મનસ્વી (એક રહસ્ય) - (ભાગ - 3) Divya Jadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મનસ્વી (એક રહસ્ય) - (ભાગ - 3)

રુચિ પારિજાત ગાર્ડન ની અંદર પ્રવેશ કરવા જતી હતી. ત્યાજ સામે મોક્ષ ઉભો દેખાયો. મોક્ષ ને આમ અચાનક પોતાની સામે ઊભેલો જોઈ રુચિ ડર ના મારી ફફડવા લાગી.

"હાઇ રુચિ"

"હાઇ તું અહી." રુચિ થોથવાતી જીભે બોલી.

" હા,મને નકુલ નો મેસેજ આવ્યો હતો. કે આપણે અહી એક જરૂરી વાત કરવા માટે ભેગુ થવાનું છે. શું વાત છે રુચિ. શું કોઈ તકલીફ છે?."

"ના.ના કોઈ તકલીફ નથી."રુચિ અચકાતા બોલી.

"કેમ ગભરાય છે તું.? શું તને મારા થી ડર લાગી રહ્યો છે.?" મોક્ષ રુચિ નો હાથ પોતાના હાથ માં લેતા બોલ્યો.

" ના એવું તો કઈ નથી મોક્ષ .મને શું કામ તારા થી ડર લાગે. તું ભૂત થોડો છો." રુચિ સહેજ હસતા બોલી. રુચિ અંદર થી થર થર ધ્રુજી રહી હતી. છતાં મોક્ષ ને જાણ ન થાય એવું વર્તન કરી રહી હતી.

"સાલો નકુલ ,એના પેટ માં કઈ વાત ના ટકે. શું જરૂર હતી મોક્ષ ને અહી બોલાવાની. હવે હું કઈ રીતે કાલ બનેલ ઘટના વિશે કહીશ. એક બાજુ આ ઉપાધિ હતી ત્યાં આ બીજી.શું કરું? કઈ સમજાતું નથી."

"શું . તું કઈ બોલી.?"

" ના. ના એમજ, હજુ સુધી કોઈ આવ્યું નહિ. બહુ રાહ જોવડાવી આ લોકો એ." રુચિ વાત બદલવા ની કોશિશ કરતા બોલી.

" એ બધા તો અંદર બેઠા છે.અમે બધા લોકો તારી જ રાહ જોતા હતા.તે બધા ને અહી બોલાવ્યા ને .શું કામ હતું તારે?" મોક્ષ રુચિ ની આંખો માં આંખ પરોવી ને બોલ્યો.
રુચિ એ મોક્ષ ની આંખો માં જોયું. તેની આંખો માંથી જાણે આગ વર્ષી રહી હતી. રુચિ ને કઈ સમજ ના પાડી શું જવાબ દેવો મોક્ષ ને.તેની વાતો પર થી એવું લાગતું હતું. કે મોક્ષ બધું જાણે છે. રુચિ શું વાત કરવાની છે તેના વિશે તેને બધી ખબર છે .

" ચાલ અંદર તને બધું કહું છું." રુચિ હિંમત એકઠી કરતા બોલી.

" હા, પણ મને ખબર છે .તું શું વાત કરવાની છો." મોક્ષ રુચિ ને અટકાવતા બોલ્યો.

" શું ખબર છે તને" રુચિ એ મોક્ષ ને સામો પ્રશ્ન કર્યો.

"આવ મારી સાથે. તને બધી વાત જણાવું."

" હું એકલી નહિ આવું . બધા મિત્રો ને અહી બોલાવ. બધા સાથે જઈએ." રુચિ મોક્ષ પર તાડુકી.

" ઠીક છે જેવી તારી ઈચ્છા. હું એ લોકો ને અહી બોલવું છું. પછી સાથે બેસીને આપણે વાતો કરીશું. હવે રાજી." મોક્ષ રુચિ ને શાંત કરતા બોલ્યો.

મોક્ષે નકુલને ફોન કર્યો.અને બધા મિત્રો ને લઇ ગાર્ડન ની બહાર આવવા કહ્યું.

રુચિ મોક્ષ સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહી હતી. છેલ્લા કેટલાક દિવસો થી મોક્ષ જેવું વર્તન કરી રહ્યો હતો. એ વર્તન માં અને આજે મોક્ષ જેમ વર્તી રહ્યો છે. તેમાં કેટલો ફરક લાગી રહ્યો હતો. આજે જાણે પોતાનો જૂનો મોક્ષ મળી ગયો હોય એવું લાગી રહ્યું હતું. રુચિને બદલાયેલ મોક્ષ જોઈ ને લાગ્યું કે અત્યારે જ એને ગળે લગાવી લઉં. પણ ગઈ રાત ની ઘટના યાદ કરતા હિંમત ન ચાલી.

" એ રુચિ ક્યાં ખોવાઈ ગઈ. "પાછળ થી નેહા એ ઠોસો મારતા કહ્યું.

" ક્યાંય નહિ" રુચિ તંદ્રા માંથી બહાર આવતા બોલી.

" લે ભાઈ આવી ગયા . હવે બોલ ક્યાં જવાનું છે." રોમી હાફતા બોલ્યો.

મોક્ષે બધા ની સામે નજર કરી. પછી બોલ્યો. "જોજો હો ડરતા નહિ. તમે મારી મદદ કરવા માંગો છો ને? તો હાલો મારી સાથે. પથ્થર નું કાળજું હોય તો જ આવજો. "

મોક્ષ ની વાત સાંભળી રુચિ ના ડરના માર્યા હાથ પગ ઠંડા પાડવા લાગ્યા. મોઢું સુકાવા લાગ્યું. બેભાન થઈ જમીન પર ઢળી પડી.

