Accompanied by strangers - 17 books and stories free download online pdf in Gujarati

અણજાણ્યો સાથ - ૧૭

કયારેક પોતાના દિલમાં વસતા, જેને આપણે દિલોજાનથી ચાહતા હોઈએ છીએ, એજ વ્યક્તિ આપણને સૌથી વધુ દુઃખ આપે છે, ત્યારે આપણે કાંચની માફક તુટી જતા હોઈએ છીએ, પ્રેમ શબ્દ પરથી વિશ્વાસ ઉડી જાય છે, પણ પછી ભગવાન કંઈક એવું કરે છે કે, આપણે ફરી પાછા પ્રેમ ને આપણા જીવનમાં આવકાર આપવા સહમત થઈએ છીએ. સપના સાથે પણ સમયે આવીજ રમત રમી છે, જોઈએ હવે આગળ શું થશે.

સપના રુદ્રાક્ષ વિશે વિચારતી કેબીનમાં બેઠી હોય છે, પણ આજ એનું મન એકદમ અશાંત છે, આજ સપના રાજ અને રુદ્રાક્ષ બંને ના વિચાર કરે છે. કે કયાં એનો પ્રેમ રાજ જેને દિલોજાનથી ચાહતી હતી પોતે, ને કયાં પેલો અજનબી રુદ્રાક્ષ કે હજુ જેને પુરી રીતે ઓળખતી પણ નથી. રાજ સાથે જીંદગી ના વર્ષ જીવ્યા છે મેં, ને રુદ્રાક્ષ જેને મળીને હજુ દિવસ પણ નથી થયા, તોય એવું લાગે છે કે જાણે જન્મોનો સાથ ન હોય? રુદ્રાક્ષ ને મળીને જાણે મોક્ષ સાથે હોઉં એવું લાગ્યું, ને રાજ સાથે નો આ છેલ્લા વર્ષ નો સમય જાણે કોઈ કેદમાં હોઉં, એની ગુલામી કરતી હોઉં એવું લાગે છે. હે મારા પ્રભુ તારી લીલા તને જ ખબર પણ પ્રભુ હવે, સહનશીલતા ઘટતી જાય છે, પ્રભુ હવે મારે સાથની જરૂર છે ને તારે ગમ્મે તે સ્વરૂપે આવીને મને સાચવવી જ પડશે, કેમકે જો હવે સપના તુટી ને પ્રભુ પછી એ તને પણ ભુલી જશે. એટલે સપના માટે ના સહી પણ તારા અસ્તિત્વ ના પરચા માટે પણ હવે જવાબદારી તારીજ છે.
સપના નાં વિચાર વાચા નાં ખલેલ પડે છે, જયાં એની મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી ફોન આવે છે, હેલ્લો સાંભળતા જ સપના ના મોઢે થી મોક્ષ સરી પડે છે, એટલે સામેથી રુદ્રાક્ષ કહે છે, દી, હેલ્લો દી તમે ફોન છો ને?? દી હું રુદ્રાક્ષ. એટલે સપના ની વિચાર તંદ્રા તુટે છે ને સપના કહે છે હેલ્લો રુદ્રાક્ષ. કેમ છો તમે? કેમ આજ આટલા દિવસે દી યાદ આવી?? એટલે રુદ્રાક્ષ કહે છે શું દી તમે પણ આમ કહો છો! અરે તમને તો હું દી કહું છું ને બેનો તો ભાઈઓ ની જાન હોય, એમને યાદ કરવા ની જરૂર નથી હોતી, એતો ક્ષણે ક્ષણ હ્રદયમાં વસેલી હોય છે. રુદ્રાક્ષ ની આવી વાતો સાંભળી સપના ની આંખો ભરાઇ ગઇ, ને રુદ્રાક્ષ જાણે એ વાત ભાળી ગયો હોય તેમ કહે છે, અરે સૉરી, સૉરી, સૉરી દી. મેં પાછા તમને રડાવી દીધા ને? સૉરી દી. એટલે સપના કહે છે સૉરી ની જરૂર ખરી??? પછી બંને છેડે હાસ્ય ની લહેર છુટે છે. એટલે રુદ્રાક્ષ કહે છે દી તમને મળવા આવું સાંજે?
પણ સપના સાંજે કામનું બહાનું કાઢીને ના પાડી દે છે, ને કહે છે હું સામેથી કહીશ મળવા માટે, ત્યાં સુધી આપણે ફોન પરજ વાત કરીશું. ભલે દી જેવી તમારી મરજી તમારો વીર તમારી બધી વાતો માનશે. બાય દી.

રુદ્રાક્ષ રોજ બપોરે સપના ને ફોન કરે, એના લખાણ વિશે સપના સાથે ચર્ચા કરે, સપના પાસે થી જરૂરી સલાહ લઈને પછી જ લખાણ આગળ મોકલે. આ બાજુ સપના ને પણ રુદ્રાક્ષ ના સાથની અસર થવા લાગી, પહેલા રાજ ના કારણે ગુમસુમ રહેતી સપના ને હવે એનું ધ્યાન રાખવા, કેર કરવા, મસ્તી કરવા, ને મુડ ન હોય ત્યારે ઝગડો કરવા માટે પલે પલ માટે રુદ્રાક્ષ મળી ગયો હતો. ને સપના ના આ બદલાયેલા સ્વભાવ ની નોંધ વસંત ભાઈ એ લીધી હતી, પણ એમણે સપના ને આ બાબતે કોઇ પણ પ્રશ્ન ન પુછયો. એતો બસ એમની દિકરી ને ખુશ જોઈ ને ખુશ થતાં હોય છે.

