Manasvi - 2 books and stories free download online pdf in Gujarati

મનસ્વી (એક રહસ્ય) - ભાગ - 2

બધા મિત્રો ભેગા મળીને મોક્ષ ને સમજાવી રહ્યા હતા. ત્યાં અચાનક મોક્ષ ત્યાં થી ઉભો થઇ ચાલવા લાગ્યો. અને બધા મિત્રો એ નક્કી કર્યું, મોક્ષ આવું વર્તન શા માટે કરી રહ્યો છે તે જાણી ને રહેશે. હવે આગળ........

*. *. *


એ જ રાતે

રુચિ મોક્ષ ના વિચારો કરતી પથારી માં આરોટ તી હતી. નીંદર જાણે વેરી બનીને આંખો માં સમાવાનું નામ નહોતી લેતી. સાથે કૂતરાઓ ના રળવા નો આવાજ રાત ને ભયંકર બનાવી રહ્યો હતો. બારી માંથી ઠંડો પવન રૂમ માં પ્રવેશી રહ્યો હતો . બારી બંધ કરવા માટે રુચિ ઊભી થઈ. રૂમની બારી એ થી મોક્ષ નું ઘર સાફ દેખાતું હતું. ઊંઘ ના આવતા તે થોડી વાર ત્યાજ ઊભી રહી.અને પોતાની બારી એથી મોક્ષ ના ઘર તરફ જોવા લાગી. પણ એટલા માં અચાનક મોક્ષ તેના ઘર ની છત પર આવતો દેખાયો.

" અડધી રાતે મોક્ષ છત પર શું કરે છે" રુચિ મન માં બબળી . તેણે નીરખીને જોયુતો મોક્ષ કોઈની જોડે વાતો કરી રહ્યો હતો.

"કોણ છે આ? એનો ચહેરો પણ અંધારા માં કઈ સાફ નથી દેખાતો.કદાચ મોક્ષના બદલાયેલા વર્તન નું કારણ આતો નહિ હોય ને? કોણ છે ?કોઈ સ્ત્રી હોય એવુ લાગે છે. પરંતુ મોક્ષ તો એકલો જ રહે છે તો આ કોણ હશે?" રુચિને શંકા પડી.


રુચિ નીરખીને મોક્ષ ની હરકતો જોઈ રહી હતી. એટલામાં મોક્ષના હાથ તરફ રુચિ નું ધ્યાન ગયું. કંઈક ચમકી રહ્યું હતું.

"શું ચમકે છે? આ ..મોક્ષના હાથ માં શું છે? એ પેલી સ્ત્રી ને શું બતાવી રહ્યો છે.? અરે!!!આતો કઈક વિચિત્ર છે વસ્તુ.શું હશે? રુચિ એ વસ્તુ જોઈને ડરી ગઈ. અરે!!યાર......આ છોકરો.....શું હાલી રહ્યું છે આ બધુ તેના ઘરે? કઈ પણ સમજાતું નથી. રુચિ બારી એ ઊભા ઊભા બબળી રહી હતી.

"રુચિ કોણ છે.આટલી મોડી રાતે કોની સાથે વાતો કરે છે?" રુચિના મમ્મી હેમા બહેન બોલ્યા.

"કોઈ નહિ મમ્મી તું સૂઈ જા મને ઊંઘ નથી આવતી એટલ જાગુ છું."રુચિ એ જવાબ આપ્યો.

હેમા બેન સાથે વાત કરી રુચિ ફરીએ ફરી બારી તરફ મો કર્યું.રુચિ એ પાછું વળી ને જોયું તો છત પર મોક્ષ નહોતો."અચાનક મોક્ષ કયા ગયો?"રુચિ ના મો માંથી ચીસ નીકળતા નીકળતા રહી ગઈ.પોતાના હાથની બંને હથેળઓને મોં પર દબાવી દીધી.પછી હિંમત એકઠી કરી બારી બંદ કરી અને પલંગ પર સૂઈ ગઈ.માથા સુધી ચાદર તાણી ને સૂતી રુચિ ને આંખો સામે મોક્ષ અને પેલી સ્ત્રી નું દૃશ્ય દેખાતું હતું.

"શું હતું મોક્ષ ના હાથ માં? અને પેલી સ્ત્રી કોણ હતી. શું સબંધ છે મોક્ષનો પેલી સ્ત્રી સાથે? "રુચિ ડર ના મારે ફફડી રહી હતી.


*. *. *

સવારે


"હેલો શ્યામ તું બધા મિત્રો ને ફોન કરી ગાર્ડન માં આવાનું કહી દે, અને સંભાળ મોક્ષ ને જાણ ન થવા દેતા કે આપણે ગાર્ડન માં મળીશું.અને મોક્ષ ને ત્યાં બોલાવતો પણ નહિ. અને હા એને ફોન પણ ના કરતો." રુચિ એકી શ્વાસે બોલી રહી હતી.

"પણ કેમ? શા માટે?"
શ્યામ ને કઈ સમજાયું નહિ. રુચિ આમ શા માટે કહી રહી છે?.
"એ હું તમને બધા ને મળી ને કહીશ. પણ અત્યારે આ બાબત ની કોઈ પણ જાણ મોક્ષ ને ના કરતા. "કહેતા રુચિ એ ફોન કાપી નાખ્યો. અને ત્યાર થઈ ને ગાર્ડન તરફ જવા નીકળી.

ગાર્ડન પાસે પહોંચી ને રુચિ હજુ અંદર જવા ગઈ તો ત્યાં સામે તેણે..........

( શું રુચિ ગઈ રાત ની બનેલ ઘટના તેના મિત્રો ને કહી શકશે ખરી? શું હશે મોક્ષ ના આવા વર્તન નું કારણ? પેલી સ્ત્રી કોણ હતી.? મોક્ષ હાથમાં ચમકતી વસ્તુ શું હતી?? વાંચો આવતા ભાગ માં)



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED