અણજાણ્યો સાથ - ૧૯ Krishna દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અણજાણ્યો સાથ - ૧૯

ન જાણ્યું જાનકી નાથે, કે સવારે શું થવાનું છે.
આવનાર ક્ષણ કોના માટે કેવી હશે, એ કયાં ખબર પડે છે, જો પડતી હોત તો, મનુષ્ય પોતાની સર્વ શક્તિ દાવ પર લગાવી દે, ભવિષ્ય બદલવા માટે. સપના ને પણ કયાં ખબર હતી, કે સમય આટલો ભયંકર વળાંક લેશે. તો ચાલો જોઈએ સપના નો સફર.


સપના નાં ફોન પર અજાણ્યા નંબર થી ફોન આવે છે, એ ફોન રુદ્રાક્ષ ના મમ્મી નો હોય છે. એમણે રુદ્રાક્ષ નાં એક્સિડન્ટ ની જાણ કરવા સપના ને ફોન કર્યો,ને હોસ્પિટલ આવવા જણાવ્યું. રુદ્રાક્ષ નાં એક્સિડન્ટ નાં સમાચાર સાંભળી ને સપના ને ચકકર આવી જાય છે. પણ વસંત ભાઈ એને હોશમાં લાવીને હોસ્પિટલ લઈ જાય છે. હોસ્પિટલ પહોચતા જ રુદ્રાક્ષ નાં મમ્મી સામે જ બેસેલા દેખાય છે, સપના એમને રુદ્રાક્ષ વિષે પુછે છે, પણ રુદ્રાક્ષ ને હજુ હોશ નથી આવ્યો ,એ છેલ્લા ૮ દિવસ થી કૉમા માં હતો, એના જમણા હાથમાં ને જમણી બાજુએ કાન પાછળના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી.જેથી ડૉ, એ તત્કાલીન ઓપરેશન કરવુ પડયું.સપના રુદ્રાક્ષ વિશે સાંભળી ને ખુબ જ દુઃખી થાય છે. વસંત ભાઈ સપના ને સાચવવા માટે એને આશ્વાસન આપે છે, એટલા માં નર્સ આવી ને કહે છે કે, રુદ્રાક્ષ દેસાઈ ને ૨ બોટલ લોહી ચડાવવું પડશે, ને રુદ્રાક્ષ નાં ગ્રુપ નું લોહી પહેલા જ બ્લડ બેંક ૨ વાર આપી ચુકી છે, ને હવે ત્યાં નથી. રુદ્રાક્ષ નો બ્લડ ગ્રુપ એકદમ રેર હોવાથી લોહી મળવુ મુશ્કેલ છે, એટલે હવે ફેમેલી માંથી કોઈ નું બ્લડ મળે તોજ રુદ્રાક્ષ જીવીત રેશે. નર્સ ની વાત સાંભળી ને રુદ્રાક્ષ નાં મમ્મી હેબતાઈ ગયા, ને બોલવા લાગ્યા આખા પરીવાર માં ફક્ત રુદ્રાક્ષ ને એના પપ્પા નું જ બ્લડ ગ્રુપ સેમ હતુ, અને એના પપ્પા તો આ દુનિયામાં નથી! હવે મારો રુદ્રાક્ષ કેમ કરીને હોશમાં આવશે, મને મારો રુદ્રાક્ષ જોઈએ, હું નહિ જીવી શકું એના વગર.