સપના ને મળ્યા બાદ રુદ્રાક્ષ ના કરિયરમાં મોટા પાયે સફળતા મળી હતી, સપના ને રુદ્રાક્ષ નો સંબંધ પ્રેમ, ને લાગણી થી છલોછલ હતો. પહેલી વાર જોતા કોઈ પ્રેમી પંખીડા લાગતા બંને વાસ્તવિક માં ભાઈ-બેન જેવા પવિત્ર સંબંધ થી બંધાઈ ગયા હતા, ને બંધન પણ કેવો મળ્યા વગર નો. હા પહેલાની ૨-૩ મુલાકાત બાદ બંને ફક્ત ફોન પર ને વિડીયો કૉલ પરજ મળતા. હવેતો રુદ્રાક્ષ કપડાં પણ સપના પાસેથી ડિઝાઇન કરાવતો. રુદ્રાક્ષ ની નાનીમોટી દરેક પસંદ ના પસંદની સપના ને જાણ હતી. પણ રુદ્રાક્ષ, રુદ્રાક્ષ ને હજી સુધી સપના વિશે જેટલું સપના એ જણાવ્યું એટલું જ ખબર હતી. પણ હવે સપના એ મનમાં અપરાધ ભાવનાથી પીડાતા, પોતાના વિશે રુદ્રાક્ષ ને બધુંજ કહેવા માંગે છે, એટલે રુદ્રાક્ષ ને ફોન કરીને રવિવારે એના ઘરે ડિનર માટે આમંત્રણ આપે છે. કેમકે સપના વસંત ભાઈ અને એની દિકરીઓને પણ પોતાના ને રુદ્રાક્ષ નાં સંબંધ વિશે જણાવવા માંગતી હોય છે. જેથી કોઈ ને પણ એમનાં પવિત્ર સંબંધ પર શક ન થાય.

રવિવારે સપના એ બુટિક માં પોતે નથી આવવાની એવો મેસેજ મિલીને આપી ને પેન્ડિંગ કામ પુરા કરવા નું કહી દીધું. બપોર થી જ સપના ડિનર ની તૈયારીમાં લાગી ગઈ, રુદ્રાક્ષ ની પસંદ ના પસંદ એને સારી રીતે ખબર હતી, એટલે જમવા માટે પંજાબી મેનુ છોલે- ભટુરે, પનીર ટીક્કા, કાજુ કરી, બટર નાન , દાલ તડકા, ને જીરા રાઈસ.સાંજે ૭ સુધી બધુંજ બની ને તૈયાર કરી ટેબલ પર સજાવી રાખ્યું. ને બહાર જઈને રુદ્રાક્ષ ની ફેવરેટ આઈસ્ક્રીમ અમેરિકન ડા્યફુ્ટ લઈ આવી. ને રુદ્રાક્ષ નો ઈંતજાર કરવા લાગી, બરાબર વાગે રુદ્રાક્ષ આવે છે, હાથ માં બંને ભાણીઓ માટે ચૉકલેટ બોકસ લઈને અંદર પ્રવેશે છે. સપના એને વેલકમ કરે છે, ને રુદ્રાક્ષ ને વસંત ભાઈ નો પરીચય કરાવે છે. બંને છોકરીઓ રુદ્રાક્ષ ને મામા કહીને ભેટી જાય છે, પછી પોતાના મજાકિયા અંદાજ માં કહે છે, મને કકડીને ભુખ લાગી છે દી, તમારી સાથે ડિનર કરવા માટે મેં તો બપોર થી કંઈ ખાધુ નથી. રુદ્રાક્ષ ની વાત સાંભળી ને બધા હસી પડે છે અને ડિનર માટે ટેબલ પર બેસે છે. ટેબલ પર બધાને સર્વ કરી સપના બીજી બે થાળીમાં પણ જમવાનું પીરસે છે, ને સપના ને અલગ થાળીમાં પરોસતા જોઈ રુદ્રાક્ષ પુછે છે, દી આ અલગ જમવાનું??
એટલે સપના કહે છે, એક મારા સાસુ માટે, ને એક તારા જીજાજી માટે. સપના ની વાત થી રુદ્રાક્ષ વિચાર માં પડી ગયો, કે દી એ કોઈ દિવસ કેમ એમના પતિ વિશે વાત નથી કરી, ને આજ આ અલગ જમવાનું!! પણ હમણાં બધા લોકો સામે કોઈ સવાલ ન પુછતા, બીજી વાર સપના ને પુછશે, એમ વિચારીને ડિનર પુરુ કરે છે. ને ત્યાં જ ઉપરથી કોઈ વસ્તુ ટુટવાનો અવાજ આવે છે, રુદ્રાક્ષ ઉઠી ને ત્યાં જવા લાગે છે, એટલે વસંત ભાઈ એને રોકી લે છે. પણ રુદ્રાક્ષ ના મનમાં કેટકેટલાં પ્રશ્નો ધમાલ મચાવી રહ્યા છે.

શું થયું હશે ઉપર, પેલો અવાજ, શું તમે પણ રુદ્રાક્ષ ની જેમ જ વિચાર કરો છો?? તો જવાબ માટે મળો આવતા ભાગ માં.
તમારા અમુલ્ય અભિપ્રાયો કોમેન્ટ કરી જરૂર જણાવજો.
જયશ્રી કૃષ્ણ🙏🙏🙏



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED