Radhavtaar - 23 - 24 books and stories free download online pdf in Gujarati

રાધાવતાર.... - 23 અને 24 - છેલ્લો ભાગ

શ્રી રાધાવતાર....
લેખક: શ્રી ભોગીભાઈ શાહ

પ્રકરણ 23. શ્રીકૃષ્ણનો દેહોત્સર્ગ.....

અંતિમ બિંદુ પર પહોંચેલી શ્રીકૃષ્ણની અવતાર લીલા અને સાથે સાથે અંતિમ પ્રકરણ તરફ પ્રયાણ પ્રતિ શ્રી રાધાઅવતાર.....મૃત્યુ એટલે અનિવાર્ય વાસ્તવિકતા...... મૃત્યુ એટલે અજાણ્યો ડર જે માનવીના જન્મ સાથે જ સ્વયમ અને સ્વજનોમાં પ્રવેશી જાય છે પરંતુ જ્યારે આ મૃત્યુ સર્વેસર્વા કૃષ્ણનું હોય ત્યારે તે મુક્તિ નો દરવાજો બની જાય છે.દેવકીનંદન શ્રીકૃષ્ણ એટલે જ કહેવાયા કે તેમનું અંત સમયનું આયોજન પણ જબરદસ્ત હતું સમગ્ર પ્રકરણમાં પૂર્વ ભૂમિકા ,તેમની તૈયારીઓ અને દેહોત્સર્ગ સુંદર રીતે વર્ણવવામાં આવ્યું છે.

શ્રી કૃષ્ણ ભગવાને હવે અંતિમ રહસ્ય અંતિમ લીલા રૂપે વ્યક્ત કરવાનું બાકી રાખ્યું જ્યારે રાધાજી ને મળીને રુકમણીજી આવ્યા ત્યારથી એક જ ચિંતા કે શા માટે દેવકીનંદને સ્થુળ મિલન ત્યજ્યું?બધું જાણતી હોવાનો દંભ તેમને ક્યાંય નિરાંત લેવા દેતો ન હતો.

શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ જ એવું હતું કે તેમની આસપાસનું વાતાવરણ અને વ્યક્તિઓ ની દ્વિધામાં કે ચિંતાતુર ન હોઈ શકે. તો પોતાની પ્રિય મહારાણી આ મુંજાય તે કેમ ચાલે? અને તેમની ચિંતા દૂર કરવા પોતાનું રહસ્ય વ્યક્ત કરે છે મિલન નું મહત્વ સમજાવે છે મિલન જયારે દ્વીપક્ષી હોય ત્યારે સંગમમાં પરિણમે છે. આ મિલનમાં શ્રી રાધાજીની પ્રતિજ્ઞા આડે આવતી હતી અને શ્રીકૃષ્ણ જાણી જોઇને આ પ્રતિજ્ઞા તોડવામાં નિમિત્ત બનવા માગતા નહોતા.
🍂 ચહે સંગમ
સાગર ને સરિતા
મનભાવન 🍂

અને અંતિમ સત્ય શ્રી રુકમણી જીને કહે છે ત્યારે પોતાની શ્રીરાધાજી સાથેની છેલ્લી સાંજને સ્મરે છે. આ છેલ્લી સાંજ વાતોવાતોમાં મધ્યરાત્રિ સુધી લંબાઈ ગઈ અને અવિરત સતત વહેતા આંસુઓ શ્રીકૃષ્ણને પણ બધુ ભુલાવી દેતાં હતા.... અને આ વિરહને યાદગાર બનાવવાનો દિવ્ય વિચાર શ્રીકૃષ્ણને સ્ફૂર્યો..... આ પવિત્ર રાત્રિએ ચંદ્રમાની સાક્ષીએ રાધાજી સમક્ષ યમુનાજી ના સાનિધ્યમાં ગાંધર્વ લગ્ન કરી લેવાનો પ્રસ્તાવ મૂક્યો.

પથ્થરથી તર્જની છેદીને વહાવીને રક્તથી સુકેશી સેંથામાં રુધિર ભર્યું અને વૈજંતી માળા કાઢીને શ્રી રાધિકાનાં સુરમ્ય કંઠમાં આરોપી તો રાધિકાએ પોતાની ડોક માની શ્યામ તુલસીની માળા કાઢીને મનમાં એક દિવ્ય સંકલ્પ કરીને શ્રીકૃષ્ણની ગ્રીવામાં પહેરાવી દીધી. અને આ રીતે શ્રીકૃષ્ણની આહલાદિની શક્તિ પરા પ્રકૃતિ રૂપે શ્રીકૃષ્ણમાં પુનઃ પ્રવેશ ગઈ.અને જ્યારે રુકમણી જી નું હરણ કર્યું ત્યારે એ તુલસીની માળા પુનઃ રુકમણી ના કંઠમાં પહેરાવી દીધી.
આમ શ્રી રાધા જી જીવનભર શ્રી કૃષ્ણ સાથે j રહ્યા.અને આ બધું જ દિવ્ય સ્પર્શ થી રુકમણી ને યાદ અપાવી દીધું.
અને તેમના દેહોત્સર્ગ બાદ એ માળા ગીરનારની તળેટીમાં પધરાવી દેવાની સૂચના આપી,આમ તુલસીશ્યામ ની વાત વાણી દ્વારા વણી લીધી.

અને હવે સુવર્ણ દ્વારિકા નગરી સમુંદર માં વિલીન થાય તે પહેલાં બે પત્ર લખે એક અર્જૂન ને અને બીજો ઉદ્વવ ને.....આ સમગ્ર ઘટના વાંચવી જ રહી.અને અંતે યાદવાસ્થળી અને અંતિમ સંધ્યા........
અતિ ઉત્તમ અને અતિ આનંદદાયક વેદનાનું આલેખન.....
મુરલી મનોહર ના મુખારવિંદ માંથી રાધે રાધે નો અવિરત જાપ અને સદાય વિકસતું પેલું મંદ મંદ મોહક સ્મિત છલકી રહ્યુ.......🙏



પ્રકરણ 24 શ્રી રાધાજીનું ગોલોક ગમન....


