ગુનાહ કે બદલો Akshaybhai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુનાહ કે બદલો

સ્કૂલ ટાઈમ દરમિયાન સ્ટાફના તમામ શિક્ષકોનો મોબાઈલ ઓફિસમાં જમાં કરી દેવામાં આવતો પણ એનો મોબાઈલ એની પાસેજ રહેતો હતો. એણે જે સ્કૂલમાં ઇન્ટર્નશીપ કરી એજ સ્કૂલમાં એને નોકરી મળી ગઈ હતી. એનામાં એક સારા શિક્ષકનાં તમામ ગુણો હતા. પણ મોર્ડન જમનાનો શિક્ષક હતો દેખાવ મા પણ સારો. લંબગોળ ચહેરો આછી દાઢી મુંછ. આંખ પર ગોગલ્સ હોય તે ફક્ત સ્કૂલ અને ક્લાસ માંજ આંખ પરથી નિકળતા. બાઇક પર જતો હોય ત્યારે વાળ હવામાં ઉડતાં હોય.

વેકેશન પુરું થવાં આવ્યું હતું તે સમયે સ્કૂલ માંથી નોકરી માટે ફોન આવેલો અને એણે એમ.ઍ. કરતાં કરતાં નોકરી કરવાનું શરું કરી દીધેલું.. પ્રાઇવેટ સ્કૂલ હતી. સમય સવારે ૭ થી ૧૨ નો હતો. કોલેજ નો સમય બપોરથી હતો એટલે એ સ્કૂલ થી છૂટી સીધો કોલેજમાં જતો.

સ્કૂલની પ્રિન્સિપાલ મેડમ ખૂબ રૂપાળી હતી ગોળ ચહેરો લાંબુ નાક મોટી આંખો. એક વાર એની તરફ કોઈ જોય તો જોતું રહી જાય. પણ સ્કૂલ માં કડક વર્તન હતું. ગુસ્સો હંમેશા નાક પર રહેતો. ઉમરમાં નાની અને કુંવારી હતી. છતાં કોઈ એની સામે બોલી શકતું નહીં. સ્કૂલના ટ્રસ્ટી મેડમનાં કાકા જ હતાં. બધું બરાબર ચાલતું હતું.

એણે મેડમને કોઈ દિવસ ધારી ને જોઈ ન હતી. કામ પડે ત્યારે મેડમ બોલાવતાં મોટા ભાગે હા-ના, ઓકે મેડમ માં કામ પતી જતું. સ્કૂલ નાની હતી એટલે સ્ટાફ પણ નાનો. સ્ટાફ માં સૌથી નાનો એજ હતો. બધાં ટીચર્સ લોકો એની સાથે મસ્તી મજાક કરી લેતા. મેડમની બેસ્ટ ફ્રેંડ હતી ક્લાર્ક મેડમ જણે ઍ હંમેશાં બેન કહી ને બોલાવતો. ઍ બેન એ એક દિવસ એને બોલાવ્યો અને કહ્યું કે આપણાં મેડમ તને પસંદ કરે છે. આ સાંભળી એ બેન સામે જોય રહ્યો અને પછી બંને હસી પડ્યાં. પછી જ્યારે પણ પેલા બેન સામે જોવાનું થતું ઍ મેડમ ની ઓફિસ તરફ આંખ થી ઇશારો કરેતા અને બંને હસી લેતાં.

અને એક દિવસ મેડમ નો મેસેજ એના મોબાઈલ માં આવ્યો. છોકરાઓ ની ટેસ્ટ બૂક વિશે પુછ્યું હતું. એને લાગ્યું કે સ્કૂલ મા પણ આ વાત પુછી શકાતે. મેસેજ વાળી વાત પેલા બેને બીજા દિવસે એને કહી ત્યારે એને લાગ્યું કે આ બે વચે એની કંઈક વાત થાય છે. ઘણી વાર મેડમનાં કોઈ બાબતે મેસેજ આવી જતાં અને ઍ જવાબ આપી દેતો. વર્ગમાં પણ ક્યારેક ઓચિંતા કંઈક કામ લઈને આવી જતાં અને આ બધી વાત પેલા બેન ને ખબર જ રહેતી હતી. એક દિવસ એને વિચાર આવ્યો શું ખરેખર મેડમ..... અને પોતાને અરીસા માં જોયું અને વિચારવા લાગ્યો પોતે કેવો દેખાય છે. મેડમ ની જેટલો સારો તો નથી લાગતો પણ દેખાવડો તો હું પણ છુંજ..એમ વિચારી એણે શર્ટ નો કલર ઉંચો કર્યો. હવે એ મેડમને હવે નોટિસ કરવા લાગ્યો હતો અને મેડમ પણ એને. મેસેજ પર વાત પણ વધારે થવાં લાગી હતી. ક્યારેક ઍ વાત કરતાં કરતાં ભુલી જતો કે એ મેડમ છે અને મેડમ પણ એક મિત્ર તરીકે વાત કરતી. સ્કૂલ માં પણ તેઓ એક બીજા સાથે ઇશારા થી ક્યારેક વાત કરી લેતાં. હવે કંઈક ને કંઈક બહાને બહાર મળવાનું પણ શરું થઈ ગયું હતું. આ વાત પેલા બેન ને ખબર હતી અને ઘણી વાર તે પણ સાથે આવતાં. વાત ઘણી આગળ વધી ચુકી હતી.

