પ્રેમ!!!
કેટલાક અલગ અલગ પ્રકાર છે ને, દુનિયા માં પ્રેમનાં, મા-બાપ નો પ્રેમ, પતિ-પત્નિ નો પ્રેમ, દોસ્તી નો પ્રેમ, કે પછી ભાઈ - બહેન નો પ્રેમ. કદાચ દરેક સંબંધ માં કયાંક ને કયાંક નાનો મોટો સ્વાર્થ છુપાયેલો હોય છે. પણ એક એવો સંબંધ એવો પ્રેમ પણ આ દુનિયામાં હજુ જીવીત છે, કે જેમાં અંશ માત્ર પણ સ્વાર્થ નથી.
ને એ છે ઈશ્વર ધ્વારા બનાવેલા એક અણજાણ્યા સંબંધ નો પ્રેમ.
જેમ સપના ને રુદ્રાક્ષ નો પ્રેમ. તો ચાલો જાણીએ આ બંને નો અણજાણ્યો સાથ ને આ અવિરત વહેતો પ્રેમ હજુ સપના માટે કેટલા ચડાવ- ઉતાર લાવે છે.
મમ્મી ને ઘરે મોકલી ને સપના રુદ્રાક્ષ પાસે આવે છે, રુદ્રાક્ષ ના બેડ પાસે જ ચેર પર ગોઠવી ને બેસે છે. રુદ્રાક્ષ નાં હાથ માં પોતાનો હાથ મુકીને કહે છે, મારા વિરા, આજ તારી આ હાલતની જિમ્મેદાર કદાચ હું જ છું. જો મેં તને મારા ને રાજ નાં ખોખલાં સંબંધ વિષે પહેલા જ જણાવ્યું હોત, તો આજ તારી આ દશા ન હોત. પણ હવે હું તને બધુંજ જણાવીશ. બસ તું જલ્દી પહેલા જેવો સાજો થઈ જા. આપણે આપણા આ અણજાણ્યા સંબંધ ને એક નવા પ્રાણ સાથે, નવી દિશામાં લઈ જશું. તું સાથ આપીશને વિરા?? સપના ને એમ હતું કે રુદ્રાક્ષ સુતો છે, પણ રુદ્રાક્ષ તો સપના નાં હાથ પકડતા જ જાગી ગયો હતો, ને બંધ આંખે સપના ની વાત સાંભળતો હતો. એટલે સપના ની વાત પુરી થતાજ કહે છે, જો જીંદગી નાં હરેક સફરમાં મારી દી મારી સાથે છે, તો હા દી હું હંમેશા તારો પડછાયો બની રહીશ. રુદ્રાક્ષની વાત સાંભળી સપના ઊભી થાય છે ને રુદ્રાક્ષ નાં કપાળે વ્હાલ ભર્યું ચુંબન કરે છે, ને કહે છે હા હંમેશા તારી દી તારી સાથે જ છે. બંને વાત કરતા હોય છે, ત્યાં જ ડૉ, રાઉન્ડ પર આવે છે, ને રુદ્રાક્ષ ને તપાસી ને કહે છે, રુદ્રાક્ષ તમારા જમણા હાથમાં ફ્રેકચર પડયું છે, ને તમારા કાનની પાછળ , માથાના ભાગે લાગ્યું છે, એટલે ત્યાં સ્ટિચિસ લેવાયા છે, જેથી તમને ત્યાં થોડા દિવસ દુખાવો રહેશે, બાકી બધું જ બરોબર છે, એટલે કાલે તમે ઘરે જઈ શકો છો.
રુદ્રાક્ષ સાથે વાત કરી ને ડૉ. સપના ને પોતાની કેબીનમાં આવવાનું કહે છે. સપના ડૉ પાસે જાય છે ને કહે છે શું વાત છે ડૉ. તમે મને આમ બોલાવી, રુદ્રાક્ષ ઠીક તો છે ને? કંઈ સિરિયસ વાત તો નથી ને? એટલે ડૉ. કહે છે સપના જી પેલા તમે શાંતિ થી બેસે હું તમને બધું જણાવું છું. સપના જી રુદ્રાક્ષ ને હાથમાં ૧ મહિના નું પ્લાસ્ટર આવશે. અને જે એના કાન પાછળના ભાગમાં જે ડેમેજ છે, એ ગંભીર વાત છે. એમનાં નાના મગજ પર માર વાગ્યો હોવાથી એમની યાદદાસ્ત કમજોર થઈ ગયી છે, એટલે કયારેક કયારેક એ કામ કરતા કરતા ભુલી જશે કે એ શું કરતા હતા, તો કયારેક એકજ કામ વારે ઘડીએ કરશે. ઈન શોર્ટ એ એક મંદબુદ્ધિ કે માનસિક રીતે અસ્વસ્થ બની જશે.
ડૉ. ની વાત સાંભળી સપના ગુસ્સે થાય છે, ને કહે છે, ડૉ. તમને ભાન છે તમે શું કહી રહ્યા છો તે, મારો ભાઈ મંદબુદ્ધિ નથી, એ એક મશહુર લેખક છે, લખવું એ એના જીવન નો મહત્વનો ભાગ છે, ને જો એની યાદદાસ્ત પર અસર થાય તો એ લખી જ નહીં શકે. તમને એને ઠીક કરવો જ પડશે. સપના નો ગુસ્સો ને ચિંતા જોઈ ને ડૉ. સપના ને શાંત થવા કહે છે, ને કહે છે, સપના જી મારી વાત હજુ અધુરી છે, એટલે તમે શાંત થાઓ તો હું કંઈ બોલું. એટલે સપના શાંત થાય છે, ને ડૉ. એને રુદ્રાક્ષ ની દેખભાળ ની બધી રીત સમજાવે છે. સપના ના ચહેરા પર સંતોષ હોય છે કે રુદ્રાક્ષ જલ્દી જ ઠીક થઈ જશે.
રુદ્રાક્ષ ને ડિસ્ચાર્જ મળતા સપના એને ઘરે લઈ જાય છે, રુદ્રાક્ષ ની દેખભાળ માટે ૨૪ કલાક રહી શકે એવો એક માણસ પણ રાખે છે. રુદ્રાક્ષ ને મમ્મી પાસે મુકીને સપના ઘરે આવે છે, ને વસંત ભાઈ ને ડૉ. એ કહેલી વાત કરે છે. વસંત ભાઈ પણ સપના ને પુરતો સાથ સહકાર આપે છે. સપના હવે બુટિક પર જવાનું બંધ કરી દે છે, એટલે એના રેગ્યુલર કસ્ટમર હવે આવતા બંધ થઈ જાય છે, સપના વસંત ભાઈ ની સલાહ થી બુટિક બંધ કરી ને વહેંચી નાખે છે. આ બાજુ રાજને ખબર પડતા રાજ સપના પર ગુસ્સે ભરાય છે, ને સપના ને નુકસાન પહોંચાડે છે. સપના ઘર નું બધુંજ કામ પતાવીને રોજ રુદ્રાક્ષ ની દેખભાળ માટે જાય છે, રુદ્રાક્ષ પણ કોઈ વાત કોઈ વસ્તુ યાદ ન આવતા ઘણીવાર પોતાનો સંતુલન ખોઈ બેસતો. ત્યારે સપના સિવાય કોઈ એને કંટ્રોલ ન કરી શકતો. જોતજોતામાં ૧ મહિનો થઈ જાય છે, આજ રુદ્રાક્ષ નો પ્લાસ્ટર કઢાવવા માટે સપના એને હૉસ્પિટલ લઈ જાય છે. ડૉ. પ્લાસ્ટર કાઢી ને ચેકઅપ કરે છે ને રોજ થોડા દિવસ સુધી એકસરસાઈઝ કરાવાનું કહે છે. જે સપના રોજ કરાવે છે.
સપના નાં પ્રેમ ને વ્હાલ થી રુદ્રાક્ષ નાં માનસિક વર્તન મા પણ ઝડપથી સુધારો આવતો હતો. એટલે હવે રુદ્રાક્ષ પોતાના લખાણ તરફ પાછો ફર્યો હતો. લગભગ ૬ મહિના પછી રુદ્રાક્ષ નોર્મલ બની રહ્યો હતો. એટલે હવે સપના પણ થોડી ફ્રી થાય છે, ને પોતાની મનોદશા એક ડાયરી માં લખે છે.
બે ઘર વચ્ચે ભાગી ભાગીને, થાકી જવાય છે. એમાં પણ રાજનું વર્તન રોજ જાનવરો જેવું થતુ જાય છે, જેને બસ ગમ્મે તેમ કરીને પોતાની પેટની ને શરીરની ભુખ સંતોષવા પુરતોજ મતલબ મારી સાથે હોય છે. પ્રેમ તો રાજનાં જીવન માંથી ૫ વર્ષ પહેલાં જ ઉડી ગયો હતો. પણ હું!!! હું તો હજુ એનેજ પ્રેમ કરું છું, હમણાં જેટલો સારો મેં રુદ્રાક્ષ ને આપ્યો છે એટલોજ સાથ ને પ્રેમ મેં રાજને આપ્યો હતો, પણ એના માટે મમ્મી નો પ્રેમ ને એમની વાતો જ મહત્વના છે, એટલે જ તો આજ મારી દિકરીઓ ૫ વર્ષ ની થઈ હોવા છતાં એમણે ને મમ્મી એ કોઈ દિવસ બાપનો અને દાદીનો પ્રેમ નથી આપ્યો. પ્રેમ તો શું રાજ ને મમ્મી બંને એ તો હજી સુધી બંને દિકરીઓના મોઢા પણ સરખા નથી જોયા. કેમકે બંને ને એવું લાગે છે, કે એમની હાલતની જવાબદાર હું ને મારી દિકરીઓ છીએ.
કેમકે આજથી ૬ વર્ષ પહેલાં જયારે..........
દોસ્તો, ૬ વર્ષ પહેલાંની કઈ વાત સપના લખતા લખતા અટકી ગયી. ને આ બધું જયારે રુદ્રાક્ષ ને ખબર પડશે ત્યારે રુદ્રાક્ષ શું કરશે? હજુ સપના ના જીવન માં કેટલા ચડાવ- ઉતાર આવશે, એ જાણવા માટે મળીએ આવતા ભાગ માં. ત્યાં સુધી,
જયશ્રી કૃષ્ણ🙏🙏🙏