" રુચિ....." રુચિને બેભાન થઈ પડેલી જોઈ . શ્યામ ના મો માંથી ચીસ નીકળી ગઈ.

" આને શું થઈ ગયું. કેમ બેભાન થઇ ગઇ." નેહા રુચિ ને સાંભળતા બોલી.

" કઈ નહિ .થોડું પાણી તેના મો ઉપર છાંટ હમણાં સારુ થઈ જશે." મોક્ષ બોલ્યો.

" હા. લે પાણી અને રુચિના મો ઉપર છાંટ" શ્યામ બેગ માંથી પાણી ની બોટલ કાઢી. અને નેહા ના હાથ માં આપતા બોલ્યો.

નેહા એ રુચિ ના મો પર પાણી છાંટ્યું. રુચિ ભાન માં આવી . આંખો ખોલતાની સાથે જ પેલી નજર મોક્ષ ઉપર પડી. રુચિ હજી ધ્રુજી રહી હતી.
"ડર નહિ રુચિ તને હું કંઈ નુકશાન નહિ પહોંચાડું. મોક્ષ રુચિ ની નજીક ગયો. અને રુચિ નો હાથ પકડી તેને બેઠી કરતા બોલ્યો.

" રુચિ તારાથી ડરે છે?. શું તું પણ કેવો મજાક કરે . યાર મોક્ષ . જે છોકરી ખાલી તારો હાથ પકડવા માટે, અને તારી સાથે રહેવા માટે કેટલાય નાટક કરતી હોય. એ તારા થી ડરે. "રોમી હસતા હસતા બોલ્યો.

"એવું કઈ નથી. યાર છોડને બધી લપ. આપણે મેઈન પોઇન્ટ પર આવ્યે. મોક્ષ તું અમને કયા લઈ જવાનો હતો." શ્યામ ઉતાવળ માં બોલ્યો.

" હું કહું છું. પણ અહીંયા નહિ મારી ઘરે. ચાલો બધા મારી ઘરે બેસી ને વાતો કરીએ. અને હું તમને લોકોને કઈક બતાવા માંગુ છું."

"તારા ઘરે .અરે!!!!" રુચિ અકળતા બોલી..

. " હા, મારા ઘરે. આવ મારી સાથે."કહેતા મોક્ષ રુચિ નો હાથ પકડી એને નકુલ ની કાર તરફ લઈ ગયો. અને રુચિને પોતાની પાસે બેસાડી. મોક્ષ સાથે બધા મિત્રો પણ એક પછી એક કાર ની અંદર ગોઠવાય ગયા. રુચિ હજી ડરી રહી હતી. રુચિને આમ ધ્રુજતા જોઈ તેના મિત્રો તેની સામે જોઈ રહ્યા. ગાડી રસ્તા પર દોડીરહી હતી. આજે કોઈ જાત ની મસ્તી મજાક વિનાનો રસ્તો પસાર થઈ રહ્યો હતો. ગાડી મોક્ષના ઘર પાસે આવીને ઊભી.બધા મોક્ષના ઘરમાં પ્રવેશ્યા. પણ હજુ મોક્ષ રુચિ નો હાથ પકડી ઉભો હતો.

" કેમ ભાઈ આ બધું શું છે. હમમ., રુચિ નો હાથ હવે તો છોડ. અત્યાર સુધી એ તારી પાછળ પાગલ હતી. ક્યાંક તું પણ હે.. હે ..એ..." રોમી વાતાવરણ હળવું કરવાની કોશિશ કરતા બોલ્યો.

" ના એવું કશું જ નથી. તમે બેસો હું હમણાં આવું."

રુચિ નો હાથ છોડી મોક્ષ એક બંદ ઓરડા તરફ જવા લાગ્યો. મોક્ષ ઓરડાનો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યો.

" શું હશે ત્યાં? શું વાત છે રુચિ? કેમ તું આટલી ડરેલી- ડરેલી લાગે છે. બોલતી કેમ નથી ? મોક્ષ કેમ તારો હાથ પકડીને ચાલે છે? " નેહા મોક્ષ ના ગયા પછી .રુચિ ની નજીક જઈને બોલી.

" હવે ડરવા નો વારો તમારો છે." રુચિ નેહા ની આંખો માં જોઈને બોલી.

રુચિની વાત સાંભળી બધાના હોંશ ઉડી ગયા. શું.........બધા એકી સાથે બોલી ઉઠ્યા. પણ કેમ.....

રુચિ હજી કંઈ બોલે તે પહેલા જ ઓરડામાંથી મોક્ષ નો આવાજ ગુંજ્યો. "અહી અંદર આવો . મારે કઈક બતાવવું છે. "

"અરે!!યાર શું હશે ત્યાં. ચાલો જોઈએ. "શ્યામ અધીરાઈ પૂર્વક બોલ્યો.

"પણ સંભાળી ને " રુચિ વધુ કઈ ના બોલી શકી.

એક પછી એક કરીને બધા મિત્રો. તે ઓરડાની અંદર પ્રવેશ્યા. પણ અંદર મોક્ષ નહોતો દેખાતો.ક્યાં ગયો મોક્ષ. તે તો અંદર હતોને? આટલી વાર માં ક્યાં ગાયબ થઈ ગયો ?. અહી શું ચાલી રહ્યું છે.?


( વધુ આવતા આગળ ના ભાગ માં )