કેટલી નાની છે ને દુનિયા!!
ને કેવી બનાવી છે માલિકે આ દુનિયા. જેમાં એણે બધુંજ બનાવ્યું, રાગ, ધ્વેશ,કરુણા, મમતા, અહંકાર, ને સૌથી છેલ્લે પ્રેમ! હા પ્રેમ છેલ્લે એટલા માટે કે દરેક સંબંધ માં ઉપરોક્ત ભાવનાઓ, મજબુતીથી પોતાના પાત્રો ભજવી જાય છે, ને છેલ્લે ફક્ત પ્રેમ એકલો રહી જાય છે, ને એ એકલો રહેતો પ્રેમ પોતાના સાથી લાગણી ને ગોતીજ લે છે. જેમાં શારીરિક અંતર મિલોનો હોય છે, પણ લાગણી નો અંતર ફકત એક દિલ બીજા દિલને યાદ કરે એટલોજ. ને આ પ્રેમ શારીરિક જરુરીયાત વાળા પ્રેમ કરત ૧૦૦ ગણું પવિત્ર હોય છે, એ નિષ્પાપ, ને સરળ હોય છે, જેમાં જરુરત બંને ને એક બીજા ની હોય છે, પણ માનસિક રીતે. આવોજ એક અદમ્ય, અદ્ભૂત, નિશકલંકિત, નિષ્પાપ, ને લાગણીઓથી ભરપૂર નવો જ સંબંધ સ્થાપિત થવા જઈ રહ્યો છે, આપણા અણજાણ્યા સાથ માં. તો ચાલો જાણીએ આગળનો સફર.
સપના એમના ક્લાયન્ટ ને ફોન કરે છે, ને કહે છે, સર લગ્ન પતી ગયા છે, એટલે મને મારો પેમેન્ટ કરી જાજો. ને હા જે કોસ્ચ્યુમ રિપિટ ન કરવાના હોય એ પણ મને મોકલી આપજો, જેથી હું એને કોઈ જરુરત મંદોને રેન્ટલ બેઝ પર આપી શકું. સામેથી હા કહતાં ફોન કપાઈ જાય છે. સપના વિચારોમાં ખોવાયેલી હોય છે, ત્યાં જ મિલીનો અવાજ કાને પડતાં વર્તમાન માં પાછી ફરે છે. મેમ મિ.રુદ્રાક્ષ આપને મળવા માટે આવ્યા છે, એમને અંદર મોકલું?? સપના હા માં માથું હલાવે છે, એટલે મિલી બહાર જઈને રુદ્રાક્ષ ને અંદર મોકલે છે.
રુદ્રાક્ષ હાથમાં ચૉકલેટ બોકસ લઈને સપના પાસે આવે છે, ને સપના ને ચૉકલેટસ આપે છે, ને કહે છે કેમ છો દી?
રુદ્રાક્ષ ના પ્રેમાળ ને ઉષ્મા ભર્યા અવાજ માં સપના ને મોક્ષની જલક દેખાય છે ને આંખે નીર ઉભરાય છે, ૫-૭ સેકેન્ડ સુધી સપના તરફ થી જવાબ ન મળતા રુદ્રાક્ષ કહે છે, દી આમજ જોઈને રડતાં રહેશો? મને બેસવા પણ નહિ કહો? રુદ્રાક્ષ નો અવાજ સાંભળીને સપના હસી પડે છે, ને રુદ્રાક્ષ ને બેસવા માટે ચેર આગળ કરે છે. ને અક્ષય ને બહાર ફોન કરીને બે કૉફી સાથે કંઈક નાસ્તો લાવાનું કહે છે.
રુદ્રાક્ષ, તમે અહીં કેવી રીતે? બોલો કંઈ કામ હતુ, એટલે રુદ્રાક્ષ કહે છે કેમ દી કામ વગર તમને ન મળી શકાય?
