થોડી વાતો જિંદગી સાથે... Bhakti Soni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

થોડી વાતો જિંદગી સાથે...

જિંદગી..કેટલો સરળ વિષય લઇ લીધો ને મેં! કોઈ ચવાયેલી વાતો કરીને વિષય નથી બનાવવો..પણ બહુ અગરુ છે એને જીવી કાઢવું એવો વિચાર આવે.જિંદગી સરળ હોતી નથી આપણને એને બનાવવી પડે છે.તો ચાલો, થોડી જિંદગી થી જ વાતો કરીને જિંદગી ને સરળ બનાવી દઈએ!!

કંઈ કેટલું એ આવી ને ચાલ્યું જાય છે. ક્યારેક તો પોતાની જ જિંદગી માં બની જતી કેટલીક અણધારી ઘટનાઓ આપણે પણ કીધા વિના આવી ને જતી રહે છે!! ક્યારેક કહે છે તો સાથ નથી આપતી. પણ ક્યારેક સાથ આપે તો એ પળ થી હસિન, ખૂબસૂરત,આનંદદાયી કાઇં ના હોઇ શકે!

ક્યારેક જિંદગીને સમજવા માટે આપણે કંઇક કેટલાય નુસ્ખા અપનાવીએ છીએ..કેટલા મોટીવેશન ના વિડિયો જોઈએ છીએ તો ક્યારેક જીંદગી વિશેની books વાંચીએ છીએ, લોકો ને સાંભળીએ છીએ કેટ કેટલું કરતાં હોઈએ છીએ આપણે. હવે તો કદાચ સમય પણ નથી આ બધા માટે..પણ આપણને આમ કરતા જોઈ ને જિંદગી તો કયાંક ખૂણામાં ઊભી હસતી હશે!!

જિંદગી તું બહુ નાક ચડેલી છે હો.. વારે વારે મનાવવું પડે છે તને!! હા, જો સામે ખડે પગે ઊભીને તને ટક્કર દેતાં શીખી જઈએ તો તું કંઈ ખાસ કરી નથી શકતી.. તું મને જે સ્વરૂપે મળી છે એ રીતે તું બીજા ને નહિ મળી હો અને એના નસીબ માં તું જેવા સ્વરૂપે છે એ સ્વરૂપ કદાચ મારી પાસે નઈ હોય..તને સમજવું મુશ્કિલ છે. હું તો માનું છું કે સમજવા કરતાં તને પૂરી માણી ને નીચવી નાખું!!

મારી દોસ્ત તો તું છે..તારા વિના તો અસ્તિત્વ જ નથી ને મારું.કેટલી બધી રોજ વાતો કરું છું હું રોજ તારી સાથે..બહુ ખૂબસૂરત છે તું ,મહેસૂસ કરી છે મેં તને..હા, હવે તારે બહુ ફુલાવાની જરૂર નથી હો! પણ હકીકત તો છે એ સાચું. આ બાબતે વખાણ તો મેં મારા પણ સાંભળ્યા જ છે..So cool down ok?!

ક્યારેક કોઈક પાસે બહુ જાજો સમય તું રહી જાય છે તો ક્યારેક કોઈક ને સમય પણ નથી આપતી! તને જીવવા માટે આળસ,સમય,સ્વભાવ, કંટાળો કેટલા તો દુશ્મન બને છે મારા.. પણ એ બધા થી લડીને અંતે હું તારી જ સાથ આપું છું.મારો જે પણ નિર્ણય હશે એની પહેલી અસર તો તને જ આવશે. હું જે પણ કરીશ તું મા ની જેમ સાથ આપીશ મને.કેટલી નિઃસ્વાર્થ પ્રેમી છે તું મારી! માં બનીને પ્રેમ કરે છે તું મને.. ક્યારેક પંપાળીને કેટલું સમજાવે છે તું મને તો ક્યારેક ઠોકરો મારીને ઘણું શીખવી દે છે!

કોઈક એ ખૂબ સરસ કહ્યું છે. "જિંદગીનો કપરો સમય વોશિંગ મશીન જેવો હોય છે. એ આપણને ગોળ ગોળ ઘુમાવી,નીચોવી નાખે, પટકી દે પરંતુ અંતે આપણે સ્વચ્છ ઊજળા અને પહેલા કરતાં વધારે સરસ બનીને બહાર આવીએ છીએ."

હું ઇચ્છું એમ તો તને ક્યારે રેહવું જ નથી. તારી મરજી જ ચલાવે છે.ટેડાઈ કરવી તો શોખ છે તારો..પણ પ્રેમ તો હું તને અને તું પણ મને કરે જ છે. હું અને તું એક જ છીએ છતાં ક્યારેક આત્મા ને તારાથી ઇર્ષા આવે એટલો પ્રેમ કરું છું હું તને..પણ ખુશી છે કે તું જેમ પણ છે એમ મારી સાથે છે..Thank You❤️


હું આટલું બધું બોલી એને પણ જિંદગી માત્ર ચાર પંક્તિ માં જવાબ આપે છે:

નથી આસન તોય માણવાની છે મને
છું અગરી છતાં મજાની હું,
બધું તો ધાર્યું નથી થતું તમારું પણ,
જે થાય છે એમાં જ ખુશી શોધવાની છે તમને!

-BhAkTi SoNi