 માં મહિના થી બાળક ને મગ નું પાણી આપી શકાય.

6 મહિના થી લગભગ 9 મહિના સુધી ની રેસિપી

1. બાફેલું સફરજન
2. લીલા મગ નું પાણી
3. કેળા
4. બીતરૂટ અને ગાજર નો સૂપ
5. ઢીલી ખીચડી
6. બાફેલા શાકભાજી.
7. પાલક નો સૂપ

મગ પચવામાં હલકા, રેચક, શક્તિ વર્ધક, વજન વધારનાર છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. વળી
આપણાં માં તો કહેવત છે

હું છું મગ નો દાણો
મારે માથે ટીલું
રોજ કોઈ ખાય મને
કરું માંદુ માણસ બેઠું.

એટલે નાના બાળકો ને બને ત્યાં સુધી લીલા મગ નું પાણી અને તેમાંથી બનાવેલી ખીચડી ચોક્કસ આપવી.

9 મહિના થી 1 વર્ષ સુધી ના બાળકો માટે ની રેસિપી

આ ઉંમર માં બાળકો ને થોડા દાંત આવી જતા હોય છે.અને બાળક થોડું crolling પણ કરવા લાગે છે.એટલે ઉપર ની તમામ રેસીપી તો ખરી જ ઉપરાંત
1. તુવેર ની દાળ
2. સાદી ઘઉં ની રોટલી દાળ માં ચોળી ને
3. Seasonal fruits પણ ખાટા નહીં
4. આ ઉપરાંત સિંગ પાક
5. ઘઉં, અથવા નાચણી ની રાબ
6. સાદા દાળ ભાત આપી શકાય.

1 વર્ષ થી 2 વર્ષ સુધી ના બાળકો માટે ની રેસીપી
આ ઉમર માં બાળકો ને સ્વાદ નો અનુભવ થાય છે.ઉપરાંત બાળક હવે જાતે ખાવાની કોશિશ કરે તો તેમના માટે

1. દ્રાક્ષ (સૂકી અથવા લીલી) , મનુંકા
2. વગારેલા મમરા
3. મખાના

આ બધી આઈટમ એવી છે કે બાળક હાથ માં લઇ ને જાતે ખાઈ શકે. આ ઉપરાંત નીચે મુજબ ની રેસીપી તમે બાળક ને આપી શકો છો.

4. રવા અથવા ઘઉં નો શીરો
5. રવા ઉપમા
6. સાબુદાણા ની ખીચડી
7. સાબુદાણા અથવા મખાના ની ખીર
8. Seasonal બધા જ fruit
7. બધા જ શાકભાજી
8. ભગર ની ખીચડી
9. ભાઇડકું
10. દહીં , છાશ, પનીર
11. ઈડલી
12. Dosa
13 હવે તમે તુવેર, મસૂર, અડદ, પીળી મગ ની દાળ , રાજમાં આપી શકો.
14. પુલાવ
15. સુખડી, લાડુ
16. સ્મૂધી
17. કટલેટ. (બ્રેડ ક્રેર્મ્સ અને oil) ફ્રી
18. ડ્રાય fruits ના લાડુ
19. બટેટા, પનીર, પાલક, મિક્સ શાકભાજી ના પરાઠા

બાળક ને બપોરે જમવામાં દાળ, ભાત, રોટલી અને શાક આપવું જોઇએ. બને તો રોજ એક કેળું સવારે બાળક ને આપવું જોઈએ.


લગભગ બાળક 16 મહિના નું થાય ત્યાં સુધી એને પાણી પીવા ની ખબર નથી પડતી. માટે જે પણ ખોરાક આપો તે થોડો લિક્વિડ ફોમ માં આપવો. જેથી બાળક ને પાચવા માં આસાન રહે અને બાળક ને નીચે પોટી ભાગ માં પ્રોબ્લેમ ના થાય. ઘણા બાળકો ને આ સમયે પોટી કડક થાય છે અથવા એમાંથી લોહી પડે છે.

2 વર્ષ સુધી ના બાળક ને શુ ના આપવું જોઈએ.

1. ખાંડ
2. મરચું (લાલ લે લીલું)
3. બેસન ને તેમાંથી બનતી વસ્તુ (જો બાળક ને gastric trouble થતી હોય તો)
4. પાસ્તા
5. બ્રેડ
6. મેદા ની કોઈ પણ આઈટમ જેવી કે કેક, પેસ્ટ્રી, બિસ્કિટ.
7. Eno, ઠંડા પીણાં, ice cream
8. બહાર ની કોઈ પણ item.
9. Oil ઓછા પ્રમાણમાં.

આ ઉપરાંત બાળક ને ઉકાળી ને ઠંડુ કરેલુ પાણી આપવું જોઈએ.
×××××××××××××××××××××××××××××××××××××
હું 2 બાળકો ની માતા છું અને મેં જે મારા બાળકો ને આપ્યું છે તે મારો અનુભવ તમારા સુધી પોહચડવાનો મારો આ પ્રયાસ છે.
તમારો અભિપ્રાય જરુર થી જણાવજો. અને એમાંથી કોઈ રેસીપી કેવી રીતે બનાવી તેની માહિતી જોઈતી હોય તો તે પણ જણાવજો હું જરૂર થી તમારી સાથે share કરીશ.



આભાર.
Jayu Nagar
9881061640
Pune
Maharastra


બીજા રસપ્રદ વિકલ્પો