એક મઝાક - 3 PARESH MAKWANA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

એક મઝાક - 3


''આરવ, યાદ રાખજે.. તારી આજ મજાક કરવાની આદતમાં એક દિવસ તું મને ખોઈ બેસીશ.. કંટાળી ને ચાલી જઈશ હું તારા થી બહુ જ દૂર...''
આરવ ની હદબાર ની મજાકો થી હવે એની બેસ્ટફ્રેન્ડ શ્રુતિ પણ સાવ કંટાળેલી, એ એને રોજ કહેતી કે, આ બધું મજાક મસ્તી બંધ કર આરવ.. જિંદગીની ગંભીરતા ને સમજ.. પણ આરવ હતો કે એને એના સ્વભાવ મુજબ બધું મજાક જ લાગતું.
''શુ..? શુ કહ્યું શ્રુતિ તે..! મને છોડીને જતી રહીશ અરે હું જવા જ નહીં દવ..''
''સિરિયસલી કહું છું આરવ, જો તે આમ ને આમ મારી મજાક કરવાનું ચાલુ રાખ્યું તો હું સાચે જતી રહીશ..''
એની વાત સાંભળી આરવ થોડો ગંભીર થયો,
ગંભીરતા ના ભાવમાં એણે કહ્યું.
''ઠીક છે... તારે જવું ને..., તો જા, આમ પણ તારી જેવી મોટી છોકરીની મારે કોઈ જરૂર નથી.''
એમ કહી આરવ અચાનક હસી પડ્યો, એની વાત સાંભળતા ની સાથે જ શ્રુતિની આંખોમાં આંસુ આવી ગયા.. એણે આરવ ને હાથથી ધક્કો મારતા એમ જ રડમસ અવાજે કહ્યું.
''તું નહીં સુધરે ને આરવ...!''
આરવ હજુ મજાકના મૂડમાં જ હતો, એણે ખભા ઉચકતા હસી ને કહ્યું.
''ના, આ જન્મમાં તો નહીં જ સુધરું...''
શ્રુતિ ને એના પર બહુ જ ગુસ્સો આવ્યો,
''આઈ.. હેટ યુ... આઈ હેટ યુ..''
એમ કહી એ ત્યાં થી પાછળ ફરી ચાલવા લાગી, કે ત્યાં જ આરાવે પાછળ થી એના હાથને પકડી લીધો.
''શ્રુતિ... શ્રુતિ આઈ એમ સોરી''
શ્રુતિ એવા જ ગુસ્સામાં એની સામે ફરી,
એનો ગુસ્સો જોઈ આરવ થોડો ગંભીર થયો, એણે બન્ને હાથે કાન પકડી ધીમેથી શ્રુતિ ને મનાવતા કહ્યું.
''આઈ એમ સોરી...''
શ્રુતિ હજુ ગુસ્સામાં હતી, એણે કહ્યું.
''તારું સોરી રાખ તારી પાસે, મારે કઈ નહીં સાંભળવું..''
આરવે પ્રેમપૂર્વક એની આંખોમાં જોયું.
''શ્રુતિ, ગુસ્સો થુકી નાખ, જો તો સહી ગુસ્સામાં તું એકદમ ચુડેલ લાગે છે..''
''આ...રવ...''
શ્રુતિ આરવ ને મારવા માટે ગુસ્સામાં આગળ વધી કે.. આરવ એના થી બચવા ભાગ્યો,
''આરવ રૂક.. આજે હું તને છોડીશ નહીં.. તું સમજે છે શુ તારી જાત ને..''
***
શ્રુતિ અને આરવ, બન્ને વચ્ચે બાળપણ થી પાકી દોસ્તી, બાળપણથી મસ્તીખોર આરવ ગાંધી, શ્રુતિના ઘરની એકદમ બાજુમાં જ રહેતો, બન્ને એક જ નિશાળમાં ભણતા એટલે એમની વચ્ચે સારી એવી દોસ્તી થઈ ગઈ.. શ્રુતિ દેખાવમાં થોડી મોટી લાગતી, એટલે આરવ એને મોટી મોટી કહી રોજે ચીડવતો..