એક દિવસ એણે મેડમને પોતના દિલ ની વાત કહી નાખી અને મેડમે એને હા પાડી. મેડમ એના કરતાં દોઢ વરસ મોટી હતી પણ ઍ વાત ઍ લોકોના પ્રેમ વચ્ચે ક્યારેય આવી નહી. બંને હવે રેગ્યુલર બહાર મળતાં. ડિનર માટે જતાં. બપોરે ક્યારેક બહાર જમવા જતાં. અને મેડમ ની ફેવરિટ ભેલ ત્યાં ખાવા ભેલ ખાવા જવાનું થતું. બંને ને બહાર કંઈક ને કંઈક નવું ખાવાનું ગમતું એટલે બંને દર વખતે નવી નવી જગ્યાઍ જતાં.એની પાસે પૈસા ક્યારેય ખૂટતા નઈ. ઘરથી પણ પપ્પા સમય સર પૈસા નાંખી દેતા અને સ્કૂલનો પગાર. એની પાસે બાઇક પણ હતું. રિક્ષા ભાડું વધારે થઈ જતું હોવાથી ઘરેથી એક બાઇક લઈ આયવો હતો. નજીક મા કસે જતાં ત્યારે પોત પોતાની બાઇક જતાં પણ કોઇક વાર દૂર ફરવા જવાનું થાય. ત્યારે એક બાઇક કશે રાખી દેતા અને પછી બંને એકજ સવારી પર નિકળી પડતાં. અઠવાડિયામા ત્રણ ચાર વાર બહાર જમવાનું થતું અને રવિવારે ક્યાંક ફરવા જવાનુ થતું. મેડમનાં ઘર ના એને સ્ટાફ માં સાથે છે ઍ રીતે ઓળખતાં હતાં. ઍ ત્યાં એકલો રહેતો એટલે મેડમના મમ્મી ઘણી વાર સ્કૂલ મા મેડમ સાથે એના માટે ડબ્બો પણ મોકલાવતા. ઍ રૂમ રાખી ને રહેતો ત્યાં મેડમ આવ જાવ કરતાં. એને ક્યારેક જાતે રસોઇ કરીને ખાવું ગમતું. જ્યારે પણ મેડમ આવાની હોય ત્યારે તે પોતે રસોઇ કરી નાખતો અને પોતના હાથે તે મેડમને ખવડાવતો. મમ્મી પપ્પા પછી સૌથી વધારે ઍ મેડમને ચાહતો હતો. ક્યારેક મેડમનાં ઘરે કોઇ ન હોય ત્યારે ઍ પણ મેડમ ના ઘરે જતો. ક્યારેક રાતે પણ જતો. રાતે જવાનું થાય ત્યારે મેડમ ને ભાવતી આઈસક્રીમ લઈ જતો. બંને એક બીજામાં સમાઇ જતાં. તેઓ બધી હદ વટાવી ગયા હતાં.. એ મેડમને અતિશય પ્રેમ કરતો હતો.

આ બધાની વચ્ચે એક દિવસ ક્લાર્ક બેને એને બોલાવીને કીધું કે તું ધ્યાન રાખજે. આ પર એણે વધારે ધ્યાન ના આપ્યું. એમ.ઍ પછી આગળ એમ.ફિલ. અને પીએચ.ડી. પણ આજ શહેરમાં રહી ને કરવાનું વિચારતો હતો. અને આ વાત મેડમને પણ એણે કહી હતી ત્યારે મેડમ પણ ખુશ થયાં હતાં પણ જે ખુશી ઍ જોવા માગતો હતો ઍ ખુશી દેખાઇ ન હતી. ત્યારે મેડમેં ઘરમાં પ્રોબ્લેમ ચાલતો હોવાથી મુડ નથી એમ કહ્યું હતું અને ઍ મેડમ ને આઈસક્રીમ ખાવા લઈ ગયો હતો. આવી નાની નાની વાતને ઍ ક્યારેય મગજ પર ના લેતો. સ્કૂલ થી છુટયા પછી કોલેજ રોડ પર ઍ ઉભો રહેતો અને મેડમ પણ ત્યાં આવતી બે પાંચ મિનિટ ઉભા રહી પછી તેઓ છુટાં પડતાં.. અને એ કોલેજ જતો. આ ઍ લોકોનો રોજ નો કાર્યક્રમ બની ગયો હતો.

એમ.ઍ. ની પરીક્ષા લેવાઇ ગઇ હતી. મેડમનો એમ.ફિલનો થીસીસ પણ તૈયાર થઇ ગયો હતો. સ્કૂલમાં પણ હવે છોકરાઓની પરીક્ષા નજીક હતી. કોઈ દિવસ મોબાઈલ જમાં ન કરવાનારે આજે મોબાઈલ જમાં કરાવ્યો. છુટતી વખતે એ મોબાઈલ લેવાં ગયો ત્યારે બીજાના મોબાઈલ સાથે મેડમનો મોબાઈલ પણ સાથે હતો, એને મસ્તી કરવાનું સુઝયું અને મેડમનો મોબાઈલ લઈ લીધો. ક્લાર્ક બેન આ બધું જોતાં હતાં, કંઈક કહેવાનો પ્રયત્ન પણ કર્યો પણ કહી શકયાં નહી. એ રોજની જગ્યાએ ઉભો રહ્યો અને મેડમ નો મોબાઈલ જોવા લાગ્યો. એમ તો ઘણી વાર મોબાઈલ જોયો છે એણે પં આજે એમા કંઈક અલગ હતું. ઍ જોતાં જ એને ખબર પડી ગઈ કે મેડમનાં જીવનમાં કોઈ બીજું પણ છે. એના હાથ ધ્રુજવા લાગ્યાં હતાં. મેડમ ત્યાં આવી અને એણે હાથમાં મોબાઈલ આપી કહ્યું હું જરા આજે ઉતાવળમાં છું અને એ જતો રહ્યો.

ત્રણેક વરસ પહેલાં છોડેલી સિગરેટ આજે ફરી એના હાથમાં હતી. એની વિચારવાની શક્તિ સાવ શુન્ય થઈ ગઈ હતી. શું કરવું સમજાતું ન હતું. આજે રાતે મેડમને ત્યાં કોઈ હતું નહી તેથી ત્યાં જવાનું હતું. એ અવાનો હોય ત્યારે મેડમ દરવાજો ખુલો જ રાખતાં. દર વખતેની જેમ હાથમાં બે આઈસક્રીમ લઈને એ ઘરની અંદર આવ્યો. આજે એનો પ્રેમ મેડમ માટે દર્દરુપ બની રહ્યો. પોતે મેડમ સાથે પ્રેમ કરતો હતો કે નફરત ઍ સમજમાં ન આવ્યું. રાતે ૨ વાગ્યાં ઍ જાગતોજ હતો. દોઢ વરસથી મેડમ સાથે વિતવેલાં પળો આજે એની આંખ સામે રમી રહ્યાં હતાં. સામેની દિવાલમાં આછા પીળાં પ્રકાશમાં એને ઘડીક મોબાઈલની સ્ક્રીન દેખાતી તો ઘડીકમાં આજ સુધી સાથે વિતાવેલાં પળોનાં દ્રશ્યો ઉભરી આવતાં. ઍ મેડમનાં ખુલ્લાં શરીરને જોય રહ્યો. પોણા પાંચનો અલાર્મ મેડમના મોબાઈલમાં વાગ્યો. આજે એને જગાડવા ન પડ્યું ઍ જાગતોજ હતો. આજે રવિવાર હતો એણે કપડા પહેરતાં મેડમને અહીથી કલાકનાં રસ્તે આવેલાં એક મંદિરે ૧૧ વાગ્યે ફરવા જવાનું કહ્યું અને પોતના રૂમે જવાં નિકળી ગયો. એણે બસમાં જવાનુ નકકી કર્યુ.

