અણજાણ્યો સાથ - ૧૫ Krishna દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અણજાણ્યો સાથ - ૧૫

કયારેક મનનાં પ્રશ્નો એટલી ભયંકર રીતે બહાર ડોકાય છે, કે ગમે તેટલું દુર હડસેલા પણ હોઠોની સપાટી એ એક વ્યંગ છોડીને જાય છે, ને માણસ ફરી પાછા એ પ્રશ્નોને ઉકેલતા ઉકેલતા, પોતેજ ઉલજી જાય છે. મિત્રો, સપના ની પરીસ્થિતિ પણ કદાચ એવીજ છે. હા હા ખબર છે કે તમારા મનમાં પણ હજુ કાલ વાળા પ્રશ્નો તોફાન કરે છે,એટલે જવાબ માટે સફરમાં આગળ વધીએ.


સપના કેબીનમાં દરવાજા તરફ પીઠ કરીને, બંધ આંખે, ખુરશી પર માથું ઢાળીને બેસી હોય છે, એસી ફુલ પર હોવા છતાં પરસેવે રેબઝેબ, ને બંધ આંખે પાણી હોય છે, ને હોઠો પર એકજ નામ, રાજ! સપના રાજ ના વિચારોમાં ખોવાયેલી હોય છે, ત્યારે કોઈ વ્યક્તિ કેબીનમાં પ્રવેશ કરે, છે,
બ્લેક જીન્સ, રેડ ટી શર્ટ, પગમાં બા્ંડેડ લોફર, હાથ માં રાડો ની ઘડીયાળ, ને હાથ માં જેકેટ પકડેલો એક ૨૪- ૨૫ વર્ષના સોહામણા યુવાનએ હળવેકથી કેબીનમાં પ્રવેશ કર્યો, ને પાછળથી સપના ની આંખો બંધ કરે છે, પણ બંધ આંખે એની હથેળી ભીંજાતા, ખુરશી પોતાની તરફ ફેરવે છે, ને એને જોતા જ જાણે સપના ની બાંધેલી આંખો, બંધ તોડી ને ધસમસતા પૂરની જેમ વહી જાય છે, ને સપના એને જોતાજ રુદ્રાક્ષ કહીને વળગી ને રડવા લાગે છે, ને રુદ્રાક્ષ પણ જાણે કોઈ નાના બાળકને સાંત્વના આપતો હોય, તેમ સપના ના માથે વ્હાલથી હાથ ફેરવીને એને શાંત કરે છે, પછી હળવેકથી સપના ને કપાળ પર પ્રેમ, લાગણી, ને વ્હાલથી ભરપૂર મીઠું ચુંબન કરે છે, ને કહે છે, " દી" બસ હવે, કેટલુ રડીશ, જો હવે રડી માં, તારો વીર આવી ગયો છે. ને એ પણ એકદમ સહી સલામત તારી સામે છે. પછી બંને ખુરશી પર બેસે છે ને રુદ્રાક્ષ સપના ને પાણી પીવડાવે છે.
રુદ્રાક્ષ:
રુદ્રાક્ષ દેસાઈ, લેખકો ની દુનીયા નો નવો ચહેરો, જેણે પોતાની લેખન કલાથી ભારત ભરમાં નામ ચમકાવ્યુ હતું.
રુદ્રાક્ષ ની પ્રેમ કથાઓ વાંચીને કોકજ એવો હશે જેને પ્રેમ ન થયો હોય, છોકરીઓનો મોટો વર્ગ એનો ફેન ફોલોઅર હતો, કેટલીક છોકરીઓએ એને સામેથી લગનની ઓફર પણ આપી હતી, પણ રુદ્રાક્ષ એકદમ સીધો, સરળ વ્યક્તિત્વ ધરાવતો હતો,
પૈસાના સમુદ્રમાં ડુબકી લગાવતા રુદ્રાક્ષે કોઈ દિવસ કોઈ પણ
સ્ત્રી ને ખરાબ નજરે નોતી જોઈ. એટલે જ આટઆટલી સફળતા ને નામના બાદ પણ સિંગલ જ હતો. રુદ્રાક્ષ ના પપ્પા મુંબઈ ના નામદાર બિઝનેસ મેન હતા, જે થોડા સમય પહેલા જ હ્રદય રોગના હુમલાથી મૃત્યુ પામ્યા હતા, ને રુદ્રાક્ષ ની માતા સરળ ગૃહિણી છે. એમણે રુદ્રાક્ષ માં અમુલ્ય સંસ્કારોનું ખુબ સરળ રીતે સિંચન કર્યું હતું, એટલે જ રુદ્રાક્ષ આજે આટલી ઉંચાઈએ હોવા છતાં, પોતાની મર્યાદા ને સંસ્કાર ભુલ્યો નહતો.