બધા જ સખત ટેંશન માં હતા એટલામાં ડૉ, આવીને પુછે છે કે શુ તમને O- ve બ્લડ મળ્યું?? જો જલ્દી નહિ મળે તો રુદ્રાક્ષ ની જાન ને જોખમ છે. પણ ડૉ. નાં મોઢાંમાથી O- ve સાંભળી ને સપના ને ઝબકારો થાય છે, ને એ ડૉ. ને બ્લડ ગ્રુપ કન્ફર્મ કરે છે કે શું રુદ્રાક્ષO- ve છે??? એટલે ડૉ. હા કહે છે, તો સપનાનાં ચહેરા પર એક ખુશી ની લહેર છવાઈ જાય છે, ને સપના રુદ્રાક્ષ નાં મમ્મી ને કહે છે, મમ્મી તમે ચિંતા ન કરો, લોહી મળી ગયું. એટલે એ પુછે છે કે કોણ આપે છે મારા રુદ્રાક્ષ ને નવજીવન, મને કહે સપના હું એને મળવા માંગુ છું, એટલે સપના કહે છે, મમ્મી મારો બ્લડ ગ્રુપ પણ એજ છે, જે મારા વીર નો છે.
પણ મમ્મી હવે આપણે પછી વાત કરીએ, હું ડૉ. સાથે જાઉં છું.
થોડા ટેસ્ટ મેચ કર્યા બાદ ડૉ. સપના નું લોહી રુદ્રાક્ષ ને ચડાવે છે. ૨ યુનિટ લોહી રુદ્રાક્ષ નાં શરીર માં ચડાવી ને ડૉ, કહે છે, હવે ભગવાન ને પાર્થના કરો કે રુદ્રાક્ષ નો શરીર લોહી સ્વિકારી લે, ને રુદ્રાક્ષ કૉમા માંથી બહાર આવે.

ડૉક્ટરોની અથાક મહેનત ને બધાની દુવા થી રુદ્રાક્ષ નાં શરીરે રિસ્પોન્સ કરવાનું શરૂ કર્યું, એના હાથ પગ ની આંગળીઓ મુવમેન્ટ કરવા લાગી.બધાને ખુબ આનંદ થાય છે, ત્યાર બાદ લગભગ ૨૪ કલાકે રુદ્રાક્ષ આંખો ખોલે છે. સપના એ વસંત ભાઈને રાત્રે જ ઘરે મોકલી દીધા હતા, ને મિલીને કહીને ઘરે બધાને જમાડવાનું પણ કહી દીધું હતું. ડૉ, રુદ્રાક્ષ ને તપાસીને ICU માંથી સ્પેશિયલ વૉર્ડ માં શિફ્ટ કરે છે. પણ રુદ્રાક્ષ ને બોલવાની, રડવાની, ને સ્ટ્રેસ લેવાની મનાઈ હતી. એને આરામ ની જરૂર હતી.

રુદ્રાક્ષ ને રુમમાં આરામ માટે મુકીને સપના ને રુદ્રાક્ષ નાં મમ્મી બહાર બેસે છે. રુદ્રાક્ષ નાં મમ્મી સપના ને કહે છે, સપના તારો જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે, જો આજ તું ન હોત તો કદાચ મારો રુદ્રાક્ષ પણ..........
સપનાની આંખો પણ એમની વાતો સાંભળી ને ભીની થઈ જાય છે, ને સપના કહે છે, મમ્મી રુદ્રાક્ષ મારો ભાઈ છે, એ સંબંધે હું તમારી દિકરી થઈ ને. અને મા પોતાની દીકરી નો કોઈ દી ઉપકાર માને?? મેં જે કર્યુ એ મારા સ્વાર્થ માટે કર્યુ છે, કેમકે હું પહેલા જ મારો પરીવાર ખોઈ ચુકી છું. રુદ્રાક્ષ નાં રુપમાં મને ભગવાને મારો પરીવાર પાછો આપ્યો છે, હવે હું ફરીથી એને ન ખોઈ શકું.
સપના ની વાત સાંભળી ને રુદ્રાક્ષ નાં મમ્મી કહે છે, સપના તું એકલી નથી બેટા, જેમ રુદ્રાક્ષ તારો ભાઈ છે એમજ હવેથી હું તારી મમ્મી છું, પછી બંને એકબીજાને ભેટી પડે છે. સપના એમને પુછે છે, મમ્મી રુદ્રાક્ષ તો આટલા દિવસ કૉમા માં હતો, તો તમને મારા નંબર કેવી રીતે મળ્યા?? એટલે એમને અચાનક કંઈક યાદ આવતા પોતાની પર્સ માંથી શોધવા લાગ્યા.


