એક મઝાક - 2 PARESH MAKWANA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

એક મઝાક - 2

આજ હતી પહેલી એપ્રિલ સવારના સાડા સાત વાગ્યા હતા. હું હજુ મારા બેડરૂમમાં બેડ પર આડો પડ્યો હતો. આમ તો આજે સન્ડે હતો એટલે ઉઠવાનો કોઈ ઈરાદો નોહતો. પણ એને કોણ સમજાવે.. મારો દશ વર્ષનો દિકરો નક્ષ જે અચાનક જ અમારા બેડરૂમમાં ઘુસી આવ્યો.. અને બેડ પર ચડતાં જ મોટેથી ચિલ્લતા બોલ્યો..
પપ્પા મમ્મી ઘર છોડી ભાગી ગઈ..
એટલું સાંભળતા જ હું સફાળો બેઠો થયો. ઉભો થઈ દોડ્યો બહાર.. કિચનમાં જઈ જોયું. તો મારી પત્ની દિયા બ્રેકફાસ્ટ બનાવતી હતી..
એને જોયા બાદ.. મને થોડી હાશ થઈ.. સવાર સવારમાં મને આમ એની સામે આવેલો જોઈ એણે પૂછ્યું..
વીર શુ થયું..?
નક્ષે, કહ્યું તું ગઈ...
એણે મલકતાં મુખે કહ્યું.
અરે હું તમને છોડીને ક્યાં જવાની.. આ તમારો દિકરો તમારા પર જ ગયો છે..
ત્યાં જ બેડરૂમમાં થી નાનકડી રમકડાંની મશીન ગન હાથમાં લઈ નક્ષ મારી સામે આવ્યો. અને મશીન ગન મારી સામે તંકતા મને ધમકાવતા બોલ્યો.
પપ્પા હેન્ડ્સ અપ..
એની પાસે દોડી એને વ્હાલથી પકડતાં મેં કહ્યું
એય હેન્ડ્સ અપવાળી.. સવાર સવારમાં આવી મજાક કરાય..
એણે બાળ સહજ નિર્દોષતામાં ઉછળ કુદ કરતાં કહ્યું.
પપ્પા એપ્રિલફૂલ.. ઉલ્લુ બનાયા બડા મજા આયા..
એનો કાન મરડતાં મેં કહ્યું..
આ બધું કોણે શીખવાડયું..
એણે કિચનમાં કામ કરતી મમ્મી સામે જોતા એકદમ માસૂમિયત થી કહ્યું..
મમ્મીએ કહેલું.. કે પપ્પાને એપ્રિલફૂલ બનાવીએ..
મેં દિયા સામે શિકાયતી નજરે જોયું..
દિયા શુ છે આ બધું.. મારુ તો હાર્ટફેલ થઈ જાત..
શુભ શુભ બોલો વીર.., અને આ પણ જસ્ટ એક મજાક જ હતી.
ઓકે, તો હું નાહવા જાવ.. એમ કહી હું ફરી મારા બેડરૂમમાં ગયો.
***
ડાઈનીંગ ટેબલ પર હું દિયા, અને નક્ષ સાથે બેસી સન્ડેનું બ્રેકફાસ્ટ માણી રહ્યા હતા.
નક્ષે મારી સામે જોયું.. અને પછી દિયા સામે જોઈ કહ્યું.
મમ્મી, તારી ફ્રેન્ડ છે ને મીનું આંટી..
કોફીની ચૂસકી ભરતાં જ દિયાએ પ્રેમપૂર્વક પૂછ્યું
હા, બેટા એનું શું..?
અરે એ મને કાલે મળી હતી.. કહેતી હતી તારી મમ્મી તો સાવ નકચડી છે.. આજકાલ કોઈને બોલવતી પણ નહીં..
નક્ષની વાત સાંભળી દિયા ચોંકી.. એણે ગુસ્સે થતા કહ્યું..
એણે મારા વિશે આવું બધું કહ્યું અને તું.. તું ચુપચાપ સાંભળતો રહ્યો.. નક્ષ મારી સામે હસ્યો.. એ હસે છે કેમ એ મને ના સમજાયું છતાં હું એની સાથે હસ્યો.
વીર પ્લીઝ.. તમે પણ હસો છો.. હું અત્યારે જ એ મિસ. મીનાની ખબર લવ છું..
નક્ષે એને રોકી..
મમ્મી ફોન ના કર.. આ તો આમ જ..
પણ ત્યાં સુધીમાં તો એણે મિસ. મીના ને ફોન કરી પણ દીધો.. સામે થી મીના એ ફોન ઉપાડતાં જ એણે એને ન કહેવાનું ઘણું કહી દીધું..
મીના, તું મારા દીકરાને મારા વિશે આવું કહી જ કેવી રીતે શકે.. માન્યું કે એ દિવસે કિટીપાર્ટીમાં બધા વચ્ચે મેં તારી મજાક ઉડાવેલી પણ એનો મતલબ એ તો નથી ને કે તું મારા દિકરા ને મારા વિશે આવું બધું કહે..
સામે થી મીનાએ પણ ગુસ્સામાં એને કહ્યું.
શુ ક્યારની એલફેલ બોલે જાય છે દિયા..મેં તારા દિકરાને તારા વિશે કઈ નહીં કહ્યું.. જૂઠું બોલે છે એ..
ઓહ.. તો હવે મારો દિકરો જૂઠો એમ..
હા, તારો દિકરો જૂઠો.. તું પણ જૂઠી.. જે સવાર સવારમાં મારો મૂડ બગાડે છે..
એ બન્ને સ્ત્રીઓ ની સામ સામે ગરમાં ગરમ આક્ષેપબાજી ચાલતી હતી..
ને ત્યારે જ નક્ષે મારી પાસે આવી મારા કાનમાં કહ્યું.
પપ્પા મમ્મીને રોકો.., આ મેં એમને એપ્રિલફૂલ બનાવવા આમ જ કહી દીધું...
મેં એની સામે આંખો કાઢતા કહ્યું
શુ.. તું આવી સરારતો કરવા લાગ્યો..
મેં દિયા પર ચિલ્લાય કહ્યું.
દિયા ફોન મુક.. સાંભળ તારો દીકરી શુ કહે છે..
દિયા એ એવા જ ગુસ્સામાં કહ્યું
ના વીર નહીં મુકું.. આ મીના મારા વિશે આવું બોલી શા માટે શકે..
દિયા તારો દિકરો તને ક્યારનો ફૂલ બનાવી રહ્યો છે.. કોઈ મીના એ એને કશું નહીં કહ્યું..
શુ.. એણે નક્ષ સામે જોયું.. અને પછી મીનાને પોતાના વતી સોરી કહ્યું પણ ત્યાં સુધીમાં તો એમનો સબંધ તૂટી ગયો હતો.. સામેથી મીના એ ગુસ્સામાં ફોન કાપ્યો..
એટલે મારી પાસે આવી દિયાએ નક્ષના ગાલ પર એક લાફો ઝીંકી દીધો.
નક્ષ રડી પડ્યો એટલે વચ્ચે પડતાં મેં કહ્યું..
દિયા માર નહીં એને થઈ ગઈ ભૂલ.. આ બધું તે જ શીખવ્યું ને એને..? રાત્રે તું જ કહેતી હતી કે.. એપ્રિલ મહિનો એટલે મજાક મસ્તીનો મહિનો.. નાની નાની મજાક કરી બધાને ફૂલ બનાવવા ના..,
મમ્મીના ગુસ્સાથી બચવા નક્ષ મારી પાછળ છુપાઈ ગયો..
હા હા.. તું જ કહેતી હતી કે બધાને ફૂલ બનાવવાના.. નક્ષે રડતાં રડતા કહ્યું.
એનો હાથ પકડી એને મારી પાછળથી ખેંચતા કહ્યું..
તારા આ ફૂલ ના કારણે મેં મારી બેસ્ટફ્રેન્ડને ખોઈ.. હવે શુ મોં બતાવીશ હું મીના ને..
હું ફરી વચ્ચે પડ્યો.. એ મમ્મી દિકરાને સમજાવ્યા..
***
ફરી અમે ડાઈનીંગ ટેબલ પર એક બીજાની સામે જોતા એકબીજાથી નારાજ થઈ બેઠા હતા..
નક્ષે દિયાની માફી માંગતા કહ્યું.
મમ્મી સોરી.., માફ કરી દે મને..
તું તો મારી સામે બોલતો જ નહીં.. મારે તારી સાથે કોઈ વાત નહીં કરવી.
નક્ષથી મોં ફેરવતા દિયા બોલી.
મેં નક્ષ સામે જોઈ કહ્યું.