આજથી લગભગ છ મહિના પહેલા, રુદ્રાક્ષ ના ખાસ મિત્ર ની બહેન ના લગ્ન હતા, ને લગ્ન નાં દરેક પ્રસંગ પ્રમાણે દુલ્હન ના કપડાં ની જવાબદારી હતી, શહેર ની પ્રખ્યાત ડિઝાઈનર સપના જોષી ની. સપના એ પર્સનલી બધા કપડાં ડિઝાઇન કર્યા હતા. ને ડિલિવરી માટે પણ પોતેજ ગઈ હતી, જેથી જો કંઈ પણ
ભુલચુક હોય તો તરત પાછા લાવી ને સરખું કરી શકે. સપના જયારે ત્યાં પહોંચી ત્યારે રુદ્રાક્ષ પણ ત્યાં હાજર હતો.
સપના ના હાથમાં ઘણો બધો સામાન જોઈને રુદ્રાક્ષ સપના પાસે આવ્યો ને કહે છે, દી, લાવો હું મદદ કરી દઉં તમારી પાસે ઘણો જ સામાન છે. સપના ને પણ રુદ્રાક્ષ ની વાત યોગ્ય લાગી, એટલે એણે પણ હા કહીને અડધો સામાન રુદ્રાક્ષ ને આપ્યો. બધુ વ્યવસ્થિત આપ્યા બાદ સપના રુદ્રાક્ષો આભાર માનવા એની પાસે જાય છે, ને ઠેંક્યુ કહે છે, તો સામે રુદ્રાક્ષ પણ પ્રેમ થી કહે છે, દી આની જરુંર નથી, આતો મારી ફરજ કેવાય. ને બંને એકબીજાને પરીચય આપીને છુટ્ટા પડે છે. હા છુટ્ટા પડે છે, ફરીથી મળવા માટે, ને કદાચ એકબીજા નો અણજાણ્યો સાથ બનવા માટે.

સપનાના મોબાઇલ પર વસંત ભાઈ નો ફોન આવે છે, એટલે ફોન પર વાત કરતા કરતા સપના બુટીક પહોંચે છે,ત્યાં વસંત ભાઈ કહે છે સપના બેટા આ ઈશા - દિશા ને પિઝ્ઝા ખાવા છે, તો તું આવતી વખતે આપણા બધા માટે લેતી આવીશ? એટલે સપના હા પપ્પા લેતી આવીશ, કહે છે. બુટીક પર મિલી અને અક્ષય ને કામ સમજાવીને પોતે ગાડી લઈને નીકળી પડે છે પિઝ્ઝા લેવા. પિઝ્ઝા લઈને કારમાં મુકતા એ રુદ્રાક્ષ સાથે અથડાય છે, બંને એકબીજાને સોરી કહે છે, એટલે સપના રુદ્રાક્ષ ને પુછે છે, ભાઈ તમે કોઈ મુંજવણ માં હોવ એવુ લાગે છે, કોઈ તકલીફ છે? હું કંઈ મદદ કરી શકું? સપના ની વાત સાંભળી ને રુદ્રાક્ષ ના ચહેરા પર સંતોષ નું મોજું ફરી વળે છે, ને એ સપના ને કહે છે, હા દી મારી મદદ કોઈ સ્ત્રી જ કરી શકે છે, ને કહે છે, દુલ્હન ના રાતનાં પહેરવા માટે જે જવેલરી હતી, એમાંથી નેકલેસ સેટ કયાંક ખોવાઇ ગયું છે, ને સેમ મેચિંગ લેવાની જવાબદારી મને સોંપવામાં આવી છે, દી. અને મને છોકરીઓની બાબતો અંગે જાજી સમજ ન પડે. એટલે કયારનોય મુંજાઇ રહયો છું, હવે તમેજ મદદ કરો ને તમે ડિઝાઇન કર્યા છે, એટલે તમને કલર ડિઝાઇન પણ સારી રીતે ખબર છે, તો પ્લીઝ...........

રુદ્રાક્ષ ભાઈ પ્લીઝ ની કોઈ જરૂર નથી, એટલે ચાલો, અહીંથી જરાક ચાલતા જ પાછળ મોલ છે, ત્યાં આસાનીથી મળી જશે. બંને ચાલતા જ મોલ પહોંચે છે, એટલે સપના સરસ નેકલેસ સેટ પસંદ કરે છે, ને રુદ્રાક્ષ ને બીલ પે કરવાનું કહે છે, પણ પણ પણ કદાચ ભગવાન પણ આ અણજાણ્યા સાથના નવાજ અધ્યાય ની સાજીશ રચતો હોય તેવુ લાગે છે. બીલીંગ પર જઈને રુદ્રાક્ષ પૈસા માટે ખિસ્સામાં હાથ નાખે છે, પણ આ શું!!!! રુદ્રાક્ષ એનું વૉલેટ ગાડી માંજ ભૂલી ગયો હોય છે, એટલે ફરી સપના ને મદદ માટે કહે છે, સપના બીલ પે કરે છે, ને બંને શોપની બહાર નીકળે છે, એટલે રુદ્રાક્ષ સપના ને ઠેંક્યુ કહે છે, પણ સપના હસીને કહે છે, રુદ્રાક્ષ ભાઈ, ઠેંક્યુ ને બદલે બીજુ કંઈ માંગુ??? એટલે રુદ્રાક્ષ હસી ને કહે છે હમણાં પૈસા સિવાય કંઈ પણ માંગો, કહીને બંને હસી પડે છે. એટલે સપના કહે છે, બસ તમારી ૩૦ મિનીટ આપશો? મારી સાથે સામે "સીસીડી " માં કૉફી પીવા આવશો? સપના ના પ્રેમ ભર્યા આગ્રહ ને રુદ્રાક્ષ ના ન કહી શકયો.

કૉફી કેફે ડે(સીસીડી) સપના ને રુદ્રાક્ષ બંને ટેબલ પર બેઠા, એટલે સપના બંને માટે કૉફી ઓર્ડર કરે છે. સપના અચાનક જ રુદ્રાક્ષ ને સૉરી કહે છે, એટલે રુદ્રાક્ષ સૉરી નું કારણ પુછે છે, તો સપના કહે છે, આમ અચાનક તમને કૉફી માટે કહ્યું એટલે. પણ આ પાછળ મારો કોઇ ગલત ઈરાદો નથી, પણ તમને જોઇને મને મારો ભાઈ મારો મોક્ષ યાદ આવે છે, એટલે તમારી સાથે સમય વિતાવવા કૉફી નું બહાનું કાઢયું. મોક્ષને યાદ કરતાં સપના ની આંખો ભરાઇ આવે છે, જે રુદ્રાક્ષ જોઈ જાય છે, એટલે સપના ને મોક્ષ વિશે પુછે છે. પણ ત્યાં સુધી વેઈટર કૉફી લાવે છે, ત્યાં જ રુદ્રાક્ષ ના ફોન પર એના મિત્ર નો ફોન આવે છે, જે રુદ્રાક્ષ ને નેકલેસ સેટ લઈને જલ્દી આવવાનું કહે છે. એટલે હવે રુદ્રાક્ષ સપના ને સૉરી કહે છે ને બંને કૉફી પુરી કરી બહાર નીકળે છે, ને પોતપોતાની ગાડી માં બેસી પોતાના રસ્તે નીકળી જાય છે. છુટ્ટા પડતા બંને નાં મનમાં એક અલગજ લાગણી હોય છે, ને ચહેરા પર સંતોષ.


મિત્રો, સપના ના અણજાણ્યા સાથની શરુંઆત થઈ ચુકી છે, ને હવે આ સાથમાં કેટલી અડચણો આવે છે, ને બંને કેવી રીતે પાર ઊતરે છે, તે જાણવા માટે મળીએ આવતા ભાગ માં. અને હા તમારા અમુલ્ય અભિપ્રાયો મને કોમેન્ટ કરી ને જરુંર જણાવજો. ત્યાં સુધી જયશ્રી કૃષ્ણ🙏🙏🙏