રુદ્રાક્ષ નાં મમ્મી એ સપના ને એક ડાયરી આપી, ને કહ્યું,કે આ રુદ્રાક્ષ ની ડાયરી છે,ને હંમેશા એની સાથે જ હોય છે.જે દિવસે એ તારા ઘરે આવવા માટે આવ્યો તે દિવસે પણ હતી. ને રુદ્રાક્ષ ની આદત પ્રમાણે એ એનાં નજીક નાં વ્યક્તિઓનાં નંબર ડાયરી માં લખી રાખે છે. એમાં તારા નંબર મળ્યા. પછી કહે છે, સપના એક્સિડન્ટ નાં સમયે રુદ્રાક્ષ મારી સાથે જ ફોન પર વાત કરતો હતો, એ એક જગ્યાએ ગાડી સાઈડમાં રોકીને મને તારા વિષે જણાવી રહયો હતો. તારી માટે એના મનમાં ખુબજ પ્રેમ છે, જે એણે આ ડાયરી માં લખી રાખ્યું છે, લે તું પોતે જ વાંચી લે, કે સપના દી રુદ્રાક્ષ માટે શું મહત્વ ધરાવે છે. સપના ડાયરી ખોલીને વાંચવા લાગે છે, જેમાં બંને ની પહેલી મુલાકાત થી લઇને સપના નાં ઘક્કો નાં ડિનર સુધી નું સુંદર વર્ણન હતુ. પણ ડિનર પછી નાં રુદ્રાક્ષ નાં શબ્દો સપના પ્રત્યે એનો અવિરત પ્રેમ દર્શાવતા હતા. ને નિચે સપના માટે એક કવિતા લખી હતી રુદ્રાક્ષે. સપના એ વાંચે છે.




સમજ અને સબંધ થી અજાણ હતો !
તારા મળ્યા પછી મને ઓળખાણ થઈ.

જોત જોતામાં દિલ માં ઘર કરી ગઈ તું!
પોતાના થી પણ વધારે અણમોલ થઈ.

જેને ખોવું શું ને પામવું શું ? ખબર નોતી !
આજ એ તને ખોવાથી ડર તો થઈ ગયો.

કીમતી શું ને સસ્તું શું ? જાણતો નોહતો !
આજે સોના ચાંદી થી કીમતી તું થઈ ગઈ.

ઠોકરો ખાનાર ને પડી જનાર હું રુદ્રાક્ષ!
ઉઠતા ને સાંભળતા શીખવી ગઈ સપના.

જાનથી પણ વધારે ને કિસ્મતની રાણી!
બહેન સપના દિલનો નાતો જોડી ગઈ.

સપના ડાયરી બંધ કરી ને ભગવાન ની માફી માંગે છે, ને પછી મમ્મી ને કહે છે, મમ્મી તમે થોડી વાર ઘરે જઈને આરામ કરી આવો, હું રુદ્રાક્ષ સાથે અંદર બેસી છું. એ પાગલથી મારે થોડી વાતો પણ કરવી છે.


મિત્રો, કેવો છે ને આ અણજાણ્યો સાથ. કાલ સુધી જે એકબીજા માટે અજાણ્યા હતા, એમની વચ્ચે આજે આટલો અટુટ બંધન. શું તમારી લાઈફમાં પણ કોઈ એવો રુદ્રાક્ષ કે કોઈ એવી સપના છે?? કદાચ હશેજ. દરેક ના જીવન માં કોક એવો અણજાણ્યો સાથ હોય જ છે, જે ખુદથી વધારે આપણા માટે વિચારતો હોય.
દોસ્તો તમને જો આ અણજાણ્યા સાથની સફર ગમતી હોય તો, તમારા દોસ્તો સાથે પણ શેર કરી ને મને પ્રોત્સાહિત કરજો. તમારા અમુલ્ય અભિપ્રાયો મને કોમેંટ કરીને જરૂર જણાવજો.
જયશ્રી કૃષ્ણ🙏🙏🙏