આસ્તિક.... ધ વોરીયર... - પ્રકરણ-19 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

આસ્તિક.... ધ વોરીયર... - પ્રકરણ-19

આસ્તિક
અધ્યાય-19

આસ્તિક ભગવન ધન્વતંરીનું કહેલું બધુંજ વનસ્પતિ સંહીતા સાથે મનન કરી રહેલો. એને વિચાર આવ્યો કે પંચતત્વ થકી સૃષ્ટિની રચના ઉત્પત્તિ થઇ પણ એ સૃષ્ટિને નિભાવનાર એમાં જન્મ લેનાર બધાંજ જીવોને માનવ સહીત સર્વ પ્રાણીઓને વનસ્પતિજ નિભાવ કરે છે. સારસંભાળ લે છે. માનવને આહાર-અન્ન ફળફળાદી, ઔષધ, શાકભાજી, રસાયણ, આશરો કોણ આવે છે ? આ સૃષ્ટિમાં જીવવા માટે પ્રાણવાયુ વનસ્પતિ ઉત્પન્ન કરે છે. વાતાવરણમાં રહેલો વિષવાયુ શોષી લઇ લઇને પ્રાણવાયુ પુરો પાડે છે અને ભગવને વિશેષ કરીને કહેલું કે જ્યારે સૃષ્ટિમાં મહામારી જેવી આપદા આવે ત્યારે એમાંથી બચવા વનસ્પતિજ કામ આવે છે. વનસ્પતિ થકી શુધ્ધ પ્રાણવાયુ, ઔષધ, જડીબુટ્ટીઓ પુરી પાડશે. 
ઘર બનાવવા લાકડુ, હોડી, વહાણ બનાવવા માટે ત્થા દરેક સાધનો હથિયાર - શસ્ત્ર બનાવવા વનસ્પતિમાંથીજ જરૂરી લાકડુ મળશે. રસોઇ માટેનાં મસાલા, અન્ન, શાકભાજી ફળ પણ વનસ્પતિ આપશે પશુઓને ચારો, પક્ષીઓને ચણ પણ વનસ્પતિ આપશે. વનસ્પતિ પર જ આધારીત જીવચક્ર છે એટલે માણસે વનસ્પતિનું સંવર્ધન કરવુ જોઇએ પૂજા કરવી જોઇએ એટલે આપણાં શાસ્ત્રોમાં પણ મોં વનસ્પતિને માઁ તરીકે સ્થાન આપવામાં આવ્યુ છે માઁ પોષણ કરે છે એમ વનસ્પતિ સમગ્ર જીવનસૃષ્ટિની માઁ સમાન છે એટલે જ નમામિ દેવી વનસ્પતયે નમઃ ।। કહી પ્રાર્થના કરવામાં આવે છે. 
વનસ્પતિનાં જેટલાં ગુણ ગણાવીએ એટલાં ઓછાં છે. પંચતત્વની સાથેજ, ધરતી, જળ, વાયુ, અગ્નિ અને અવકાશ સાથે વનસ્પતિ પૂજનીય વંદનીય છે. 
આસ્તિકે મહર્ષિ જરાત્કારુને કહ્યું પિતાજી આજે ભગવન ધન્વંતરિજી પાસેથી મને વનસ્પતિમાઁ વિશે ઘણુ જાણવા મળ્યુ. આ મૌન અને નિર્જીવ જેવી દેખાતી વનસ્પતિનું કેટલું મહત્વ છે એ નિર્જીવ નહીં બલ્કે સજીવ અને સૌથી વધુ સક્રીય છે એ રાતદિવસ હરપ્રહર કાળમાં સૃષ્ટિનું પાલન અને સંવર્ધન કરે છે. પંચ તત્વની મદદથી કુદરતનું વ્યવસ્થા તંત્ર સજ્જ રાખે છે. જળનો સંચય કરે છે ધરતીનો તળમાં જળ જાળવી રાખે છે. કોટી કોટી નમસ્કાર જેટલું વધુ કે નમુ એ ઓછું છે. 
માઁ જરાત્કારુએ કહ્યું આસ્તિક તને ધીમે ધીમે સર્વજ્ઞાનની પ્રાપ્તી થઇ રહી છે. તને બધાં દેવ બધી જાતનું જ્ઞાન આપી રહ્યો છે. તારી કેળવણી શ્રેષ્ઠ થઇ રહી છે એનો મને આનંદ છે. આસ્તિકે કહ્યું માઁ કાલે સવારે વહેલો ઉઠીને હું માઁ ગંગામાં સ્નાન કરવા જઇશ થોડું તરીશ અને પંચતત્વ સાથે માઁ વનસ્પતિને પણ અર્ધ્ય આપીશ. 
બીજા દિવસે આસ્તિક બ્રહ્મમૂહૂર્તમાં વહેલોજ ઉઠી ગયો. ઉઠીને તરત જ માઁ ગાયત્રીને યાદ કરી શ્લોક મંત્ર ભણવા લાગ્યો એ પછી યોગા અને કસરત કરીને માં બાબાનાં દર્શન કરી પગે લાગી આજ્ઞા લઇને ગંગા નદીનાં કાંઠે આવી ગયો. હાથ જોડી મનોમન માઁ ગંગાનું ધ્યાન ધરીને નદીમાં ઝંપલાવી દીધું. ક્યાંય સુધી શીતળ મીઠાં પાણીમાં એ ન્હાતો રહ્યો પછી એ કેડ સમા પાણીમાં આવી ઉભો રહ્યો સૌપ્રથમ ઉદય પામતા સૂર્યનારાયણને પગે લાગી જળથી અર્ધ્ય આપી રહ્યો. એ પછી નવે નવ ગ્રહોને યાદ કરી પ્રાર્થના કરવા માંડી. પંચતત્વોનું ધ્યાન ધરીને અર્ધ્ય આપુ પછી પોતાની કુળદેવી અને કુળદેવતાનુ ધ્યાન ધરી અર્ધ્ય આપુ અને નમામિ દેવી વનસ્પતિ નામનું ધ્યાન ધરીને અર્ધ્ય આપી પ્રાર્થના કરવા માંડી. 
એ જળમાં ઉભો રહીને અર્ધ્ય આપી રહેલો ત્યાંજ એની સામે સાક્ષાત સૂર્યનારાયણ ભગવન પ્રગટ થયાં અને કહ્યુ વત્સ તારી આ અર્ધ્ય આપી પ્રાર્થના કરવાથી હું ખૂબજ પ્રસન્ન થયો છું મને જાણ છે કે તેં બધાં વેદ અને શાસ્ત્ર-પુરાણનો અભ્યાસ કર્યો છે તું ભગવન જરાત્કારુ અને માઁ જરાત્કારુનો પુત્ર છે હું "હું તારાં પર પ્રસન્ન થયો છું તને એક બોધ જ્ઞાન આપવા માંગુ છું તો તું શાંત અને એકાગ્ર ચિત્તે સાંભળ..... 
આસ્તિક બે હાથ જોડીને નમસ્કાર કરતાં બોલ્યો ભગવન સૂર્યનારાયણ આપ તો સાક્ષાત નારાણય જ છો ભગવન આપનાં તેજ થી મારી આંખો અંજાય છે આપનું સ્વરૂપ અદભૂત અને આનંદદાયક છે. મારું ખૂબ સારુ નસીબ છે કે હું આપનાં સાક્ષાત દર્શન કરી રહ્યો છું. ભગવન મારું અહોભાગ્ય છે કે આપની પાસેથી હું બોધ, જ્ઞાન મેળવી રહ્યો છું ભગવન આપનાં ચરણોમાં હું સમર્પિત છું આપનાથીજ હું સંપૂર્ણ રક્ષિત છું. 
ભગવન સૂર્યનારાયણ કહ્યું પુત્ર સાંભળ આ અગ્નિ, તેજ કે પ્રકાશ થકી હું સર્વ વ્યાપ છું પંચતત્વનો કારક છું આખાં બ્રહ્માંડમાં મારા થકી તેજ પ્રકાશ છે. હું જ ગાયત્રી હુંજ વિષ્ણુ હુંજ નારાયણ છું પંચતત્વ ત્થા વનસ્પતિનું હું પોષણ કરું છું સૃષ્ટિના નિભાવ કરુ છું તેં જે કંઇ પંચતત્વ ત્થા વનસ્પતિ વિશે જાણ્યું એ સત્ય છે. અગ્નિ ગમે તેટલો તેજ હોય પણ એમાં જળ સમાયેલું છે જે રૂપ પરિવર્તીત થતાં જળ બની જાય છે. પંચતત્વ પણ એકમેકનાં પુરક છે. આકાશમાંથી ઉત્પન્ન થયેલી પૃથ્વી એ ધરા, તેજમાંથી જળ, બ્રહ્માંડમાંથી વાયુ, આમ એક પરીક્ષામાં રહેલાં સર્વ તત્વ એ મારી નીપજ છે હું છું છતાં નથી મારો જન્મ કે નાશ નથી હું છું અમર છું. 
અને હવે તને હું આત્મતત્વનો ઉપદેશ કરું છું જ્ઞાનયુક્ત યનાદી આષ્યંગ યોગ કહેવાય છે. ઠંડી ગરમી આહાર અને ઊંઘ પર વિજય હંમેશા શાંતિ, નિશ્ચળતા અને ઇન્દ્રિયો પર કાબૂ એ યમો છે. ગુરુભક્તિ, સત્યમાર્ગ પર પ્રીતિ આપમેળેજ મળી આવે છે. તેમાં સંતોષ અનાસક્તિ, એકાંતવાસ, મન પર અંકુશ, ફળની ઇચ્છાઓનો અભાવ, એ વૈરાગ્ય એ નિયમો છે. 
સુખપૂર્વક લાંબા વખત સુધી એકજ સ્થિતિમાં બેસવું અને ચીથંરા વસ્ત્રો પહેરવાં એ આસન કહેવાય છે. મનને ચૈતન્યમાં સ્થિર કરવું. આસ્તિક તને જે આ બોધ આપી રહ્યો છું એ તને કામ લાગવાનો છે જે લક્ષ્ય તારાં જન્મ અને જીવનનું છે એનાં માટે આ જ્ઞાન અને તાલિમ જરૂરી છે. 
મનને વિષયોથી માંથી ખેંચીને ચૈતન્યમાં સ્થિર કરવું એ ધારણાં છે. કામ, ક્રોધ, શ્વાસ, ભય અને ઊંઘ આ પાંચ શરીરનાં દોષ છે. સંકલ્પ રહિત પશુ ક્ષમા, ઓછો ખોરાક, નિર્ભયતા અને તત્વચિંતન એ ઉપરનાં બધાં દોષ દૂર કરવાનાં ઉપાય છે. જેમાં નિંદ્રા ત્થા ભય સર્પરૂપ છે. હિંસા અને તરંગો છે તૃષ્ણા રૂપી ધૂમરીઓ છે. સ્ત્રીરૂપી કાદવ છે. આ સંસાર સાગરને તરવા માટે સૂક્ષ્મ માર્ગનો આશ્રય કરીને ત્થા સત્ય ગુણોને ઓળંગીને તારક બ્રહ્મનું ધ્યાન કરવું બે ભવોની વચ્ચ સચ્ચિદાનંદ નાં તેજ રૂપે તારક બ્રહ્મ રહેલું છે એનો અભ્યાસ કરી જોવું એનું ચિંતન કરવું આમ કરવાથી એકાગ્રતા આવશે અને તું સર્વ દોષમાંથી મુક્તિ પામીશ. 
વત્સ મારી દ્રષ્ટિએ તારાં માટે જે જરૂરી હતું એ બધુજ મેં તને સમજાવ્યુ છે તારામાં નિરૂપણ કર્યુ છે. હવેનાં પૂનમનાં હવનયજ્ઞ સમયે તને આ જ્ઞાન કામ લાગશે. એ કેળવાશે અને તારાં જન્મ-જીવનનાં લક્ષ્યને સાંધા એનાં પર વિજયી બનવા માટે તને ખૂબ મદદરૂપ થશે. 
વિજયીભવ તથાસ્તુ એમ કહીને સૂર્યનારાયણ અંતર્ધાન થયાં. 
આસ્તિક ક્યાંય સુધી હાથજોડીને ઉભો રહ્યો. એ આંખ થકી તનમાં અને જ્ઞાન થકી આત્મામાં અજવાળો પથરાઇ ગયાં. આખા તનમાં અને ખાસ કરીને ભાલમાં કપાળમાં તેજ તેજ પ્રસરી ગયું એ હાથ જોડીને ભગવન સૂર્યનારાયણનો આભાર માની રહ્યો અને એમનાં થકી મળેલાં જ્ઞાનને મન આત્મામાં સમાવી રહ્યો. 
જ્ઞાન થકી મારેલી ડૂબકી થી એનો જન્મ સાર્થક થયો અને પછી તનથી એણે ઊંડા જળમાં ડુબકી મારી જળમાં નીચે ને નીચે પાતાળ તરફ સરક રહેલો. એને શીતળ જળમાં ખૂબ સારું લાગી રહેલું એનાં મનનો તાપ શીતળ થઇ રહેલો. 
આસ્તિકને તન અને આત્મામાં શાંતિ અને શીતળતા છવાઇ રહી હતી ત્યાં એણે જળની અંદર ઊંડે ઊંડે તેજ જોયું સાથે સાથે રંગબેરંગી નવરંગી રંગો પ્રસરતા જોઇ રહ્યો. એને અચરજ થયુ કે આ વળી શું છે ? જળની અંદર આટલી ઊંડાઇએ આ કેવી સૃષ્ટિ છે ?
આસ્તિક આશ્ચર્યર્થ આ નવીન તેજોમય રંગબેરંગી સૃષ્ટિ જોઇ રહ્યો ધીમે ધીમે જળનાં આગળ વધી રહેલો તેમ તેમ એ અનોખી અજાયબ સૃષ્ટિ આશ્ચર્યથી જોઇ રહ્યો.....
વધુ આવતા અધ્યાયે - અધ્યાય ----20


રેટ કરો અને રિવ્યુ આપો

Pravin shah

Pravin shah 6 માસ પહેલા

Pragnesh Desai

Pragnesh Desai 8 માસ પહેલા

Neelam Luhana

Neelam Luhana 8 માસ પહેલા

Amrutbhai makwana

Amrutbhai makwana 8 માસ પહેલા

Anish Padhiyar

Anish Padhiyar 8 માસ પહેલા