આરવ ની તો ખબર નહીં પણ શ્રુતિને હજુ યાદ છે એ દિવસ જ્યારે.. આરવ એની જિંદગીમાં ખુશી બની આવેલો,
શ્રુતિ જ્યારે સોળ વર્ષની હતી ત્યારે એની એક ફેવરિટ બિલાડી હતી, નામ હતું એનું મ્યાવ મ્યાવ, એક દિવસ સાંજે શ્રુતિ એની મોટી બહેન સપના સાથે ફોઈને લેવા સ્ટેશન ગયેલી, એની સાથે એની ખાસ, બિલાડી મ્યાવ મ્યાવ પણ સાથે હતી, શ્રુતિ એને ઊંચકી ને ફોઈની રાહમાં પ્લેટફોર્મ ની સામે ઉભી હતી..,
થોડીવાર થઈ હશે કે, મ્યાવ મ્યાવ રમતી રમતી અચાનક રેલવે ટ્રેક પર દોડી ગઈ અને એજ ક્ષણે સામે થી જ ધસમસતી ટ્રેન આવી રહી હતી..
મ્યાવ મ્યાવ ને ટ્રેક પર જોઈ.. શ્રુતિ ને મન ફાડ પડી,
''મ્યાવ...મ્યાવ...''
એ એને બચાવવા દોડી.. કે એની મોટી બેન સપના એ એનો હાથ પકડી લીધો.
''શ્રુતિ... શ્રુતિ રૂક ના જઈશ...''
''પણ દીદી મારી મ્યાવ.. મ્યાવ...''
''ના શ્રુતિ.. હું તને જાણી જોઈને મોતના મુખમાં ના જવા દવ..''
આ તરફ ટ્રેન એકદમ નજીક આવી એની સામે સડસડાટ રફતારથી પસાર થઈ ગઈ..
શ્રુતિના મોં માંથી એક દર્દનાક ચીસ નીકળી ગઈ...
''મ્યાવ.. મ્યાવ...!''
દીદી નો હાથ છોડાવી શ્રુતિ દોડી..
ટ્રેન પસાર થઈ ગઈ અને એણે જોયું તો ટ્રેકની પેલી તરફ પ્લેટફોર્મ પર એની જ ઉંમરનો છોકરો બિલાડી ને ઊંચકી ને ઉભો હતો,
એ જોઈ શ્રુતિ ની આંખો હરખથી છલકાઈ ગઈ.. એ દોડીને એ છોકરા પાસે ગઈ અને એના હાથમાં થી પોતાની બિલાડી આંચકી એના પર વ્હાલથી ચૂમીઓ વરસાવી છાતી સરખી ચાંપી લીધી,
''મ્યાવ, તું ઠીક તો છે ને..! તને કઈ થયું તો નથી ને..! એમ કહેતા એણે સામે ઉભેલા એ છોકરા સામે જોયું.''
એ આરવ હતો, એના પડોશમાં રહેતો આરવ ગાંધી જેણે આજે પોતાના જીવ ના જોખમે એક બિલાડીને ટ્રેક પર કૂદીને બચાવી.. એને ઓળખી જતા શ્રુતિએ કહ્યું.
''તું.. આરવ છે ને..? આરવ ગાંધી..!''
આરવે સ્મિત વેરતા એની સામે દોસ્તી માટે હાથ લંબવ્યો,
''હાય, આઈ એમ આરવ..?''
શ્રુતિએ પણ આરવ સાથે હાથ મિલાવતા કહ્યું.
''હું... શ્રુ...''
એ બોલે એ પહેલા જ આરવે એની વાત કાપતા કહ્યું.
''આઈ નો શ્રુતિ, રાઈટ..?''
''હા, બાય ધ વે થેંક્યું.. જો આજે તું ના હોત તો ખબર નહીં મારી મ્યાવ મ્યાવ નું શુ થાત..''
એની વાત સાંભળી આરવ હસ્યો,
''શુ મ્યાવ મ્યાવ.., આનું નામ મ્યાવ મ્યાવ છે..?''
શ્રુતિએ પણ એની સામે હસતા કહ્યું.
''હા, મારી બિલાડી નું નામ છે મ્યાવ મ્યાવ''
આ સાંભળતા તો આરવ મોટેથી હસવા લાગ્યો,
શ્રુતિ પણ એની પાછળ હસી પડી..