એક મહાન અવતાર કાર્ય નો અંતિમ છેડો....
શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ ની સાથે શ્રી રાધાજીના પણ કાર્યો પૂરા થાય છે અને સજોડે ગોલોક ગમનની તૈયારીઓ થાય છે આમ લેખકશ્રીએ અંતિમ પ્રકરણ ને પણ અલૌકિકતાથી શણગારી દીધું.
સાંજ એટલે ઉદાસીનો સુરજ. આવી નીરવ, ઉદાસીન સાંજે પહેલી વખત શ્રીકૃષ્ણ વિહોણો ગરુડ ધ્વજ ધારી સુવર્ણ રથ લઇ દારૂક પાંડવોની હસ્તિનાપુરમાં પહોંચ્યો.. જાણે યુદ્ધ પછીની શાંતિ હજુ પણ ત્યાંના વાતાવરણમાં અનુભવાય છે.

આવી શાંતિમાં પાર્થને વિહવળ કરવા માટે એટલો જ સંદેશા જરૂરી હતો કે શ્રીકૃષ્ણનો રથ દારુક લઈને આવ્યા છે. પળનો પણ વિલંબ કર્યા વિના અર્જુન દોડી જાય છે અને એકાંત વાસમાં જઇ પત્ર વાંચે છે. દેહોત્સર્ગ ના સમાચાર વાંચે તેના ગાત્રો ઢીલા થઈ જાય છે. આમ છતાં ઉદ્વવ ના પત્રમાં શું હશે તે જાણવા ત્યાં દોડી જાય છે.અને ત્યાં બંને પોત પોતાના મનનો ભાર હળવો કરે છે.

વહેલી સવારે અર્જુન અને ઉદ્વવ શ્રીકૃષ્ણની છેલ્લી ઈચ્છા પૂરી કરવા માટે જુદે સ્થળે નીકળી જાય છે. ઉદ્વવ થોડો સમય વૃંદાવન રોકાઈ જવાનું નક્કી કરે છે ત્યાં યમુના નદી પર કોઈ પ્રૌઢ નારી જાણે તેની રાહ જોઈ રહી છે. લલિતા અને વિશાખા પહેલેથી જ ઉદ્વવની જાણે ખબર રાખતી હોય તેમ રાધાજી ને લેવા નિકુંજમાં મોકલે છે.

ઉદ્ધવજી પોતે ચિંતામાં છે કે કેમ કરીને ખબર આપવા તો રાધાજી પણ તેને પોતાના સંવાદોથી વધારે ને વધારે ગૂંચવે છે. અને પોતાના નવા જન્મ વિશે મીરા નામથી ઉલ્લેખ કરે છે. સદીઓ સુધી ચાલી રહેલા પોતાના મીઠા ઝઘડા ને વર્ણવે છે.

શ્રીરાધાજી તેને સામેથી મળવાની ના પાડી દે છે અને સમાધિમાં બેસી જાય છે તો સામે ઉદ્ધવજી પણ આંખો બંધ કરી હારીને બેસી જાય છે. ત્યાં તો અલૌકિક બંસીના સૂરો કાને સંભળાય છે આંખો ખોલતા શ્રીરાધાજી ખૂબ જ સુંદર બંસરી વગાડી રહ્યા હોય છે.

આશ્ચર્ય નવા આશ્ચર્ય.... ઉદ્ધવજી હજી તો એક જ આશ્ચર્ય પામે ત્યાં નવા અદભુત ચિત્ર તેની રાહ જોઈ રહ્યા હોય છે ત્યાં સામે છેડે એક વૃક્ષ નીચે સમય શ્યામસુંદર મરકમરક હસતા ઉભા છે. અને વાંસળી વગાડવા લાગ્યા. અને થોડીવારમાં પ્રિયા પ્રીતમ રાધા માધવ યુગ્મ સ્વરૂપે દેખાયા.

પોતાના મનમોહક પ્રેમ થી ઉદ્વવ ને જગાડ્યો અને નવી સૂચના આપી કે સામે શ્રી રાધાજીનો નિશ્ચેતન દેહ પડ્યો છે તેને ધ્યાન મુદ્રામાં જ અગ્નિદાહ કરવાનું પુણ્ય કામ કરવાનું છે. અને મનમાં શ્રી કૃષ્ણ રાધા નો સ્મરણ કરતાં કરતાં આ પવિત્ર કાર્ય કરવા કટિબદ્ધ થયા.ત્યાં તો શ્રીકૃષ્ણની તર્જની પર આધારિત સુદર્શન ચક્ર વર્તુળાકારે ઘૂમતું ઘૂમતું શ્રી રાધાજીની ચિંતા સમક્ષ આવ્યું અને પાંચ ગોળ ચક્કર મારી જમણા અંગુઠાને સ્પર્શ્યું.

🍂 વિરહ અંતે
અવિનાશી આનંદ
મિલન અંતે🍂

અને...... અલૌકિક આનંદની અનુભૂતિ થઈ મને,અને સાથે સાથે રાધા અવતાર દ્વારા વાંચકોને......

આજે છેલ્લા પ્રકરણ ને અંતે ફરી એકવાર તમારો આભાર વ્યક્ત કરું છું.સરસ પ્રતિભાવો અને રસપ્રદ વાંચન દ્વારા મને પ્રોત્સાહન પુરું પાડ્યું..... તે માટે....

🙏 સમાપ્ત 🙏








બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED