એક રિશ્તા અણજાના... - 2 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક રિશ્તા અણજાના... - 2


"જો એવું કઈ જ નહિ! એ તો બનેલું એવું ને કે..." એ આગળ કઈ કે એ પહેલાં તો રોહિણી એ કહી દીધું, "એવું તો ના બને! તમારી ઈચ્છા ના હોય તો બધા એવું થોડી કહેતા હોય!"

"હા... એ બધું બરાબર પણ મારી વાત તો સાંભળ... બનેલું એવું કે અમે બધા સાથે હતા તો મારી મમ્મી એ મસ્તી મસ્તીમાં કહી દીધેલું કે સત્યજીત ના લગ્ન તો નેહા સાથે કરી દઈશું તો ત્યારથી બધા લોકો અમને બંનેને એકબીજાના નામથી ચીડવે છે! ધેટ્સ ઇટ!" સત્યજીત એ કહ્યું તો રોહિણી એ પણ સ્વાભાવિક રીતે જ કહી દીધું -

"ઓકે! રિલેકસ! એન્ડ થેંક યુ સો મચ!" બંને થોડું ફરીને ઘરે ચાલ્યા ગયા.

ખરેખર તો એ બંને એ રાતે થોડા વધારે જ એકમેકને ઓળખતા થઈ ગયા હતા.

"ચાલ ઘરે નહિ જવું!" રોહિણી એ સત્યજીત ને પૂછ્યું તો એને જવાબ આપ્યો - "ના યાર... ઘરે તો તું કામ જ કર્યા કરે છે... મારી સાથે તો વાત પણ નહિ કરતી!"

"અરે! એવું કઈ જ નહિ! આઇ પ્રોમિસ હું કામ કરતા કરતા પણ તારી સાથે વાત કરીશ..." રોહિણી એ કહી દીધું.

"ઓકે... મારે તને એક ખાસ વાત કહેવી છે..." સત્યજીત એ એને કહ્યું પણ એ આગળ કઈ કહી શકે એ પહેલાં જ ઘરે થી એક કોલ રોહિણીના ફોનમાં આવ્યો.

"અરે કઈ છો?! જલ્દી ઘરે આવો ને!" કોલ એની મોટી બહેનનો જ હતો.

"આઇ એમ સો સોરી! પણ આપને ફટાફટ ઘરે જવું જ પડશે!" રોહિણી એ કહ્યું અને બંને ઘર તરફ ચાલતા થયા.

સત્યજીત ના મનમાં વાતને ના કહી શકવાનો ભારોભાર અફસોસ થઈ રહ્યો હતો.

ઘરમાં તો જાણે કે મેળો જ જામ્યો હતો! ઈવન ખાસ સત્યજીત ને પણ બાઈક પર મહેમાનો ને લાવ જા કરવા જ તો બોલાવ્યો હતો! સત્યજીત ના ભાભીને પહેલાં ખોળે જ બહુ જ મસ્ત છોકરી થઈ હતી! બધા જ બહુ જ ખુશ હતા! મહેમાનો એક પછી એક આવતા હતા.

🔵🔵🔵🔵🔵

"કોની સાથે વાત કરે છે?! ફોન મૂક!" કહેતા ની સાથે નેહા એ તો સત્યજીત પાસેથી જ ફોન છીનવી કોલ ડિસ્કનેકટ પણ કરી દીધો!

એનાથી થોડે જ દૂર બહાર વાસણ ઘસતી રોહિણી ની આંખોમાં આંસુઓ હતા!

નેહા એ જેનો કોલ કાપ્યો હતો એ કોલની બીજી બાજુએ ખુદ રોહિણી જ હતી. હવે એને પણ બધાની વાત સાચી લાગી રહી હતી.

"આજે બપોરે જ્યારે બધા ઊંઘી જાય, આપના જૂના ઘરે આવજે મને મળવા.... એક બહુ જ જરૂરી વાત કરવી છે!" રોહિણીના ટેક્સ્ટ મેસેજ એ સત્યજીત ને બેચેન કરી દિધો હતો! એ બેસબરીથી બપોરના ઇન્તજાર માં હતો.

આખરે એ સમય આવી જ ગયો જેનો બંનેને ઇન્તજાર હતો.

"હાથ દુઃખે છે યાર..." રોહિણી એ કહ્યું.

"બતાવ તો... કોણે કીધેલું આટલા બધા કપડા ધોવાનું?!" સત્યજીતે થોડું અકળાતા કહ્યું.

"કામ તો કરવું પડે ને..." એને કહ્યું અને સામેની બારીથી બહાર જોવા લાગી. કોઈ ઊંડા વિચારોમાં એ જાણે કે ખોવાઇ ગઇ!

"લાવ હાથ દબાવી આપુ..." કહેતા સત્યજીતે એના હાથને દબાવવા શુરૂ કર્યા.

"નેહાના હાથ પણ આમ જ દબાવતો હોઈશ ને?!" રોહિણી હજી પણ એ બારીને એકધારી જોઈ રહી હતી.

"ઓ! શું મતલબ?!" સત્યજીતે અકળાતા કહ્યું.

"હું જાણું છું બધું... બધા એ જ તો વાતો કરે છે!" રોહિણી જાણે કે સત્યજીત સામે પણ જોવા નહોતી માંગતી!

"એક્સક્યુઝ મી! તને મારી પર ટ્રસ્ટ છે કે બીજા લોકો પર?!" સત્યજીતે એની હડપચી પકડીને એના ચહેરાને એની બાજુ કર્યો.

"લિસન... કોઈ મારા વિશે જે વિચારે... પણ તું મારા વિશે શું વિચારે છે, એ વધારે ઈમ્પોર્ટન્ટ છે!" સત્યજીત ના અવાજમાં ભીનાશ વર્તાતી હતી.

"જો આ ખોટો દેખાવો ના કર... ખરેખર તો તું તારી નેહાનો જ છું!" રોહિણી ની આંખો રીતસર રડી પડી. સત્યજીતે એણે બાહોમાં લઇ લીધી.

"રિલેક્સ યાર... હું તારો જ છું... કોઈ પણ મને તારાથી નહિ છીનવી શકે!" સત્યજીત નો હાથ હજી પણ રોહિણીના પીઠે ફરી રહ્યો હતો.

આવતા અંકે ફિનિશ...

એપિસોડ 3(અંતિમ ભાગ - ક્લાઈમેક્સ)માં જોશો: તું સ્નેહાનો છું! રિનાનો!" રોહિણી એ પારાવાર ગુસ્સામાં કહ્યું અને સત્યજીત થી દૂર ચાલી ગઈ!

"જો તને કંઇક ખાસ વસ્તુ જણાવું..." સત્યજીત એ કહ્યું અને એના ફોનમાં કોલ ની રેકોર્ડિંગ પ્લે કરી દીધી.