એ બન્ને એમ જ પ્લેટફોર્મ પર એકબીજા સામે હસી રહ્યા હતા ને, ટ્રેકની પેલે પાર ફોઈ સાથે ઉભેલી મીનલે શ્રુતિને અવાજ કરતા કહ્યું.
''શ્રુતિ ચાલ.. ઘરે મોડું થાય છે..''
''હા, આવી.. એમ કહી એણે આરવ ની રજા લીધી..''
બસ એજ સાંજે, એજ ક્ષણે એમની દોસ્તીની શરૂઆત થઈ... અને એ આરવ ગાંધી શ્રુતિની જિંદગીનો એક હિસ્સો બની ગયો,
એ દિવસ થી લઈને આજ સુધી શ્રુતિ માટે આરવ જ બધું હતો, પણ આરવ નો એ મજાકિયો સ્વભાવ એને પહેલે થી જ ના ગમતો, એ આરવ ને ઘણીવાર કહેતી,
''તું આ મજાક મસ્તી છોડી કેમ નથી દેતો, યાર મને નથી ગમતું આ બધું..''
''સોરી યાર.. હવે થી નહીં કરું બસ, માફ કરી દે..!!''
એમ કહી એ એની સામે પોતાના કાન પકડતો,
''ઓકે, આજ પછી મને મોટી ના કહેતો નહીંતર...''
બીજી જ ક્ષણે એ ફરી એનો એજ થઈ જતો,
''નહીંતર... નહીંતર શુ કરી લઈશ મોટી..''
''આરવ.. તું નહીં સુધરે ને..!'' શ્રુતિ એના પર ચિલ્લાતી,
***
આરવ અને શ્રુતિ બન્ને ગામ થી દૂર શહેરમાં હોસ્ટેલમાં રહી ભણતા, શ્રુતિની ગર્લ્સહોસ્ટેલમાં છોકરાઓ ને આવવાની સખત મનાઈ હતી છતાં શ્રુતિને મળવા આરવ ગમે તેમ હોસ્ટેલમાં ઘુસી જ જતો,
રાતના આછા અંધારામાં હોસ્ટેલની લોબીમાં આરવ ને જોઈ, શ્રુતિ ડરની મારી એની પાસે દોડી..
શ્રુતિ ને જોતા જ આરવ એને ગળે લાગવા નજીક ઘસ્યો કે, શ્રુતિએ એને અટકાવ્યો,
ધીમે થી એણે આરવ ને કહ્યું.
''આજે શુ બહાનું મારી આવ્યો છે..? આરવ !!''
''અરે બહાનું.. તને મળવા મારે બહાનું બનાવવું પડે.. અરે હક થી આવ્યો છું હું તો''
''શુ હક થી આવ્યો છે.. તને અહીં કોઈ જોઈ જશે તો..''
ડરની મારી શ્રુતિએ એનો હાથ પકડ્યો,
''તું ચાલ.. જલ્દી ચાલ કોઈ જોઈ જશે આપણ ને..''
એની પાછળ ખેંચતો આરવ મોટેથી હસ્યો,
''કોઈ જુએ તો જુએ આઈ ડોન્ટ કેર..''
''ચૂપ.. એકદમ ચૂપ..''
એમ કહી એણે આરવ ને હોસ્ટેલ ના રૂમમાં અંદર ધકેલ્યો, અને પોતે પણ અંદર જઈ અંદર થી દરવાજો બંધ કર્યો,
એ જોઈ આરવ તો એકદમ ખુશીથી નાચી ઉઠ્યો,
શ્રુતિ એની સામે ફરી કે.. એ મોટેથી ગાવા લાગ્યો,
''શ્રુતિ ડાર્લિંગ, જો તો સહી..
હમ તુમ એક કમરે મેં બંધ હો.. ઓર..''
શ્રુતિએ હોઠ પર આંગળી મૂકી એને ચૂપ રહેવા ઈશારો કર્યો..
''શ..શશ..શશશ શ...''
આરવ એકદમ ચૂપ થઈ ગયો, એટલે શ્રુતિ એની નજીક ગઈ..
''સવારે હું તને મળવાની જ હતી તો પછી આ રીતે ચોરીછુપે હોસ્ટેલમાં શા માટે ઘૂસ્યો..? હે.. બતાવ મને..!!''
