વિરહ ની વેદના - 4 - છેલ્લો ભાગ DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિરહ ની વેદના - 4 - છેલ્લો ભાગ

વિરહની વેદના (૪)

--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ભાઇએ કહ્યું હતું કે તે પણ આ ઘરની સંપત્તિમાં બરાબરની હકદાર છે, પરંતુ કૃષ્ણા એટલી ઉત્સાહી નહોતી કે હું આ હક માટે ઉભી રહી શકું.

એક દિવસ કૃષ્ણ તેના પિતા સાથે બ્યુટી પાર્લર ખોલવા બાબતમાં પૈસા અંગેની વાત કરી રહેલ હતી, ત્યારે તેની માતાએ બે હાથ જોડીને કહ્યું, "દીકરી, તુ અમારી વૃદ્ધાવસ્થાને બગાડવામાં ઇચ્છી રહી છું?" જો તારા પિતા તને પૈસા આપશે તો વહુને ગમશે નહીં…

તને ખબર છે કે અમારી વૃદ્ધાવસ્થા માટેનો એકમાત્ર આધાર એ તારો ભાઇ અને અમારો એકનો એક દીકરો છે. મેં આજે જ નયન સાથે વાત કરી હતી, તે કહે છે કે તે ઘર જાતે છોડી જતી રહેલ હતી એટલે તે પોતે તેની રીતુ આવવું હોય તો પરત આવી શકે છે.

કૃષ્ણા ખૂબ ગુસ્સે થઈને ઘરની બહાર નીકળી ગઇ, અને હવે તે સમજી શકી નહીં કે તે કયા મોંઢે હવે પાછી જશે. પણ ભાઇનું ટેન્શન, ભાભીની અબોલા કૃષ્ણાને બધુ વિચારવા મજબુર કરી રહેલ હતી.

વિશ્વા જે પ્રથમ અઠવાડિયા મહિનાઓ દરમ્યાન જે આખા ઘરની આંખોનો તારો હતી, હવે તે પણ દરેકની નબળી બાબત બની ગઈ. એક દિવસ કૃષ્ણાએ જોયું કે ભાઇના બાળકો, ગોપાલ અને તન્વયી પિઝા પર જીદ કરી રહ્યા છે. વિશ્વાએ કહ્યું, "તન્વયી મારા માટે ડબલ ચીઝ પીઝા."

ગોપાલે કહ્યું, "આ બધી વાત તારા પપ્પાના ઘરે કરવાની, હવે અમે જે ઓર્ડર આપેલ છે તે મુજબ જ આવશે."

કૃષ્ણાએ કેટલી વાર ગોપાલ અને તન્વયીને ખાનગીમાં ગુપચુપ રીતે બદામ, આઈસ્ક્રીમ અને ચોકલેટ ખાતા જોયા હતા. વિશ્વા સંપૂર્ણ રીતે અળખામણી થઇ ગઈ હતી, અને તેણે પણ જીદ કરવાની છોડી દીધી તેને પણ ખ્યાલ આવી ગયેલ હતો.

કૃષ્ણાએ ખુબ ઘણી બધી જગ્યાએ નોકરી માટે પણ અરજી કરી હતી, પરંતુ તેમાં તેને કયાંય સફળતા મળી ન હતી. કૃષ્ણાએ ના છુટકે ગુરુજીને ફોન કરી તેની પરિસ્થિતિ અંગે જાણ કરેલ હતી.

ગુરુજીએ કહ્યું, "જો ચાર દિવસ પછી જે અમાવસ્યા તે વખતે તુ તારા પતિના ઘરે જઇશ તો બધુ સો ટકા બરાબર થઈ જશે."

કૃષ્ણાએ જ્યારે આ નિર્ણય તેના પરિવારને કહી સંભાળાવ્યો ત્યારે ભાભીએ તરત જ કહ્યું, "હા કૃષ્ણા, તમે તે બરાબર કર્યું, બાળકને તેના માતા અને પિતા બંનેની જરૂર છે. તમે શું કામ બીજી ના કામની છોકરીને કારણે તમારું ઘર છોડવાની વાત શું કરો છો. તમે તો તમારા ઘરની રાણી છો અને તમારે તેજ રીતે તમારા ઘરમાં રાણી બનીને તમારા પતિને સાથે રહેવાનું છે."

કૃષ્ણા તેના મનમાં જાણતી હતી કે તે રાણી હતી કે શું હતી પરંતુ આજે તેના પોતાના ઘરની અનિચ્છનીય મહેમાન હતી અને પતિના ઘરનો અનિચ્છનીય સામાજિક સંબંધ હતો.

બીજા દિવસે નકકી કર્યા અનુસાર જ્યારે કૃષ્ણા પોતાનો સામાન લઈને ઘરે પહોંચી ત્યારે નયન વિહાને ખૂબ જ ચાહતો હતો જેથી તેને જોઇ ને તો ખુશ થયો, પરંતુ કૃષ્ણાની સામે જોઇને કટાક્ષથી અનિચ્છાનું સ્મિત વેર્યુ હતું.

કૃષ્ણા કંઇપણ કહ્યા કર્યા વગર તેનીરીતે ઘરમાં પરત આવી હતી જેથી હવે તો નયનને સંપૂર્ણ સ્વતંત્રતા મળી ગઇ હતી. તેને સારી રીતે સમજાઈ ગયું હતું કે હવે કૃષ્ણા પાસે તેના પતિના ઘરે રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. તેથી તે તેની મરજી અનુસાર જ્યારે પણ ઇચ્છતો ત્યારે આવતો જતો હતો...હવે તેને બે આંખોની થોડી પણ શરમ જેવું રહેલ ન હતું. તે રૂમમાં ખુલ્લેઆમ બેસતો અને તેની ગર્લફ્રેન્ડ સાથે વાત કરતો, અને તે ઘણી વાર તો અશ્લીલતાની મર્યાદા વટાવીને પણ વાતો કરવા લાગ્યો હતો.

કૃષ્ણા જ્યારે નયનનું વર્તન સહન ન કરી શકતી ત્યારે તે બહાર આવીને બાલ્કનીમાં ઉભી રહેતી. તે દિવસે પણ બાલ્કનીમાં ઉભી રહેલ હતી તે સમયે, તો આ ગીત દૂર ક્યાંક ચાલતું હતું.

“पिया का घर, रानी हूं मैं......”

ગીતનાં ગીતોની સાથે કૃષ્ણાની આંખોમાંથી આંસુઓની ગંગા-જમના ટપકવાનું ચાલુ હતું. આજે તેનું ભાગ્ય તેને કયાં લઇ આવેલ હતું તે વિચાર કરી તેના હ્રદયના ધબકારા વધતાં જતાં હતાં.

(સંપૂર્ણ)

DIPAKCHITNIS (DMC) dchitnis3@gmail.com