બેટા, ઘણીવાર આપણી નાની સરખી ભૂલ પણ ઘણીવાર મોટી ભૂલ બની જાય છે.. આપણને એમ કે આપણે તો જસ્ટ મજાક કરી રહ્યા છીએ પણ એ મજાકમાં કોઈને હર્ટ થાય.. કોઈના સંબંધો તૂટે.. દોસ્તી તૂટે ઝઘડાઓ થાય.. હું તને મારી જ એક ભૂલની વાત કરું તો..
એ બન્ને મમ્મી દિકરો મને ધ્યાનથી સાંભળી રહ્યો. મેં વાતની શરૂઆત કરતાં કહ્યું.
એ દિવસોમાં હું કોલેજના ફર્સ્ટ યરમાં હતો. કોલેજમાં પગ મુકતા જ સિનિયરો દ્વારા મારી રેગીંગ કરવામાં આવી સિનિયરો એ મને અન્ડરવેરમાં આખી કોલેજમાં ચક્કર લગાવડાવ્યા..
મેં હજુ એક બે ચક્કર લગાવ્યા હશે કે થાકી ગયો ને એ સિનિયરના એક મુખ્ય વિધાર્થી રોકી જે થર્ડયરમાં કોલેજનો દાદા હતો એણે મારા પર હાથ ઉઠાવ્યો.
પછી શું.., એક વખતે મને બચાવવા એ આવ્યો.. જેકી સેકેન્ડયરનો સ્ટુડન્ટ..
એણે મારા માટે રોકીના દાંત તોડ્યા પાછળથી રોકી અને જેકીની ફ્રેન્ડશીપ થઈ.. બન્ને એકબીજાના પાકા યાર બની ગયા.. જેકીએ પોતાના ખર્ચે રોકી ના પોતે તોડેલા બે દાંત પણ નખાવ્યા..
એ સમયે એ બન્ને એક જ હોસ્ટેલમાં સામ સામે રહેતા હતા.. મારુ જેકી સાથે બહુ જ બનતું..
માર્ચની પરિક્ષા પુરી થઈને એપ્રિલ શરૂ થયો એ દિવસે પહેલી એપ્રિલ હતી.. એટલે મેં તારી જેમ જ જેકીને ફૂલ બનાવવા ફોન કર્યો..
હેલ્લો જેકી..,
તારી માયા સાથે કઈ બોલાચાલી થઈ કે શું..?
ના તો.., કેમ આવું પૂછે છે..
અરે કઈ નહીં આ તો બે દિવસથી હું એને રોકીભાઈ સાથે ફરતાં જોવ છું એટલે..
મારા મોં એ આટલું સાંભળતા જ જેકીને બહુ જ ગુસ્સો આવ્યો..
ગુસ્સામાં એ મારા પર ચિલ્લાયો..
વીર તું સાચું કહે છે.. હવે તો એ મર્યો..
ભાઈ મારી વાત સાંભળ..
હું એને સમજાવી શકું એ પહેલાં જ એણે ફોન કાપી નાખ્યો..
એ પહેલેથી જ ગરમ મગજનો હતો જ ગુસ્સામાં આવી એ રોકી સાથે કઈ કરી બેસે એ પહેલાં મારે એને ગમે એ રીતે રોકવાનો હતો..
પણ હું ત્યાં હોસ્ટેલ પહોંચું એ પહેલાં જ હોસ્ટેલમાં જેકી રોકીના રૂમ તરફ દોડ્યો..
રોકીની કોલર ઝાલી એને બહાર ખેંચ્યો.. રોકી કઈ સમજે એ પહેલાં જ એણે રોકીને ગુસ્સામાં મારવાનું શરૂ કર્યું.. રોકીએ પણ સામે વાર કર્યો..
બન્ને વચ્ચે સારી એવી મારામારી થઈ અને એ પણ એક નાની એવી મઝાકને લઈને..
હું હોસ્ટેલ પહોંચ્યો ત્યારે રોકી આખો લોહીલુહાણ થઈ ગયો હતો.. એની છાતી પર ચડી જેકી એને મારતો બબડી રહ્યો હતો..
તે મારી માયા, પર નજર નાખી.. મારી માયા પર..
એ પછી બહુ મુશ્કેલ થી એ બન્નેને ઝઘડતાં અલગ કર્યા જેકીને સાઈડમાં લઈ જઈ મેં બધી વાત કરી..