''મારે તો આવવું જ પડે.. અરે આજે તારો બર્થડે છે. હેપ્પી બર્થડે શ્રુતિ..''
એમ કહી એ એને ગળે ભેટ્યો,
''થેંક્યું થેંક્યું.. હવે તું જઈશ..''
એમ કહી શ્રુતિ એના થી અલગ થઈ.. આરવ એની સામે હસ્યો
''અરે જવા માટે થોડો આવ્યો છું એમ કહી એ શ્રુતિ ના બેડ પર આડો પડ્યો''
''આરવ... આ તું...''
આરવ ના મનમાં શુ ચાલતું હતું શ્રુતિ ને કઈ જ સમજાતું નોહતું.
આરવે ફોન પર એક નંબર ડાયલ કર્યો કે, ત્યાં જ અચાનક દરવાજે બેલ વાગી,
શ્રુતિ એકદમ ડરી ગઈ..
'કક..ક..કોણ.. અત્યારે કોણ આવ્યું હશે.. ક્યાંક મેટ્રન... ઓહ માય ગોડ મેટ્રને આરવ ને અહીં જોઈ લીધો તો મારું તો...!!'
આરવ હજુ એની સામે એમ જ મજાકમાં હસતો હતો. એ જોઈ શ્રુતિને ગુસ્સો આવ્યો,
''આરવ છુપાઈ જા મેટ્રન હશે તો...!!''
આરવ ઉભો થયો,
''સારું ને મોટી આજે રંગેહાથે પકડાઈ જશે..'' એમ કહેતો એ એની સામે મોટેથી હસ્યો અને દરવાજા તરફ આગળ વધ્યો.
એને રોકાવા માટે શ્રુતિ એની પાછળ દોડી..
''આરવ શુ કરે છે.. ખરેખર મેટ્રન હશે તો..!!''
શ્રુતિ એને રોકે એ પહેલા જ આરવે દરવાજો ખોલી નાખ્યો. શ્રુતિ તો એકદમ ડરી જ ગઈ.. ડરની મારી એની આંખો પણ મીંચાઈ ગઈ..
''હે...પ્પી બર્થડે શ્રુતિ...''
શ્રુતિએ ધીમે થી આંખો ખોલી કે.. સામે એની ચારેય ફ્રેન્ડ્સ હાથમાં કેક ગિફ્ટસ અને બ્લુન્સ લઈ ઉભી હતી..
એ લોકોને આટલી રાત્રે આ રીતે સામે જોઈ શ્રુતિ એકદમ સરપ્રાઈઝ થઈ ગઈ.. એને સમજાતું જ નોહતું કે આ બધું શુ થઈ રહ્યું છે..
એ રાત્રે બધાએ મળીને શ્રુતિનો બર્થડે સેલિબ્રેટ કર્યો, શ્રુતિએ કેન્ડલને ફૂંક મારી બુજાવી અને કેકનો પહેલો બાઈટ કાપી એણે બાજુમાં ઉભેલા આરવ ને ખવડાવ્યો, એમાંથી જ થોડો બાઈટ લઈ આરવે શ્રુતિને ખવડાવવા ને બદલે એના મોં પર લગાવી દીધો..
એની એ હરકત પર શ્રુતિ છંછેડાય ગઈ.. એણે હાથથી આરવ ને દૂર ધકેલતા ગુસામાં કહ્યું.
''આરવ પ્લીઝ તને ખબર છે ને મને આ બધું નથી ગમતું તું ક્યારે સુધરીશ..?''
''ક્યારેય નહીં..''
એમ કહી આરવે શ્રુતિની ચારેય ફ્રેન્ડ્સ સામે આંખ થી ઈશારો કર્યો, અને એ સાથે જ કેકના મોટા મોટો ટુકડોઓ લઈ એ પાંચેય શ્રુતિના મોં ને કેક થી આખું ચીતરી નાખ્યું..
એ બધા ફૂલઓન મસ્તી ના મૂડમાં હતા.. જ્યારે શ્રુતિ.. એ તો રીતસર ની રડી જ પડી..
શ્રુતિ રડતી રડતી બે હાથે મોં છુપાવી બેડ પર બેસી પડી..