બસ સ્ટેન્ડ પાસે પોત પોતાનાં વાહન મુકી તેવો બસ માં ચડ્યાં. એણે હમેશાંની જેમ ગોગલ્સ પહેરી લીધાં, મુખવાસ ની પડીકી ફોડી ત્યારે મેડમેં હાથ અગાળ કર્યો પણ એણે આખી પડીકી મોડાંમાં નાખી અને આંખ બંધ કરી. મેડમ એને ચિટિયો ભર્યો ત્યારે એને બંધ આંખે જ ખિસ્સાં માથી બીજી પડીકી કાઢીને આપી. બસમાં ભીડ વધારે હતી, કલાક ક્યાં નિકળી ગયો ખબર ન પડી. મંદિરમાં જતાં પહેલાં ઍ એક દુકાનમાં ગયો અને ત્યાંથી સિંદૂર અને મંગળસુત્ર લઈને ખિસ્સાંમાં મુક્યું. મંદિર ઉપર હતું, હાથ પકડીને બંને જણાં ચડતાં ક્યાક ઉભા રહી જતાં. હમેશ ની જેમ ફોટો પણ પાડી લેતાં. મંદિરે પહોચી દર્શન કરી એણે પેલું મંગળસુત્ર અને સીન્દુર કાઢયું અને મેડમ કંઈ પ્રતિક્રિયા આપે ઍ પહેલાં સિંદૂર મેડમના સેથામા પુરી દિધું અને મંગળસૂત્ર ગળાંમાં પહેરાવી દિધું. મેડમ એની સામે જોઈ જ રહી..મેડમથી કાંઈ બોલાયું નહી તેની આંખોમાં વહાલ ભર્યા આંસુ આવી ગયા ઍ જોતી રહી. બંને જણ નિચે આવી રિક્ષા કરી નજીકમાં આવેલી સારી હૉટલમાં જમવા ગયાં. ત્યાં પણ મેડમ મંગળસુત્રને વારે વારે હાથમાં લઈને જોતી હતી. મેડમના ચેહરા પર એના માટે વહાલ ઉભરાતો હતો. જમવાનું આવ્યું એણે હંમેશની જેમ મેડમને પોતાનાં હાથથી ખવડાવ્યું. એનાં માટે આ શાયદ છેલ્લીવાર હતું.

ત્યાથી બસ સ્ટેન્ડ દૂર હતું તેઓ રોડ પર ઉભા રહ્યાં. એક મીની બસ આવીને દૂર ઉભી દોડી ને બંને જણાં ચડી ગયાં. બસ ફુલ હતી મેડમને બેસવાની જગ્યા કરી આપી ઍ ઉભો રહ્યો. બાજુ મા બેસેલ સ્ત્રીઓ આ બંનેને જોયને કંઈક વાતો કરતી અંને હસતી. મેડમ આ જોય શરમાતી હતી ત્યારે એ સ્ત્રીઓ બાજુ જોયને હસી લેતો.

તેવો આવી ગયાં ૪ વાગી ગયાં હતાં. મેડમેં મંગળસુત્ર પોતાનાં પર્સ માં મુકી દીધું રાતે ૯ વાગ્યે બગીચામાં માં મળવાનું નકકી કરી તેઓ છુટાં પડયા. સાંજે ૭ વાગે ની બસમાં એણે પોતાનો બધો સામાન ગામ મોકલાવી દીધો.

૯ વાગ્યાં ઍ બગીચામાં જઈને બાકડા પર બેસવાને બદલે નિચે બેઠો, મેડમ આવી બાજુંમાં બેસી.મેડમના ચેહરા પર આજે અલગ સ્મિત હતું. એણે મેડમ નો હાથ પકડયો ઘડીક ભર સામે જોતો રહ્યો. મેડમ પણ એને જોતી રહી. એની આંખોમાં ક્ષણ ભરમાં જ વિતવેલાં તમામ પળો ફરી વળ્યાં.. એને પોતાનો મોબાઈલ કાઢ્યો અને તે દિવસે મેડમનાં મોબાઈલમાં જે જોયું હતું ઍ ફોટો એણે પોતના મોબાઈલમાં પાડી લીધાં હતાં ઍ બતાવ્યાં. આ જોયને મેડમ એકદમ સ્તભ્ધ બની ગઈ. શું બોલું શું નઈ ઍ માટે ઍન હોઠ ફફળવાં લાગ્યાં. કંઈક બોલે ઍ પહેલાં ઍ ઉઠીને ચાલવા માંડયો. અને મેડમ આવે ઍ પહેલાં બાઈક સ્ટાર્ટ કરી ઍ ત્યાંથી નિકળી ગયો. ખિસ્સાંમાં મૂકેલાં મોબાઈલમાં વારે વારે રિંગ વાગતી હતી પણ એણે મોબાઈલ ઓફ કરી નાખ્યો.

એ શહેર છોડીને જવાં માટે ઉપડ્યો હતો. જતાં જતાં એને વિચાર આવતાં હતાં કે' પોતે ખરેખર શું કર્યુ? ગુનાહ કર્યો કે બદલો લીધો? એ હમેશાં માટે શહેર છોડી ને જવાં માટે નિકળી ગયો હતો...