જો એવું હોય તો મારી હમણાનીજ મિટિંગ ફિકસ કરો, કેમકે આજે આ રુદ્રાક્ષ દેસાઈ પોતાની બધી મિટિંગ કેન્સલ કરીને તમારી પાસે આવ્યો છે. રુદ્રાક્ષ ના આટલા પ્રેમાળ શબ્દો સપના ના મોઢે એક સ્માઈલ આવી જાય છે. એટલે રુદ્રાક્ષ કહે છે, દી કેટલી સરસ સ્માઈલ છે તમારી, તો એને છુપાવી ને ના રાખો, તમે પણ હસો ને લોકોને પણ હસાવો,મનનું ભાર હલકું થઈ જશે. બંને વાત કરતા હતા ત્યારે અક્ષય કૉફી ને નાસ્તો મુકી જાય છે, કૉફી પીતા પીતા બંને વાતોમાં ખોવાઇ જાય છે, ત્યાં જ અચાનક રુદ્રાક્ષ ઉભો થાય છે અને વૉલેટ માંથી એક ચેક ને પૈસા કાઢી ને સપના ને આપે છે, ને કહે છે, આ તમારુ પેમેન્ટ, ને આ પેલા નેકલેસ સેટ નું પેમેન્ટ. હું ભુલી જાઉં એ પહેલાં જ તમે રાખી લો. એટલે સપના પેમેન્ટ લેતા બોલી કે તમે આ ઉધાર ચુકવવા આવ્યા છો, મને એમ કે મને મળવા માટે.............
આગળના શબ્દો સપના પુરા ન કરી શકી, ને શાંત થઈ ગઈ.
એટલે રુદ્રાક્ષ કહે છે, દી પેમેન્ટ તો ફક્ત બહાનું હતુ તમને મળવા નું, ૩ દિવસ થી તમને શોધી રહ્યો છું, એડ્રેસ નોતો તમારો ને ના કોઈ નંબર તો કઈ રીતે ગોતું એજ વિચાર કરી રહ્યો હતો,ત્યાંજ તમે પેમેન્ટ માટે રોહીત ને ફોન કર્યો,ને હું ત્યાં જ હતો, મેં તમારી ને રોહિત ની વાત સાંભળી, એટલે રોહિત ને પુછતા એણે તમારા વિષે વાત કરી,ને પેમેન્ટ કરવા જવુ પડશે એવુ કહ્યું.એટલે મેં કહ્યું હું પણ સાથે આવીશ, પણ રોહિત ને એક જરૂરી કામ આવતા તેણે મને મોકલ્યો. ને મારે તો ભાવતું હતું ને વેૈધે બતાવ્યું. રુદ્રાક્ષ ની વાત સાંભળીને સપના હસી પડે છે,
દી જો તમને ખોટું ન લાગે તો તમે મને પેલી સીસીડી ની અધુરી વાત કહેશો? કે મોક્ષ તમારો ભાઈ, એ ક્યાં છે, ને તમે મને જોઈ ને કેમ આટલા ઈમોશનલ થઈ જાઓ છો. ને પ્લીઝ રડયા વગર કહેજો દી, કેમકે I hate tears Sapna.....
એટલે સપના હસી ને કહે છે, રુદ્રાક્ષ તું એકદમ સ્વિટ ને ઈનોસેન્ટ છો, એકદમ મારા નાના ભાઈ મોક્ષ જેવોજ, નટખટ, ને હંમેશા મને હસાવનાર. રુદ્રાક્ષ મોક્ષ ફક્ત મારા માટે ભાઈ નહિ પણ મારા પુત્ર જેવો હતો. સપના ના હતો કહેવા પાછળ નું દરદ રુદ્રાક્ષ મહેસુસ કરી શકતો હતો. એટલે એણે પુછયું દી શું થયું મોક્ષ ને??? ને સપના એ પોતાના પરિવારના ના કોજાગરા મોતની ભયંકર સચ્ચાઇ કહી. થોડી વાર બંને એકદમ શાંત થઈ ગયા, પણ પછી રુદ્રાક્ષ કહે છે, દી મને માફ કરજો મેં તમારા જખ્મો ને ફરી તાજા કરી દીધા, સૉરી દી, મારો ઈંટેંશન તમને હર્ટ કરવાનો નોતો, સોરી દી. કહીને રુદ્રાક્ષ સપના ને પાણી પીવડાવવા સપના પાસે જાય છે, પણ સપના રુદ્રાક્ષ ને ગળે લગાવી લે છે, ને રુદ્રાક્ષ એક ભાઈ ની જેમ જ સપના ને માથે પ્રેમથી હાથ ફેરવે છે, ને સપના ને પાણી પીવડાવીને શાંત કરે છે.