એની ચાર ફ્રેન્ડ્સ માંથી એક સંધ્યા ને જ ધ્યાન આવ્યું કે એ રડવા લાગી, એટલે એણે એના ફ્રેન્ડ્સ ને રોક્યા,
''ગાય્ઝ પ્લીઝ... બહુ થઈ ગયું.. એમ કહી એ શ્રુતિ પાસે જઈ બેઠી અને એને ખભેથી પકડી એને સંભાળી...''
***
બીજે દિવસે આરવે કોલેજના કેમ્પસમાં બધાની સામે પોતાના કાન પકડી શ્રુતિની માફી માંગી.. સંધ્યાએ એને સમજાવતા કહ્યું.
''માફ કરી દે યાર... આ વખતે આરવને ખરેખર પછતાવો થયો છે..''
અને એજ ક્ષણે શ્રુતિએ આરવ ને ગળે લગાવી લીધો.
પછી એના થી અલગ થતા જ શ્રુતિએ નારાજગી ના ભાવમાં રડમસ અવાજે કહ્યું.
''પાગલ આજકાલ બહુ જ રડાવે તું મને..''
આરવે ફરી એની સામે કાન પકડતા કહ્યું
''સોરી.. આજ પછી મારા દરેક પ્રયત્નો તને ખુશ રાખવાના જ હશે.. યુ નો તારી આંખોમાં આંસુ હું જોઈ નથી શકતો..''
નારાજગી ના ભાવમાં એના ખભે મારતા,
''તો પછી શા માટે આમ રડાવે છે..?''
આરવ હસ્યો,
''આમા મારો જરાય વાંક નથી મોટી તું છે જ સાવ રોતલુ..''
''તું... તું નહીં સુધરે આરવ...''
એમ કહી શ્રુતિએ આરવ ને હાથ થી ધક્કો માર્યો અને મોં ચડાવી ત્યાંથી ચાલી ગઈ...
સંધ્યાએ બાજુમાં ઉભેલા આરવ ના ખબા પર હાથ મુકતા કહ્યું.
''તું કેમ એ બિચારી ને આટલી હેરાન કરે છે..''
આરવે એની સામે જોયું અને પછી કહ્યું.
''ઓયે હક છે મારો.. તને ખબર છે જ્યાં સુધી હું એ મોટીની મજાક ના ઉડાવું મને... મને ખાવનું નથી ભાવતું..''
એની વાત સાંભળી ત્યાં હાજર સૌ કોઈ મોટેથી હસ્યાં..
***
દિવસે ને દિવસે આરવ ની મજાકો વધતી જતી હતી.. એ શ્રુતિ ને હેરાન કરવાનો એક મોકો ના છોડતો હવે તો શ્રુતિ પણ કંટાળેલી પણ એ આરવ ને ખોવા નોહતી માંગતી એટલે જ એને કઈ કહેતી નહીં પણ એ દિવસે.. એ દિવસે તો આરવે હદ જ કરી નાખી..
શ્રુતિ સંધ્યા સાથે માર્કેટ ગયેલી અને.. એની સ્ફુટીનું ટાયર સ્લીપ થયું.. સંધ્યા અને શ્રુતિ ને થોડીઘણી ઇજા થઈ એટલે એ બન્ને હોસ્પિટલમાં હતી.. આ વાતની જ્યારે આરવ ને ખબર પડી, એ દોડ્યો શ્રુતિ ને મળવા..
હોસ્પિટલ પહોંચતા ની સાથે જ એણે હોસ્પિટલ ના કોરીડોરમાં થી પારદર્શી કાચને પેલે પાર સંધ્યા ના બેડની બાજુમાં ઘવાયેલી અવસ્થા માં સુતેલી શ્રુતિ ને જોઈ...
અને એજ ક્ષણે એને કઈક સુજ્યું..
શ્રુતિને ચિડવવા જ એણે એકવાર એને મજાકમાં કહી દીધેલું.
''શ્રુતિ તને ખબર છે તારા ઘરમાં તને ખાસ પસંદ કોઈ નથી કરતું.. કેમ કે તું તો મહેતા અંકલ ને બાળપણમાં કોઈ મેળામાં થી મળેલી.''