ત્યારે એને જાણ થઈ કે આ એક મજાક હતી.. કોઈની નાની એવી મજાકમાં એણે પોતાના બેસ્ટફ્રેન્ડ પર હાથ ઉઠાવ્યો..
વીર, ભાઈ માન્યો તને.. અને તે.. તે આ સારું ના કર્યું..
એ પછી એણે રોકીની માફી માંગી.. એને મનાવવાની કોશિશ કરી.. પણ એ ના માન્યો.. એણે કહ્યું.
ભાઈ, તને ભરોસો હોવો જોઈએ તારા બેસ્ટફ્રેન્ડ પર.. કાલ સવારે કોઈ કંઈપણ કહી જાય અને તું માની લઈશ.. કોઈપણ સબંધ વિશ્વાસ પર ટકે છે.. આપણી દોસ્તીની ઈમારતમાં વિશ્વાસનો પાયો કાચો હતો.. એટલે જ એમાં દરારો પડી ગઈ..
મારી વાત સાંભળી સામે બેઠેલા દિયા અને નક્ષની આંખોમાં આંસુ આવી ગયા..
મારી એક નાની એવી મજાક અને દોસ્તી જેવો અડીખમ સંબંધની ઈમારત ધરાશય..
મેં નક્ષ સામે જોઈ કહ્યું
આ વાત હું તને એટલા માટે કહી રહ્યો છું કે.. કે તે પણ આજે તારી મજાકોને લઈને તારી મમ્મીની એની બેસ્ટફ્રેન્ડ સાથેની દોસ્તી તોડાવી.. સાંભળ.. હવે પછી તું જ્યારે પણ મીનાઆંટી ને મળ એની સામે બધું ક્લિયર કરી એમને સોરી કહેજે.. કારણ કે મજાકમસ્તી એની જગ્યાએ સંબંધો એની જગ્યાએ..
નક્ષ ઉભો ડાઈનીંગ ચેર પરથી ઉતર્યો. એણે પહેલાં મારી અને પછી દિયા સામે જોઈ કહ્યું..
સોરી.. પપ્પા સોરી મમ્મી..
હું અત્યારે જ મીનાઆંટી ના ઘરે જઈ એમને સોરી કહી આવું..
એમ કહી એ બહાર દોડ્યો.. દિયાએ એને રોકવા અવાજ કર્યો..
નક્ષ ઉભો રે.. કોઈ જરૂર નહીં.. પણ એ ના રોકાયો..
મેં દિયાને કહ્યું..
દિયા જવા દે એને કહાનીમાં હેપ્પી એન્ડિંગ પણ જરૂરી છે..
એણે સામેથી ઉભા થઈ મારી પાસે આવી મારી બાજુની ચેરમાં બેસી ફરિયાદ કરતાં કહ્યું.
વીર, તમારે રોકી જેકી નામના બે ફ્રેન્ડ પણ હતાં આ વિશે તો તમે મને આજ સુધી કઈ ના કહ્યું..?
મેં એની સામે બધું ક્લિયર કરતાં કહ્યું..
અરે સાંભળ મારે કોઈ ફ્રેન્ડ નોહતા.. આ તો દિકરાને પાઠ ભણાવવા મારે કહાની કહેવી પડી..
ઓહ.. તો લેખક સાહેબ, હવે તમે તમારી આ વાર્તાઓ હવે પત્ની અને દિકરા સામે પણ ચાલુ કરી દીધી..?
મેં મલકતાં કહ્યું.
હમ્મ, કેમ ના કરી શકું..
એટલામાં જ મીનાનો દિયા પર ફોન આવ્યો..
એણે ફોનમાં નામ જોતા જ પૂછ્યું મીનાનો ફોન છે. શુ કહું..
મેં એને ઉઠાવી સ્પીકર પર રાખવા કહ્યું..
સામેથી મીનાનો પ્રેમાળ અવાજ સંભળાયો.
સોરી હો દિયા મને નોહતી ખબર કે આ બધી તારા તોફાની નક્ષની સરારતો હશે..
અરે મીના, સોરી તો મારે તને કહેવું જોઈએ.. કંઈપણ જાણ્યા સમજ્યા વિના મેં તને ન કહેવાનું કહી દીધું..
ચિંતા ના કર.. આવું તો થયા કરે..
ફાઈનલી મને નિરાંત થઈ.. કે હેપ્પીલી કહાનીનો અંત તો આવ્યો..
સમાપ્ત
© Paresh Makwana.