હવે સપના રુદ્રાક્ષ ને આમ અચાનક ગળે લગાડવા મોટે સૉરી કહે છે. એટલે રુદ્રાક્ષ નારાજ થતાં કહે છે, ભાઈ પણ કહો છો ને સૉરી પણ? આવુ હોય કોઈ દિ. તમે મને ભાઈ કહયો છે ને જે દિવસથી એ દિવસથી જ મને તમારી તરફ લગાવ થઈ ગયો છે
દી, મારી કોઈ બેન નથી, રક્ષા બંધન ના દિવસે મારા ખાલી હાથ જોઈને હું ખૂબ રડું છું, ને ભગવાન ને ફરીયાદ કરું છું કે તે મને બધુંજ આપ્યું પણ રાખડી બાંધવા એક બેન ન આપી??? કહેતા રુદ્રાક્ષની આંખો ભરાઇ આવે છે, ને આંસુ લૂછી ને કહે છે, હવે ભગવાન નહીં કરુ ફરીયાદ તને, તે મારી જીંદગી ની અધુરી ખોટ પુરી કરી નાખી. હવે સપના રુદ્રાક્ષ ને શાંત કરે છે, ને વાતાવરણ હળવો કરવા રુદ્રાક્ષ ની મસ્તી કરે છે.
બંને વાતે કરતાં હોય છે ત્યાં જ મિલી દરવાજો ખખડાવીને કહે છે, મેડમ કસ્ટમર તમને મળવા માંગે છે. અંદર મોકલું?
મિલીનિ વાત સાંભળીને રુદ્રાક્ષ કહે છે, દી તમે તમારું કામ પતાવો આપણે ફરી મળીએ. ને રુદ્રાક્ષ સપના ના નંબર લઈને જતો રહ્યો, ને સપના પણ કસ્ટમર મા વ્યસ્ત થઈ જાય છે.
મિત્રો, મને ખબર છે કે તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો આવી રહ્યાં છે, કે આમજ કોઈ અણજાણ વ્યક્તિની નજીક આવવું, ગળે લગાવવું, ને કોઈ અજનબી સાથે પોતાના દુખ વાગોળવા, કંઈ બરોબર કહેવાય???
એમાં પણ બંને પાત્રો વિજાતીય, શું કહેશે લોકો? શું કહેશે સમાજ? શું આવા સંબંધ ફક્ત વાર્તાઓ માંજ બને છે? હકીકતમાં આવા અણજાણ્યા સંબંધ શકય છે??? તો મારો તમને જવાબ છે હા. હા આ શકય છે, આવા નિષ્પાપ, નિર્વિકાર સંબંધ આજના લાલસા ભર્યા જમાનામાં પણ શકય છે. પછી ભલે તે સંબંધ ભાઈ-બેન નો હોય, કે પછી દોસ્તી નો હોય, કે પછી બધાથી જ ઉપર પ્રેમ નો કેમ ન હોય. બસ શરત માત્ર એટલી જ કે સંબંધ માં પારદર્શિતા ને નિખાલસતા હોવી જરૂરી છે.
આગળ નો સફર જાણીએ આગળના ભાગમાં, તમારા અમુલ્ય અભિપ્રાયો કોમેન્ટ કરવાનું ભુલતાં નહીં.
જયશ્રી કૃષ્ણ 🙏🙏🙏