એની વાત સાંભળી શ્રુતિ એના પર ચિડાય
''એવું કઈ નથી, હું મારા મમ્મી પપ્પાની જ દિકરી છું.. અને તને.. તને આવું કોણે કહ્યું.''
''મને કોઈએ કહ્યું નહીં પણ મેં ખુદ મહેતા અંકલ ના મોં એ સાંભળ્યું છે કે તું એમની સગી દિકરી નથી..''
એની એ બનાવટી વાતોએ શ્રુતિને અંદરથી બહુ જ હર્ટ કરી.. છતાં એણે કહ્યું.
''ભલે હકીકત જે હોય એ પણ મને એના થી કોઈ ફરક નથી પડતો. મારા મમ્મી પપ્પા મને બહુ જ પ્રેમ કરે છે..''
એની વાત પર આરવ હસ્યો,
''પ્રેમ... અરે દેખાડો છે બધો દેખાડો.. કોઈ પ્રેમ નથી કરતું તને..''
''આરવ... ઇનફ.. બહુ બોલી લીધું તે.. ચૂપ થઈ જા..''
ત્યારે શ્રુતિ ગુસ્સામાં બહુ જ છંછેડાય ગયેલી..
બીજી જ ક્ષણે આરવે હંમેશા ની જેમ કાન પકડી એની માફી માંગી લીધી અને શ્રુતિ હંમેશા ની જેમ માની ગયેલી..
આરવ ને લાગ્યું કે.. 'આજ, મોકો છે શ્રુતિ ને બતાવવા નો કે એની ફેમેલી એને કેટલો પ્રેમ કરે છે. શ્રુતિ વિશે સાંભળી અંકલ આંટી દોડતા અહીં આવશે.. અને ત્યારે શ્રુતિને ખરેખર લાગશે કે.. આરવ સાવ જૂઠો હતો એના મમ્મી પપ્પા એને બહુ જ ચાહે છે..'
આરવે એજ ક્ષણે મહેતા અંકલના ઘરે ગીતાઆંટી ના મોબાઈલ પર કોલ કર્યો,
ગીતા આંટીએ ફોન ઉઠાવ્યો..
''હેલ્લો..!!''
સામેથી ગીતાઆંટી નું હેલ્લો સાંભળતા જ.. આરવે એની મજાક ચાલુ કરી..
એ ફોન પર રિતસરનો રડી પડ્યો..
ગીતાઆંટીએ ચિંતા ના ભાવમાં પૂછ્યું
''આરવ દિકરા શુ થયું તું આમ રડે કેમ છે.. ત્યાં બધું ઠીક તો છે ને...!!?'
''ના આંટી.. કઈ જ ઠીક નથી..''
આરવ એની સામે એમ જ રડમસ અવાજે બોલ્યો,
એની વાત સાંભળી ગીતાઆંટી ને કઈ ન બનવાનું બની ગયાનો આભાસ થયો, એનું મનમાં જાણે ફાડ પડી..
''શુ થયું આરવ દિકરા... મારી શ્રુતિ.. એ ઠીક તો છે ને...!''
''ના આંટી.. થોડીવાર પહેલા શ્રુતિનું એક્સિડન્ટ થયું અને એ.. એ..''
એ એટલું જ બોલ્યો કે, બીજી તરફ મિસ.મહેતા ના હાથમાં થી એનો મોબાઈલ સરકી પડ્યો અને એ આઘાત માં ત્યાં જ ફસડાય પડ્યા..
આરવ ફોન પર હેલ્લો હેલ્લો કરતો રહ્યો પણ સામે થી ચીંખવા ચિલ્લાવા ના અવાજો સિવાય કઈ જ સમજાતું નોહતુ..
''મમ્મી શુ થયું.. મમ્મી આંખો ખોલ... મમ્મી... મમ્મી...''
''ગીતા.. ગીતા શુ થયું કોનો ફોન હતો...?''
એ લોકો નો અવાજ સાંભળતા જ આ તરફ હોસ્પિટલમાં કોરીડોરમાં આરવ ડરનો માર્યો એક બાંકડે બેસી ગયો.. એણે ફટાફટ કોલ કટ કર્યો, અને મોબાઈલ સ્વીચ ઓફ મોડમાં નાખી દીધો..
સપનાએ ગીતા ના ફોનમાં જોયુ તો લાસ્ટ કોલમાં આરવ ગાંધી નું નામ લખ્યું.
''આરવ...!''
મિસ્ટર મહેતા એ એને ફરી આરવ ને ફોન કરવા કહ્યું.
સપના એ આરવ ને કોલ લગાવ્યો પણ એનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો હતો,
આરવ એ વાતથી સાવ અજાણ હતો કે શ્રુતિની મમ્મી હાર્ટપેશન્ટ છે એ કોઈપણ જાતનો સ્ટ્રેસ ના સહી શકે.. આરવ ની એ મજાકથી ગીતા ને હાર્ટઅટેક આવ્યો..
મિસ્ટર મહેતા અને એની દિકરી સપના બન્ને એજ ક્ષણે ગીતાઆંટી ને હોસ્પિટલ લઈ ગયા.. સપનાએ ખુદ ફોન કરી શ્રુતિ ને આ વાતની જાણ કરી..
એની વાત સાંભળી શ્રુતિ આઘાતમાં ચોંકી...
''શુ મમ્મી ને ફરી હાર્ટઅટેક આવ્યો..!''
''હા, અને ડોક્ટર્સ નું કહેવું છે કે.. એ હવે...''
''હું.. હું આવું છું...''
એમ કહી શ્રુતિ સંધ્યા ને લઈ એજ ક્ષણે મમ્મી ને મળવા શહેરની સીટી હોસ્પિટલ પહોંચી..
શ્રુતિ જ્યારે સંધ્યા સાથે મમ્મીને મળવા હોસ્પિટલ આવી ત્યારે એના હાથમાં પ્લાસ્ટર હતું.. માથામાં પટ્ટીઓ હતી એ જોઈ.. સંધ્યા પણ સહેજ લંગડાતી ચાલતી હતી..
એ જોઈ મિસ્ટર મહેતા અને સપના એની સામે દોડ્યા..
''શ્રુતિ.. શ્રુતિ દિકરા શુ થયું તમને.. આ ઇજા કેવી રીતે..?''
શ્રુતિએ વાત બદલતા કહ્યું.
''એ છોડો પપ્પા મમ્મી ને કેમ છે..?''
મિસ્ટર મહેતા એ એને ઓપરેશન થિયેટરના એ પારદર્શી કાચના દરવાજા તરફ હાથ નો ઈશારો કર્યો કે...
શ્રુતિ મમ્મી ને જોવા દોડી..
OT વિભાગ ના એ કાચ ને સ્પર્શ કરતા ની સાથે એ મોટેથી રડી પડી..
''મમ્મી....''
અચાનક જ પાછળ થી એના ખભા પર કોઈએ હાથ મુક્યો એ પાછળ ફરી તો મમ્મી નો મોબાઈલ પકડી સપના ગુસ્સામાં ઉભી હતી..
''આ બધું આરવ ને કારણે થયું છે શ્રુતિ..''
એની વાત સાંભળી શ્રુતિ ચોંકી..
''શુ...? ના આરવ આવું ના કરી શકે.. જરૂર તમને કોઈ ગેરસમજ થઈ છે.. એ તો..''
સપનાએ શ્રુતિનો હાથ પકડ્યો અને એના હાથની હથેળી માં ગીતાબહેન નો મોબાઈલ મુકતા કહ્યું.
''મમ્મી ને લાસ્ટ કોલ આરવે કરેલો અને એણે જ મમ્મી ને કહ્યું... કે તું...''
શ્રુતિએ તરત જ એ લાસ્ટકોલ નું કોલ રેકોર્ડિંગ ચેક કર્યું કે..
આરવ નો અવાજ આવ્યો,
એ આખું રેકોર્ડિંગ સાંભળતા ની સાથે જ.. શ્રુતિએ ગુસ્સામાં મોબાઈલ નો ફર્સ પર ઘા કર્યો અને એવા જ ગુસ્સા માં આરવ પર ચિલ્લાઇ...
''આરવ...''
***
બે દિવસ પછી ગીતાઆંટી ની શોક સભામાં આરવ પહોંચ્યો તો, એણે સફેદ કપડામાં હાર બંધ બેઠેલા લોકોની વચ્ચે દૂર ટેબલ પર ફૂલોનો હાર ચડાવેલી ગીતાઆંટી ની એક સસ્મિત તસ્વીર જોઈ...
એ એજ ગીતાઆંટી હતી જે આરવ ને નાસ્તામાં એના મનપસંદ ઢોકળા બનાવી આપતી.. એ એજ ગીતાઆંટી હતી જે શ્રુતિ અને સપના કરતા પણ આરવ નું વધારે રાખતી.. આરવ ને જ્યારે પણ જોતી એ કહેતી,
આરવ તને જ્યારે પણ જોવ છું મને મારા દીકરા કિશન ની યાદ આવે છે.. મિસ્ટર એન્ડ મિસિસ મહેતાનું પહેલું બાળક હતું જે એના જન્મના એક મહિના બાદ જ બીમારી માં મૃત્યુ પામેલું..
મિસિસ મહેતા ને દિકરો જોઈતો હતો પણ એ પછી બન્ને વાર દીકરીઓ જ આવી.. એમણે સપના અને શ્રુતિ ને દીકરાની જેમ જ ઉછેરી પણ એની પુત્રઝંખના આરવ પર આવીને શાંત થઈ.. આરવ ને જોઈ એને લાગ્યું આ મારો ખોવાયેલો કિશન જ છે..
એ, એજ ગીતાઆંટી હતી જે આરવ પર એની સઘળી મમતા લૂંટાવતી.. પણ આરવ.. એણે એની સાથે શુ કર્યું..
આરવ મનોમન પછતાવા સાથે બોલી ઉઠ્યો..
''ગીતાઆંટી.. હું તમારો ગુન્હેગાર છું..''
આગળ લોકોની સાથે શોકસભા માં બેઠેલી શ્રુતિએ એનો અવાજ સાંભળ્યો અને એ પાછળ ફરી તો સામે સફેદ કપડાંમાં આરવ ઉભો હતો..
મિસ્ટર મહેતા નું ધ્યાન પણ આરવ પર પડતા એ ગુસ્સામાં એને મારવા ઉભા થયા કે સપના એ એનો હાથ પકડી લીધો, એને રોકતા એણે કહ્યું..
''પ્લીઝ પપ્પા એને જવા દો.. મમ્મી એના દિકરા ને બહુ જ ચાહે છે..''
અને મિસ્ટર મહેતા ગુસ્સામાં સમસમતા એમ જ બેસી રહ્યા..
શ્રુતિ ઉભી થઈ અને ગુસ્સામાં આરવ સામે પહોંચી..
એક ક્ષણ તો ત્યાં હાજર બધા એ બન્ને સામે જોઈ રહ્યા..
શ્રુતિએ આરવ નો હાથ પકડ્યો..
''ચાલ.. ચાલ.. અહીંથી... એમ કહી એ આરવ ને ખેંચતી ત્યાંથી લઈ ગઈ..''
***
એનો હાથ પકડી એ એને ઘરની બહાર ખેંચી લાવી. બહાર નીકળી એણે આરવ ગાંધી ને પોતાના થી દૂર હડસેલ્યો...
''તું હત્યારો છે આરવ.. મારી મમ્મી નો હત્યારો..''
આરવ પાસે બોલવા જેવું કશું જ નોહતું એણે શ્રુતિની સામે હાથ જોડતા પછતાવા ના ભાવમાં કહ્યું.
''શ્રુતિ મને માફ કરી દે હું તારો ગુન્હેગાર છું..''
''આઈ હેટ યુ આરવ.. આઈ હેટ યુ.. દૂર જતો રે મારી લાઈફમાં થી આરવ..''
''શ્રુતિ મને માફ કરી દે..''
આરવ માફી માંગતા એની નજીક ઘસ્યો..
કે શ્રુતિએ એને ધક્કો માર્યો..
''આરવ ગાંધી, દૂર થઈ જા મારી નજરોથી.. આજ પછી મારી સામે પણ આવ્યો ને... જીવ લઈ લઈશ તારો.. યાદ રાખજે આરવ ગાંધી..''
સમાપ્ત
આ વાર્તા આપને કેવી લાગી એ અંગે આપ આપનો પરિચય જરૂરથી આપો. આપ આપના અંગત પ્રતિભાવો મને આ 7383155936 નંબર પર Whatsapp પણ કરી શકો છો.